Last Update : 10-April-2012, Tuesday
 

છ બ્રિજની પાળી ઉપર જાળી નાંખવાની યોજના 'અધ્ધરતાલ'
સ્યુસાઇડ માટે સાબરમતી હોટ ફેવરિટ ઃ ૩ વર્ષમાં ૨૫૦ આપઘાત

'અમદાવાદની ઓળખ' સાબરમતી નદીમાંથી વધુ બે લાશ મળી નદીમાં આપઘાતના મહત્તમ બનાવો એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં

અમદાવાદ
મેગાસિટી અમદાવાદમાં દર બે દિવસે સરેરાશ ત્રણ વ્યક્તિ આત્મહત્યા કરે છે. વર્ષે ૪૫૦થી ૫૦૦ લોકો કોઈને કોઈ કારણસર પોતાની જીંદગી ટૂંકાવે છે. જીવન ટૂંકાવવા માટે વિવિધ રસ્તા અખત્યાર કરતી હતાશ માનવજીંદગીઓમાં સાબરમતી નદી જાણે 'સ્યૂસાઈડ પોઈન્ટ' બની રહી છે. વિતેલા ત્રણ જ વર્ષમાં સાબરમતી નદીમાં પડીને આત્મહત્યાના ૨૫૦થી વધુ બનાવો બની ચૂક્યા છે. જેમાંથી સૌથી વધુ ૧૮૫ બનાવોની તપાસ એલીસબ્રિજ પોલીસ સ્ટેશનના ફાળે આવી છે. સાબરમતી નદીમાંથી વધુ બે પુરૃષોના મૃતદેહ મળ્યાં છે. સાબરમતી નદીમાં પાણી હોય ત્યારે આત્મહત્યાના બનાવો વધતા હોવાથી બે વર્ષ પહેલા પાંચ બ્રિજની પાળીમાં જાળી નાંખવાની યોજના ઘડવામાં આવી હતી પણ અધ્ધરતાલ રહી ગઈ છે. તંત્રવાહકોની બેદરકારીથી આપઘાતના બનાવો વધ્યાં છે.
સાંઈઠ લાખની વસતિ ધરાવતા 'મેગાસિટી' અમદાવાદમાં ભીડ વચ્ચે એકલતા કે સમસ્યાથી પિડાતો માનવી નબળી ઘડીએ આત્મહત્યા કરી લે છે. અમદાવાદમાં દર વર્ષે ૪૫૦થી ૫૦૦ લોકો જીંદગી ટૂંકાવે છે. વર્ષ ૨૦૧૧માં ૧૮૬ મહિલાઓ અને ૨૮૪ પુરૃષોએ આત્મહત્યા કરી હતી. તેમાં ૨૦થી ૪૦ વર્ષના વ્યક્તિઓની સંખ્યા મહત્તમ હતી. છેલ્લા છ મહીનાથી સાબરમતી નદીમાં પડીને આપઘાત કરવાના બનાવોમાં ફરી ઉછાળો આવ્યો છે. નદીમાં પાણીનો પ્રવાહ હોય ત્યારે છ મુખ્ય બ્રિજ સુભાષબ્રિજ, ગાંધી બ્રિજ, નહેરૃ બ્રિજ, એલીસબ્રિજ, સરદાર બ્રિજ અને આંબેડકર બ્રિજ ઉપરથી પડતું મુકી આત્મહત્યા કરનારાંઓની સંખ્યા વધે છે. પાણીનો પ્રવાહ હોવાથી જો કોઈ તરવૈયાની સમયસર મદદ ન મળે તો મૃતદેહ શોધવામાં જ ફાયરબ્રિગેડને સમય લાગે છે. પાણીના પ્રવાહના કારણે મૃતદેહ આંબેડકર બ્રિજ કે વાસણા બેરેજ સુધી પહોંચે ત્યારે સપાટી ઉપર આવવાના કિસ્સા વધી રહ્યાં છે.
એલીસબ્રિજના પી.આઈ. બી.કે. પુરોહીત કહે છે કે- 'નદીમાં પડીને આત્મહત્યા કરવાના કિસ્સાની સૌથી વધુ તપાસ એલીસબ્રિજ પોલીસ પાસે આવે છે. વર્ષ ૨૦૦૯માં ૫૯, ૨૦૧૦માં ૬૦, ૨૦૧૧માં ૫૧ અને ૨૦૧૨ના પ્રથમ ત્રણ મહીનામાં ૧૪ લોકો નદીમાં પડી જીંદગી ટૂંકાવી ચૂકયા છે. સવા ત્રણ વર્ષમાં જ સાબરમતી નદીમાં પડી આત્મહત્યા કરનાર ૧૮૪ વ્યક્તિઓના આકસ્મિક મૃત્યુના કિસ્સાઓની તપાસ એલીસબ્રિજ પોલીસે કરી છે. એલીસબ્રિજ પોલીસની હદમાં એલીસબ્રિજ, સરદારબ્રિજ અને આંબેડકરબ્રિજ હોવાથી આપઘાતના કિસ્સાનું પ્રમાણ સવિશેષ રહે છે. આ સ્થિતિ વચ્ચે શનિવાર, તા. ૭ના રોજ વધુ બે પુરૃષોના મૃતદેહ મળી આવ્યાં છે. જેમાંથી એક યુવકની ઓળખ થઈ નથી.' પોલીસ સૂત્રો કહે છે કે, એલીસબ્રિજ ઉપરાંત વેજલપુર, નવરંગપુરા, નારણપુરા અને રાણીપ પોલીસ સ્ટેશનના તાબામાં આવતા નદી વિસ્તારમાંથી મળેલા મૃતદેહોની સંખ્યા ગણતાં ત્રણ વર્ષમાં ૨૫૦થી વધુ વ્યક્તિઓ નદીમાં પડતું મુકી જીંદગી ટૂંકાવી ચૂકી છે.
ઉચ્ચ પોલીસ અધિકારી સૂત્રો કહે છે કે- સાબરમતીમાં આપઘાતના બનાવો વધ્યા ત્યારે અમદાવાદના છ મુખ્ય બ્રિજોની પાળીમાં જાળી નાંખવાની યોજના અમલી બનાવવા મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર સાથે તત્કાલિન અધિકારીઓએ ચર્ચા વિચારણા કરી હતી. અમદાવાદ આસપાસથી પસાર થતી નર્મદા કેનાલમાં બ્રિજ ઉપરથી પડતું મુકી આપઘાતના બનાવો અટકાવવા જાળીઓ નાંખવાનો પ્રયોગ સફળ રહ્યો છે. પરંતુ, પોલીસ કે મ્યુનિ. તંત્ર માનવજીંદગીઓ બચાવવા સક્રિય ન બનતાં 'અમદાવાદની ઓળખ' એવી સાબરમતી નદી 'સ્યુસાઈડ પોઈન્ટ' બની ગઈ હોય તેવી ચર્ચા જાગી છે.

ઘાટલોડિયાના રાજીવ દવેએ નદીમાં પડી આપઘાત કર્યો
* ઘાટલોડીયાના સાયોના સિટી વિભાગ-૨માં રહેતા રાજીવ ગજેન્દ્રભાઈ દવે (ઉ.વ. ૩૦)એ સાબરમતી નદીમાં પડી આત્મહત્યા કરી છે. તપાસનિશ, આણંદભા ગઢવીએ કહ્યું કે- પત્ની અને પુત્ર સાથે ભાડાના મકાનમાં રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતા રાજીવભાઈ આર્થિક સંકડામણ ઉપરાંત પોતાનું મકાન નહીં હોવાની લાગણીથી પિડાતા હોવાની વિગતો પ્રાથમિક તપાસમાં ખૂલી છે. શનિવારે જ રાજીવભાઈ ઉપરાંત ૩૫ વર્ષના બીજા અજાણ્યા પુરૃષનો મૃતદેહ પણ આંબેડકર બ્રિજ નીચેથી મળ્યો છે. કોફી ઝબ્બો અને સફેદ લેંઘો પહેરેલા યુવક અંગે જાણકારી હોય તો પોલીસનો સંપર્ક સાધવા અપીલ કરાઈ છે.

આત્મહત્યા પાછળ આર્થિક કે સામાજિક કારણ વધુ
* જીંદગીથી કંટાળી આત્મહત્યા કે આપઘાતના વિચાર કરનારી વ્યક્તિઓ મહત્તમ આર્થિક કે સામાજીક કારણથી પરેશાન હોય છે. એક સર્વે મુજબ, ૩૫ ટકા લોકો સામાજીક અને ૩૨ ટકા આર્થિક કારણોસર જીંદગી ટૂંકાવવા પ્રેરાય છે. ૧૩ ટકા લોકો બિમારીના કારણે અને ૧૪ ટકા વ્યક્તિ અભ્યાસ કે અન્ય કારણોસર અંતિમ પગલું ભરવાની નિરાશા અનુભવે છે. જો કે, નાની સમસ્યા કે વાતમાં દુઃખ પમાડતા કે આંતરમુખી સ્વભાવથી પરેશાન થતી વ્યક્તિની સમસ્યા વર્તણૂંકથી ઓળખી જઈ સ્વજનો અંતિમ પગલું ભરતાં અટકાવી શકે છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સેન્સેક્ષ ૨૬૪ તૂટયોઃ મેટલ, પાવર- કેપિટલ ગુડઝ, બેંકિંગ શેરોમાં ગાબડાં
કર્ણાટકમાં પોલાદ ઉદ્યોગ બંધ થવાને આરે
ઊંચા વ્યાજદર હોવા છતાં બેંક ડિપોઝીટ એકત્રીકરણમાં ગાબડું
સેબી દ્વારા પાંચ શહેરમાં ઓફિસ ખોલવામાં આવશે
એનબીએફસીને બેડ લોન્સ માટે મજબૂત રિકવરી સિસ્ટમ પૂરી પાડવા અનુરોધ
રાજકોટમાં ચારિત્ર્યની શંકા પરથી પતિના હાથે પત્નીની હત્યા
ડ્રાયવરને હાર્ટએટેક આવતા દોડતી બસ ખાડામાં ગબડી
ભારતે ભાવતાં ભોજન પીરસ્યા પછી હળવો ધોંકો માર્યો ઃ ધી ડોન

નાઇજિરિયામાં વિસ્ફોટ બાદ ચર્ચની ઇમારત ધસી પડતા ૨૨નાં મોત

કામોત્તેજના માટે વાયગ્રાના વિકલ્પ તરીકે શોધાયેલુ નવું કડલ ડ્રગ
ચીને ૬૫૦ મે.વો.ના પરમાણુ વીજળી રિએક્ટરને ચાલુ કર્યું
ઇરાનના અખાતમાં અમેરિકાએ વધુ એક વિમાનવાહક જહાજ ગોઠવ્યું
ઓડના સામુહિક હત્યાકાંડ કેસમાં ૨૮ દોષિત
હિજરત કરી ગયેલા ૪૬ માણસોની કફોડી સ્થિતિ

મનપાની જાદુઈ તિજોરીમાં ૧૨ હાથનું ચિભડું ને ૧૩ હાથનું બીજ

 
 

Gujarat Samachar Plus

આ બેહાલ રસ્તા ફૂવારે ફૂવારે
બાંઘી મુઠ્ઠી લાખની
યંગ આઈકોનને આવકાર
 

Gujarat Samachar Plus

મોબાઈલ તો અમારું બીજું સંતાન છે
ફેસબુક પર મળ્યા... ચાની કીટલીએ હળ્યા...
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved