Last Update : 10-April-2012, Tuesday
 
વાંસદા-ચીખલી અને પલસાણામાં કરોડોના ખર્ચે ભૂગર્ભ ગટર બનશે
વાંસદામાં ૯.૮૬ કરોડ, પલસાણામાં ૯.૮૪ કરોડ અને ચીખલીમાં ૫.૭૫ કરોડના ખર્ચે બનનારી ગટર યોજનાની ખાતમુહૂર્ત વિધિ
વાંસદા, ચીખલી, બારડોલી, સોમવાર
સુરત જિલ્લાના પલસાણામાં ૯.૮૪ કરોડના ખર્ચે, નવસારી જિલ્લાના વાંસદામાં ૯.૮૬ કરોડના ખર્ચે અને ચીખલીમાં ૫.૭૫ કરોડના ખર્ ભૂગર્ભ ગટ બનશે. આ ભૂગર્ભ ગટર યોજનાની ખાતમુહૂર્તવિધિ આજે વન અને પર્યાવરણ મંત્રીના હસ્તે સંપન્ન થઇ હતી.
વાંસદામાં જુના ડેપો પર આજે ભૂગર્ભ ગટર યોજનાની ખાતમુહૂર્તવિધિ કરવામાં આવી હતી. આ યોજનાની અંદાજીત કિંમત રૃ।. ૬.૯૪ કરોડ હતી. પણ ટેન્ડર ઉંચું જતાં રૃ।. ૯.૮૬ કરોડના ખર્ચે ગટરનું કામ અમદાવાદની વિમલ કન્સ્ટ્રકશન કંપનીને સોંપવામાં આવ્યું છે. આ કામ ૧ વર્ષમાં પુરૃં કરવામાં આવશે. ભૂગર્ભ ગટરની કામગીરી નગરને બે ઝોનમાં વહેંચીને કરવામાં આવશે. સુચિત ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં પાણી શુદ્ધ કરી તેનો કુદરતી રીતે નિકાલ કરાશે.
પલસાણામાં ગ્રામ પંચાયત કચેરીની સામે ખાતમુહૂર્તવિધિ સંપન્ન થઇ હતી. પલસાણાની ભૂગર્ભ ગટર યોજનાની અંદાજીત કિંમત રૃ।. ૭.૮૫ કરોડ હતી. ટેન્ડર ઉંચું જતાં રૃ।. ૯.૮૪ કરોડના ખર્ચે સુરતની એન્જીનીયરીંગ પ્રોફેશનલ્સ પ્રા. લિ. કંપની ગટર લાઇનનું કામ કરશે. તેની સમયમર્યાદા ૧૧ માસની રહેશે. યોજનાનું પ્લાનીંગ મેનેજમેન્ટ કન્સલટન્ટ ભારત સરકારના વેપ્કોસ લીમેટેડ હસ્તક થયું છે. જ્યારે યોજનાનું અમલીકરણ કાર્યાપાલક ઇજનેર, માર્ગ મકાન વિભાગ (પંચાયત) સુરત હસ્તક રહેશે. પલસાણામાં પણ બે ઝોનમાં યોજનાની કામગીરી તશે.
જ્યારે ચીખલીમાં ગાયત્રી મંદિર પાસે ૫.૭૫ કરોડના ખર્ચે બનનાર ભૂગર્ભ ગટર યોજનાની ખાતમુહૂર્ત વિધિ થઇ હતી. આ યોજના ૧૨ મહિનામાં પૂર્ણ થશે. ગટર યોજના વિશે નવસારી જિલ્લા પંચાયતના માર્ગ-મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર પંડયાએ સૌને માહિતગાર કર્યા હતા.
આ ત્રણેય નગરમાં રૃર્બન યોજના હેઠળ ભૂગર્ભ ગટરનું કામ મંજુર થયેલું છે. આ યોજનામાં ગટરના કામ બાદ સી.સી.રોડ, અંડગ્રાઉન્ડ વીજલાઇન અને ચોમાસામાં વરસાદી પાણીના નિકાલ માટેની ગટર તથા ચેકડેમ માટે પણ તબક્કાવાર નાણાં ફાળવવામાં આવશે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સેન્સેક્ષ ૨૬૪ તૂટયોઃ મેટલ, પાવર- કેપિટલ ગુડઝ, બેંકિંગ શેરોમાં ગાબડાં
કર્ણાટકમાં પોલાદ ઉદ્યોગ બંધ થવાને આરે
ઊંચા વ્યાજદર હોવા છતાં બેંક ડિપોઝીટ એકત્રીકરણમાં ગાબડું
સેબી દ્વારા પાંચ શહેરમાં ઓફિસ ખોલવામાં આવશે
એનબીએફસીને બેડ લોન્સ માટે મજબૂત રિકવરી સિસ્ટમ પૂરી પાડવા અનુરોધ
રાજકોટમાં ચારિત્ર્યની શંકા પરથી પતિના હાથે પત્નીની હત્યા
ડ્રાયવરને હાર્ટએટેક આવતા દોડતી બસ ખાડામાં ગબડી
ભારતે ભાવતાં ભોજન પીરસ્યા પછી હળવો ધોંકો માર્યો ઃ ધી ડોન

નાઇજિરિયામાં વિસ્ફોટ બાદ ચર્ચની ઇમારત ધસી પડતા ૨૨નાં મોત

કામોત્તેજના માટે વાયગ્રાના વિકલ્પ તરીકે શોધાયેલુ નવું કડલ ડ્રગ
ચીને ૬૫૦ મે.વો.ના પરમાણુ વીજળી રિએક્ટરને ચાલુ કર્યું
ઇરાનના અખાતમાં અમેરિકાએ વધુ એક વિમાનવાહક જહાજ ગોઠવ્યું
ઓડના સામુહિક હત્યાકાંડ કેસમાં ૨૮ દોષિત
હિજરત કરી ગયેલા ૪૬ માણસોની કફોડી સ્થિતિ

મનપાની જાદુઈ તિજોરીમાં ૧૨ હાથનું ચિભડું ને ૧૩ હાથનું બીજ

 
 

Gujarat Samachar Plus

આ બેહાલ રસ્તા ફૂવારે ફૂવારે
બાંઘી મુઠ્ઠી લાખની
યંગ આઈકોનને આવકાર
 

Gujarat Samachar Plus

મોબાઈલ તો અમારું બીજું સંતાન છે
ફેસબુક પર મળ્યા... ચાની કીટલીએ હળ્યા...
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved