Last Update : 10-April-2012, Tuesday
 

'મેં તારી માને મારી નાખી છે, મારાથી ભુલ થઇ ગઇ છે'
રાજકોટમાં ચારિત્ર્યની શંકા પરથી પતિના હાથે પત્નીની હત્યા

લાશ ઘરમાં જ છોડી ફરાર થઇ ગયેલા પતિને ઝડપી લેવા પોલીસની દોડધામ

તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી આંતરડા બહાર કાઢી નાખ્યા

રાજકોટ, સોમવાર
રાજકોટના મવડી દોઢસો ફૂટ રીંગ રોડ પરના સરસ્વતી નગરમાં રહેતી મંજુલાબેન નામની ૪૦ વર્ષની દલિત પરિણીતાની આજે બપોરે તેના ઘરમાંથી ઘાતકી રીતે હત્યા કરાયેલી લાશ મળી આવ્યા બાદ પોલીસ તપાસમાં પતિ જેઠાભાઇ જાદવે જ ચારિત્ર્યની શંકા પરથી મોતને ઘાટ ઉતારી દીધાનો ઘટ્ટસ્ફોટ થતાં માલવીયાનગર પોલીસે ગુનો નોંધી આરોપી પતિને ઝડપી લેવા તજવીજ આદરી છે.
વિગત એવી છે કે સરસ્વતીનગરમાં ૨૫ માળીયા કવાર્ટરમાં બ્લોક નંબર ૩૦૬માં હરજી ભગતના મકાનમાં રહેતા અને કડીયા કામ કરતા જેઠાભાઇ ગણેશભાઇ જાદવને સંતાનમાં એક પુત્રી અને બે પુત્ર છે. પુત્રી હાલ સાસરે છે. જયારે મોટા પુત્ર શૈલેષના બે માસ પહેલાં જ લગ્ન થયા હતાં. શૈલેષ અને તેનો નાનો ભાઇ રાહુલ નવરંગપરામાં કારખાનામાં મજુરી કરે છે. શૈલેષની પત્ની શારદાને હોળી નિમિત્તે તેના માવતર પક્ષના સભ્યો તેડી ગયા હતાં. જેથી પત્નીને તેડવા અને કુટુંબમાં નૈવેદ્ય હોવાથી ગઇ તા. ૩૦ના રોજ શૈલેષ નાના ભાઇ રાહુલ સાથે દેરવાળા ગામે ગયો હતો. પાછળથી ઘરમાં તેના માતા-પિતા એકલા હતાં. બંને ભાઇઓ માતા-પિતાના ખબર અંતર પૂછવા બે દિવસ પહેલાં મોબાઇલ કર્યો હતો પરંતુ ફોન બંધ મળ્યો હતો.
ત્યારબાદ આજે બંને ભાઇઓ અને શારદા સુરેન્દ્રનગર સંબંધીના ઘરેથી રાજકોટ આવવા રવાના થયા હતાં. બપોરે ઘરે પહોંચીને જોયું તો તાળુ મારેલુ હતું. આજુબાજુ તપાસ કરતા કયાંય ચાવી નહીં હોવાનું જાણવા મળતાં અંતે દરવાજો તોડીને અંદર જોતાં જ તેમની માતા મંજુબેનની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. લાશને ઘણો સમય થઇ ગયો હોવાથી માથુ ફાડી નાખે તેવી દુર્ગંધ આવતી હતી. મંજુબેનના શરીર પર તિક્ષ્ણ હથિયારના ખૂન્નસપૂર્વક ઘા ઝીંકાયા હોવાથી આંતરડા પણ બહાર નીકળી ગયા હતાં.
આ દ્રશ્યો જોઇ ચોંકી ઉઠેલા શૈલેષ અને રાહુલે તેના પિતા જેઠાભાઇનો મોબાઇલ પર સંપર્ક કરતાં જેઠાભાઇએ કહ્યું હું નવસારી છું તેમ કહી રડતા રડતા કહ્યું કે તારી માને મેં મારી નાખી છે. મારાથી ભૂલ થઇ ગઇ છે તેમ કહી ફોન કાપી નાખ્યો હતો. આ પછી પોલીસને જાણ કરાતા માલવીયાનગરના પીઆઇ પંડયા, ક્રાઇમ બ્રાંચના અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતાં.
બંને ભાઇઓએ પોલીસને જણાવ્યું કે તેના પિતા અવારનવાર તેની માતાના ચારિત્ર્ય પર શંકા કરી ઝઘડા કરતા હતાં પરંતુ આબરૃ ન જાય તે માટે તેઓ બધા મુંગા મોંઢે પિતાનો ત્રાસ સહન કરતાં હતાં. છ માસ પહેલાં પણ પિતાએ માતાના ચારિત્ર્ય પર શંકા કરી તેને મારકૂટ કરી હતી તે વખતે પુત્ર રાહુલ વચ્ચે પડતા તેને પણ મારકૂટ કરી હતી. અંતે મોટા પુત્ર શૈલેષે આવેશમાં આવીને પિતા પર પાવડાના હાથા વડે હુમલો કર્યો હતો.
આ રીતે ચારિત્ર્યની શંકાને કારણે જ પિતાએ માતાની હત્યા કર્યાનું બંને ભાઇઓએ પોલીસને જણાવતા નાના પુત્ર રાહુલની ફરિયાદ પરથી પોલીસે તેના પિતા જેઠાભાઇ વિરૃદ્ધ ખૂનનો ગુનો નોંધ્યો હતો. જેઠાભાઇને પકડવા પોલીસ નવસારી અને નડીયાદ તરફ રવાના થયાનું જાણવા મળ્યું છે. આ દલિત પરિવાર મુળ તારાપુરના ચિતરવાડા ગામનો વતની છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સેન્સેક્ષ ૨૬૪ તૂટયોઃ મેટલ, પાવર- કેપિટલ ગુડઝ, બેંકિંગ શેરોમાં ગાબડાં
કર્ણાટકમાં પોલાદ ઉદ્યોગ બંધ થવાને આરે
ઊંચા વ્યાજદર હોવા છતાં બેંક ડિપોઝીટ એકત્રીકરણમાં ગાબડું
સેબી દ્વારા પાંચ શહેરમાં ઓફિસ ખોલવામાં આવશે
એનબીએફસીને બેડ લોન્સ માટે મજબૂત રિકવરી સિસ્ટમ પૂરી પાડવા અનુરોધ
રાજકોટમાં ચારિત્ર્યની શંકા પરથી પતિના હાથે પત્નીની હત્યા
ડ્રાયવરને હાર્ટએટેક આવતા દોડતી બસ ખાડામાં ગબડી
ભારતે ભાવતાં ભોજન પીરસ્યા પછી હળવો ધોંકો માર્યો ઃ ધી ડોન

નાઇજિરિયામાં વિસ્ફોટ બાદ ચર્ચની ઇમારત ધસી પડતા ૨૨નાં મોત

કામોત્તેજના માટે વાયગ્રાના વિકલ્પ તરીકે શોધાયેલુ નવું કડલ ડ્રગ
ચીને ૬૫૦ મે.વો.ના પરમાણુ વીજળી રિએક્ટરને ચાલુ કર્યું
ઇરાનના અખાતમાં અમેરિકાએ વધુ એક વિમાનવાહક જહાજ ગોઠવ્યું
ઓડના સામુહિક હત્યાકાંડ કેસમાં ૨૮ દોષિત
હિજરત કરી ગયેલા ૪૬ માણસોની કફોડી સ્થિતિ

મનપાની જાદુઈ તિજોરીમાં ૧૨ હાથનું ચિભડું ને ૧૩ હાથનું બીજ

 
 

Gujarat Samachar Plus

આ બેહાલ રસ્તા ફૂવારે ફૂવારે
બાંઘી મુઠ્ઠી લાખની
યંગ આઈકોનને આવકાર
 

Gujarat Samachar Plus

મોબાઈલ તો અમારું બીજું સંતાન છે
ફેસબુક પર મળ્યા... ચાની કીટલીએ હળ્યા...
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved