Last Update : 10-April-2012, Tuesday
 

ખંભાળિયા-રાજકોટ ધોરીમાર્ગ પર પુરવઠા તંત્રની તપાસ
જામનગર પાસે રૃા. ૧૨.૬૮ લાખના બિનહિસાબી સિંગતેલવાળું ટેન્કર ઝડપાયું

ખંભાળિયાથી ગોંડલની મિલમાં લઇ જવાતું ૧૧૫૧૦ કિલો તેલ સ્થગિતઃ ટેન્કર જપ્ત કરીને તંત્રએ આદરેલી છાનબિન

જામનગર, તા. ૯
સિંગતેલના ભાવ ભડકે બળ્યાં પછી છેક જામનગર નજીક ખંભાળિયા-રાજકોટ ધારી માર્ગ પરથી પસાર થતાં રૃા. ૧૨.૬૮ લાખનો સિંગતેલનો બિનહિસાબી જથ્થો ભરેલું ટેન્કર કબ્જે કરી તેલ સ્થગિત આગળની કાર્યવાહી આરંભી છે.
મળતી માહિતી મુજબ જિલ્લા પુરવઠા તંત્રએ બાતમીના આધારે ખંભાળિયા-રાજકોટ ધોરીમાર્ગ પરથી પસાર થતાં જીજે ૩ વાય ૯૧૦૦ નંબરના ટેન્કરને આંતરીને ચાલકની પુછપરછ કરતા ખુલ્યું કે ટેન્કરમાં ભરેલો રૃા. ૧૨.૬૮,૯૭૭ની કિંમતનો ૧૧૫૧૦ કિલો સીંગતેલનો જથ્થો ખંભાળિયામાં અશોક મીલ કમ્પાઉન્ડમાં આપેલા રવિ જયસુખભાઇના જયંત પ્રોટીનમાંથી ગોંડલની રવિ ઓઇલ મીલમાં પહોંચાડવા રવાના થયો હતો.
આ સિંગતેલનો આધાર-પુરાવા તપાસતા બિલ અને ચલણમાં એક જ નંબર જણાતા શંકાના આધારે તપાસણી કરવામાં આવી તો રૃા. ૧૨.૬૮ લાખનો સિંગતેલનો જથ્થો બિનહ હિસાબી હોવાનું માલુમ પડતા તંત્રએ સિંગતેલનો જથ્થો અને ૫ લાખની કિંમતનું ટેન્કર મળી ૧૭.૬૮ લાખનો મુદામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરાી છે. સિંગતેલનો જથ્થો સ્થગિત કરી વધુ તપાસ આરંભી છે.

 

જામનગર અને અમરેલી જિલ્લામાં લાખોના સીંગતેલ-મગફળી સ્થગિત
શાપર-વેરાવળ, ધોરાજી સહિતના સ્થળે મિલોમાં ડેલે હાથ દઇને ટુકડીઓ પાછી ફરી !

જામનગર પાસે ટેન્કરમાંથી ૧૨.૬૮ લાખનું બિનહિસાબી તેલ, અમરેલી અને સાવરકુંડલામાં ત્રણ સ્થળેથી ૭.૪૭ લાખના મગફળી-સીંગદાણા સીઝ
રાજકોટ, સોમવાર
તેલિયા રાજાઓએ છેલ્લા છ માસમાં ખાદ્યતેલોમાં (ખાસ કરીને સીંગતેલમાં) જબરો ભાવવધારો કરી નાખ્યો પછી છેક રાજ્ય સરકારે સ્ટોક લિમિટ લાગુ કરતાં પુરવઠા તંત્રએ ઘોડા નાસી ગયા પછી તબેલે તાળાં દેવા જેવી વ્યર્થ કસરતના ભાગરૃપે આજે ઠેરઠેર દરોડા પાડયા હતા. આ તપાસ માટે પણ સરકારી ટુકડીઓએ મુખ્યમંત્રીની ખાતર બરદાશ્તમાંથી નવરા પડયા પછીનું મુહૂર્ત કાઢતાં અને સ્ટોક લિમિટ પણ હાલના તબક્કે તોસ્તાન કહી શકાય તેવી હોવાથી મોટાભાગની તપાસના રીપોર્ટ 'નીલ' આવ્યા છે, તો જામનગર નજીક રૃા.૧૨.૬૮ લાખનું સીંગતેલ તથા અમરેલી જિલ્લામાં રૃા.૭.૪૭ લાખનો જથ્થો સ્થગિત કરાયો છે.
ગત શુક્રવારે સ્ટોક લિમિટ લાગુ કરવામાં આવી પછી પણ ત્રણે'ક દિવસ ક્યાંય કોઇ દરોડા ન પડાયા, કેમ કે વહિવટી તંત્ર શનિવારની અને આજની રાજકોટ ખાતેની મુખ્યમંત્રીની મુલાકાતમાં રોકાયેલું હતું ! આજે કલેકટરે ધોરાજી, ઉપલેટા, ગોંડલ, જસદણ, વાંકાનેર, કોટડાસાંગાણી, મોરબી જેવા વિસ્તારોમાં ઓઇલમીલો, પેકર્સને ત્યાં તપાસ કરવાના ઓર્ડર દસે'ક કવરમાં મામલતદારો, પ્રાંત અધિકારીઓ, પુરવઠા વિભાગને આપ્યા હતા. આ પૈકી જસદણમાં અને માળિયામિયાણામાં તપાસ રાત સુધી ચાલુ છે, તો ધોરાજી અને શાપર વેરાવળના ધંધાર્થીઓ-મિલર્સને ત્યાં તંત્ર કશું વાંધાજનક પકડી શકયું નથી ! શાપર-વેરાવળમાં પુરવઠા અધિકારી પોતે જ ટીમને લઇને તપાસમાં ગયા હતા, પણ સ્ટોક લિમિટ કરતાં ખૂબ ઓછો જથ્થો હાજર હોવાનું રેકર્ડ પર નોંધાયું છે.
બીજી તરફ અમરેલી જિલ્લા પુરવઠા શાખાની ટીમોએ દરોડા પાડી તપાસ હાથ ધરી હતી, જેમાં અમરેલીની ભૂમિ ઇન્ડસ્ટ્રીઝમાંથી રૃા.૨,૫૩,૬૫૦ની કિંમતનો ૫૩૪૦ કિલો મગફળીનો જથ્થો, સાવરકુંડલાની દિવ્ય કોર્પોરેશનમાંથી રૃા.૨,૧૧,૯૦૦ની કિંમતનો ૨૮૮૩ કિલો સીંગદાણાનો જથ્થો, સાવરકુંડલાની સત્યમ ટ્રેડીંગ કું. માંથી રૃા.૨,૮૧,૫૩૬ની કિંમતનો ૫૩૧૨ કિલો મગફળીનો જથ્થો જથ્થાબંધ તથા છુટક વેપારમાં વધઘટ જણાતા સ્થગિત કરી દેવાયો છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સેન્સેક્ષ ૨૬૪ તૂટયોઃ મેટલ, પાવર- કેપિટલ ગુડઝ, બેંકિંગ શેરોમાં ગાબડાં
કર્ણાટકમાં પોલાદ ઉદ્યોગ બંધ થવાને આરે
ઊંચા વ્યાજદર હોવા છતાં બેંક ડિપોઝીટ એકત્રીકરણમાં ગાબડું
સેબી દ્વારા પાંચ શહેરમાં ઓફિસ ખોલવામાં આવશે
એનબીએફસીને બેડ લોન્સ માટે મજબૂત રિકવરી સિસ્ટમ પૂરી પાડવા અનુરોધ
રાજકોટમાં ચારિત્ર્યની શંકા પરથી પતિના હાથે પત્નીની હત્યા
ડ્રાયવરને હાર્ટએટેક આવતા દોડતી બસ ખાડામાં ગબડી
ભારતે ભાવતાં ભોજન પીરસ્યા પછી હળવો ધોંકો માર્યો ઃ ધી ડોન

નાઇજિરિયામાં વિસ્ફોટ બાદ ચર્ચની ઇમારત ધસી પડતા ૨૨નાં મોત

કામોત્તેજના માટે વાયગ્રાના વિકલ્પ તરીકે શોધાયેલુ નવું કડલ ડ્રગ
ચીને ૬૫૦ મે.વો.ના પરમાણુ વીજળી રિએક્ટરને ચાલુ કર્યું
ઇરાનના અખાતમાં અમેરિકાએ વધુ એક વિમાનવાહક જહાજ ગોઠવ્યું
ઓડના સામુહિક હત્યાકાંડ કેસમાં ૨૮ દોષિત
હિજરત કરી ગયેલા ૪૬ માણસોની કફોડી સ્થિતિ

મનપાની જાદુઈ તિજોરીમાં ૧૨ હાથનું ચિભડું ને ૧૩ હાથનું બીજ

 
 

Gujarat Samachar Plus

આ બેહાલ રસ્તા ફૂવારે ફૂવારે
બાંઘી મુઠ્ઠી લાખની
યંગ આઈકોનને આવકાર
 

Gujarat Samachar Plus

મોબાઈલ તો અમારું બીજું સંતાન છે
ફેસબુક પર મળ્યા... ચાની કીટલીએ હળ્યા...
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved