Last Update : 10-April-2012, Tuesday
 

ઉકાઇ થર્મલ પાવર સ્ટેશનના જુનિયર ઇજનેર એવા
પિતાએ ટયુશનમાં મોબાઇલ લઇ જવાની ના પાડતાં પુત્રનો આપઘાત

સાયન્સમાં ભણતો નિરંજન ચૌધરી ટયુશને ગયા બાદ પરત આવ્યો ન હતો ઃ કોલોનીના ઘરમાં તપાસ કરતાં ફાંસો ખાધેલી લાશ મળી
બારડોલી, સોમવાર
ઉકાઇ થર્મલ પાવર સ્ટેસનના જુનિયર ઇજનેરના ધો.૧૧ વિજ્ઞાાન પ્રવાહમાં અભ્યાસ કરતા પુત્રને પિતાએ ટયુશન ક્લાસમાં મોબાઇલ ફોનન ન લઇ જવા દેતા પુત્રએ ઘર બંધ કરી પંખા સાથે દુપટ્ટા વડે ફાંસો ખાતા પરિવારમાં ગમગીની છવાઇ ગઇ છે. મરનાર સગીર પોતાના માતા-પિતા અને ૨ બેન વચ્ચે એકનો એક હતો.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ સોનગઢ તાલુકાના ધજાંબા ગામના રતિલાલ જાતરીયાભાઇ ચૌધરી ઉકાઇ થર્મલ પાવર સ્ટેશનમાં જુનિયર ઇજનેર તરીકે નોકરી કરે છે. રતિલાલ ચૌધરી પોતાની પત્ની, ૨ પુત્રી અને પુત્ર નિરંજન (ઉ.વ.૧૬) સાથે ઉકાઇ જીઇબી કોલોની ટાઇપ-૨માં રૃમ નં. ૭૨માં રહે છે. નિરંજન ઉકાઇ ખાતે આવેલી જીવન સાધના વિદ્યાલયમાં ધો.૧૧ વિજ્ઞાાન પ્રવાહમાં અભ્યાસ કરે છે. રતિલાલ ચૌધરીએ પોતાના ગામ ધજાંબા ખાતે ઘરનું બાંધકામ શરૃ કરેલું છે. ગત શનિ-રવિની રજામાં રતિલાલ ચૌધરી જીઇબી કોલોનીના ઘરે તાળુ મારીને પરિવાર સાથે ધજાંબા ગયા હતા.
ગતરોજ રવિવારે ધો.૧૧ વિજ્ઞાાન પ્રવાહમાં અભ્યાસ કરતા નિરંજન ઉકાઇ ટયુશને જવા સવારે ૮ વાગે ઘરેથી નીકળતા પિતા પાસે મોબાઇલ ફોન લઇ જવા જીદ કરી હતી. પિતા રતિલાલભાઇએ ટયુશનમાં મોબાઇલ ફોન લઇ જવાની ના પાડતાં નિરંજનને મનમાં લાગી આવ્યું હતું. સવારે ટયુશન જવા ધજાંબાથી નિકળેલો નિરંજન સાંજે ઘરે પરત ન ફરતા રતીલાલભાઇ સાંજે ૭ વાગે ઉકાઇ જીઇબી કોલોની ખાતે પોતાના ઘરે ગયા હતા. ઘરનો દરવાજો અંદરથી બંધ હતો. દરવાજો ખખડાવવા છતાં ન ખોલતા લોખંડની નરાઇ વડે દરવાજો તોડી નાંખતા આગળના રૃમમાં પંખા સાથે ઓઢણી વડે ફાંસો ખાધેલી હાલતમાં નિરંજનની લાશ નજરે પડતાં ઉકાઇ પોલીસને જાણ કરી હતી.
પોલીસે રતિલાલભાઇની ફરિયાદ લઇ અકસ્માત મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. મરનાર નિરંજન પરિવારનો એકનો એક પુત્ર હતો. બે મોટી બહેન સહિત પરિવારમાં ગમગીની છવાઇ ગઇ છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સેન્સેક્ષ ૨૬૪ તૂટયોઃ મેટલ, પાવર- કેપિટલ ગુડઝ, બેંકિંગ શેરોમાં ગાબડાં
કર્ણાટકમાં પોલાદ ઉદ્યોગ બંધ થવાને આરે
ઊંચા વ્યાજદર હોવા છતાં બેંક ડિપોઝીટ એકત્રીકરણમાં ગાબડું
સેબી દ્વારા પાંચ શહેરમાં ઓફિસ ખોલવામાં આવશે
એનબીએફસીને બેડ લોન્સ માટે મજબૂત રિકવરી સિસ્ટમ પૂરી પાડવા અનુરોધ
રાજકોટમાં ચારિત્ર્યની શંકા પરથી પતિના હાથે પત્નીની હત્યા
ડ્રાયવરને હાર્ટએટેક આવતા દોડતી બસ ખાડામાં ગબડી
ભારતે ભાવતાં ભોજન પીરસ્યા પછી હળવો ધોંકો માર્યો ઃ ધી ડોન

નાઇજિરિયામાં વિસ્ફોટ બાદ ચર્ચની ઇમારત ધસી પડતા ૨૨નાં મોત

કામોત્તેજના માટે વાયગ્રાના વિકલ્પ તરીકે શોધાયેલુ નવું કડલ ડ્રગ
ચીને ૬૫૦ મે.વો.ના પરમાણુ વીજળી રિએક્ટરને ચાલુ કર્યું
ઇરાનના અખાતમાં અમેરિકાએ વધુ એક વિમાનવાહક જહાજ ગોઠવ્યું
ઓડના સામુહિક હત્યાકાંડ કેસમાં ૨૮ દોષિત
હિજરત કરી ગયેલા ૪૬ માણસોની કફોડી સ્થિતિ

મનપાની જાદુઈ તિજોરીમાં ૧૨ હાથનું ચિભડું ને ૧૩ હાથનું બીજ

 
 

Gujarat Samachar Plus

આ બેહાલ રસ્તા ફૂવારે ફૂવારે
બાંઘી મુઠ્ઠી લાખની
યંગ આઈકોનને આવકાર
 

Gujarat Samachar Plus

મોબાઈલ તો અમારું બીજું સંતાન છે
ફેસબુક પર મળ્યા... ચાની કીટલીએ હળ્યા...
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved