Last Update : 10-April-2012, Tuesday
 
મહિધરપુરાનો હીરા દલાલ ૮૦ લાખમાં ઉઠમણું કરી ફરાર

હીરાની તમામ પ્રકારની ક્વોલીટી ખરીદતો વેપારી કમ હીરા દલાલ ચાર દિવસથી ગાયબ

(પ્રતિનિધિ દ્વારા) સુરત, સોમવાર
મહિધરપુરા દાલગિયા મહોલ્લામાં કામકાજ કરતો વેપારી કમ હીરા દલાલ છેલ્લા ચાર દિવસથી અદ્રશ્ય થયો હોઇ, લેણદારો-કારખાનેદારોની ઉંઘ હરામ થઇ છે. વેપારી કમ હીરાદલાલ આશરે રૃ।. એસી લાખનો રફ-પોલીશ્ડનો માલ લઇને ફરાર થયો છે, એમ હીરા બજાર સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું હતું.
હીરા બજારમાંથી મળતી માહિતી અનુસાર, ઉત્તર ગુજરાતના એક જાણીતા નગરના મૂળ રહેવાસી એવો આ વેપારી કમ હીરા દલાલ તમામ પ્રકારની ક્વોલિટીઓ ખરીદતો હતો. હીરાના વેપારીઓ અને કારખાનેદારો આ હીરા દલાલના ગૂમ થવાથી ભીંસમાં આવી ગયા છે. જો કે, લેણદારોએ હીરા દલાલને શોધવાના પ્રયત્નો શરૃ કરાયા છે. પણ, છેલ્લા ત્રણ દિવસથી તેનો કોઇ પત્તો નથી.

મેનેજરે કારખાનેદારના રૃ।.૪૬ લાખનું કાપડ સગેવગે કરી દીધું
ડીલીવરી માટે જતાં ટેમ્પોમાંથી છેલ્લા ૯ મહિનામાં દેવેન્દ્ર બારડોલીયાએ ટૂકડે-ટૂકડે કાપડનો જથ્થો સેરવી લીધો
(પ્રતિનિધિ દ્વારા) સુરત, સોમવાર
ઉધના મગદલ્લા રોડ નવસર્જન ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીમાં આવેલા લુમ્સના કારખઆનાનો મેનેજર કારખાનેદારની જાણ બહાર ગ્રે કાપડના તાકાની ડીલીવરી માટે જતાં ટેમ્પો ચાલક ઉપર દબાણ કરી થોડા થોડા તાકા સગેવગે કરતો હતો. આ અંગે ટેમ્પો ચાલકે વિરોધ કરતાં તેણે ઠપકો આપ્યો હતો. પરિણામે ટેમ્પો ચાલકે કારખાનેદારને જાણ કરતાં તેમણે તપાસ કરી તો મેનેજરે નવ માસના સમયગાળામાં રૃ।. ૪૬ લાખના ગ્રે કાપડના તાકા સગેવગે કરી વેચી નાખી ઉચાપત કરી હોવાનું બહાર આવ્યું હતું. આ અંગે ખટોદરા પોલીસે કારખાનેદારની ફરિયાદના આધારે ગુનો નોંધી ભાગી છૂટેલા મેનેજરની શોધખોલ આદરી છે.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ ઘોડદોડ રોડ સુભાષનગર બંગલા નં.૬૮માં રહેતા નિતીનભાઇ દિનેશચંદ્ર નવાબ ઉધના મગદલ્લા રોડ નવસર્જન ઇન્ડસ્ટ્રીયલ સોસાયટી શેડ નં. ૨૯ થી ૩૭માં લુમ્સનું કારખાનું ધરાવે છે. તેમના કારખાનામાં દેવેન્દ્ર જયંતીલાલ બારડોલીયા (રહે. બ્લોક નં.૪૦/૬, પહેલા માળે, ખરવરનગર, ઉધના રોડ) મેનેજર કમ સુપરવાઇઝર તરીકે નોકરી કરતો હતો. કારખાના ઉપરાંત અંબાનગરમાં આવેલા ગોડાઉનથી થતી ડીલીવરીનું સંચાલન પણ દેવેન્દ્ર કરતો હતો.
નિતીનભાઇએ મૂકેલા વિશ્વાસનો ગેરલાભ ઉઠાવી અંબાનગરના ગોડાઉનમાંથી ડીલીવરી કરતી વખતે દેવેન્દ્ર ચલણ મુજબના ગ્રે કાપડ ઉપરાંત થોડા વધુ તાકા ટેમ્પોમાં મૂકાવી દેતો હતો. તેમજ ટેમ્પો ચાલકને તે વધારાના તાકા અન્ય સરનામે ડીલીવરી કરવા તાકીદ કરતો હતો. ટેમ્પો ચાલકને ખોટું થઇ રહ્યું છે તેવું જાણવા મળતાં તેણે વિરોધ નોંધાવ્યો તો દેવેન્દ્રએ તેને ઠપકો આપ્યો હતો.
આથી ટેમ્પો ચાલકે તરત જ નિતીનભાઇને જાણ કરી હતી. નિતીનભાઇએ તપાસ કરતાં દેવેન્દ્રએ ગત એપ્રિલ ૨૦૧૧થી ડિસેમ્બર ૨૦૧૧ના સમયગાળા દરમિયાન રૃ।. ૪૬ લાખનું ગ્રે કાપડ બારોબાર વેચી નાખી ઉચાપત કર્યાની જાણ થઇ હતી. દેવેન્દ્રનું ભોપાળું બહાર આવતાં તે ભાગી છૂટયો હતો. બનાવ અંગે નિતીનભાઇએ ગત મોડીરાત્રે દેવેન્દ્ર વિરુદ્ધ ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પીઆઇ સી.કે. પટેલે વધુ તપાસ હાથ ધરી છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સેન્સેક્ષ ૨૬૪ તૂટયોઃ મેટલ, પાવર- કેપિટલ ગુડઝ, બેંકિંગ શેરોમાં ગાબડાં
કર્ણાટકમાં પોલાદ ઉદ્યોગ બંધ થવાને આરે
ઊંચા વ્યાજદર હોવા છતાં બેંક ડિપોઝીટ એકત્રીકરણમાં ગાબડું
સેબી દ્વારા પાંચ શહેરમાં ઓફિસ ખોલવામાં આવશે
એનબીએફસીને બેડ લોન્સ માટે મજબૂત રિકવરી સિસ્ટમ પૂરી પાડવા અનુરોધ
રાજકોટમાં ચારિત્ર્યની શંકા પરથી પતિના હાથે પત્નીની હત્યા
ડ્રાયવરને હાર્ટએટેક આવતા દોડતી બસ ખાડામાં ગબડી
ભારતે ભાવતાં ભોજન પીરસ્યા પછી હળવો ધોંકો માર્યો ઃ ધી ડોન

નાઇજિરિયામાં વિસ્ફોટ બાદ ચર્ચની ઇમારત ધસી પડતા ૨૨નાં મોત

કામોત્તેજના માટે વાયગ્રાના વિકલ્પ તરીકે શોધાયેલુ નવું કડલ ડ્રગ
ચીને ૬૫૦ મે.વો.ના પરમાણુ વીજળી રિએક્ટરને ચાલુ કર્યું
ઇરાનના અખાતમાં અમેરિકાએ વધુ એક વિમાનવાહક જહાજ ગોઠવ્યું
ઓડના સામુહિક હત્યાકાંડ કેસમાં ૨૮ દોષિત
હિજરત કરી ગયેલા ૪૬ માણસોની કફોડી સ્થિતિ

મનપાની જાદુઈ તિજોરીમાં ૧૨ હાથનું ચિભડું ને ૧૩ હાથનું બીજ

 
 

Gujarat Samachar Plus

આ બેહાલ રસ્તા ફૂવારે ફૂવારે
બાંઘી મુઠ્ઠી લાખની
યંગ આઈકોનને આવકાર
 

Gujarat Samachar Plus

મોબાઈલ તો અમારું બીજું સંતાન છે
ફેસબુક પર મળ્યા... ચાની કીટલીએ હળ્યા...
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved