Last Update : 10-April-2012, Tuesday
 
રોમિયોગીરીની હદ વટાવતા માથાભારે યુવકનો આતંક
યુવતીના ઘરે હથિયારો સાથે ધસી જઈ હુમલો, પથ્થરમારો

હેરાનગતિથી ત્રાસીને યુવતીએ ત્રણ મહિનાથી ભણવાનું પણ બંધ કરી દીધું

(પ્રતિનિધિદ્વારા) વડોદરા,સોમવાર
વાઘોડિયા રોડની નાલંદા સોસાયટી નજીકના સ્લમ ક્વાટર્સમાં રહેતાં માથાભારે યુવકની રોમીયોગીરીથી કંટાળીને ધો.૧૧ની વિદ્યાર્થીનીએ ભણવાનું છોડી ધીધું હતું. આમછતાંય યુવકે હેરાનગતિ ચાલુ રાખી હતી અને ગઈરાતે પોતાના સાગરિતો સાથે તલવાર, પાઈપ અને લાકડી જેવા ઘાતક શસ્ત્રો સાથે યુવતીના ઘરે જઈ તેના પરિવારજનો પર હુમલો કરી પથ્થરમારો કરી આતંક ફેલાવ્યો હતો. બનાવ અંગે યુવતીના પરિવારે પાણીગેટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
આ અંગેની વિગત એવી છે કે, વાઘોડિયા રોડ નાલંદા સોસાયટીની સામે જયરણછોડ સોસાયટીમાં રહેતા નરેશ રામકુમાર અગ્રવાલ ઉમા ચાર રસ્તા પાસે પસ્તીનો ધંધો કરે છે. તેમના મોટાભાઈની પુત્રી સોનલ (ઉ.વ. ૧૬) વાઘોડિયા રોડની ન્યૂ હેવન સ્કૂલમાં અભ્યાસ કરે છે. નાલંદા સ્લમ ક્વાટર્સમાં રહેતો પીંકલ માછી છેલ્લા ઘણાં સમયથી સોનલને હેરાન કરતો હતો. પીંકલને સમજાવવા છતાંય હેરાનગતિ ચાલુ રહેતાં છેવટે વિદ્યાર્થિનિએ ત્રણ માસ પૂર્વે ભણવાનું બંધ કરી દીધું હતું. આમછતાંય પીંકલ અવાર-નવાર યુવતીના ઘર પાસે આંટાફેરા મારતો હતો. જેથી ગઈકાલે યુવતીના દાદા - દાદીએ પીંકલના ઘરે જઈ તેને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો.
જેથી, ુશ્કેરાયેલો પીંકલ માછી તેના મિત્રો જીજ્ઞોશ ઉર્ફે ચામડો, ધુ્રવ શાહ, જીજ્ઞોશનો ભાઈ, પીંગલના કાકા તથા અન્ય સંબંધીઓ તલવાર, પાઈપ, લાકડી તથા પથ્થરો સાથે યુવતીના ઘરે ધસી આવ્યા હતા. હુમલાખોરોએ બૂમાબૂમ કરી યુવતીના પરિવારજનોએ ઈજા પહોંચાડી પથ્થરો માર્યા હતા. યુવતીના પરિવારની મહિલાઓએ મધ્યસ્થી કરીને વધુ મારમાંથી બચાવ્યા હતા.
દરમિયાન કોઈ વ્યક્તિએ પોલીસ અને ૧૦૮ એમ્બ્યુલન્સને ફોન કરીને બોલાવતાં હુમલાખોરો ભાગી છૂટયા હતા.
ઉપરોક્ત વિગતો દર્શાવતી ફરિયાદ સંદર્ભે પાણીગેટ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સેન્સેક્ષ ૨૬૪ તૂટયોઃ મેટલ, પાવર- કેપિટલ ગુડઝ, બેંકિંગ શેરોમાં ગાબડાં
કર્ણાટકમાં પોલાદ ઉદ્યોગ બંધ થવાને આરે
ઊંચા વ્યાજદર હોવા છતાં બેંક ડિપોઝીટ એકત્રીકરણમાં ગાબડું
સેબી દ્વારા પાંચ શહેરમાં ઓફિસ ખોલવામાં આવશે
એનબીએફસીને બેડ લોન્સ માટે મજબૂત રિકવરી સિસ્ટમ પૂરી પાડવા અનુરોધ
રાજકોટમાં ચારિત્ર્યની શંકા પરથી પતિના હાથે પત્નીની હત્યા
ડ્રાયવરને હાર્ટએટેક આવતા દોડતી બસ ખાડામાં ગબડી
ભારતે ભાવતાં ભોજન પીરસ્યા પછી હળવો ધોંકો માર્યો ઃ ધી ડોન

નાઇજિરિયામાં વિસ્ફોટ બાદ ચર્ચની ઇમારત ધસી પડતા ૨૨નાં મોત

કામોત્તેજના માટે વાયગ્રાના વિકલ્પ તરીકે શોધાયેલુ નવું કડલ ડ્રગ
ચીને ૬૫૦ મે.વો.ના પરમાણુ વીજળી રિએક્ટરને ચાલુ કર્યું
ઇરાનના અખાતમાં અમેરિકાએ વધુ એક વિમાનવાહક જહાજ ગોઠવ્યું
ઓડના સામુહિક હત્યાકાંડ કેસમાં ૨૮ દોષિત
હિજરત કરી ગયેલા ૪૬ માણસોની કફોડી સ્થિતિ

મનપાની જાદુઈ તિજોરીમાં ૧૨ હાથનું ચિભડું ને ૧૩ હાથનું બીજ

 
 

Gujarat Samachar Plus

આ બેહાલ રસ્તા ફૂવારે ફૂવારે
બાંઘી મુઠ્ઠી લાખની
યંગ આઈકોનને આવકાર
 

Gujarat Samachar Plus

મોબાઈલ તો અમારું બીજું સંતાન છે
ફેસબુક પર મળ્યા... ચાની કીટલીએ હળ્યા...
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved