Last Update : 10-April-2012, Tuesday
 
પાલનપુર નગરપાલિકાના
અપક્ષ સદસ્યની મનાઈહુકમ સામે આત્મવિલોપનની ચિમકી

નગરસેવકોને અંધારામાં રાખી ગેરકાયદે રીતે પાલિકા નિયામકના કામચલાઉ મનાઈહુકમ સામે બાંયો ચડાવી

પાલનપુર, તા. ૯
પાલનપુર નગરપાલિકા દિનપ્રતિદિન વિવાદોથી વકરતી જાય છે. વધતા જતા વિવાદો વચ્ચે પાલિકાનો વહિવટ ખાડે જઈ રહ્યો છે ત્યારે જિલ્લા કલેક્ટરના હુકમને ઠેબે ચડાવી પાલિકાના નગરસેવકોના અંધારામાં રાખી પાલિકાના શાસકો દ્વારા ગેરકાયદેસર રીતે મેળવાયેલ કામચલાઉ મનાઈહુકમ સામે પાલિકાના અપક્ષ નગરસેવકોએ બાંયો ચડાવી છે. નગરપાલિકાના નિયમનું કાયદાકીય જોગવાઈઓનું ઉલ્લંઘન કરી આપેલ હુકમ સત્વરે ઉઠાવી લેવાની માંગ સાથે અપક્ષ નગર સેવક અમૃત દાઢીએ આત્મવિલોપનની ચિમકી ઉચ્ચારતાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
ભાજપ શાસિત પાલિકાએ મિલ્કત ટ્રાન્સફર ફી સહિતના કરેલા વેરા વધારાના ઠરાવનો જાગૃત નગરસેવક અમૃત જોશીએ પડકારતાં જિલ્લા કલેક્ટર જે.બી. વોરાએ રદ કર્યો હતો. જો કે જિલ્લા કલેક્ટરના હુકમને પણ જનરલ બોર્ડમાં રજુ કર્યા વિના ખુદ પાલિકાના શાસક સભ્યો સહિતના નગરસેવકોને અંધારામાં રાખી પાલિકા પ્રમુખ આણી મંડળીએ જિલ્લા કલેક્ટરના હુકમ સામે નગરપાલિકાના નિયામક ગાંધીનગર સમક્ષ અપીલ દાખલ કરી મનાઈહુકમ મેળવવાની દાદ માગી હતી.
જોકે અપીલ કરવા અંગેનો સરક્યુલર ઠરાવ દિન ૩ માં મોકલી આપવાની લેખિત બાંહેધરી આપ્યા બાદ હજુ સુધી ખુદ પાલિકાના શાસક પક્ષના સભ્યોએ સહીઓ ન કરતા સરક્યુલર ઠરાવ નિયામકને રજુ કરી શકાયો નથી.
આમ પુરતી પુર્તતા કરી ન હોવા છતાં નગરપાલિકાના નિયામકે જિલ્લા કલેક્ટરના હુકમ સામે કામચલાઉ મનાઈહુકમ આપી દેતા જાગૃત નગરસેવક અમૃત દાઢીએ પાલિકાના નિયામકના હુકમને પડકારી સત્વરે મનાઈહુકમ રદ કરવાની માંગ કરી છે.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સેન્સેક્ષ ૨૬૪ તૂટયોઃ મેટલ, પાવર- કેપિટલ ગુડઝ, બેંકિંગ શેરોમાં ગાબડાં
કર્ણાટકમાં પોલાદ ઉદ્યોગ બંધ થવાને આરે
ઊંચા વ્યાજદર હોવા છતાં બેંક ડિપોઝીટ એકત્રીકરણમાં ગાબડું
સેબી દ્વારા પાંચ શહેરમાં ઓફિસ ખોલવામાં આવશે
એનબીએફસીને બેડ લોન્સ માટે મજબૂત રિકવરી સિસ્ટમ પૂરી પાડવા અનુરોધ
રાજકોટમાં ચારિત્ર્યની શંકા પરથી પતિના હાથે પત્નીની હત્યા
ડ્રાયવરને હાર્ટએટેક આવતા દોડતી બસ ખાડામાં ગબડી
ભારતે ભાવતાં ભોજન પીરસ્યા પછી હળવો ધોંકો માર્યો ઃ ધી ડોન

નાઇજિરિયામાં વિસ્ફોટ બાદ ચર્ચની ઇમારત ધસી પડતા ૨૨નાં મોત

કામોત્તેજના માટે વાયગ્રાના વિકલ્પ તરીકે શોધાયેલુ નવું કડલ ડ્રગ
ચીને ૬૫૦ મે.વો.ના પરમાણુ વીજળી રિએક્ટરને ચાલુ કર્યું
ઇરાનના અખાતમાં અમેરિકાએ વધુ એક વિમાનવાહક જહાજ ગોઠવ્યું
ઓડના સામુહિક હત્યાકાંડ કેસમાં ૨૮ દોષિત
હિજરત કરી ગયેલા ૪૬ માણસોની કફોડી સ્થિતિ

મનપાની જાદુઈ તિજોરીમાં ૧૨ હાથનું ચિભડું ને ૧૩ હાથનું બીજ

 
 

Gujarat Samachar Plus

આ બેહાલ રસ્તા ફૂવારે ફૂવારે
બાંઘી મુઠ્ઠી લાખની
યંગ આઈકોનને આવકાર
 

Gujarat Samachar Plus

મોબાઈલ તો અમારું બીજું સંતાન છે
ફેસબુક પર મળ્યા... ચાની કીટલીએ હળ્યા...
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved