Last Update : 10-April-2012, Tuesday
 

માંડવીમાં ઝવેરીઓએ કાઢી મશાલ રેલી

ભુજમાં સોના-ચાંદીના વેપારીઓ કર્યા ધરણાઃ ગુરૃવારે મહાસભા

સોનીઓનો વિરોધ ૧૮માં દિવસેય જારી, ગુરૃવારે કચ્છભરના ઝવેરીઓની ભુજમાં નીકાળશે મહારેલી
ભુજ,મંગળવાર
એકસાઈઝ ડયુટીના કાળા કાયદાનો વિરોધ દેશની સાથે સમગ્ર કચ્છના સોના-ચાંદીના વેપારીઓ બંધ પાળી વિવિધ કાર્યક્રમો યોજી આજે ૧૮માં દિવસે પણ જારી રહ્યો હતો. ભુજમાં આજે સવારે ઝવેરીઓ દ્વારા ધરણા ઉપવાસ દ્વારા વિરોધ પ્રદર્શિત કરાયો હતો.
કેન્દ્રીય બજેટમાં સોના-ચાંદીના વેપારીઓ પર એકસાઈઝ ડયુટીની જોગવાઈથી નારાજ વેપારીઓ અચોક્કસ મુદ્તની હડતાળ પર ઉતર્યા બાદ નીત નવા કાર્યક્રમો દ્વારા આક્રોશ વ્યકત કરી રહ્યા છે. ભુજમાં આજે સવારે ૧૦ વાગ્યાથી સાંજે ૬ વાગ્યા સુધી પ૦ જેટલા વેપારીઓ ધરણા, ઉપવાસ પર બેઠા હતા તો એકસાઈઝ ડયુટી જો લાગું પડશે તો નાના-મોટા વેપારીઓની સાથે સોના-ચાંદીના સામાન્ય કારીગરો પણ પાયમાલ થઈ જશે તેવું જણાવ્યું હતું. ગુરૃવારે ભુજમાં કચ્છભરના ઝવેરીઓ આ અંગે મહાસભા તેમજ સાંજે મહારેલી યોજશે જેમાં જિલ્લાના તમામ તાલુકા ઉપરાંત અમદાવાદથી સોના-ચાંદીના વેપારીઓ ભુજમાં હાજરી આપશે.
માંડવી બુલિયન એસોસિએશન દ્વારા વેપારીઓએ સવારે કેન્દ્ર સરકારને અકલ આવે અને એકસાઈઝ ડયુટીનો કાળો કાયદો રદ કરે તે માટે હનુમાન ચાલીસા પઠનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તો સાંજે સોનીઓએ એકઠા થઈ શહેરના મુખ્યમાર્ગો પર વિરોધ પ્રદર્શિત કરવા મસાલ રેલી કાઢી હતી. ભુજની એકસન કમિટીના સભ્યો દ્વારા જિલ્લાના તાલુકાઓની મુલાકાત લઈ આ લડતને વધુમાં વધુ સંગઠીત બનાવવા પ્રયત્ કરાયા હતા જેમાં આજે રાપર-ભચાઉ, ગાંધીધામ, અંજાર સહિતના તાલુકાના ઝવેરીઓને રૃબરૃ મળી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
અંજાર બુલિયન એસોસીએશન દ્વારા સોના-ચાંદીના વેપારીઓ પણ ધરણા, ઉપવાસ પર ઉતરી વિરોધ કરી રહ્યા છે. બજેટમાં દર્શાવેલી એકસાઈઝ ડયુટી તેમજ અન્ય જોગવાઈઓ સોની વેપારીઓ માટે ઘાતક પુરવાર થઈ રહી હોય તેમ આજે ૧૮માં દિવસે દેશની સાથે કચ્છભરની સોના-ચાંદીની દુકાનો બંધ રહી છે.
સરકારે બજેટમાં દેશના સુવર્ણ વેપારીઓ અને કારીગરો ઉપર એકસાઈઝ ડયુટીનું ભારણ નાખીને તેની ગંભીરતા હાલાકીના ભોગ બનતા બચવા માટે તે રદ્ કરવાની માંગણી નખત્રાણા બુલિયન એસોસિએશને વિપક્ષના નેતા તેમજ કોંગ્રેસ સમિતિના પ્રમુખને લેખિત રજુઆતમાં કરી છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સેન્સેક્ષ ૨૬૪ તૂટયોઃ મેટલ, પાવર- કેપિટલ ગુડઝ, બેંકિંગ શેરોમાં ગાબડાં
કર્ણાટકમાં પોલાદ ઉદ્યોગ બંધ થવાને આરે
ઊંચા વ્યાજદર હોવા છતાં બેંક ડિપોઝીટ એકત્રીકરણમાં ગાબડું
સેબી દ્વારા પાંચ શહેરમાં ઓફિસ ખોલવામાં આવશે
એનબીએફસીને બેડ લોન્સ માટે મજબૂત રિકવરી સિસ્ટમ પૂરી પાડવા અનુરોધ
રાજકોટમાં ચારિત્ર્યની શંકા પરથી પતિના હાથે પત્નીની હત્યા
ડ્રાયવરને હાર્ટએટેક આવતા દોડતી બસ ખાડામાં ગબડી
ભારતે ભાવતાં ભોજન પીરસ્યા પછી હળવો ધોંકો માર્યો ઃ ધી ડોન

નાઇજિરિયામાં વિસ્ફોટ બાદ ચર્ચની ઇમારત ધસી પડતા ૨૨નાં મોત

કામોત્તેજના માટે વાયગ્રાના વિકલ્પ તરીકે શોધાયેલુ નવું કડલ ડ્રગ
ચીને ૬૫૦ મે.વો.ના પરમાણુ વીજળી રિએક્ટરને ચાલુ કર્યું
ઇરાનના અખાતમાં અમેરિકાએ વધુ એક વિમાનવાહક જહાજ ગોઠવ્યું
ઓડના સામુહિક હત્યાકાંડ કેસમાં ૨૮ દોષિત
હિજરત કરી ગયેલા ૪૬ માણસોની કફોડી સ્થિતિ

મનપાની જાદુઈ તિજોરીમાં ૧૨ હાથનું ચિભડું ને ૧૩ હાથનું બીજ

 
 

Gujarat Samachar Plus

આ બેહાલ રસ્તા ફૂવારે ફૂવારે
બાંઘી મુઠ્ઠી લાખની
યંગ આઈકોનને આવકાર
 

Gujarat Samachar Plus

મોબાઈલ તો અમારું બીજું સંતાન છે
ફેસબુક પર મળ્યા... ચાની કીટલીએ હળ્યા...
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved