Last Update : 10-April-2012, Tuesday
 
કર્મચારી-અધિકારીઓ સામે પગલાં બાદ
રાત્રી સફાઈની કામગીરી કરતી એજન્સી સામે પણ પગલાં ભરાશે

કોન્ટ્રાક્ટરો સાથે મેળાપીપણામાં પાલિકાને લાખો રૃપિયાનો ચુનો લગાડયો હતોઃ એજન્સીઓ સામે પગલાં ભરવા સુચના

(પ્રતિનિધિ દ્વારા) સુરત, સોમવાર
સુરત મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવતા રાત્રી સફાઈ (નાઈટ સ્ક્રેપીંગ બ્રશીંગ)ની કામગીરીના કોન્ટ્રાક્ટમાં મસ મોટો ભ્રષ્ટાચાર બહાર આવ્યો છે. વિજીલન્સ તપાસ બાદ સુપરવિઝન કરવામાં ઢીલ કરનારા કર્મચારી-અધિકારીઓને શો-કોઝ નોટિસ ફટકારવામાં આવી છે. આ સાથે જ રાત્રી સફાઈમાં કામગીરી કરતી એજન્સીઓ સામે પણ પગલાં ભરવાની શરૃઆત થઈ ગઈ છે. વિજીલન્સ રિપોર્ટના આધારે હવે આગામી દિવસોમાં કામ કરી રહેલી એજન્સીઓ સામે પણ પગલાં ભરવા માટે આદેશ આપી દેવામાં આવ્યો છે.
સુરત પાલિકા દ્વારા ત્રણ વર્ષ માટે રૃા. ૩૦ કરોડના ખર્ચે રાત્રી સફાઈ (નાઈટ સ્ક્રેપીંગ બ્રશીંગ)ની કામગીરીઆપવા માટેની દરખાસ્ત સ્થાયી સમિતિએ મુલત્વી રાખી હતી. કામગીરીમાં વેઠ ઉતારી પાલિકાને લાખો રૃપિયાનો ચુનો લગાવાતો હોવાની ફરિયાદ બાદ પાલિકા કમિશ્નર એમ.કે. દાસે વિજીલન્સ તપાસ સોંપી હતી. ત્યાર બાદ તપાસમાં આવેલા રિપોર્ટના આધારે ત્રણ નાયબ અધિકારીઓ ઉપરાંત અન્ય ૧૩ કર્મચારીઓને ચાર્જશીટ ફટકારી હતી. પાલિકા કમિશ્નર દ્વારા રાત્રી સફાઈની કામગીરીમાં બેદરકારી દાખવીને નબળું સુપરવિઝન કરનારા અધિકારી-કર્મચારીઓ પર શિક્ષાત્મક પગલાં ભરતાં પાલિકામાં સોપો પડી ગયો છે.
વિજીલન્સ રિપોર્ટમાં પાલિકાના વરાછા, રાંદેર અને લિંબાયત ઝોનમાં સૌથી નબળી કામગીરી કરવા ઉપરાંત પેનલ્ટીની રકમ ઓછી વસુલવામાં આવતી હોવાનો ઉલ્લેખ કર્યો હતો. જેના આધારે જવાબદાર અધિકારી-કર્મચારીઓ સામે કાર્યવાહી કરવામા ંઆવી છે. હવે આગામી દિવસોમાં હાલમાં કામ કરી રહેલી એજન્સી સામે પણ કાર્યવાહી કરવા માટે કવાયત થઈ રહી છે.
પાલિકા કમિશ્નર એમ.કે દાસે ઈનચાર્જ ડે. કમિ. (હેલ્થ એન્ડ હોસ્પીટલ) ડૉ. હેમંત દેસાઈને રાંદેર, વરાછા અને લિંબાયત ઉપરાત જે ઝોનમાં કામગીરીમાં એજન્સી નબળી છે તે એજન્સી સામે પણ પગલાં ભરવા માટે આદેશ આપી દીધો છે. જેના કારણે આગામી દિવસોમાં નાઈટ સ્ક્રેપીંગ બ્રશીંગમાં નબળી કામગીરી કરનારી એજન્સી સામે પણ પગલાં ભરાશે.

 
 
 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સેન્સેક્ષ ૨૬૪ તૂટયોઃ મેટલ, પાવર- કેપિટલ ગુડઝ, બેંકિંગ શેરોમાં ગાબડાં
કર્ણાટકમાં પોલાદ ઉદ્યોગ બંધ થવાને આરે
ઊંચા વ્યાજદર હોવા છતાં બેંક ડિપોઝીટ એકત્રીકરણમાં ગાબડું
સેબી દ્વારા પાંચ શહેરમાં ઓફિસ ખોલવામાં આવશે
એનબીએફસીને બેડ લોન્સ માટે મજબૂત રિકવરી સિસ્ટમ પૂરી પાડવા અનુરોધ
રાજકોટમાં ચારિત્ર્યની શંકા પરથી પતિના હાથે પત્નીની હત્યા
ડ્રાયવરને હાર્ટએટેક આવતા દોડતી બસ ખાડામાં ગબડી
ભારતે ભાવતાં ભોજન પીરસ્યા પછી હળવો ધોંકો માર્યો ઃ ધી ડોન

નાઇજિરિયામાં વિસ્ફોટ બાદ ચર્ચની ઇમારત ધસી પડતા ૨૨નાં મોત

કામોત્તેજના માટે વાયગ્રાના વિકલ્પ તરીકે શોધાયેલુ નવું કડલ ડ્રગ
ચીને ૬૫૦ મે.વો.ના પરમાણુ વીજળી રિએક્ટરને ચાલુ કર્યું
ઇરાનના અખાતમાં અમેરિકાએ વધુ એક વિમાનવાહક જહાજ ગોઠવ્યું
ઓડના સામુહિક હત્યાકાંડ કેસમાં ૨૮ દોષિત
હિજરત કરી ગયેલા ૪૬ માણસોની કફોડી સ્થિતિ

મનપાની જાદુઈ તિજોરીમાં ૧૨ હાથનું ચિભડું ને ૧૩ હાથનું બીજ

 
 

Gujarat Samachar Plus

આ બેહાલ રસ્તા ફૂવારે ફૂવારે
બાંઘી મુઠ્ઠી લાખની
યંગ આઈકોનને આવકાર
 

Gujarat Samachar Plus

મોબાઈલ તો અમારું બીજું સંતાન છે
ફેસબુક પર મળ્યા... ચાની કીટલીએ હળ્યા...
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved