Last Update : 10-April-2012, Tuesday
 

એક રૃપિયાના ખર્ચની જગાએ પચાસનો ખર્ચ
RTO લર્નિંગ લાઇસન્સ સ્માર્ટ કાર્ડમાં આપશે ઃ સરકારી પૈસાનો ધૂમાડો

માત્ર છ મહિના માટે જ ઉપયોગી બે લાખ કાર્ડ છપાઇને તૈયાર ઃ લર્નિંગ લાઇસન્સમાં બ્લડગુ્રપની પણ નોંધ હશે

અમદાવાદ
દેશભરમાં ગુજરાતમાં અને તેમાં પણ અમદાવાદ આરટીઓમાં સૌપ્રથમવાર કલર આઇકાર્ડ સ્વરુપના લર્નિંગ લાઇસન્સ આપવાનું આયોજન કરાયું છે. જેમાં વસ્ત્રાલ આરટીઓમાં આ નવા લેટેસ્ટ લર્નિંગ લાઇસન્સ ઇશ્યુ કરવાની પ્રથાનો અમલ કર્યા બાદ આ સપ્તાહથી અમદાવાદ આરટીઓ ખાતે પણ કલર આઇકાર્ડ પ્રકારના લેટેસ્ટ લર્નિંગ લાઇસન્સ ઇશ્યુ કરવામાં આવશે. કલર આઇકાર્ડ લર્નિંગ લાઇસન્સની ખાસ વિશેષતા એ છે કે, તે સ્માર્ટકાર્ડ સાઇઝના, આકર્ષક, સગવડભર્યા હોવાની સાથે સાથે તેમાં અરજદારના બ્લડગુ્રપની નોંધ હશે. બીજીબાજુ, અમદાવાદ આરટીઓમાં ઓનલાઇન એપોઇન્ટમેન્ટ સીસ્ટમ મારફતે લર્નિંગ લાઇસન્સની જે નવી સીસ્ટમ લાગુ કરવામાં આવી છે તેમાં તા.૩૧મી માર્ચ સુધી એક મહિનામાં જ પંદર હજાર જેટલા લર્નિંગ લાઇસન્સ ઇશ્યુ કરાયા છે. એક રીતે જોવા જઇએ તો એક બે રૃપિયામાં હાલ તૈયાર થતાં લર્નિંગ લાઇસન્સ પાછળ હવે કલર-સ્માર્ટ કાર્ડના રૃપે ૫૦ ખર્ચાશે.
અમદાવાદ આરટીઓમાં ચાલુ સપ્તાહથી ઇશ્યુ થનાર લેટેસ્ટ કલર આઇકાર્ડ પ્રકારના બે લાખ જેટલા લર્નિંગ લાઇસન્સ તો છપાઇને પણ આવી ગયા છે. જેથી હવે લર્નિંગ લાઇસન્સની જૂનીપુરાણી એ-૪ સાઇઝની બ્લેડ એન્ડ વ્હાઇટ કાગળવાળી સીસ્ટમને કાયમી ધોરણે વિદાય અપાશે અને તેના સ્થાને ચાલુ સપ્તાહથી ઉમેદવારોને કલર આઇકાર્ડ સ્વરુપના કાચા ડ્રાઇવીંગ લાઇસન્સ ઇશ્યુ કરવામાં આવશે. આ અંગે અમદાવાદ આરટીઓ જે.એમ.ભટ્ટે જણાવ્યું હતું કે, જૂના એ-૪ સાઇઝના બ્લેક એન્ડ વ્હાઇટ લર્નિંગ લાઇસન્સ ઉમેદવારોને સાથે રાખવામાં ભારે અગવડ પડતી હતી અને તેની એક-એક અલગ અલગ પ્રિન્ટ કાઢવી પડતી હતી પરંતુ હવે કલર આઇકાર્ડ લર્નિંગ લાઇસન્સ સ્માર્ડ કાર્ડ સ્વરુપના હોઇ ઉમેદવારોને તે ખિસ્સામાં કે પાકીટમાં રાખવા ઘણા સરળ બનશે. વળી, તેમાં ફોટોગ્રાફ્સની કલીયારીટી હશે. આ સિવાય ઉમેદવારના બ્લડગુ્રપની નોંધનો પણ તેમાં ઉલ્લેખ હશે જે ઘણી મહત્વની બાબત છે.
બીજું કે, આ કલર આઇકાર્ડ લર્નિંગ લાઇસન્સ એકસાથે ચાર પ્રિન્ટ નીકળી શકે તેવી સુવિધા ઉપલબ્ધ બનાવાઇ છે, જેના કારણે ડિપાર્ટમેન્ટની લર્નિંગ લાઇસન્સ ઇશ્યુ કરવાની ક્ષમતા ચાર ગણી વધવા પામશે. તેમણે ઉમેર્યું હતું કે, વસ્ત્રાલ આરટીઓમાં રોજના ૧૫૦થી ૨૦૦ અને અમદાવાદ આરટીઓમાં રોજના ૫૦૦થી ૫૫૦ લર્નિંગ લાઇસન્સ ઇશ્યુ થાય છે. ઉમેદવાર નિયત પુરાવાઓ સાથે રુ.૩૮૫ ચૂકવવાના હોય છે. જેમાં તેની લર્નિંગ લાઇસન્સની ફી, કોમ્પ્યુટર ટેસ્ટની ફી, પાકા લાઇસન્સની ફી અને પાકા લાઇસન્સના ટેસ્ટની ફી વગેરે સામેલ હોય છે. કાચુ લાઇસન્સ મેળવ્યા બાદ ઉમેદવારે ઓછામાં ઓછા એક મહિનામાં અને મહત્તમ છ મહિનામાં પાકુ લાઇસન્સ કઢાવી લેવાનું હોય છે. પાકા લાઇસન્સ વખતે આરટીઓ તરફથી ઉમેદવાર પાસેથી કોઇ જ પુરાવા કે ફી મંગાતા નથી. તેને માત્ર આરટીઓ તરફથી ઇશ્યુ કરાયેલું લર્નિંગ લાઇસન્સ લઇને આવવાનું હોય છે અને તે જમા કર્યેથી તેને જરુરી ટેસ્ટ બાદ પાકુ લાઇસન્સ ઇશ્યુ કરાય છે.
માર્ચ મહિનાથી અમદાવાદ શહેરના ઉમેદવારો માટે કાચા ડ્રાઇવીંગ લાઇસન્સ માટે ઓનલાઇન એપોઇન્ટમેન્ટની જે સીસ્ટમ અમલી બનાવાઇ છે તે ઘણી સફળ રહી હોવાનું જણાવતાં આરટીઓ જે.એમ.ભટ્ટે કહ્યું કે, અમદાવાદમાંથી હજારો યંગસ્ટર્સે ઓનલાઇન સીસ્ટમનો સૌથી વધુ ફાયદો ઉઠાવ્યો છે. માત્ર માર્ચ મહિનામાં જ અમદાવાદ આરટીઓ દ્વારા પંદર હજાર લર્નિંગ લાઇસન્સ ઇશ્યુ કરવામાં આવ્યા છે.
ઉનાળાના વેકેશન દરમ્યાન હવે અમદાવાદ જિલ્લાના નાગરિકોને ઓનલાઇન સીસ્ટમ હેઠળ આવરી લેવાનું અમારું આયોજન છે, જેથી તેઓ પણ એપોઇન્ટમેન્ટ લઇને જ આરટીઓમાં આવે અને અડધા કલાકમાં લાઇસન્સ લઇને જાય.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સેન્સેક્ષ ૨૬૪ તૂટયોઃ મેટલ, પાવર- કેપિટલ ગુડઝ, બેંકિંગ શેરોમાં ગાબડાં
કર્ણાટકમાં પોલાદ ઉદ્યોગ બંધ થવાને આરે
ઊંચા વ્યાજદર હોવા છતાં બેંક ડિપોઝીટ એકત્રીકરણમાં ગાબડું
સેબી દ્વારા પાંચ શહેરમાં ઓફિસ ખોલવામાં આવશે
એનબીએફસીને બેડ લોન્સ માટે મજબૂત રિકવરી સિસ્ટમ પૂરી પાડવા અનુરોધ
રાજકોટમાં ચારિત્ર્યની શંકા પરથી પતિના હાથે પત્નીની હત્યા
ડ્રાયવરને હાર્ટએટેક આવતા દોડતી બસ ખાડામાં ગબડી
ભારતે ભાવતાં ભોજન પીરસ્યા પછી હળવો ધોંકો માર્યો ઃ ધી ડોન

નાઇજિરિયામાં વિસ્ફોટ બાદ ચર્ચની ઇમારત ધસી પડતા ૨૨નાં મોત

કામોત્તેજના માટે વાયગ્રાના વિકલ્પ તરીકે શોધાયેલુ નવું કડલ ડ્રગ
ચીને ૬૫૦ મે.વો.ના પરમાણુ વીજળી રિએક્ટરને ચાલુ કર્યું
ઇરાનના અખાતમાં અમેરિકાએ વધુ એક વિમાનવાહક જહાજ ગોઠવ્યું
ઓડના સામુહિક હત્યાકાંડ કેસમાં ૨૮ દોષિત
હિજરત કરી ગયેલા ૪૬ માણસોની કફોડી સ્થિતિ

મનપાની જાદુઈ તિજોરીમાં ૧૨ હાથનું ચિભડું ને ૧૩ હાથનું બીજ

 
 

Gujarat Samachar Plus

આ બેહાલ રસ્તા ફૂવારે ફૂવારે
બાંઘી મુઠ્ઠી લાખની
યંગ આઈકોનને આવકાર
 

Gujarat Samachar Plus

મોબાઈલ તો અમારું બીજું સંતાન છે
ફેસબુક પર મળ્યા... ચાની કીટલીએ હળ્યા...
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved