Last Update : 10-April-2012, Tuesday
 
ટેકનિકલ શિક્ષણ વિભાગતની સરકારી કોલેજોમાં
આસિસ્ટન્ટમાંથી એસોસિએટ પ્રોફેસર થવા લાખોનો 'વહીવટ'

અગાઉ ૩૭ અધ્યાપકોના ઓર્ડર થયા બાદ વધુ ૮૦ આસિ.પ્રોફેસરોએ વ્યકિતદીઠ ૫૦ હજાર રૃપિયા ચૂકવ્યાની વિગતોથી હોબાળો

અમદાવાદ
ટેકનિકલ શિક્ષણ વિભાગ અને ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી સાથે સંકળાયેલી સરકારી ઇજનેરી કોલેજોમાં ફરજ બજાવતાં અધ્યાપકોએ પણ પ્રમોશન અને ગ્રેડ મેળવવા માટે લાખો રૃપિયાનો વહીવટ કરવો પડતો હોય છે.થોડા સમય અગાઉ ૩૭ જેટલા આસિસ્ટન્ટ પ્રોફેસરોએ એસોસિએટ પ્રોફેસર થવા માટે ૧૫ હજાર રૃપિયા લેખે રૃપિયા ચુકવ્યા હતા. બાકી રહેલા અંદાજે ૮૦ જેટલા આસિ.પ્રોફેસરોએ પણ વધુ પગાર અને ગ્રેડ મેળવવા માટે વ્યકિતદીઠ ૫૦ હજાર રૃપિયાનું ચુકવણું કર્યું હોવાની વિગતો બહાર આવી છે. સમગ્ર પ્રકરણની વિસ્તૃત તપાસ કરાવવામાં આવે તો કરોડો રૃપિયાનું કૌભાંડ બહાર આવે તેમ હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર સરકારી કોલેજોમાં ફરજ બજાવતાં આસિસ્ટન્ટ રોફેસરોને હાલ ૧૫૬૦૦થી લઇે ૩૯૪૦૦નો ગ્રેડ આપવામાં આવે છે. આ ઉપરાંત તેઓને ૬ હજાર રૃપિયાનો ગ્રેડ પે આપવામાં આવે છે. જો તેમને પ્રમોશન આપીને એસોસિએટ પ્રોફેસર બનાવી દેવામાં આવે તો પગાર સ્કેલ યથાવત રહે છે પરંતુ ગ્રેડ પે ૮ હજાર રૃપિયા મળતું થાય છે. આ ઉપરાંત ત્રણ વર્ષ પુરા કરે તો તેમને સીધા ૩૭૪૦૦થી ૬૭૦૦૦ પગાર ગ્રેડ મળતો હોય છે. જો કે, પ્રમોશન મળ્યા પછીના ત્રણ વર્ષ પછી જ ૩૭૪૦૦નો ગ્રેડ મળતો હોય છે. પરંતુ પ્રમોશનની તારીખ જ આ ગ્રેડ આપવા માટે અગાઉ પ્રમોશન મેળવનાર તમામ ૩૭ અધ્યાપકો પાસેથી ૧૫ હજાર લેખે રૃપિયા લેવાયા હોવાની વિગતો બહાર આવી છે. આજ રીતે બાકી રહેલા અંદાજે ૮૦ આસિસ્ટન્ટ પ્રોફેસરો હાલ એસોસિએટ પ્રોફેસરો બનાવાની લાઇનમાં છે. ટેકનિકલ સૂત્રો કહે છે આ તમામ પ્રોફેસરો પાસેથી વ્યકિતદીઠ ૫૦ હજાર રૃપિયા જેટલી રકમ ઉઘરાવવામાં આવી છે. ઉપર સુધી આ રકમ પહોંચતી કરવાની છે તેમ કહીને ટેકનિકલ શિક્ષણ વિભાગના અધિકારીઓ સાથે ઘરોબો ધરાવતાં અને એસોસિએશન પર પકકડ ધરાવતાં કેટલાક સિનિયર અધ્યાપકો દ્વારા જ આ પ્રકારનું ઉઘરાણું શરૃ કરાયું છે. આ રકમ આપવા તમામ પ્રોફેસરો તૈયાર થઇ ગયા છે. કારણ કે ૫૦ હજાર રૃપિયા આપવાથી અને પ્રમોશનની તારીખથી જ ૩૭૫૦૦થી ૬૭૦૦૦નો ગ્રેડ આપવામાં આવે તો દરેક પ્રોફેસરના પગારમાં સીધો ૫૦ હજાર રૃપિયા સુધીનો ફાયદો થાય તેમ છે. એઆઇસીટીઈના નિયમ પ્રમાણે જે પ્રોફેસરો પી.એચડી થયા હોય તેમને જ આ ગ્રેડ આપવાનો હોય છે. પરંતુ ટેકનિકલ શિક્ષણ વિભાગ દ્વારા માત્ર એમ.ઈ.થયેલા પ્રોફેસરોને પણ આ ગ્રેડ આપી દેવામાં આવ્યો છે. ટેકનિકલ વિભાગ સાથે સંકળાયેલા સૂત્રો કહે છે પ્રમોશનના નિયમ પ્રમાણે આઠ વર્ષ બાદ આસિસ્ટન્ટ રોફેસરને એસોસિએટ પ્રોફેસર તરીકે બઢતી મળતી હોય છે. જો કે,આ નિયમમાં પણ મુક્તિ મેળવી લેવામાં આવી છે. હાલ અનેક આસિ.પ્રોફેસરોને આઠ વર્ષ થતાં નથી આમછતાં મુક્તિના નિયમના આધારે પ્રમોશન આપવાની પ્રક્રિયા શરૃ કરી દેવામાં આવી છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સેન્સેક્ષ ૨૬૪ તૂટયોઃ મેટલ, પાવર- કેપિટલ ગુડઝ, બેંકિંગ શેરોમાં ગાબડાં
કર્ણાટકમાં પોલાદ ઉદ્યોગ બંધ થવાને આરે
ઊંચા વ્યાજદર હોવા છતાં બેંક ડિપોઝીટ એકત્રીકરણમાં ગાબડું
સેબી દ્વારા પાંચ શહેરમાં ઓફિસ ખોલવામાં આવશે
એનબીએફસીને બેડ લોન્સ માટે મજબૂત રિકવરી સિસ્ટમ પૂરી પાડવા અનુરોધ
રાજકોટમાં ચારિત્ર્યની શંકા પરથી પતિના હાથે પત્નીની હત્યા
ડ્રાયવરને હાર્ટએટેક આવતા દોડતી બસ ખાડામાં ગબડી
ભારતે ભાવતાં ભોજન પીરસ્યા પછી હળવો ધોંકો માર્યો ઃ ધી ડોન

નાઇજિરિયામાં વિસ્ફોટ બાદ ચર્ચની ઇમારત ધસી પડતા ૨૨નાં મોત

કામોત્તેજના માટે વાયગ્રાના વિકલ્પ તરીકે શોધાયેલુ નવું કડલ ડ્રગ
ચીને ૬૫૦ મે.વો.ના પરમાણુ વીજળી રિએક્ટરને ચાલુ કર્યું
ઇરાનના અખાતમાં અમેરિકાએ વધુ એક વિમાનવાહક જહાજ ગોઠવ્યું
ઓડના સામુહિક હત્યાકાંડ કેસમાં ૨૮ દોષિત
હિજરત કરી ગયેલા ૪૬ માણસોની કફોડી સ્થિતિ

મનપાની જાદુઈ તિજોરીમાં ૧૨ હાથનું ચિભડું ને ૧૩ હાથનું બીજ

 
 

Gujarat Samachar Plus

આ બેહાલ રસ્તા ફૂવારે ફૂવારે
બાંઘી મુઠ્ઠી લાખની
યંગ આઈકોનને આવકાર
 

Gujarat Samachar Plus

મોબાઈલ તો અમારું બીજું સંતાન છે
ફેસબુક પર મળ્યા... ચાની કીટલીએ હળ્યા...
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved