Last Update : 10-April-2012, Tuesday
 
તલોદના સબરાજીના મુવાડામાં વિચિત્ર બનાવ
પુત્રએ ટ્રક રિવર્સ લેતાં પિતા ટાયર નીચે કચડાયા

રાત્રે ખુલ્લામાં સૂઈ રહેલા પિતાના ખાટલા ઉપર ટ્રકનાં તોતિંગ ટાયર ફરી વળ્યાં

તલોદ, તા. ૯
સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના સબરાજીના મુવાડા ગામે રાત્રે ખાટલામાં સૂતેલા ૫૦ વર્ષની વયના ખેડૂત ઉપર ટ્રક ફરી વળતા ભારે ઈજાઓને કારણે તેમનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું જે ટ્રકના ચાલકે ટ્રક 'રિવર્સ' કરી હતી અને આ જીવલેણ અકસ્માત સર્જાયો ઘટનાનો ભોગ બનનાર ટ્રક ચાલકના પિતા હતા. આમ દિકરાના હાથે જ થયેલા આ અકસ્માતમાં પિતાએ પ્રાણ ગુમાવતા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.
સબરાજીના મુવાડા ગામના યુવાન ટ્રક ચાલક મહેન્દ્રસિંહ નારસિંહ ઝાલા પોતાના કબજાની ડમ્પર ટ્રક લઈને રાત્રે ઘેર સબરાજીના મુવાડે પહોંચ્યો હતો જે ટ્રકમાં ભરેલી કપચી જમી પરવારીને માંડવાળી પત્યા બાદ ખાલી કરી આવશ તેવો વિચાર કરી તેઓએ ટ્રકને ઘર નજીક પાર્ક કરી હતી. રાત્રિના સમયે સુવાનો ટાઇમ થતા મહેન્દ્રસિંહના પિતા નારસિંહ બાપુસિંહ ઝાલા (ઉ.આ.વ.-૫૦) ટ્રકની પાછળ ખુલ્લી હવામાં ખાટલો ઢાળીને સૂઈ ગયા હતા તેઓ ઘસઘસાટ ઉંઘતા હતા ત્યારે યોગાનુયોગ મોડી રાત્રે ગરબેથી પરત આવેલા મહેન્દ્રસિંહે કપચી ભરેલી ટ્રક ખાલી કરી આવી શાંતિથી સુવાના મનોરથ સાથે ટ્રકના સ્ટીયરીંગ ઉપર બેઠક જમાવી હતી. ટ્રક સ્ટાર્ટ કરીને તેણે ટ્રકને રિવર્સ ગિયરમાં નાખી પાછળ લેવાની શરુઆત કરતા ટ્રક નીચે કંઈક કચડાઈ ગયાનો અવાજ થતા અન્ય લોકો ચોંકી ઉઠયા હતા. ટ્રકના પાછળના ભાગમાં જોતાં તે દ્રશ્ય જોતાં એક પળ માટે સૌ ચીસ પાડી ઉઠયા હતા. ટ્રકના ચાલક મહેન્દ્રસિંહના પિતા નારસિંહ જે ખાટલામાં સૂતા હતા તે ખાટલા ઉપરથી ટ્રકના પૈડા ફરી વળ્યા હતા. જેમાં નારસિંહને ભારે ઇજાઓ પહોંચી હતી તેમના શરીરના અંદરના નાજુક અવયવોના કૂરચા ઉડી ગયા હતા અને ઘટનાસ્થળે ખાટલામાં જ કાળનો કોળિયો બની ગયા હતા જે ખાટલામાં તે સૂતા હતા તે ખાટલો પણ કાટમાળમાં ફરી વળ્યો હતો. કોઈ દાક્તરી ઇલાજ નારસિંહનો જીવ બચાવવા કારગત નીવડે તે પહેલાં જ નારસિંહના જીવનનો કરુણ અંત આવી ગયો હતો. અકસ્માતે મોતના આ ગુનાની તપાસ તલોદ પો.સ.ઇ. વી. વી. ઓડેદરા ચલાવી રહ્યા છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સેન્સેક્ષ ૨૬૪ તૂટયોઃ મેટલ, પાવર- કેપિટલ ગુડઝ, બેંકિંગ શેરોમાં ગાબડાં
કર્ણાટકમાં પોલાદ ઉદ્યોગ બંધ થવાને આરે
ઊંચા વ્યાજદર હોવા છતાં બેંક ડિપોઝીટ એકત્રીકરણમાં ગાબડું
સેબી દ્વારા પાંચ શહેરમાં ઓફિસ ખોલવામાં આવશે
એનબીએફસીને બેડ લોન્સ માટે મજબૂત રિકવરી સિસ્ટમ પૂરી પાડવા અનુરોધ
રાજકોટમાં ચારિત્ર્યની શંકા પરથી પતિના હાથે પત્નીની હત્યા
ડ્રાયવરને હાર્ટએટેક આવતા દોડતી બસ ખાડામાં ગબડી
ભારતે ભાવતાં ભોજન પીરસ્યા પછી હળવો ધોંકો માર્યો ઃ ધી ડોન

નાઇજિરિયામાં વિસ્ફોટ બાદ ચર્ચની ઇમારત ધસી પડતા ૨૨નાં મોત

કામોત્તેજના માટે વાયગ્રાના વિકલ્પ તરીકે શોધાયેલુ નવું કડલ ડ્રગ
ચીને ૬૫૦ મે.વો.ના પરમાણુ વીજળી રિએક્ટરને ચાલુ કર્યું
ઇરાનના અખાતમાં અમેરિકાએ વધુ એક વિમાનવાહક જહાજ ગોઠવ્યું
ઓડના સામુહિક હત્યાકાંડ કેસમાં ૨૮ દોષિત
હિજરત કરી ગયેલા ૪૬ માણસોની કફોડી સ્થિતિ

મનપાની જાદુઈ તિજોરીમાં ૧૨ હાથનું ચિભડું ને ૧૩ હાથનું બીજ

 
 

Gujarat Samachar Plus

આ બેહાલ રસ્તા ફૂવારે ફૂવારે
બાંઘી મુઠ્ઠી લાખની
યંગ આઈકોનને આવકાર
 

Gujarat Samachar Plus

મોબાઈલ તો અમારું બીજું સંતાન છે
ફેસબુક પર મળ્યા... ચાની કીટલીએ હળ્યા...
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved