Last Update : 10-April-2012, Tuesday
 

દેશી દારૃ માટે કુખ્યાત ભાનેર ગામ સંગીતનગરી બની ગયું

તળપદા સમાજના યુવાનોએ વાર-તહેવારે સંગીત વગાડવાનું શરુ કરી નવો ચીલો પાડયો

નડીઆદ તા.૯
ખેડા જિલ્લાના કઠલાલ તાલુકા મથકેથી નડિયાદ રોડ ઉપર ત્રણ કિ.મી ના અંતરે આવેલા ભાનેર ગામના સ્ટેન્ડ ઉપરથી પસાર થતા હોઈએ તો જાણે મ્યુઝીક નગરીમાં પ્રવેશ કર્યો હોય તેવો અહેસાસ થાય.ભાનેર ગામની લગભગ છ હજાર જેટલી વસ્તી છે. જેમાં મુખ્યત્વે પટેલ,ક્ષત્રીય અને તળપદા સમાજના લોકો વસવાટ કરેછે.
મુખ્ય વ્યવસાય તરીકે તેઓ ખેતી અને પશુપાલન કરી જીવન નિર્વાહ કરે છે.ભાનેર ગામ અગાઉ તેના દેશીદારૃની હેરાફેરી માટે સમગ્ર ગુજરાત રાજ્ય માં કુખ્યાત પરંતુ આ વ્યવસાય સાથે સંકળાયેલા તળપદા સમાજના ભાઈઓ ધ્વારા પોતાના આ વંશપરંપરાગત વ્યવસાયને છોડી સમાજ સુધારણાની નવી પહેલ ઉભી કરી છે.આજે ભાનેર ગામ જે દેશી શરાબ માટે જાણીતું હતું તેવા ગામને શરાબી નગરીમાંથી સંગીતની નગરી બનાવી છેય તળપદા સમાજના ભાઈઓ ધ્વારા આજથી દસેક વર્ષ અગાઉ કંઈક નવું કરવાનીે તમન્ના સાથે મ્યુઝીક બેન્ડ ની કંપની ચાલુ કરવાનો વિચાર કરાયો હતો. એ પછી પણ પોતાના સમાજના જ સંગીત ક્ષેત્રે નિપુણ અને જાણકારોનો સહયોગ મેળવી લગ્ન અને શુભ પ્રસંગોએ સંગીતની સુરવાલીઓ રેલાવવાનું ચાલુ કર્યું. આ ધંધાની ફાવટ આવી જતા અને શુભપ્રસંગોએ આજુબાજુના વિસ્તારોમાં તેઓની નામના થતા તેઓને વધુ પ્રમાણ માં ઓડૅર મળવા લાગ્યા.
જેથી સમાજના અન્ય લોકો પણ આ વ્યવસાય માં જોડાતા ગયા. આજે ભાનેર ગામમાં તળપદા સમાજ ના બસોથી વધુ ઘરો આવેલા છે. જેઓ વીસથી વધુ મ્યુઝીક બેન્ડના સેન્ટરો ચલાવે છે.ગામનાજ ચારસો જેટલા સંગીત કલાકારો જુદા જુદા શુભપ્રસંગોએ મ્યુઝીક બેન્ડથી પ્રસંગની શોભા વધાવી રહ્યા છે.
જુદા- જુદા નામાંકિત કલાકારોના અવાજ અને અદાની આબેહૂબ નકલ તેઓની આગવી ઓળખ છે. આ વાજા બેન્ડના માણસો જુદા-જુદા પ્રસંગો જેવાકે રાસગરબા. મ્યુઝીક નાઈટ, લગ્નના વરધોડા કે વિજયી ઉમેદવારોના વિજય સરઘસમાં તેઓ તેના સુર રેલાવી રહયા છે.પ્રસંગને અનુરૃપ તેઓ બક્ષીસની રકમ મેળવે છે.
મ્યુઝીક બેન્ડ નો વ્યવસાય અપનાવતા પોતાનો સામાજીક અને આર્થિક વિકાસ પણ ઝડપી થઈ રહયો હોવાનું તોઓ જણાવે છે.કેટલાય પરિવારના બાળકો આજે ઉચ્ચ શિક્ષણ પણ મેળવી રહયા હોવાનું જણાવી રહયા છે.આમ, સમગ્ર ખેડા જિલ્લા એને ગુજરાત ના કેટલાય વિસ્તારોમાં ભાનેરની વીસ જેટલી મ્યુઝીક બેન્ડ કંપનીઓ સંગીતના ઓજસ પાથરી સમાજને નવો રાહ ચીંધે છે.

 

મ્યુઝિક બેન્ડનો વ્યવસાય મીની ઉદ્યોગ બની ગયો
નડિયાદ,તા.૯
ભાનેરમાં આજે મ્યુઝીક બેન્ડનો વ્યવસાય એક મીની ઉદ્યોગ બની ગયો છે.કઠલાલ નડિયાદ રોડ પર આ ગામના બસ સ્ટેન્ડ પર રસ્તાની બંને બાજુએ નાના કેબિનોમાં જુદા જુદા મ્યુઝીક સેન્ટરના પાટિયા ઝુલે છે. વૈશાખ માસના લગ્ન સરાની મૌસમમાં આ વાજા બેન્ડવાળાઓને ભરપૂર ઑર્ડર હોય છે.મોટા ભાગે તેઓને કઠલાલ,મહુધા અને કપડવંજની આસપાસ તો ક્યારેક દૂરના સ્થળોએ પણ પોતાની બેન્ડવાજાની કંપનીઓને લઈને જવાનું થાય છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સેન્સેક્ષ ૨૬૪ તૂટયોઃ મેટલ, પાવર- કેપિટલ ગુડઝ, બેંકિંગ શેરોમાં ગાબડાં
કર્ણાટકમાં પોલાદ ઉદ્યોગ બંધ થવાને આરે
ઊંચા વ્યાજદર હોવા છતાં બેંક ડિપોઝીટ એકત્રીકરણમાં ગાબડું
સેબી દ્વારા પાંચ શહેરમાં ઓફિસ ખોલવામાં આવશે
એનબીએફસીને બેડ લોન્સ માટે મજબૂત રિકવરી સિસ્ટમ પૂરી પાડવા અનુરોધ
રાજકોટમાં ચારિત્ર્યની શંકા પરથી પતિના હાથે પત્નીની હત્યા
ડ્રાયવરને હાર્ટએટેક આવતા દોડતી બસ ખાડામાં ગબડી
ભારતે ભાવતાં ભોજન પીરસ્યા પછી હળવો ધોંકો માર્યો ઃ ધી ડોન

નાઇજિરિયામાં વિસ્ફોટ બાદ ચર્ચની ઇમારત ધસી પડતા ૨૨નાં મોત

કામોત્તેજના માટે વાયગ્રાના વિકલ્પ તરીકે શોધાયેલુ નવું કડલ ડ્રગ
ચીને ૬૫૦ મે.વો.ના પરમાણુ વીજળી રિએક્ટરને ચાલુ કર્યું
ઇરાનના અખાતમાં અમેરિકાએ વધુ એક વિમાનવાહક જહાજ ગોઠવ્યું
ઓડના સામુહિક હત્યાકાંડ કેસમાં ૨૮ દોષિત
હિજરત કરી ગયેલા ૪૬ માણસોની કફોડી સ્થિતિ

મનપાની જાદુઈ તિજોરીમાં ૧૨ હાથનું ચિભડું ને ૧૩ હાથનું બીજ

 
 

Gujarat Samachar Plus

આ બેહાલ રસ્તા ફૂવારે ફૂવારે
બાંઘી મુઠ્ઠી લાખની
યંગ આઈકોનને આવકાર
 

Gujarat Samachar Plus

મોબાઈલ તો અમારું બીજું સંતાન છે
ફેસબુક પર મળ્યા... ચાની કીટલીએ હળ્યા...
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved