Last Update : 10-April-2012, Tuesday
 
અનસુયાબહેન આત્મહત્યા કેસઃ પોલીસે રિક્ષાચાલકની શોધખોળ કરી
અનસુયા હાલાણી એક વર્ષમાં બે વાર અમેરિકા કેમ ગયાં?

અનસુયાબહેનનો મોટોપુત્ર નેધરલેન્ડમાં અને નાનો પુત્ર દિલ્હીમાં ડૉકટર તરીકે નોકરી કરે છે ઃ પતિએ ૪ લાખ રૃપિયા આપ્યા હતા

અમદાવાદ
મહિલા પોસ્ટ એજન્ટ અનસુયાબેન હાલાણી આત્મહત્યા કેસમાં પોલીસને કોઇ ફળદાયી વિગતો સાંપડી નથી. પોલીસ તપાસમાં અનસુયાબેનનો પાસપોર્ટ તેમના પતિએ રજુ કર્યો હતો. જેમાં અનસુયાબેન છ દિવસ માટે અમેરીકા ગયા હોવાની વિગતો મળી છે. રોકાણકારોના નાણાં ચુકવવાની વિમાસણ વચ્ચે અનસુયાબેન બે વખત અમેરીકા શું કામ ગયા ? તેમજ અનસુયાબેનને કોઇ ધાકધમકી આપતું હતું ? તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. આ કેસમાં અનસુયાબેનના પતિ મુકેશભાઇએ પોલીસને તેમની પત્ની રોકાણકારોના પૈસા પોસ્ટમાં ભરી શકતી નહી હોવાથી લોકોનું દબાણ હતું. જે દબાણને કારણે તેણે આત્મહત્યા કરી હોવાનું જણાવ્યું છે.
કાલુપુર પોલીસે ઝેરી દવા પીને આત્મહત્યા કરનાર અનસુયાબેન હાલાણીના પતિ મુકેશભાઇ હાલાણીની પૂછપરછ કરી હતી. મુકેશભાઇ આજે કાલુપુર પોલીસ સ્ટેશનમાં પત્નીનો પાસપોર્ટ લઇને હાજર થયા હતા. મુકેશભાઇએ પોલીસ તપાસમાં જણાવ્યું કે - તેમના પત્ની અનસુયાબેન, બે પુત્રો પલ્લવ અને વરૃણનો સમાવેશ થાય છે. પલ્લવ નેધરલેન્ડમાં અભ્યાસ કરે છે. તેમજ તેણે થોડા સમય પહેલા ત્યાં કોઇ યુવતી સાથે લગ્ન કર્યા બન્ને વચ્ચે મનમેળ ન આવતા તેઓ છુટા પડી ગયા હતા. જયારે નાનો દિકરો વરૃણ એમબીબીએસનો અભ્યાસ પુર્ણ કરીને દિલ્હીની હોસ્પિટલમાં ડોકટર તરીકે સેવા આપે છે. બન્ને પુત્રોના અભ્યાસનો ખર્ચ અનસુયાબેન અને તેઓ ઉપાડતા હતા. પોસ્ટ રિકરીંગ અને એલઆઇસની કામ કરતી મારી પત્નીને આર્થિક ખેંચ વધતા મે પી.એફમાંથી રૃપિયા ચાર લાખની રકમ ઉપાડીને આપી હતી. મારી પત્નીએ તેના ધંધા વિશે મારી સાથે કોઇ વાત કરી નથી. તે મને હું બધુ મેનેજ કરી લઇશ તેમ જણાવતી હતી. કાલુપુર પોલીસે મુકેશભાઇનું નિવેદન લીધું છે. પોલીસ અનસુયાબેન જે રિક્ષામાં ગયા તેના ચાલકને શોધી રહી છે.
પોલીસ રિક્ષા ચાલકનું નિવેદન લેવાની તજવીજ કરી રહી છે. કૌટુંબિક દિયર સંજય ઠક્કરે રિક્ષાચાલકને જોયે ઓળખતો હોવાનું જણાવ્યું હતું. રિક્ષાચાલકની પૂછપરછ કરીને પોલીસ એ સ્પષ્ટ કરવા માંગે છે કે, અનસુયાબેને કઇ દવાની દુકાનમાંથી પોઇઝન ખરીદયું છે.
તપાસ અધિકારી ડી.એસ.કોરાટે જણાવ્યું કે -' અનસુયાબેને આત્મહત્યા કરી હોવાનું સ્પષ્ટ લાગી રહ્યું છે. તેમના પીએમ રીપોર્ટમાં પોઇઝન પીવાને કારણે મોત નિપજયાંનો ઉલ્લેખ કર્યો છે. અમે,એફએસએલ રીપોર્ટની રાહ જોઇ રહ્યા છીએ.' પોલીસ તપાસમાં મુકેશભાઇએ અનસુયાબેનનો પાસપોર્ટ રજુ કર્યો હતો. પાસપોર્ટમાં અનસુયાબેન ૨૦૧૧,મે મહિનામાં અમેરીકા ગયા હતા. તેમજ ચાલુ વર્ષ ૩૧મી માર્ચના રોજ તેઓ મુંબઇથી અમેરીકા જવા રવાના થયા હતા. ત્યાંથી તા.૫મી એપ્રિલના રોજ તેઓ અમદાવાદ પરત આવ્યાની વિગતો છે. અનસુયબેન પાસે અમેરીકાના વિઝા હતા. પરંતુ તેઓ રોકાણકારોને પૈસા ચુકવવા હોવા છંતા બબ્બે વખતે શું કામ અમેરીકા ગયા તેનો તાગ મેળવવા કાલુપુર પોલીસ મથી રહી છે. ?

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સેન્સેક્ષ ૨૬૪ તૂટયોઃ મેટલ, પાવર- કેપિટલ ગુડઝ, બેંકિંગ શેરોમાં ગાબડાં
કર્ણાટકમાં પોલાદ ઉદ્યોગ બંધ થવાને આરે
ઊંચા વ્યાજદર હોવા છતાં બેંક ડિપોઝીટ એકત્રીકરણમાં ગાબડું
સેબી દ્વારા પાંચ શહેરમાં ઓફિસ ખોલવામાં આવશે
એનબીએફસીને બેડ લોન્સ માટે મજબૂત રિકવરી સિસ્ટમ પૂરી પાડવા અનુરોધ
રાજકોટમાં ચારિત્ર્યની શંકા પરથી પતિના હાથે પત્નીની હત્યા
ડ્રાયવરને હાર્ટએટેક આવતા દોડતી બસ ખાડામાં ગબડી
ભારતે ભાવતાં ભોજન પીરસ્યા પછી હળવો ધોંકો માર્યો ઃ ધી ડોન

નાઇજિરિયામાં વિસ્ફોટ બાદ ચર્ચની ઇમારત ધસી પડતા ૨૨નાં મોત

કામોત્તેજના માટે વાયગ્રાના વિકલ્પ તરીકે શોધાયેલુ નવું કડલ ડ્રગ
ચીને ૬૫૦ મે.વો.ના પરમાણુ વીજળી રિએક્ટરને ચાલુ કર્યું
ઇરાનના અખાતમાં અમેરિકાએ વધુ એક વિમાનવાહક જહાજ ગોઠવ્યું
ઓડના સામુહિક હત્યાકાંડ કેસમાં ૨૮ દોષિત
હિજરત કરી ગયેલા ૪૬ માણસોની કફોડી સ્થિતિ

મનપાની જાદુઈ તિજોરીમાં ૧૨ હાથનું ચિભડું ને ૧૩ હાથનું બીજ

 
 

Gujarat Samachar Plus

આ બેહાલ રસ્તા ફૂવારે ફૂવારે
બાંઘી મુઠ્ઠી લાખની
યંગ આઈકોનને આવકાર
 

Gujarat Samachar Plus

મોબાઈલ તો અમારું બીજું સંતાન છે
ફેસબુક પર મળ્યા... ચાની કીટલીએ હળ્યા...
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved