Last Update : 10-April-2012, Tuesday
 

૨૦ એપ્રિલે ત્રણેય વડા હાજર થવા સંભવ
સેનાની ત્રણેય પાંખના વડાને હાજર થવા સંસદીય સમિતિની સૂચના

વી.કે.સિંહના પત્રમાં સેના પાસે અપૂરતી સામગ્રી હોવાના ઘટસ્ફોટથી ચિંતિત સમિતિનો અભૂતપૂર્વ નિર્ણય
(પીટીઆઈ) નવી દિલ્હી, તા. ૯
એક અસામાન્ય પગલું ભરી સંરક્ષણ અંગેની સંસદીય સમિતિએ સેનાઓના ત્રણેય વડાઓને દેશની સંરક્ષણ તૈયારીઓ અંગે માહિતી આપવા બોલાવ્યા છે. આ નિર્ણય આ સમિતિએ ભૂમિદળના વડા જનરલ વી.કે.સિંહે સંરક્ષણ તૈયારીઓની ઉણપો અને અપૂરતા શસ્ત્ર-સરંજામ સંબંધે વડાપ્રધાનને લખેલાપત્રના પગલે લેવામાં આવ્યા છે.
૨૦૧૨-૧૩નાં વર્ષ માટેનાં અંદાજપત્રમાં સંરત્રણ મંત્રાલય વિષે કરાયેલા પ્રસ્તાવો ઉપર તા. ૨૦મી એપ્રિલે આ સમિતિ ચર્ચા કરવાની છે. તે સાથે દેશની સંરક્ષણ તૈયારીઓ વિશે પણ પૂરી માહિતી મેળવવા માટે આ સમિતિએ ભૂમિદળ, નૌકાદળ અને વિમાનદળના વડાઓને બોલાવવા નિર્ણય કર્યો છે. ભૂમિદળના વડા જનરલ વી.કે.સિંહે, વડાપ્રધાન મનમોહનસિંહને તા. ૧૨મી માર્ચે લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, સેનાઓ પાસે અત્યારે જરીપુરાણાં શસ્ત્રો છે, જેથી રાષ્ટ્રની સલામતી ખતરામાં આવી ગઈ છે. અન્ય આંચકાજનક બાબત તો એ છે કે આ પત્ર મિડીયા સમક્ષ લીક થઈ ગયો હતો. આથી વિપક્ષોએ સરકાર ઉપર પસ્તાળ પાડતાં જણાવ્યું હતું કે રાષ્ટ્રની સંરક્ષણ તૈયારીઓમાં રહેલી ઉણપો જેટલી આંચકાજનક છે તેટલી જ આંચકાજનક આપત્ર લીક થઈ ગયો હોવાની બાબત પણ છે. આ પત્રમાં જનરલ સિંહે બહુ જ સ્પષ્ટ ચેતવણી આપતાં જણાવ્યું હતું કે આ જરીપુરાણાં શસ્ત્રાસ્ત્રોથી રાષ્ટ્રની સલામતી ભયમાં મુકાઈ ગઈ છે.
આ પત્ર મિડીયા સમક્ષ લીક કરનાર મોલ કોણ છે, તે વિષે તપાસ કરવાનો દેશની આંતરિક જાસૂસી સંસ્થા ઇન્ટેલિજન્સ બ્યુરોને આદેશ આપવામાં આવ્યો છે.
આ સંબંધે નિરીક્ષકોનું માનવું છે કે તે પત્ર લીક થયો તે ઘણી જ ગંભીર બાબત છે. વડાપ્રધાનને દેશની એક સેનાના વડાએ લખેલો પત્ર તો અત્યંત ગુપ્ત જ રહેવો જોઈએ. પરંતુ, સાથે તેઓનું એવું પણ મંતવ્ય રહ્યું છે કે, આ રીતે જેને મોલ (ગુપ્ત માહિતી જાહેર કરનાર) માનીએ છીએ તેણે ખોટી રીતે પણ રાષ્ટ્રની સેવા કરી છે. આથી દેશભરના નાગરિકો પણ સંચિત બની ગયા છે. સાથે સજાગ પણ બની રહ્યા છે. નહીં તો ૧૯૬૨નાં ચીનનાં આક્રમણ સમયે જેમ દેશ નિંભર નિદ્રામાં હતો તેવી જ સ્થિતિ અત્યારે પણ પ્રવર્તી રહી હોત.
નિરીક્ષકો તેમ પણ કહે છે કે એક તરફ આપણી કરતાં પાંચ ગણી લશ્કરી તાકાત ધરાવતું ચીન તેની વિસ્તારવાદી નીતિ માટે જાણીતું છે. ભારતનો ૧૨૦૦ ચો.કી.મી.નો વિસ્તાર તથા મહત્વના ઘાટો પર કબજો જમાવ્યા પછી હવે તેનો અરૃણાચલ પ્રદેશ ઉપર પણ ડોળો છે. તેવી જ રીતે ઉત્તર પશ્ચિમ કાશ્મીર, માત્ર તે સમયના રાજા હરિસિંહ અને તેમના વઝીર શેખ અબ્દુલ્લાના અવઢવને લીધે જ પાકિસ્તાને પચાવી પાડયો છે. પ્રમુખ ઝરદારીએ વડાપ્રધાન મનમોહનસિંહ સાથે કરેલી સુષ્ટુ-સુષ્ટુ વાતો પાકિસ્તાનનાં લશ્કરને જરાયે જચે તેમ નથી. પ્રશ્ન જો ઝરદારી જ કેટલો સમય ટકી શકશે તે પણ છે. આમ પૂર્વ અને પશ્ચિમથી ભય સતત તોળાતો જ રહ્યો છે. હવે પાકિસ્તાને ચીન સાથે સંબંધો મજબૂત કર્યા છે. તે સંજોગોમાં સંરક્ષણ તૈયારીઓની ઉણપ આપણને ભારે પડી જાય તેમ છે.
જનરલ સિંહે તેમના પત્રમાં જણાવ્યું છે કે, આપણી ટેન્કો પણ જૂની થઈ ગઈ છે, જેની પાસે દુશ્મન દેશો પાસે રહેલી પ્રબળ ટેન્કો સામે ટકવા જેટલા મહત્વનાં શસ્ત્રાસ્ત્રો જ નથી. આપણાં વિમાનદળમાં રહેલા ૯૭ ટકા જેટલાં યુદ્ધ વિમાનો અને તેમનાં શસ્ત્રાસ્ત્રો પણ જરી પુરાણાં છે.
સતપાલ મહારાજનાં નેતૃત્વ નીચેની આ સંસદીય સમિતિ ગત સપ્તાહે ભૂમિદળના નાયબ વડા લેફ્ટેનન્ટ જનરલ એસ.કે.સિંહને મળી હતી. જેમાં આ સમિતિએ એક અંગ્રેજી અખબારમાં પ્રસિદ્ધ થયેલા લશ્કરની બે ટુકડીઓએ દિલ્હી તરફ સરકારને પૂર્વ જાણ કર્યા સિવાય કરેલી કૂચ વિષે સ્પષ્ટતા માગી હતી. આ ઘટનાને વડાપ્રધાને ચિંતાજનક જણાવી હતી જ્યારે જનરલ સિંહે તે અહેવાલોને તદ્દન મુર્ખામીભર્યા જણાવ્યા હતા.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સેન્સેક્ષ ૨૬૪ તૂટયોઃ મેટલ, પાવર- કેપિટલ ગુડઝ, બેંકિંગ શેરોમાં ગાબડાં
કર્ણાટકમાં પોલાદ ઉદ્યોગ બંધ થવાને આરે
ઊંચા વ્યાજદર હોવા છતાં બેંક ડિપોઝીટ એકત્રીકરણમાં ગાબડું
સેબી દ્વારા પાંચ શહેરમાં ઓફિસ ખોલવામાં આવશે
એનબીએફસીને બેડ લોન્સ માટે મજબૂત રિકવરી સિસ્ટમ પૂરી પાડવા અનુરોધ
રાજકોટમાં ચારિત્ર્યની શંકા પરથી પતિના હાથે પત્નીની હત્યા
ડ્રાયવરને હાર્ટએટેક આવતા દોડતી બસ ખાડામાં ગબડી
ભારતે ભાવતાં ભોજન પીરસ્યા પછી હળવો ધોંકો માર્યો ઃ ધી ડોન

નાઇજિરિયામાં વિસ્ફોટ બાદ ચર્ચની ઇમારત ધસી પડતા ૨૨નાં મોત

કામોત્તેજના માટે વાયગ્રાના વિકલ્પ તરીકે શોધાયેલુ નવું કડલ ડ્રગ
ચીને ૬૫૦ મે.વો.ના પરમાણુ વીજળી રિએક્ટરને ચાલુ કર્યું
ઇરાનના અખાતમાં અમેરિકાએ વધુ એક વિમાનવાહક જહાજ ગોઠવ્યું
ઓડના સામુહિક હત્યાકાંડ કેસમાં ૨૮ દોષિત
હિજરત કરી ગયેલા ૪૬ માણસોની કફોડી સ્થિતિ

મનપાની જાદુઈ તિજોરીમાં ૧૨ હાથનું ચિભડું ને ૧૩ હાથનું બીજ

 
 

Gujarat Samachar Plus

આ બેહાલ રસ્તા ફૂવારે ફૂવારે
બાંઘી મુઠ્ઠી લાખની
યંગ આઈકોનને આવકાર
 

Gujarat Samachar Plus

મોબાઈલ તો અમારું બીજું સંતાન છે
ફેસબુક પર મળ્યા... ચાની કીટલીએ હળ્યા...
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved