Last Update : 10-April-2012, Tuesday
 

અમૂલ દૂધના ભાવ વધારતા
દૂધ મંડળીઓએ પણ લિટરેઔરૃા. ૨થી ૫નો ભાવવધારો કર્યો

૬ વર્ષમાં દૂધના ભાવ બમણા થઈ જતા સામાન્ય માનવી માટે અસહ્ય

આણંદ,તા.૯
તીવ્ર મોંઘવારીનો સામનો કરી રહેલ સામાન્ય જનતા પર દૂધનો ભાવવધારો ઝીંકાતા રોષે ભરાયા છે. અમૂલ દ્વારા ૧ થી ૨ રૃપિયાના ભાવવધારો કરાયો છે. તો સ્થાનિક દૂધ મંડળીઓ દ્વારા પણ લિટરે ૨ થી ૫નો ભાવવધારો કરાતા ગ્રામજનો પણ રોષે ભરાયા છે. દૂધના ભાવ વધતા જ દૂધની બનાવટો પણ મોંઘી બનશે. સરકારે જીવન જરૃરીયાતની ચીજવસ્તુઓ યોગ્ય ભાવે મળે તેવી વ્યવસ્થા કરવી જોઈએ. કેટલાક ટેક્ષનું ભારણ પણ ઘટાડવું જોઈએ. ગરીબ-મધ્યમવર્ગની ગૃહીણીને હવે પોતાના રસોડાનું બજેટ નવેસરથી બનાવવું પડશે.
જીવનજરૃરીયાતની ચીજવસ્તુઓના ભાવ કૂદકેને ભૂસકે વધી રહ્યા છે. આમ જનતા આ ભાવવધારો કારણે ત્રસ્ત બની ગઈ છે. અનાજ, કઠોળ, તેલના ભાવ વધારા પછી શાકભાજી, ફ્રુટના ભાવ વધ્યા છે. પડયા પર પાણુની જેમ દૂધમાં પણ ભાવવધારાની જાહેરાત થતા જ ગૃહિણીઓ રોષે ભરાઈ છે. કૂદકેને ભૂસકે વધતા ભાવને સરકાર નાથી શકતી નથી. પોતાનું રાજકારણ રમે જાય છે. પરંતુ આમ જનતાની પડી નથી. ૨૦૦૬થી અત્યાર સુધી અમૂલ દ્વારા ૧૩ થી ૧૪ વખત ભાવવધારો કરાયો છે. દરેક દૂધના ભાવમાં વધારો થતો ગયો છે. જે દૂધના ભાવ ૨૦૦૬માં હતા તે ભાવ વધીને ડબલ થઈ ગયો છે. દૂધમાં કૂદકેને ભૂસકે વધતા ભાવને કારણે હવે ચ્હાની ચૂસકીનો ભાવ પણ લોકો નહી પૂછે એવી પરિસ્થિતિ સર્જાવા પામી છે. સરકાર પણ ભાવવધારા સંદર્ભે કોઈપણ જાતનો હસ્તક્ષેપ કરતી ન હોવાથી ભાવવધારો થયા જ રાખે છે.
સવારથી સાંજ સુધી દૂધની જરૃરિયાત રહેતી હોય છે. આ ભાવ-વધારાને કારણે નાના બાળકોનું દૂધ પણ છીનવાય જશે. દૂધના ભાવ વધવાની સાથે જ દૂધની બનાવટોના ભાવ પણ વધી જશે.
દૂધમાં ૧ થી ૨નો વધારો થાય છે જ્યારે બનાવટોમાં ૨૦ થી ૨૫ રૃપિયાનો વધારો થાય છે. સરકારે પણ વિવિધ ટેક્ષોમાં રાહત આપવી જોઈએ જેથી બિનજરૃરી ભાવવધારો ન થાય.

 

ભેંસના દૂધનો ભાવ ૪૫ રૃપિયે લીટર
આણંદ,તા.૯
દૂધના ભાવવધારાની જાહેરાતની સાથે સાથે ખેડા-આણંદ જિલ્લાની સ્થાનિક દૂધ મંડળી દ્વારા પણ ભાવ-વધારો કરી દીધો છે. અલીણા દૂધ મંડળીમાં ભેંસના દૂધના ૪૫ રૃપિયા લીટર તો ગાયના દૂધના ૨૦ રૃપિયા લીટર કરી દેવાયા છે. મોટાભાગે ૨ થી ૫ રૃપિયાનો ભાવવધારો થયો છે.

બજેટમાં રૃા. ૮૦થી ૧૫૦ વધી જશે ઃ ગૃહિણી
આણંદ,તા.૯
દૂધના ભાવવધારા અંગે ગૃહીણી મમતાબેન ગુજરાલે જણાવ્યું હતું કે આ ભાવ-વધારાને કારણે ૮૦ થી ૧૫૦ રૃા. વધુ ખર્ચવા પડશે. માંડ-માંડ રસોડાનું બજેટ સેટ થતુ હોય છે ત્યાં આ ભાવ-વધારો બજેટને વેરણ-છેરણ કરી નાંખે છે. ટૂંકા પગારમાં ઘર ચલાવવા તકલીફો પડી રહી છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સેન્સેક્ષ ૨૬૪ તૂટયોઃ મેટલ, પાવર- કેપિટલ ગુડઝ, બેંકિંગ શેરોમાં ગાબડાં
કર્ણાટકમાં પોલાદ ઉદ્યોગ બંધ થવાને આરે
ઊંચા વ્યાજદર હોવા છતાં બેંક ડિપોઝીટ એકત્રીકરણમાં ગાબડું
સેબી દ્વારા પાંચ શહેરમાં ઓફિસ ખોલવામાં આવશે
એનબીએફસીને બેડ લોન્સ માટે મજબૂત રિકવરી સિસ્ટમ પૂરી પાડવા અનુરોધ
રાજકોટમાં ચારિત્ર્યની શંકા પરથી પતિના હાથે પત્નીની હત્યા
ડ્રાયવરને હાર્ટએટેક આવતા દોડતી બસ ખાડામાં ગબડી
ભારતે ભાવતાં ભોજન પીરસ્યા પછી હળવો ધોંકો માર્યો ઃ ધી ડોન

નાઇજિરિયામાં વિસ્ફોટ બાદ ચર્ચની ઇમારત ધસી પડતા ૨૨નાં મોત

કામોત્તેજના માટે વાયગ્રાના વિકલ્પ તરીકે શોધાયેલુ નવું કડલ ડ્રગ
ચીને ૬૫૦ મે.વો.ના પરમાણુ વીજળી રિએક્ટરને ચાલુ કર્યું
ઇરાનના અખાતમાં અમેરિકાએ વધુ એક વિમાનવાહક જહાજ ગોઠવ્યું
ઓડના સામુહિક હત્યાકાંડ કેસમાં ૨૮ દોષિત
હિજરત કરી ગયેલા ૪૬ માણસોની કફોડી સ્થિતિ

મનપાની જાદુઈ તિજોરીમાં ૧૨ હાથનું ચિભડું ને ૧૩ હાથનું બીજ

 
 

Gujarat Samachar Plus

આ બેહાલ રસ્તા ફૂવારે ફૂવારે
બાંઘી મુઠ્ઠી લાખની
યંગ આઈકોનને આવકાર
 

Gujarat Samachar Plus

મોબાઈલ તો અમારું બીજું સંતાન છે
ફેસબુક પર મળ્યા... ચાની કીટલીએ હળ્યા...
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved