Last Update : 10-April-2012, Tuesday
 
માંડવીના બુણધા ગામના યુવાનની હત્યાનો ભેદ ઉકેલાયો
પત્ની સાથેના આડાસંબંધના વહેમમાં બુટલેગરે યુવાનની હત્યા કરી હતી
પોલીસને કારમાં કોઇ બૂમાબૂમ કરતું હોવાનું જોનાર સાક્ષી મળી જતાં સફળતા મળી

વસંત ચૌધરીને બલેઠીમાં અટકાવી માનસીંગ ઉર્ફે નાનીયા વસાવાએ માથામાં કપડા ધોવાનો ધોકો મારી દીધા બાદ કારમાં બેસાડી ટૂંપો આપ્યો હતો
માનસીંગની સાથે તેની પત્ની રાધા અને ભત્રીજો મુકેશ વસાવા પણ હતા

બારડોલી, સોમવાર
માંડવી તાલુકાના બુણધા ગામના યુવાનની હત્યાના મામલે પોલીસે ઘર નજીક રહેતા બૂટલેગર, બૂટલેગરની પત્ની અને ભત્રીજાને ઝડપી પાડી હત્યાનો ભેદ ઉકેલી કાઢયો છે. બૂટલેગરને યુવાનના પોતાની પત્ની સાથે આડા સંબંધનો વહેમ હતો અને અગાઉ ઝઘડો પણ થયો હતો. પોલીસે બૂટલેગરના ઘરની તલાસી લેતાં રૃ।. ૧ લાખના વિદેશી દારૃનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે યુવાનની હત્યા કરવા વપરાયેલી કાર કબ્જે કરી છે.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ બલેઠી ગામની સીમમાંથી બુણધા ગામના યુવાન વસંત સોનીયાભાઇ ચૌધરી (ઉ.વ.૪૩)ની હત્યા કરેલી લાશ મળી આવી હતી. પોલીસને રાત્રે કારમાંથી કોઇકની બૂમાબૂમ અને પાછળ મોટરસાયકલ જતી હોવાનું નજરે જોનાર મળી જતાં પોલીસે કાર અંગે તપાસ કરતાં મરનાર વસંત ચૌધરીના ઘરની નજીક જ રહેતા માનસીંગ ઉર્ફે નાનીયો જીરીયાભાઇ વસાવા સામે શંકા જતાં માનસીંગ ઉર્ફે નાનીયો અને મરનાર વસંત ચૌધરી વચ્ચે થયેલા ઝઘડાની પોલીસને વિગતો મળતાં પોલીસે મધરાતે માનસીંગ ઉર્ફે નાનીયાની સઘન પૂછપરછ કરતાં તે ભાંગી પડયો હતો અને વસંત ચૌધરીની હત્યાની કબૂલાત કરી હતી. જેમાં માનસીંગ ઉર્ફે નાનીયાને વસંત ચૌધરી પર શંકા હતી કે તેની પત્ની રાધાબેન સાથે આડાસંબંધ રાખે છે. જે મામલે અગાઉ ઝઘડો થયો હતો. ગત શનિવારે સાંજે વસંત ચૌધરી પોતાની મોટરસાયકલ પર દેવગઢ તરફ જતાં માનસીંગે જોતાં જ હત્યાનો કારસો રચી દીધો હતો. માનસીંગ પોતાની મારૃતી ફ્રંટી કાર (નં.જીજે-૫, એ-૮૪૯૧)માં પત્ની રાધાબેન અને ભત્રીજો મુકેશ ખીમાભાઇ વસાવા (ઉ.વ.૨૫) સાથે રાત્રે ૮ વાગે ઘરેથી નીકળી તે દેવગઢ તરફ જતા રસ્તા પર બલેઠી ગામની સીમમાં કાર ઉભી રાખીને વસંત ચૌધરી પરત ફરે તેની પ્રતિક્ષા કરતા હતા. રાત્રીના ૯ વાગે મોટરસાયકલની લાઇટ નજરે પડતાં માનસીંગ વસાવાએ કારની લાઇટ ચાલુ કરી વસંત ચૌધરીની ઓળખ કરીને સામે કાર ઉભી કરી દઇ મોટરસાયકલ ઉભી રખાવી હતી. વસંત ચૌધરીએ મોટરસાયકલ ઉભી રાખતાં જ માનસીંગ વસાવાએ હાથમાં લીધેલો કપડા ધોવાનો ધોકો વસંતના માથામાં મારી દેતાં તે ત્યાં જ ઢળી પડયો હતો.
બાદમાં વસંતને કારમાં નાંખીને માનસીંગ પોતાની પત્ની રાધા સાથે કારમાં બેસી કાર દેવગઢથી બલેઠી તરફ હંકારી દીધી હતી. વસંતની મોટરસાયકલ મુકેશ વસાવા લઇને પાછળ જતો હતો. બલેઠી ગામની સીમમાં કાર ઉભી રાખીને માનસીંગે વસંતની મોટરસાયકલ પરથી દોરી કાઢીને ગળા ફાંસો આપી હત્યા કરી ત્યાં જ મોટરસાયકલ ફેંકીને કારમાં બેસી માનસીંગ, રાધાબેન અને મુકેશ ઘરે જતા રહ્યા હતા. ઘરે જઇને લોહીવાળી કાર ધોઇ નાંખી હતી. બાદમાં રાધા તથા માનસીંગના લોહીવાળા કપડા લઇને પરત બલેઠી ગામની સીમમાં જ્યાં વસંત ચૌધરીની લાશ ફેંકી હતી ત્યાં જઇ સળગાવી દીધા હતા. પોલીસે કારની એફએસએલ પાસે ચકાસણી કરાવતાં તેમાંથી મરનાર વસંતના વાળ તથા લોહીના ડાઘ મળી આવ્યા હતા. સળગેલા કપડાના ટૂકડા પણ મળતા તેા પરથી લોહીના ડાઘ મળી આવતાં પોલીસે માનસીંગ વસાવા, તેની પત્ની રાધાબેન અને ભત્રીજા મુકેશની ધરપકડ કરી છે. પોલીસ માનસીંગના ઘરે તલાસી લેતા ઘરમાં સંતાડેલો વિદેશી દારૃનો રૃ।. ૧ લાખનો જથ્થો મળી આવતાં અલગથી પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. માનસીંગ વસાવા ઘણા સમયથી વિદેશી દારૃનો ધંધો કરતો હતો અને ઘણા વર્ષ અગાઉ પત્ની રાધા સાથે વસંત ચૌધરીના આડા સંબંધનો વહેમ રાખીને સતત વસંત ચૌધરીની હત્યા કરવાનો કારસો કરી રહ્યો હતો.

 

કિશોરીને ભગાડી જઈ શરીર સંબંધ બાંધનાર યુવકને બે વર્ષની કેદ
ટયુશન ક્લાસ ચલાવતો ધવલ પટેલ ત્રણ વર્ષ પહેલા કતારગામની ૧૫ વર્ષની કિશોરીને લગ્નની લાલચ આપી ભગાડી ગયો હતો

(પ્રતિનિધિ દ્વારા) સુરત,સોમવાર
આજથી ત્રણેક વર્ષ પહેલાં કતારગામ વિસ્તારમાં રહેતી ૧૫ વર્ષથી નીચેની વયની કિશોરીને લગ્નની લાલચે ભગાડી જઈ તેની ઈચ્છા વિરુધ્ધ શરીર સંબંધ બાંધનાર યુવકને મુખ્ય જિલ્લા સેશન્સ જજ બી.યુ.જોષીએ અપહરણ-બળાત્કારના ગુનામાં દોષી ઠેરવી બે વર્ષની સખ્તકેદ, કુલ રૃ.૩૫૦૦નો દંડ ફટકારતો હુકમ કર્યો હતો.
કતારગામ ખાતે કંતારેશ્વર સોસાયટીમાં મોહન એપાર્ટમેન્ટમાં રહેતા આરોપી ધવલ દલપત પટેલને એ જ વિસ્તારમાં રહેતી ટયુશન કલાસીસમાં આવતી તેનાથી ૬ વર્ષ નાની વયની ૧૫ વર્ષીય સગીર કિશોરી સાથે પ્રેમસંબંધ બંધાયા બાદ તા.૨૦-૧૦-૨૦૦૯ના રોજ લગ્નની લાલચે કિશોરીને કામરેજ તાલુકાના કોલી ભરથાણા ગામે ભગાડી જઇ શરીર સબંધ બાંધ્યો હતો. ત્યાંથી સાપુતારા શીરડી પણ તેઓ ગયા હતા જ્યાં એકથી વધુવાર શરીરસબંધ બાંધ્યો હતો.
કિશોરીના પિતાએ ધવલ સામે અપરહરણ અને બળાત્કારની ફરિયાદ નોંધાવ્યા બાદ ધવલ કિશોરી સાથે કતારગામ પોલીસ મથકમાં તા.૨૯-૧-૨૦૧૦ના રોજ હાજર થયો હતો. બંનેને કોર્ટમાં રજૂ કરાતા કિશોરીને નારી સંરક્ષણ ગૃહ અને ધવલને રિમાન્ડ બાદ જેલહવાલે કરાયો હતો.
આજરોજ આ કેસની અંતિમ સુનાવણી કોર્ટ સમક્ષ ચાલી જતાં બચાવપક્ષે મુખ્યત્વે ભોગ બનનાર તથા આરોપી યુવક વચ્ચે પ્રેમ સંબંધ હોઈ સ્વેચ્છાએ ગઈ હોવાનું જણાવ્યું હતુ. જેના વિરોધમાં સરકાર પક્ષે એપીપી દિપેશ દવેએ ભોગ બનનારની ઉંમર ૧૪ વર્ષ તથા ૧૦ માસ હોવાથી સગીર કાયદાની જોગવાઇ મુજબ આરોપીએ કિશોરી પર બળાત્કાર કર્યો હોવાનું પુરવાર થાય છે. વધુમાં આરોપીએ લગ્ન કર્યા વગર શરીર સંબંધ બાંધ્યો હોવાથી ગુનાની ગંભીરતા વધી જાય છે. જેથી કોર્ટે રેકર્ડ પરના પુરાવા તથા ફરિયાદ પક્ષની રજૂઆતોને ધ્યાને લઈ આરોપી ધવલ પટેલને તમામ ગુનામાં દોષી ઠેરવી બળાત્કારના ગુનામાં બે વર્ષની સખ્તકેદ, રૃા.૨ હજાર દંડ તથા ન ભરે તો વધુ ૧૫ દિવસની કેદની સજા ફટકારતો હુકમ કર્યો હતો. કોર્ટે જણાવ્યું હતું કે ૧૫ વર્ષથી નીચેની વયની પત્ની સાથેનો શરીર સંબંધ પણ બળાત્કાર જ ગણાય.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સેન્સેક્ષ ૨૬૪ તૂટયોઃ મેટલ, પાવર- કેપિટલ ગુડઝ, બેંકિંગ શેરોમાં ગાબડાં
કર્ણાટકમાં પોલાદ ઉદ્યોગ બંધ થવાને આરે
ઊંચા વ્યાજદર હોવા છતાં બેંક ડિપોઝીટ એકત્રીકરણમાં ગાબડું
સેબી દ્વારા પાંચ શહેરમાં ઓફિસ ખોલવામાં આવશે
એનબીએફસીને બેડ લોન્સ માટે મજબૂત રિકવરી સિસ્ટમ પૂરી પાડવા અનુરોધ
રાજકોટમાં ચારિત્ર્યની શંકા પરથી પતિના હાથે પત્નીની હત્યા
ડ્રાયવરને હાર્ટએટેક આવતા દોડતી બસ ખાડામાં ગબડી
ભારતે ભાવતાં ભોજન પીરસ્યા પછી હળવો ધોંકો માર્યો ઃ ધી ડોન

નાઇજિરિયામાં વિસ્ફોટ બાદ ચર્ચની ઇમારત ધસી પડતા ૨૨નાં મોત

કામોત્તેજના માટે વાયગ્રાના વિકલ્પ તરીકે શોધાયેલુ નવું કડલ ડ્રગ
ચીને ૬૫૦ મે.વો.ના પરમાણુ વીજળી રિએક્ટરને ચાલુ કર્યું
ઇરાનના અખાતમાં અમેરિકાએ વધુ એક વિમાનવાહક જહાજ ગોઠવ્યું
ઓડના સામુહિક હત્યાકાંડ કેસમાં ૨૮ દોષિત
હિજરત કરી ગયેલા ૪૬ માણસોની કફોડી સ્થિતિ

મનપાની જાદુઈ તિજોરીમાં ૧૨ હાથનું ચિભડું ને ૧૩ હાથનું બીજ

 
 

Gujarat Samachar Plus

આ બેહાલ રસ્તા ફૂવારે ફૂવારે
બાંઘી મુઠ્ઠી લાખની
યંગ આઈકોનને આવકાર
 

Gujarat Samachar Plus

મોબાઈલ તો અમારું બીજું સંતાન છે
ફેસબુક પર મળ્યા... ચાની કીટલીએ હળ્યા...
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved