Last Update : 10-April-2012, Tuesday
 

મોટો હાથ માર્યા પછી, પોલીસથી બચવાના ઇરાદે
ATM ચોરી આરોપીઓ 'અંબાજી'ના શરણે ગયા હતા

હાર્દિકના કહેવાથી આબુ જતા પહેલા રસ્તામાં ઉતરીને દર્શન કર્યા હતાં ઃ પકડાઇ જવાની બીકે પાછા આવ્યા અને પકડાયા

અમદાવાદ
મણિનગરના એ.ટી.એમ ચોરી કેસમાં પકડાયેલા વધુ પાંચ આરોપીઓ ધરપકડથી બચવા અંબાજી માતાના દર્શન કરવા અંબાજી ગયા હોવાનો ઘટસ્ફોટ પુછપરછ દરમિયાન થયો છે. મુખ્ય સુત્રધાર હાર્દિક જીંગર અને કમલેશ ઉર્ફે વિક્કી માઉન્ટ આબુ ભાગી જતા આરોપીઓ પણ છુપાવાની જગ્યા શોધી રહ્યા હતા, દરમિયાન માતાજી પોલીસથી બચાવશે તેમ માની પાંચેય અંબાજી દર્શન કરવા જતા રહ્યાં હતા. જો કે બન્ને મુખ્ય સુત્રધારનાં પકડાયા બાદ અંબાજીની હોટલોમાં રોકાવુ યોગ્ય ન લાગતા પાંચેય પરત અમદાવાદ આવી ગયા હતા અને પકડાઇ ગયા હતા.
મણિનગર એસ.બી.આઇના એ.ટી.એમ ચોરી કેસમાં સંડોવાયેલા લક્કી ઉર્ફે લાજો યાદવ, અંકુર કુલકર્ણી, કિરણ ઉર્ફે કરણ પ્રજાપતિ, ચિરાગ સોલંકી અને જીતેશ ઉર્ફે જીતુ સોનીની શનિવારે સાંજે નવરંગપુરા જુની કોર્ટ પાસેથી ધરપકડ કરવામાં આવી હતી. એ.ટી.એમ ચોરી પ્રકરણની તપાસ કરી રહેલા મણિનગર પી.આઇ દિનેશસિંહ ચૌહાણ દ્વારા કરવામાં આવી રહેલી પુછપરછમા જાણવા મળ્યું હતુ કે- એ.ટી.એમ ચોરીનો મુખ્ય સુત્રધાર હાર્દિક જીંગર અને કમલેશ ઉર્ફે વિક્કી સાથે પાંચેય જણાએ બુધવારે સાંજે ૫ વાગ્યા સુધી મશીન તોડવાનો પ્રયાસ કર્યો હતો. જો કે મશીન નહીં તુટતા તે છુટા પડયા હતા અને રાતે ફરી મળીને મશીન તોડવાનો પ્લાન ઘડયો હતો.
છુટા પડયાની કલાકોમાં જ પોલીસે મશીન પકડી પાડયું હોવાનું જાણવા મળતા ઓરોપીઓ ગભરાઇ ગયા હતા. હાર્દિકે અને કમલેશે પાંચેયને ફોન કરીને જણાવ્યું હતુ કે- તે માઉન્ટ આબુ જાય છે તમે લોકો પણ પાછળથી આબુ આવી જજો. બીજી તરફ હાર્દિક અને કમલેશના ભાગી ગયા બાદ પાંચેય આરોપીઓ મળ્યા હતા અને આબુ જવાનો પ્લાન ઘડયો હતો.
અમદાવાદ છોડયા બાદ પણ પોલીસ તેમના સુધી ન પહોંચે તે માટે આરોપીઓએ અંબાજી માતાની બાધા રાખી હતી અને રસ્તામાં અંબાજી ઉતરીને માતાજીના દર્શન કરવાનું નક્કી કર્યું હતુ. પ્લાન પ્રમાણે મિત્રો અંબાજી પહોંચ્યા હતા, દર્શન કરીને એક ગેસ્ટ હાઉસમાં રોકાયા બાદ તેમને જાણવા મળ્યું હતુ કે હાર્દિક અને કમલેશને પોલીસે ઝડપી પાડયા છે. તેમને ડર લાગવા લાગ્યો કે હાર્દિક અને કમલેશ પુછપરછમાં પોલીસને તે પાંચેય અંબાજીમાં હોવાનું જણાવી દેશે તો પોલીસ તેમને પકડી જશે. માટે પાંચેય આરોપીઓ પરત અમદાવાદ આવી ગયા હતા અને બાદમાં નવરંગપુરાની જુની કોર્ટ પાસે મળતા જ પકડાઇ ગયા હતા. પોલીસે આરોપીઓની આ કબુલાત અંગે પુરાવા એકઠા કરવા વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

જીતુના ત્રાસથી તેની પ્રેમિકાએ આપઘાત કરી લીધો હતો..!
* પોલીસ સુત્રોનું કહેવું છે કે એ.ટી.એમ ચોરી કેસમાં સંડોવાયેલા સાત પૈકીના શાહીબાગની કૃષ્ણકુંજ સોસાયટીમાં રહેતા જીતેશ ઉર્ફે જીતુ સોનીના ત્રાસથી તેની પ્રેમીકાએ આપઘાત કરી લીધો હતો. જે તે સમયે શાહીબાગ પોલીસે જીતુ વિરૃધ્ધ આપઘાતની દુષપ્રેરણાનો ગુનો નોંધી તેની વિરૃધ્ધ કાર્યવાહી હાથ ધરી હતી.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સેન્સેક્ષ ૨૬૪ તૂટયોઃ મેટલ, પાવર- કેપિટલ ગુડઝ, બેંકિંગ શેરોમાં ગાબડાં
કર્ણાટકમાં પોલાદ ઉદ્યોગ બંધ થવાને આરે
ઊંચા વ્યાજદર હોવા છતાં બેંક ડિપોઝીટ એકત્રીકરણમાં ગાબડું
સેબી દ્વારા પાંચ શહેરમાં ઓફિસ ખોલવામાં આવશે
એનબીએફસીને બેડ લોન્સ માટે મજબૂત રિકવરી સિસ્ટમ પૂરી પાડવા અનુરોધ
રાજકોટમાં ચારિત્ર્યની શંકા પરથી પતિના હાથે પત્નીની હત્યા
ડ્રાયવરને હાર્ટએટેક આવતા દોડતી બસ ખાડામાં ગબડી
ભારતે ભાવતાં ભોજન પીરસ્યા પછી હળવો ધોંકો માર્યો ઃ ધી ડોન

નાઇજિરિયામાં વિસ્ફોટ બાદ ચર્ચની ઇમારત ધસી પડતા ૨૨નાં મોત

કામોત્તેજના માટે વાયગ્રાના વિકલ્પ તરીકે શોધાયેલુ નવું કડલ ડ્રગ
ચીને ૬૫૦ મે.વો.ના પરમાણુ વીજળી રિએક્ટરને ચાલુ કર્યું
ઇરાનના અખાતમાં અમેરિકાએ વધુ એક વિમાનવાહક જહાજ ગોઠવ્યું
ઓડના સામુહિક હત્યાકાંડ કેસમાં ૨૮ દોષિત
હિજરત કરી ગયેલા ૪૬ માણસોની કફોડી સ્થિતિ

મનપાની જાદુઈ તિજોરીમાં ૧૨ હાથનું ચિભડું ને ૧૩ હાથનું બીજ

 
 

Gujarat Samachar Plus

આ બેહાલ રસ્તા ફૂવારે ફૂવારે
બાંઘી મુઠ્ઠી લાખની
યંગ આઈકોનને આવકાર
 

Gujarat Samachar Plus

મોબાઈલ તો અમારું બીજું સંતાન છે
ફેસબુક પર મળ્યા... ચાની કીટલીએ હળ્યા...
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved