Last Update : 10-April-2012, Tuesday
 

વન મિનિટ પ્લીઝ

વન મિનિટ પ્લીઝ...
આંતરરાષ્ટ્રીય
(1) ઇરાન સાથે પરમાણુ કાર્યક્રમ અંગે તણાવની વચ્ચે અમેરિકાએ પર્શિયન ખાડીમાં બીજું વમાનવાહક જહાજ તૈનાત કરી દેતાં અમેરિકા-ઇરાન યુદ્ધના એંધાણ ફરી મળી રહ્યા છે.
(2) ચીને ઝેજિયાંગના પ્રાંતમાં કિન્શાન પરમાણુ પ્લાન્ટમાં એક નવું ૬૫૦ મેગાવોટનું પરમાણુ રિએકટર શરૃ કર્યું છે. દેશમાં પરમાણુ ઉર્જા વધારવાના ભાગ રૃપે આમ કરાયું હોવાનું ચીન કહે છે.
(3) બ્રિટનના સૌથી વરિષ્ઠ કેથોલિક ધર્મગુરુ કાર્ડિનલ કૈથ ઓ બ્રાયને ખ્રિસ્તીઓને દરરોજ ક્રોસ પહેરવા અનુરોધ કર્યો છે.
(4) પાકિસ્તાની માધ્યમોએ પ્રમુખ આસીફ અલી ઝરદારીની વડાપ્રધાન મનમોહન સાથેની મંત્રણા ફિક્કી ગણાવી છે તો ઇમરાન ખાને ઝરદારી અને બિલાવલની ટીકા કરી છે.
(5) ટાઈટેનિક જહાજ ડૂબ્યાની ૧૫મી એપ્રિલે ૧૦૦મી વરસી છે ત્યારે ટાઇટેનિકને લગતા બે લાખ રેકર્ડ ઓનલાઇન મુકવામાં આવ્યા છે.
(6) નાઇજીરિયામાં રવિવારે ચર્ચ પાસે બે કાર વિસ્ફોટનો મરણાંક ૩૬ થયો છે. આ વિસ્ફોટના કારણે ચર્ચની દીવાલ તૂટી પડતાં ૨૨નાં મોત થયાં હતાં.
(7) પાકિસ્તાનમાં હિન્દુ કન્યાઓના કિસ્સા વધી રહ્યા છે ત્યારે ત્યાં કેટલાક રાજકીય પક્ષો અને હિન્દુ જૂથો હ્યુમન રાઇટસ કલબ, યંગ હિન્દુ ફોર્મ, લઘુમતી પંચ, અવામી ઝમરી પાર્ટી, પાકિસ્તાન તહેરીક-એ-શરીફ, પાકિસ્તાન હિન્દુ કાઉન્સિલ અને ઔરત ફાઉન્ડેશને દેખાવો યોજયા હતા.
(8) બ્રિટનના વડા પ્રધાન ડેવિડ કેમરોન ઉત્તેજક દ્રશ્યો સભર પોપ વિડિયોને ફિલ્મોની જેમ વયનું પ્રમાણપત્ર આપવા વિચારી રહ્યા છે જેથી બાળકોને તે જોતા અટકાવી શકાય. પ્રસ્તાવ હેઠળ જે વેબસાઇટ પર આ વિડિયો મુકાશે તેમણે પ્રમાણપત્ર બતાવવું પડશે.
(9) યેમેનમાં સેનનાં બેરેક પર અલ-કાયદાના ત્રાસવાદીઓએ કરેલા હુમલામાં ઓછામાં ઓછા ૨૪ જણા માર્યા ગયા છે. યેમેનમાં અલકાયદાની છાવણીઓ પર હવાઈ હુમલામાં ૨૪ ત્રાસવાદીનાં મોતના પગલે ત્રાસવાદીઓએ વળતો જવાબ આપ્યો છે.
(10) ભારત અને ઊર્જા સમૃદ્ધ દેશ કતાર વચ્ચે છ સમજૂતીઓ પર હસ્તાક્ષર થયા છે. આ પૈકી એક સમજૂતી તેલ અને ગેસના ઉત્ખનનમાં સહયોગ સંબંધી છે.

વન મિનિટ પ્લીઝ....
રાષ્ટ્રીય
(1) સર્વોચ્ચ ન્યાયાલયે પાકિસ્તાની ચિકિત્સક મોહમ્મદ ખલીલ ચિશ્તીને સોમવારે જમાનત આપી. ચિશ્તી હત્યાના એક મામલામાં અજમેરની જેલમાં આજીવન કારાવાસની સજા ભોગવી રહ્યા હતા.
(2) મધ્ય પ્રદેશની સરકાર હવે વૃદ્ધોને નિઃશુલ્ક તીર્થયાત્રા કરાવશે. ૬૦ વર્ષથી વધુ વયના વૃદ્ધોને ચાર ધામ, બાલાજી, શિરડી, સુવર્ણ મંદિર અને અજમેર શરીફ માટે રેલવે ટિકિટ અને બસની ટિકિટ સરકાર આપશે.
(3) તમિલનાડુ વિધાનસભામાં ધારાસભ્યો હવે મોબાઇલ ફોન લઇ જઇ નહીં શકે. કર્ણાટક અને ગુજરાતના ક્લિપિંગ કાંડને જોતાં આ નિર્ણય લેવાયો લાગે છે. ના બજેગા બાંસ, ના બજેગી બાંસુરી...
(4) ઓડિશામાં ઈટાલીયન ટૂર ઓપરેટર પાઓલો બોસુસ્કો અને બીજુદના ધારાસભ્ય ઝીણા હિક્કાની મુક્તિ અનિશ્ચિત બની છે. બંનેના અપહરણકાર- અલગ-અલગ માઓવાદી જૂથોએ નવી શરત મુકી છે. બંનેની મુક્તિ માટે આ જૂથોની ડેડલાઇન મંગળવારે સમાપ્ત થઇ રહી છે.
(5) લો બોલો! હવે ગોવામાંથી પેટ્રોલની દાણચોરી શરૃ થઇ ગઇ છે. ગોવામાં પેટ્રોલ પરથી વેટ નહીંવત્ કરાતા તે રૃા. ૧૧ સસ્તું થયું છે. હવે પારીકર સરકાર દાણચોરી કેમ અટકાવવી તેના વિચારમાં લાગી ગઇ છે.
(6) અણ્ણા ટીમે રૃા. ૨૦માં એક એસએમએસ કાર્ડ આપવાનું ચાલુ કર્યું છે. આનાથી અણ્ણાના સમર્થકોને અણ્ણા ટીમની પ્રવૃત્તિઓની સાચી માહિતી આખા વર્ષ દરમ્યાન મળતી રહેશે.
(7) દિલ્હી તરફ સેનાની બે ટુકડીઓએ ૧૬ જાન્યુ.એ કથિત કૂચ કરી હોવાના અહેવાલો અંગે સંરક્ષણ મંત્રાલયે કહ્યું છે કે એ તો સામાન્ય (રાબેતા મુજબ)ની વાત છે, એમાં કંઇ સરકારની પરવાનગી લેવાની જરૃર નથી.
(8) કોમનવેલ્થ (રાષ્ટ્રકુળ) રમતોમાં ભ્રષ્ટાચારના મામલો, આયોજક સમિતિ ૪૫ કાનૂની કેસોનો સામનો કરી રહી છે. આ કેસો ખાનગી કંપનીઓએ તેમને પેમેન્ટ નહીં કરાયા બદલ કર્યા છે...
(9) ગૃહ ંમંત્રાલયના એક અહેવાલ પ્રમાણે, પાકિસ્તાનમાં ત્રાસવાદી છાવણીઓ ભારત માટે જોખમી છે.
(10) આ મહિને ભારતીય રૉકેટ ૧,૮૫૦ કિગ્રાનો સ્વદેશી નિરીક્ષણ ઉપગ્રહ- રડાર ઈમેજિંગ સેટેલાઇટ (રિસેટ-૧) છોડશે. તેનું નિયંત્રણ શ્રીહરિકોટામાં ઈસરોના નવા નિયંત્રણ કેન્દ્ર ખાતેથી કરાશે.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સેન્સેક્ષ ૨૬૪ તૂટયોઃ મેટલ, પાવર- કેપિટલ ગુડઝ, બેંકિંગ શેરોમાં ગાબડાં
કર્ણાટકમાં પોલાદ ઉદ્યોગ બંધ થવાને આરે
ઊંચા વ્યાજદર હોવા છતાં બેંક ડિપોઝીટ એકત્રીકરણમાં ગાબડું
સેબી દ્વારા પાંચ શહેરમાં ઓફિસ ખોલવામાં આવશે
એનબીએફસીને બેડ લોન્સ માટે મજબૂત રિકવરી સિસ્ટમ પૂરી પાડવા અનુરોધ
રાજકોટમાં ચારિત્ર્યની શંકા પરથી પતિના હાથે પત્નીની હત્યા
ડ્રાયવરને હાર્ટએટેક આવતા દોડતી બસ ખાડામાં ગબડી
ભારતે ભાવતાં ભોજન પીરસ્યા પછી હળવો ધોંકો માર્યો ઃ ધી ડોન

નાઇજિરિયામાં વિસ્ફોટ બાદ ચર્ચની ઇમારત ધસી પડતા ૨૨નાં મોત

કામોત્તેજના માટે વાયગ્રાના વિકલ્પ તરીકે શોધાયેલુ નવું કડલ ડ્રગ
ચીને ૬૫૦ મે.વો.ના પરમાણુ વીજળી રિએક્ટરને ચાલુ કર્યું
ઇરાનના અખાતમાં અમેરિકાએ વધુ એક વિમાનવાહક જહાજ ગોઠવ્યું
ઓડના સામુહિક હત્યાકાંડ કેસમાં ૨૮ દોષિત
હિજરત કરી ગયેલા ૪૬ માણસોની કફોડી સ્થિતિ

મનપાની જાદુઈ તિજોરીમાં ૧૨ હાથનું ચિભડું ને ૧૩ હાથનું બીજ

 
 

Gujarat Samachar Plus

આ બેહાલ રસ્તા ફૂવારે ફૂવારે
બાંઘી મુઠ્ઠી લાખની
યંગ આઈકોનને આવકાર
 

Gujarat Samachar Plus

મોબાઈલ તો અમારું બીજું સંતાન છે
ફેસબુક પર મળ્યા... ચાની કીટલીએ હળ્યા...
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved