Last Update : 10-April-2012, Tuesday
 
નવલખી રોડ પરની વસાહતોને છ માસથી પાણી નહીં મળતાં લોકરોષ
પાણીના મુદ્દે મોરબી પાલિકામાં આક્રોશિત ટોળાં દ્વારા તોડફોડ
બારી-દરવાજાના કાચ અને માટલાં ફોડયાઃ છોડનો સોથ, પ્રમુખ અને ઉપપ્રમુખના બોર્ડ ઉખાડી ફેંકયાઃ પ્રમુખના ઘેર પણ ટોળાંને ધક્કો થયો !

મોરબી, તા. ૯
છેલ્લા છ માસથી પીવાના પાણી માટે વલખા મારતી મોરબીની કેટલીક સોસાયટીના ૫૦૦ જેટલા મહિલા-પુરૃષોનું ટોળું આજે ઢોલ-નગારા સાથે પાલિકાએ ધસી ગયું હતું, પરંતુ પ્રમુખ કે ચીફ ઓફિસર હાજર નહીં જણાતા રોષે ભરાયેલા ટોળાએ તોડફોડ શરૃ કરી દીધી હતી. કચેરીમાં રહેલ પ્રમુખ-ઉપપ્રમુખના બોર્ડ ઉખાડી ફેંકી, વૃક્ષો ફૂલ-ઝાડ તોડી નાખ્યા હતા. તેમજ રામધૂન બોલાવી હતી. પોલીસે ધસી જઇને મામલો થાળે પાડયો હતો, બાદમાં આ ટોળું પ્રમુખના ઘરે પહોંચ્યું હતું. પરંતુ પાલિકા પ્રમુખ ત્યાં પણ મળ્યા ન્હોતા.
જાણવા મળતી માહિતી મુજબ, મોરબીનાં નવલખી રોડ, સેન્ટમેરી સ્કુલની પાછળ આવેલ અમૃતપાર્ક રણછોડનગરમાં છેલ્લા છ માસથી ટીપુંય પાણી નહીં મળતા આશરે ૫૦૦ જેવા મહિલા-પુરૃષોનું ટોળું બપોરે ૨ વાગ્યે ઢોલ-નગારા સાથે નગરપાલિકાએ પહોંચ્યું હતું. અહીં પાલિકા પ્રમુખ કે જવાબદાર વ્યક્તિ નહીં મળતાં ટોળું રોષે ભરાયું હતું અને પાલિકાના બારી-દરવાજાના કાચની તોડફોડ કરી હતી. પાલિકા પ્રાંગણમાં રહેલ ફુલ-ઝાડ અને કચેરીમાં પ્રમુખ-ઉપપ્રમુખના બોર્ડ પણ ઉખાડી ફેંકી દીધા હતા. મહિલાઓએ રામધૂન બોલાવી સુત્રોચ્ચાર કર્યા બાદ પીવાના પાણીના માટલા ફોડી નાખીને જાણે સંદેશો આપ્યો હતો કે, છેલ્લા ૬ માસથી પીવાનું પાણી નથી આપતા તો અમે પણ તમને પાણી પીવા નહીં દઇએ ! એક ટોળું પોતાનો આક્રોશ ઠાલવી રહ્યું હતું ત્યારે જ સામાકાંઠા વિસ્તારની ધર્મસિદકી, પાવનપાર્ક-૩, નીલકંઠ અને મહાવીર સોસાયટીનું અલગ ટોળું પાણીની ફરીયાદ લઇને આવી ચડયું હતું. થોડીવાર માટ વાતાવરણ તંગ બની જતાં પોલીસ કાફલાએ કચેરીએ પહોંચી જઇ સ્થિતિ કાબુમાં લીધી હતી. દરમિયાન કચેરીએ જવાબદાર વ્યક્તિ નહીં મળતાં ટોળું પાલિકા પ્રમુખ હંશાબેન ઠાકરના ઘેર પહોંચ્યું હતું. પરંતુ ત્યાં પણ પ્રમુખ નહીં મળતા ટોળું વિખેરાયું હતું.
અહીંના કેટલાંક વિસ્તારોને છેલ્લા ૬ માસ થયા સતત રજુઆતો કરવા છતાં પાણી મળતું નથી, જે બાબતે તંત્રએ કોઇ પગલાં નહીં ભરતા નગરજનોમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. તેમના જણાવ્યા મુજબ પાલિકાના તમામ કરવેરાઓ ભરવા છતા અમને પાણી આપવામાં આવતું નથી. અમોને ઠાલા આશ્વાસન નથી જોઇતા, અમને પાણી જોઇએ છીએ અને તંત્ર હજું નહીં જાગે તો અમે ઉપવાસ ઉપર ઉતરીશું. જ્યારે અમે રજુઆત કરવા આવીએ છીએ ત્યારે પાલિકા અમારો વિસ્તાર અમરેલીમાં જ આવતો હોઇ ત્યાં મળવાનું કહે છે, જ્યારે અમરેલીના સરપંચ નગરપાલિકામાં જવાનું કહે છે. પાલિકાને અમે તમામ કરવેરા ભરતા હોવા છતાં અમને પાણી નહીં મળતા અમારે તંત્રને ઢંઢોળવા પ્રયાસ કરવો પડે છે.

 

 

જસદણ પંથકના પાણી પ્રશ્ને આજે સાંસદ દ્વારા ધરણાં તથા રેલી
જસદણ, તા. ૯
જસદણ શહેર તેમજ તાલુકાના ગામડાઓમાં ઉનાળાની શરૃઆતથી જ પાણીની ભયંકર સમસ્યા છે. આ અંગે અનેક વખત રજૂઆત કરવા છતાં ઉકેલ નહીં આવતા સાંસદ દ્વારા આવતીકાલે મંગળવારે જસદણમાં રેલી, ધરણાં, આવેદન સહિતના કાર્યક્રમો આપવામાં આવશે.
ઘટતું નહીં થાય તો વધુ ઉગ્ર કાર્યક્રમો અપાશે
આ અંગે રાજકોટના સાંસદના જણાવ્યા મુજબ જસદણ તાલુકાના વેરાવળ(ભા), પીપરડી, દેવપરા, શીવરાજપુર, મોટા હડમતીયા, નવાગામ, વડોદ, ઢેઢુકી, અજમેર, આંબરડી, કાસલોલીયા, ખારચીયા (જસ), ગઢાળા, ખારચીયા (જામ), બેલડા, ફુલઝર, ગઢડીયા (જસ), જનડા, દલડી, છાશીયા, હાથસણી, કડુકા, કમળાપુર, રાજાવડલા (જામ), ગોંડલાધાર, ખાંડા હડમતીયા સહિતના ગામડાઓમાં વસતીના ધોરણે પૂરતા પ્રમાણમાં મહી નર્મદા યોજનાનું પાણી પૂરતા પ્રમાણમાં મળતું નથી. આ અંગે પાણી પુરવઠા બોર્ડ રાજકોટના કાર્યપાલક ઇજનેરને પત્ર પાઠવી રજૂઆત કરવા છતાં ઉકેલ આવ્યો નથી.
આ ઉપરાંત જસદણ શહેરમાં ઘણાં સમયથી ડહોળુ પાણી આવે છે. જસદણ શહેરમાં શુદ્ધ પાણીનું નિયમિત વિતરણ થતું નથી, સ્ટ્રીટ લાઇટો અનેક વિસ્તારમાં બંધ હોય છે. ગટર- કચરાની નિયમીત સફાઇ થતી નથી. આમ જસદણ શહેર તથા ગ્રામ્ય વિસ્તારના પ્રશ્ને તા. ૧૦ના રોજ સરપંચો, આગેવાનોને સાથે રાખી નવા બસ સ્ટેન્ડથી મોતી ચોક, મેઇન બજાર, ટાવર ચોક થઇ રેલી કાઢી નગરપાલીકા તથા પ્રાંત કચેરી ખાતે આવેદન પત્ર આપવામાં આવશે, ત્યારબાદ પ્રાંત કચેરી ખાતે સાંસદ સવારે ૧૦થી સાંજે ૫-૩૦ સુધી ઉપવાસ કરી તંત્રને જગાડશે. આ કાર્યક્રમ બાદ પણ ઉકેલ નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સેન્સેક્ષ ૨૬૪ તૂટયોઃ મેટલ, પાવર- કેપિટલ ગુડઝ, બેંકિંગ શેરોમાં ગાબડાં
કર્ણાટકમાં પોલાદ ઉદ્યોગ બંધ થવાને આરે
ઊંચા વ્યાજદર હોવા છતાં બેંક ડિપોઝીટ એકત્રીકરણમાં ગાબડું
સેબી દ્વારા પાંચ શહેરમાં ઓફિસ ખોલવામાં આવશે
એનબીએફસીને બેડ લોન્સ માટે મજબૂત રિકવરી સિસ્ટમ પૂરી પાડવા અનુરોધ
રાજકોટમાં ચારિત્ર્યની શંકા પરથી પતિના હાથે પત્નીની હત્યા
ડ્રાયવરને હાર્ટએટેક આવતા દોડતી બસ ખાડામાં ગબડી
ભારતે ભાવતાં ભોજન પીરસ્યા પછી હળવો ધોંકો માર્યો ઃ ધી ડોન

નાઇજિરિયામાં વિસ્ફોટ બાદ ચર્ચની ઇમારત ધસી પડતા ૨૨નાં મોત

કામોત્તેજના માટે વાયગ્રાના વિકલ્પ તરીકે શોધાયેલુ નવું કડલ ડ્રગ
ચીને ૬૫૦ મે.વો.ના પરમાણુ વીજળી રિએક્ટરને ચાલુ કર્યું
ઇરાનના અખાતમાં અમેરિકાએ વધુ એક વિમાનવાહક જહાજ ગોઠવ્યું
ઓડના સામુહિક હત્યાકાંડ કેસમાં ૨૮ દોષિત
હિજરત કરી ગયેલા ૪૬ માણસોની કફોડી સ્થિતિ

મનપાની જાદુઈ તિજોરીમાં ૧૨ હાથનું ચિભડું ને ૧૩ હાથનું બીજ

 
 

Gujarat Samachar Plus

આ બેહાલ રસ્તા ફૂવારે ફૂવારે
બાંઘી મુઠ્ઠી લાખની
યંગ આઈકોનને આવકાર
 

Gujarat Samachar Plus

મોબાઈલ તો અમારું બીજું સંતાન છે
ફેસબુક પર મળ્યા... ચાની કીટલીએ હળ્યા...
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved