Last Update : 10-April-2012, Tuesday
 
વહેલી સવારે હાલોલ-વડોદરા એક્સપ્રેસ-વે પર
ડ્રાયવરને હાર્ટએટેક આવતા દોડતી બસ ખાડામાં ગબડી

એસ.ટી.બસ ડિવાઇડર કુદાવી સર્વિસ રોડ ક્રેાસ કરી ખાડામંા ગબડવા છતા ૩૩ મુસાફરોનો ચમત્કારીક બચાવ

(પ્રતિનિધિદ્વારા) વડોદરા,સોમવાર
હાલોલ-વડોદરા ટોલરોડ પર આજે વહેલીસવારે દાહોદથી બોરસદ જતી એક એસ.ટી.બસના ચાલકને ચાલુ બસમાજ છાતીમા દુઃખાવો થતા બસ ડિવાઇડર કુદીને સર્વિસરોડ કુદીને ખાડામા જઇને પડી જતા અંદર બેસેલા ૩૩ જેટલા મુસાફરોના જીવ ટાળવે બેસી ગયા હતા સદનસીબે કોઇપણ પ્રવાસીને ઇજા થઇ ન હતી.
આ અંગે પ્રાપ્ત માહિતિ મુજબ દાહોદથી મોડીરાત્રે ઉપડીને બોરસદ ડેપોની એક એસટી બસ આજે સવારે વાયા વડોદરાથી બરસદ જવાની હતી. આ બસ હાલોલ બસસ્ટેન્ડ પર થોભ્યા બાદ થોડા સમયના અંતરાલ પછી વડોદરા આવવા માટે નીકળી હતી આ વખતે બસમા ડ્રાયવર તેમજ ક્લિનર ઉપરાંત અન્ય ૩૩ પેસેન્જરો મુસાફરી કરતા હતા. આ બસ આજે જરોદ પસાર કરી આગળ જતી હતી અને આમલીયારા ગામના વળાંક પર આવતા જ અચાનક બસ રસ્તાની બાજુમા ડિવાઇડર કુદીને સર્વિસરોડની આગળ ખાડામા જતી રહી હતી. અચાનક બનેલી આ ઘટનાના કારણે અંદર બેસેલા તમામ પ્રવાસીઓમા ગભરાટ વ્યાપી ગયો હતો તેમજ કંન્ડક્ટરને પણ ઇજા થઈ હતી.કંડક્ટર તેમજ અન્ય મુસાફરોને કોઇ ઇજા ના થતા પ્રારંભમા બધાએ રાહત અનુભવી હતી. જ્યારે કંડક્ટરે અચાનક શુ બન્યુ તે જાણવાનો પ્રયત્ન કર્યો ત્યારે બસનો ડ્રાયવર અરવિંદ મહીડા સ્ટીયરીંગ પર પડેલો જણાયો હતો. દરમિયાન તેમની પાસે જઇ તપાસ કરતા તેમને છાતીમા અચાનક દુઃખાવો થતા સ્ટીયરીંગ પરનો કાબુ રહ્યો ન હતો અને તેના કારણેજ અકસ્માત સર્જાયો હોવાનુ જાણવા મળ્યુ હતુ. ઘટના બાદ ડ્રાયવરને સીટ પરથી બહાર કાઢી વ્યવસ્થીત બીજી સીટ પર બેસાડવામા આવ્યો હતો. આ અંગે ત્યારબાદ કંડક્ટર દ્વારા બોરસદ ડેપોમા જાણ કરવામા આવી હતી. સદ્નસીબે કોઇ મોટી દુર્ઘટના બની ન હતી. તેમજ અંદર બેસેલા ડ્રાયવર-કંડક્ટર તેમજ ૩૩ પ્રવાસીઓના જીવનો ચમત્કારીક બચાવ થયો હતો.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સેન્સેક્ષ ૨૬૪ તૂટયોઃ મેટલ, પાવર- કેપિટલ ગુડઝ, બેંકિંગ શેરોમાં ગાબડાં
કર્ણાટકમાં પોલાદ ઉદ્યોગ બંધ થવાને આરે
ઊંચા વ્યાજદર હોવા છતાં બેંક ડિપોઝીટ એકત્રીકરણમાં ગાબડું
સેબી દ્વારા પાંચ શહેરમાં ઓફિસ ખોલવામાં આવશે
એનબીએફસીને બેડ લોન્સ માટે મજબૂત રિકવરી સિસ્ટમ પૂરી પાડવા અનુરોધ
રાજકોટમાં ચારિત્ર્યની શંકા પરથી પતિના હાથે પત્નીની હત્યા
ડ્રાયવરને હાર્ટએટેક આવતા દોડતી બસ ખાડામાં ગબડી
ભારતે ભાવતાં ભોજન પીરસ્યા પછી હળવો ધોંકો માર્યો ઃ ધી ડોન

નાઇજિરિયામાં વિસ્ફોટ બાદ ચર્ચની ઇમારત ધસી પડતા ૨૨નાં મોત

કામોત્તેજના માટે વાયગ્રાના વિકલ્પ તરીકે શોધાયેલુ નવું કડલ ડ્રગ
ચીને ૬૫૦ મે.વો.ના પરમાણુ વીજળી રિએક્ટરને ચાલુ કર્યું
ઇરાનના અખાતમાં અમેરિકાએ વધુ એક વિમાનવાહક જહાજ ગોઠવ્યું
ઓડના સામુહિક હત્યાકાંડ કેસમાં ૨૮ દોષિત
હિજરત કરી ગયેલા ૪૬ માણસોની કફોડી સ્થિતિ

મનપાની જાદુઈ તિજોરીમાં ૧૨ હાથનું ચિભડું ને ૧૩ હાથનું બીજ

 
 

Gujarat Samachar Plus

આ બેહાલ રસ્તા ફૂવારે ફૂવારે
બાંઘી મુઠ્ઠી લાખની
યંગ આઈકોનને આવકાર
 

Gujarat Samachar Plus

મોબાઈલ તો અમારું બીજું સંતાન છે
ફેસબુક પર મળ્યા... ચાની કીટલીએ હળ્યા...
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved