Last Update : 10-April-2012, Tuesday
 
પ૦ કિ.મી. પ્રતિ કલાકની સ્પીડમાં ચાલતી ટ્રેન ભુજ રેલવે સ્ટેશને ઉભી ન રહેતા મુસાફરોની રાડારાડ
બ્રેક ફેઈલ થવાથી ભુજ-બરેલી ટ્રેન પાટા પરથી ઉતરી ઃ ૩૦૦ મુસાફરોનો ચમત્કારીક બચાવ
ભુજ,મંગળવાર
'રામ રાખે તેને કોણ ચાખે' કહેવત અનુસાર આજે સવારે બ્રેક ફેઈલ થવાથી ભુજ-બરેલી ટ્રેનના ત્રણ ડબ્બા એન્જીન સાથે ખડી પડતા ૩૦૦થી વધારે મુસાફરોના જીવ પડીકે બંધાયા હતા. જો કે, આવડી મોટી દુર્ઘટના છતાં માત્ર એક જ પોલીસ કર્મચારીને માથામાં નજીવી ઈજા થઈ હતી. સવારે ૧૧ વાગ્યે જ્યારે ટ્રેન પ્લેટ ફોર્મ પર ઉભા રહેવાને બદલે સીધી જ દોડવા લાગતા મુસાફરો બુમાબુમ કરવા લાગ્યા હતા. થોડે દુર ગયા બાદ અંતે ટ્રેનના બ્રેક લાગી ગઈ હતી. રેલવે પાટાની વચ્ચો વચ્ચ ટ્રેનના એન્જીન સાથેના ત્રણ ડબ્બા ખડી પડતા ટ્રાફિક ડાઈર્વટ કરવો પડયો હતો. રેલવેના ઉચ્ચ અધિકારીઓએ જવાબદારો સામે કડક પગલાં ભરવાની ચિમકી પામી છે.
ઈમરજન્સી બ્રેક પણ ફેઈલ થતા એન્જીન સાથે ત્રણ ડબ્બા ઉતરી પડયા ઃ એરફોર્સ ફાટક પાસે અચાનક ઈમરજન્સી બ્રેક લાગી, આર્મીના જવાનો પોલીસ કરતા પહેલાં પહોંચી કરી રાહત કામગીરી
ભુજ-બરેલી આલાહઝરત ટ્રેન તેના નિયત સમયે સવારે ૧૧ વાગ્યે ભુજ રેલવે સ્ટેશને આવી પહોંચી હતી. ત્યારે નિયમ મુજબ રેલવે સ્ટેશન નજીક આવતા ડ્રાઈવરે બ્રેક મારવાનું શરૃ કર્યું હતું પણ બ્રેક લાગી જ ન હતી. ટ્રેનની સ્પીડ આશરે પ૦ની આસપાસ હતી ત્યારે ભુજ રેલવે સ્ટેશને રોકાવાને બદલે આલાહઝરત ટ્રેન સીધી ચાલવા લાગતા ટ્રેનમાં સવાર ૩૦૦થી વધુ મુસાફરોના જીવ પડીકે બંધાયા હતા. વળી ડ્રાઈવરે વ્હીસલ વગાડતા કંઈક અજુગતું થયું હોવાનું મુસાફરોને લાગ્યું હતું. જો કે, થોડા અંતરે ભુજના એરફોર્સ ફાટક પાસે આવીને ટ્રેનની ઈમરજન્સી બ્રેક ચાલુ થઈ જતા ડ્રાઈવરે તરત ટ્રેન ઉભી રાખી દીધી હતી. જેના લીધે એન્જીન પાટા પરથી ઉતરી જઈને બાજુમાં આવેલી રેતીમાં થંભી ગયું હતું. અને આગળ આવેલા ત્રણ જનરલ કોચ ખડી પડયા હતા ઘડીકભર તો કોઈને સમજાયું નહીં કે શું બની રહ્યું છે, જો કે, જેવી ટ્રેન ઉભી રહી તેમ ઝડપથી આસપાસના લોકો પ૦ જેટલા મુસાફરોને બચાવવા દોડી ગયા હતા. ફાયર બ્રીગેડની સાથે આર્મીના જવાનો પણ ઘટના સ્થળે પહોંચી જઈ રાહત કાર્ય ઝડપથી હાથ ધર્યું હતું. બનાવમાં રેલવે પોલીસનો જવાન સંજીવકુમાર શર્મા(ઉ.વ.ર૭)ને માથાના ભાગમાં પાંચ ટાંકા આવ્યા હતા. બાકી એકપણ મુસાફરને ઈજા થઈ ન હતી. સમગ્ર બનાવ અંગે રેલવે જનરલ મેનેજરે જણાવ્યું હતું કે, આલાહઝરત ટ્રેન જ્યારે અંજારથી નીકળી હતી ત્યારે તેમાં ૩૦૦ મુસાફરો હતા. ત્યારે ટ્રેનની બ્રેક બરાબર હતી પણ જેવી ભુજ પહોંચી ત્યારે ટ્રેનની બ્રેક ફેઈલ થઈ ગઈ હતી અને ઈમરજન્સી બ્રેક પણ લાગતી ન હોવાથી સમગ્ર બનાવ બન્યો હતો. છેલ્લા સમયે અચાનક બ્રેક લાગી જતાં મોટી દુર્ઘટના બનતી અટકી હતી. જો કે, બપોરે ૧૧ વાગ્યે ટ્રાફિકથી ધમધમતા રોડ પર કોઈ ન હતું બાકી મોટી દુર્ઘટના ઘટવાની સંભાવના હતી. સમગ્ર ઘટનાની તપાસ શરૃ થઈ ગઈ છે. અને જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સેન્સેક્ષ ૨૬૪ તૂટયોઃ મેટલ, પાવર- કેપિટલ ગુડઝ, બેંકિંગ શેરોમાં ગાબડાં
કર્ણાટકમાં પોલાદ ઉદ્યોગ બંધ થવાને આરે
ઊંચા વ્યાજદર હોવા છતાં બેંક ડિપોઝીટ એકત્રીકરણમાં ગાબડું
સેબી દ્વારા પાંચ શહેરમાં ઓફિસ ખોલવામાં આવશે
એનબીએફસીને બેડ લોન્સ માટે મજબૂત રિકવરી સિસ્ટમ પૂરી પાડવા અનુરોધ
રાજકોટમાં ચારિત્ર્યની શંકા પરથી પતિના હાથે પત્નીની હત્યા
ડ્રાયવરને હાર્ટએટેક આવતા દોડતી બસ ખાડામાં ગબડી
ભારતે ભાવતાં ભોજન પીરસ્યા પછી હળવો ધોંકો માર્યો ઃ ધી ડોન

નાઇજિરિયામાં વિસ્ફોટ બાદ ચર્ચની ઇમારત ધસી પડતા ૨૨નાં મોત

કામોત્તેજના માટે વાયગ્રાના વિકલ્પ તરીકે શોધાયેલુ નવું કડલ ડ્રગ
ચીને ૬૫૦ મે.વો.ના પરમાણુ વીજળી રિએક્ટરને ચાલુ કર્યું
ઇરાનના અખાતમાં અમેરિકાએ વધુ એક વિમાનવાહક જહાજ ગોઠવ્યું
ઓડના સામુહિક હત્યાકાંડ કેસમાં ૨૮ દોષિત
હિજરત કરી ગયેલા ૪૬ માણસોની કફોડી સ્થિતિ

મનપાની જાદુઈ તિજોરીમાં ૧૨ હાથનું ચિભડું ને ૧૩ હાથનું બીજ

 
 

Gujarat Samachar Plus

આ બેહાલ રસ્તા ફૂવારે ફૂવારે
બાંઘી મુઠ્ઠી લાખની
યંગ આઈકોનને આવકાર
 

Gujarat Samachar Plus

મોબાઈલ તો અમારું બીજું સંતાન છે
ફેસબુક પર મળ્યા... ચાની કીટલીએ હળ્યા...
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved