Last Update : 10-April-2012, Tuesday
 
પાલીતાણા પંથકમાં છતે રેશનીંગે કાર્ડ ધારકોને કાળા બજારના ભાવે વસ્તુ ખરીદવી પડે છે

ફરીયાદ કરવામાં ગરીબ લોકોને ગતાગમ પડતી નથી અને જો ફરીયાદ થાય છે તો પૂરતા એક્શન લેવાતા નથી

 
પાલીતાણા, તા.૯
પુરવઠા ખાતા દ્વારા પર્યાપ્ત રેશન પુરવઠો ફાળવવામાં આવતો હોવા છતાં કાર્ડ ધારકોને રેશનીંગની વસ્તુ મળતી ન હોવાની વ્યાપક ફરીયાદ પાલીતાણા પંથકમાં ઉઠવા પામી છે. જ્યારે તેજ વસ્તુ બહાર કાળાબજારમાં વેચાતા તંત્રની મીલીભગત સાબીત થાય છે.
પાલીતાણામાં બીપીએલ કાર્ડમાં રેશનીંગ પુરવઠો ન મળતો હોવાની વ્યાપક બુમ ઉઠી છે. શહેરમાં રેશનીંગ પુરવઠો નિયત સમય દરમ્યાન જ આવે છે તે સમયે ન લેવા જઇ શકનારનો પુરવઠો ફરી તેમને મળતો નથી. રેશન સંચાલકો અવનવા બહાના હેઠળ રેશનકાર્ડ વાળાને ગલ્લા-તલ્લા કરીને ગ્રાહકોને (કાર્ડધારકો) પરેશાન કરી રહ્યાં છે અને આ કાળઝાળ મોંઘવારીમાં સામાન્ય માણસોને બે છેડા ભેગા કરવાની તકલીફ છે ત્યારે કાળાબજારનું લાવી અને ખાવુ પડે છે. ગરીબ માણસ ફરીયાદ ક્યા કરવી તેની ગતાગમ હોતી નથી અને માંડ માંડ પેટીયુ રળી ખાતા માણસ પાસે એવો સમય પણ હોતો નથી. હાલ તો રેશનીંગ અને પુરવઠા ખાતાની મીલીભગત હોવાના આક્ષેપો ગ્રાહક કરી રહ્યાં છે. અને આ મીલીભગતથી જ રેશનીંગની વસ્તુ રોડ ઉપર અને દુકાનમાં વેચાતી જોવા મળે છે.
જોવાની ખુબી એ છે કે બક્ષીપંચના ઉધ્ધારનું ગાણુ ગાતી કોંગ્રેસ તમામ આગેવાનો આ બાબતથી અજાણ ન હોઇ શકે પરંતુ આ બાબતે કોઇપણ જાતની લડત કે રજુઆત કરવામાં પણ ફીફા ખાંડે છે. હાલ શાસક પક્ષના સભ્યમાં પણ આ ગરીબોનું કોઇ સાંભળવાવાળુ નથી તેવી પ્રતિતી થઇ રહી છે. જયારે અધિકારીઓને મલાઇ મળી જાય એટલે કોઇ ઠોર્સ પગલા લેવાતા નથી. ફરીયાદ થાય તો પણ તેનો ખુલાસો રેશનીંગવાળાએ કેમ લખવો તે પણ અધિકારીઓ શીખવાડે છે. હાલ તો આ ગરીબ પરિવારની વ્યથા કોઇ સાંભળશે તેવો લોક પ્રશ્ન જાગ્યો છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સેન્સેક્ષ ૨૬૪ તૂટયોઃ મેટલ, પાવર- કેપિટલ ગુડઝ, બેંકિંગ શેરોમાં ગાબડાં
કર્ણાટકમાં પોલાદ ઉદ્યોગ બંધ થવાને આરે
ઊંચા વ્યાજદર હોવા છતાં બેંક ડિપોઝીટ એકત્રીકરણમાં ગાબડું
સેબી દ્વારા પાંચ શહેરમાં ઓફિસ ખોલવામાં આવશે
એનબીએફસીને બેડ લોન્સ માટે મજબૂત રિકવરી સિસ્ટમ પૂરી પાડવા અનુરોધ
રાજકોટમાં ચારિત્ર્યની શંકા પરથી પતિના હાથે પત્નીની હત્યા
ડ્રાયવરને હાર્ટએટેક આવતા દોડતી બસ ખાડામાં ગબડી
ભારતે ભાવતાં ભોજન પીરસ્યા પછી હળવો ધોંકો માર્યો ઃ ધી ડોન

નાઇજિરિયામાં વિસ્ફોટ બાદ ચર્ચની ઇમારત ધસી પડતા ૨૨નાં મોત

કામોત્તેજના માટે વાયગ્રાના વિકલ્પ તરીકે શોધાયેલુ નવું કડલ ડ્રગ
ચીને ૬૫૦ મે.વો.ના પરમાણુ વીજળી રિએક્ટરને ચાલુ કર્યું
ઇરાનના અખાતમાં અમેરિકાએ વધુ એક વિમાનવાહક જહાજ ગોઠવ્યું
ઓડના સામુહિક હત્યાકાંડ કેસમાં ૨૮ દોષિત
હિજરત કરી ગયેલા ૪૬ માણસોની કફોડી સ્થિતિ

મનપાની જાદુઈ તિજોરીમાં ૧૨ હાથનું ચિભડું ને ૧૩ હાથનું બીજ

 
 

Gujarat Samachar Plus

આ બેહાલ રસ્તા ફૂવારે ફૂવારે
બાંઘી મુઠ્ઠી લાખની
યંગ આઈકોનને આવકાર
 

Gujarat Samachar Plus

મોબાઈલ તો અમારું બીજું સંતાન છે
ફેસબુક પર મળ્યા... ચાની કીટલીએ હળ્યા...
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved