Last Update : 10-April-2012, Tuesday
 

આંખમાં મરચાની ભૂકી નાંખી વેપારીને લૂંટી લેવાનો પ્રયાસ

બાઇક પર આવેલો આરોપી સયાજીપુરા માર્કેટયાર્ડમાં થ્રી વ્હીલ ટેમ્પો ચલાવે છે

(પ્રતિનિધિદ્વારા) વડોદરા,સોમવાર
સયાજીપુરા માર્કેટયાર્ડના વેપારીની આંખમાં મરચાની ભૂકી નાખી ૭૦ હજાર ભરેલી બેગ લૂંટીને ભાગવાનો નિષ્ફળ પ્રયાસ કરનાર ટેમ્પા ચાલક અને તેની મહિલા સાગરિત વિરૃધ્ધ સીટી પોલીસે ગુનો દાખલ કરી તેમની શોધખોળ હાથધરી છે.
આ અંગેની વિગત એવી છેકે વારશીયા રીંગ રોડની પ્રમુખ પ્રીત સોસાયટીમાં રહેતા જીતેન્દ્ર મંગલદાસ પટેલવાણીની સયાજીપુરા માર્કેટયાર્ડમાં ભગવતી ટ્રેડર્સના નામે ડુંગળીનો વેપાર કરે છે. સવારે ખેડૂતો પાસેથી શાકભાજી ખરીદેલી તેના નાણાં ચુકવવા માટે ગઇકાલે તેઓ ઘરેથી નિકળ્યા હતા. ૭૦ હજાર રૃપિયા બેગમાં મુકી બાઇક પર બેસવાજતાં હતા. તે સમયે મોટર સાયકલ પર આવેલા સ્ત્રી- પુરૃષ પૈકી સ્ત્રી કાર્ડ લઇને સરનામુ પૂછવા જીતેન્દ્રભાઇ પાસે આવી હતી. આ મહિલાએ જીતેન્દ્રભાઇની આંખમાં મરચાની ભુકી નાંખી બેગ ઝૂંટવીને બાઇક પર બેસવા જતી હતી. પરંતુ જીતેન્દ્રભાઇએ બાઇકને લાત મારતાં બંને પડી ગયા હતા. બૂમાબૂમ થતાં આજુબાજુના લોકો આવી જઇ બંનેને પકડી લીધાહતા.
આંખમાં મરચાંની ભૂકી જતાં મોઢું ઘોવામાટે વેપારી ઘરમાં ગયા હતા. મોઢું ધોઇને પરત બહાર આવતાં લોકોએ બાઇક સવાર યુવકના મોઢા પરથી બુકાની કાઢી નાંખતા તેને ઓળખી ગયા હતા. આ બાઇક સવાર આરોપી સયાજીપુરા માર્કેટયાર્ડમાં થ્રી વ્હીલ ટેમ્પો ચલાવતો હતો. વેપારી સારવાર માટે જતાં બંને આરોપી ભાગી ગયા હતા. સીટી પોલીસે વેપારીની ફરિયાદના આધારે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરીછે.

 

સ્ત્રીનો સ્વાંગ રચીને ટ્રકચાલકોને લૂંટી લેતી ટોળકીના બે ઝડપાયા
સહશયનની લાલચ આપી લૂંટ ચલાવવામાં માહેર ટોળકી ઃ રાજસ્થાનના સાગપાડા તરફ તપાસનો દોર

અંકલેશ્વર,તા.૯
રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર સ્ત્રીના સ્વાંગમાં ટ્રક ચાલકોને લલચાવી તેઓને અવાવરૃ જગ્યાએ લઇ જઇ મળતીયાઓ સાથે લૂંટ ચલાવનાર ટોળકીના બે સભ્યો અંકલેશ્વર પોલીસના હાથે ઝડપાઇ ગયા હતા. મુળ રાજસ્થાનના વાદી કોમની ટોળકીના શખ્સો શામળાજીથી વલસાડ સુધી હાઇવે ઉપર લૂંટ ચલાવી વતન નાસી જતા હતા. અંકલેશ્વર શહેર પોલીસના હાથે ઝડપાયેલા આ વાદીગેંગના સભ્યોએ હાઇવે ઉપર અસંખ્ય લૂંટ ચલાવી હોવાની આશંકા પોલીસ સેવી રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર છેલ્લા કેટલાક સમયમાં ટ્રક ચાલકોને લૂંટી લેવાના કેટલાક બનાવો પોલીસના ધ્યાન ઉપર આવ્યા હતા. હાઇલે ઉપર સ્ત્રીઓ ટ્રકના ચાલકોને ઇશારાથી રોકી સહશયનની લાલચ આપી અવાવરૃ જગ્યાએ લઇ જાય છે, અને ત્યારબાદ આ લૂંટારૃ ગેંગના સભ્યો ત્યાં આવી જઇ ટ્રકચાલકને મારમારી તેની પાસેથી રોકડ રકમ તથા ઘરેણા લુંટી લે છે. તો ક્યારેક જો સ્ત્રી ન હોય તો પુરૃષો જ સ્ત્રીના કપડા ધારણ કરી ટ્રકચાલકને પટાવવાનું કામ કરે છે.
તાજેતરમાં જ અંકલેશ્વર શહેર પોલીસ હદમાં તા.૧૫મી માર્ચના રોજ બે ટ્રકચાલકોને આંતરી તેઓ પાસેથી રૃા.૨૭ હજારની મત્તાની લૂંટ ચલાવી હતી. આ અંગેની ફરિયાદ શહેર પોલીસમાં નોધાતા પીઆઇએ તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન તેઓને ઘટના સ્થળેથી એક થેલો મળી આવ્યો હતો. જેમાં દવાઓના બીલના આધારે આ ગેંગ રાજસ્થાનના સાગવાડાના હોવાનું જાણવા મળ્યુ હતું.
ભરૃચ પોલીસે રાજસ્થાનના સાગવાડા ગામે ગયા હતા અને ત્યાં તપાસ કરી આ ગેંગના બે આરોપીઓ રૃપનાથ ઉર્ફે ભમરનાથ હિરાનાથ મદારી (કાલબેલીયા) તથા માંગીલાલ નાથુભાઇ મદારી (કાલબેલીયા)ને ઝડપી પાડયા હતા.
તેઓની પુછપરછ દરમિયાન તેઓએ અંકલેશ્વરની લૂંટની કબુલાત કરી હતી. આ આરોપીઓ અનેક ગુન્હાઓમાં સંડોવાયેલા છે, અને શામળાજીથી વલસાડ સુધી હાઇવે ઉપર અનેક લૂંટ ઉપરાંત ભરૃચ જિલ્લામાં પણ અનેક લૂંટના ગુન્હાઓને તેઓએ અંજામ આપ્યો છે.
આરોપીઓ સાથે અન્ય સભ્યો પણ જોડાયેલા છે. તેઓ પણ ટુંક જ સમયમાં પોલીસના હાથે ઝડપાઇ જશે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સેન્સેક્ષ ૨૬૪ તૂટયોઃ મેટલ, પાવર- કેપિટલ ગુડઝ, બેંકિંગ શેરોમાં ગાબડાં
કર્ણાટકમાં પોલાદ ઉદ્યોગ બંધ થવાને આરે
ઊંચા વ્યાજદર હોવા છતાં બેંક ડિપોઝીટ એકત્રીકરણમાં ગાબડું
સેબી દ્વારા પાંચ શહેરમાં ઓફિસ ખોલવામાં આવશે
એનબીએફસીને બેડ લોન્સ માટે મજબૂત રિકવરી સિસ્ટમ પૂરી પાડવા અનુરોધ
રાજકોટમાં ચારિત્ર્યની શંકા પરથી પતિના હાથે પત્નીની હત્યા
ડ્રાયવરને હાર્ટએટેક આવતા દોડતી બસ ખાડામાં ગબડી
ભારતે ભાવતાં ભોજન પીરસ્યા પછી હળવો ધોંકો માર્યો ઃ ધી ડોન

નાઇજિરિયામાં વિસ્ફોટ બાદ ચર્ચની ઇમારત ધસી પડતા ૨૨નાં મોત

કામોત્તેજના માટે વાયગ્રાના વિકલ્પ તરીકે શોધાયેલુ નવું કડલ ડ્રગ
ચીને ૬૫૦ મે.વો.ના પરમાણુ વીજળી રિએક્ટરને ચાલુ કર્યું
ઇરાનના અખાતમાં અમેરિકાએ વધુ એક વિમાનવાહક જહાજ ગોઠવ્યું
ઓડના સામુહિક હત્યાકાંડ કેસમાં ૨૮ દોષિત
હિજરત કરી ગયેલા ૪૬ માણસોની કફોડી સ્થિતિ

મનપાની જાદુઈ તિજોરીમાં ૧૨ હાથનું ચિભડું ને ૧૩ હાથનું બીજ

 
 

Gujarat Samachar Plus

આ બેહાલ રસ્તા ફૂવારે ફૂવારે
બાંઘી મુઠ્ઠી લાખની
યંગ આઈકોનને આવકાર
 

Gujarat Samachar Plus

મોબાઈલ તો અમારું બીજું સંતાન છે
ફેસબુક પર મળ્યા... ચાની કીટલીએ હળ્યા...
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved