Last Update : 10-April-2012, Tuesday
 

ગોધરા હત્યાકાંડ પછી ફાટી નીકળેલાં કોમી રમખાણોને પગલે
ઓડના સામુહિક હત્યાકાંડ કેસમાં ૨૮ દોષિત

૨૭ વ્યક્તિને જીવતી સળગાવી દેવાના કેસમાં ૪૭ પૈકી ૨૩ને કોર્ટે દોષિત ઠેરવ્યા અન્ય કેસમાં ૧૬ પૈકી ૧૪ને નિર્દોષ જાહેર કરાયા ઃ ૧૨મીએ સજા સંભળાવાશે

આણંદ,તા.૯
ગોધરા હત્યાકાંડ બાદ સમગ્ર ગુજરાત રાજ્યમાં કોમી તોફાનો ફાટી નીકળ્યા હતા. જેના પગલે આણંદ જિલ્લાના ઓડ ગામમાં પણ કોમી રમખાણો ફાટી નીકળ્યા હતા. ૧લી તથા ૨જી માર્ચ, ૨૦૦૨ના રોજ ઓડ ગામની પીરાવાળી ભાગોળ, સુરીવાળી ભાગોળ અને મલાવ ભાગોળ વિસ્તારમાં કુલ ૨૭ વ્યક્તિઓને જીવતા સળગાવી મુકી જધન્ય હત્યાકાંડ સર્જવામાં આવ્યો હતો. જે બાબતે કુલ ત્રણ સેશન્સ કેસ થયા હતા. જેમાં ૧લી માર્ચના રોજ ઓડ ઝાંપલીવાળા બિલ્ડીંગમાં ૨૩ વ્યક્તિઓની હત્યા કરવામાં આવી હતી. જ્યારે ૨જી માર્ચના રોજ ગુલામરસુલ સૈયદને જીવતા વાહનોના ઢગલામાં ફેંકી સળગાવી દેવામાં આવ્યો હતો. આમ કુલ ૨૪ લોકોની હત્યાના બે જુદા-જુદા કેસોની સુનાવણી આજરોજ આણંદના એડીશ્નલ સેશન્સ જજ શ્રીમતિ પુનમસીંગની કોર્ટમાં યોજાઈ હતી. જેમાં કુલ ૪૭ આરોપીઓમાંથી ૨૩ આરોપીઓને દોષિત ઠેરવવામાં આવ્યા છે. જ્યારે ૨૩ આરોપીઓને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કર્યો છે. જ્યારે એક આરોપીનું કસ્ટોડીયલ નિધન થયું છે. જ્યારે બીજા કેસમાં કુલ ૧૬ આરોપી પૈકી ૧૪ આરોપીને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કર્યો છે. જ્યારે એક આરોપીનું કસ્ટડીમાં નિધન અને એક આરોપી સામે ખોટો કેસ થયો હોવાથી તેને છોડી મુકવામાં આવ્યો હતો. નિર્દોષ છુટેલા ૧૪ આરોપી પૈકી ૭ આરોપીનો મુખ્ય કેસમાં સમાવેશ થાય છે. આજરોજ જાહેર થયેલ ઓડ હત્યાકાંડના ઐતિહાસિક ચુકાદામાં દોષિત ઠરેલ તમામ આરોપીઓને આગામી તા.૧૨મી એપ્રિલ, ૨૦૧૨ના રોજ સજા સંભળાવવામાં આવશે. ઓડ હત્યાકાંડમાં ૨૩ આરોપીઓને દોષિત જાહેર કરતાં ઓડ ગામમાં સન્નાટો વ્યાપી જવા પામ્યો છે. જ્યારે દોષિત આરોપીઓના પરિવારજનોમાં કલ્પાંત મચી જવા પામ્યું હતું. ત્યારે હવે કસુરવાર આરોપીઓને નામદાર કોર્ટ ફાંસીની સજા કે આજીવન કારાવાસની સજા ફરમાવે છે તેની પર સૌની નજર મંડાઈ છે.
આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકામાં આવેલ ઓડ ગામમાં થયેલા નરસંહારની હકીકત એવી છે કે તારીખ ૨૭-૨-૨૦૦૨ના રોજ ગોધરા રેલ્વે સ્ટેશન ઉપર સાબરમતી એક્સપ્રેસમાં કારસેવકોને જીવતા સળગાવી દેવાના બનાવ બાદ ૨૮મી ફેબુ્રઆરી તથા ૧લી માર્ચના રોજ વિવિધ સંગઠનો દ્વારા ભારત બંધ તથા ગુજરાત બંધના એલાન દરમ્યાન ગુજરાત રાજ્યના વિવિધ સ્થળોએ કોમી રમખાણો ફાટી નીકળ્યા હતા. જે પૈકી અમદાવાદની ગુલમહોર સોસાયટી, નરોડા પાટીયા, નરોડા ગામ, સરદારપુરા તથા આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકામાં આવેલ ઓડ ગામે પણ સૌથી ભયાનક અને ખૂબ જ ગંભીર પ્રકારના બનાવ બન્યા હતા. જેમાં ૨૭ જેટલા નિર્દોષ વ્યક્તિઓએ પોતાની જાન ગુમાવી હતી. ગત તા.૧લી માર્ચ, ૨૦૦૨ના રોજ આણંદ જિલ્લાના ઓડ ગામે બંધનું એલાન હતું. બપોરના આશરે બારેક વાગ્યાના સુમારે ઓડ ગામના હિન્દુ માણસોના ટોળાએ ગામમાં સૌથી વધુ મુસ્લીમ વસ્તી ધરાવતા સુરીવાળી ભાગોળ વિસ્તારમાં મારક હથિયારો તથા જ્વલનશીલ પદાર્થો દ્વારા હીચકારો હુમલો કર્યો હતો અને આ ગુનાના ફરિયાદી રફીકમહંમદ ખલીફાના ઘરને તોફાની ટોળાએ બહારથી બંધ કરી મકાનને આગ ચાંપી દીધી હતી. આ હુમલા દરમ્યાન પોલીસે બચાવ કામગીરી હાથ ધરીને લાઠીચાર્જ, ટીયરગેસના સેલ છોડીને ટોળાને વિખેરવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં ટોળુ બેકાબુ બન્યું હતું. તોફાની ટોળાએ પોલીસ પર પથ્થરમારો કરતા કેટલાક પોલીસકર્મી સહિત જીઆરડીના માણસો ઘવાયા હતા. દરમ્યાન બેકાબુ બનેલા ટોળાએ મુસ્લીમોની માલ-મિલ્કતને સળગાવવાનું ચાલુ રાખતાં પોલીસે બેકાબુ બનેલા ટોળાને કાબુમાં લેવા અને વિખેરવા માટે ટીયરગેસના સેલ છોડયા હતા અને ગોળીબાર કર્યો હતો. આ ગોળીબાર દરમ્યાન ટોળામાંના એક ઓડ ગામના નિશિત દિનુભાઈ પટેલનું મોત થયું હતું. જેના પગલે ટોળું વિખરાઈ ગયું હતું. ત્યારબાદ તોફાની ટોળાએ ગામના રસ્તા ઉપર આડશો મુકી દીધી હતી. જેથી પોલીસના વાહનો સરળતાથી ગામમાં ફરી શકે નહીં. દરમ્યાન તોફાની ટોળાઓએ ઓડ ગામના વિસ્તારોમાં છુટાછવાયા રહેતા મુસ્લીમોના મકાનો ઉપર હુમલો કર્યો હતો. જેમાં પીરાવાળી ભાગોળ ઉપર આવેલા પૂર્ણિમા ચોક વિસ્તારમાં રાવજીભાઈ પટેલના ડેલામાં જવાના રસ્તા ઉપર પાંચ મુસ્લીમ કુટુંબોના ઘર આવેલા હતા. જે પાંચ મકાનો પૈકી સિકંદરમીંયા ઉસ્માનમીંયા અને સફીમીંયા મહંમદમીંયાના મકાનમાં તોફાની ટોળાએ આગ ચાંપતા આ બંને મકાનમાં રહેતા કુલ ૨૨ જેટલા વ્યક્તિઓ સામે આવેલા સબંધી મુરાદમીંયા ભુલામીંયાના મકાનમાં દોડી ગયા હતા. આમ મુરાદમીંયા ભલામીંયાના મકાનમાં કુલ ૩ કુટુંબના માણસો એકત્રિત થઈ ગયા હતા. દરમ્યાન ઝનુને ચઢેલા તોફાની ટોળાએ મુરાદમીંયા ભુલામીંયાના મકાનને પણ આગ ચાંપી દીધી હતી. દરમ્યાન મકાનમાં એકત્રિત થયેલા કુલ ૩ કુટુંબના માણસોને એવું લાગેલ કે હવે આપણે બધા પણ આ મકાનમાં જીવતા સળગી મરીશું. જેથી આ તમામ લોકોએ સદર મકાનની દિવાલમાં બાકોરું પાડીને થોડે દુર આવેલા અકબરખાન ભીખનખાનના મકાનમાં સહારો લેવા દોડી ગયા હતા. અકબરખાન ભીખનખાનના આ મકાનને ઝાંપલીવાળા બિલ્ડીંગથી ઓળખવામાં આવે છે. આમ તોફાની ટોળાથી બચવા એક પછી એક ચાર કુટુંબના માણસો એકત્રિત થઈને ઝાંપલીવાળા બિલ્ડીંગમાં આવી ગયા હતા. જો કે આ સમયે દેકારા-પડકારા કરતા દોડી આવેલા તોફાની ટોળાએ ઝાંપલીવાળા બિલ્ડીંગને પણ આગ ચાંપી દીધી હતી. મકાનમાં ફસાયેલા લોકોને ગુંગણામણ થતાં જ મકાનમાં ભરાયેલા લોકો પૈકી શફીમીંયા મહંમદમીંયા, મેહમુદાબીબી મજીદમીંયા તથા તેણીના ત્રણ બાળકો દિવાલમાં પાડવામાં આવેલા બાકોરા વાટે ફરીથી મુરાદમીંયા ભુલામીંયાના મકાનમાં આવેલ બાથરૃમમાં ડરના માર્યા સંતાઈ ગયા હતા. બીજી તરફ ઝાંપલીવાળા બિલ્ડીંગનો માલિક અકબરખાન ભીખનખાન તથા તેઓના પુત્ર મહંમદખાન દાઝી ગયેલ હાલતમાં જીવ બચાવવા માટે મકાનના છાપરા ઉપરથી નીચે કુદી પડયા હતા. દરમ્યાન ઝાંપલીવાળા બિલ્ડીંગમાં બાકી રહેલા ૨૩ માણસો જીવતા સળગી ગયા હતા. જે પૈકી સિકંદરમીંયા ઉસ્માનમીંયા તથા તેની પુત્રી ગુડ્ડી (ઉં.વ.૩) જે ઝાંપલીવાળા બિલ્ડીંગના પાછળના ભાગે આવેલ લોખંડના સળીયાવાળી જાળીના ભાગે થઈ એકબીજા સાથે ચોંટેલી હાલતમાં રસ્તા પર પડેલા. આમ ઝાંપલીવાળા બિલ્ડીંગમાં મૃત્યુ પામેલા ૨૩ વ્યક્તિઓ પૈકી ફક્ત સિકંદરમીંયા અને ગુડ્ડીના ફક્ત હાડકાં અને અવશેષો પ્રાપ્ત થયેલા. બાકીના ૨૧ ઈસમો ઝાંપલીવાળા બિલ્ડીંગમાં સળગીને રાખ થઈ ગયેલા. આ જધન્ય હત્યાકાંડ સાંજના ૪ઃ૦૦ થી ૬ઃ૦૦ કલાકના સમયગાળા દરમ્યાન બન્યો હતો.
આ ઘટનામાં મકાનો, દુકાનોમાં તોડફોડ કરીને પુરાવાનો નાશ કરવાની ઘટના થઈ હતી. આ બનાવ અંગે ખંભોળજ પોલીસે તા.૧-૩-૨૦૦૨ના રોજ રાત્રે ૧૧ઃ૦૦ વાગે રફીકમહંમદ ખલીફાની ફરિયાદના આધારે ૪૭ વ્યક્તિઓ સામે ગુનો દાખલ કર્યો હતો. પોલીસે ફરિયાદી તથા અન્ય સાહેદોના નિવેદનોના આધારે વિનુભાઈ ભીખાભાઈ પટેલ સહિત ૪૭ આરોપીઓ વિરૃધ્ધ ઈપીકો કલમ ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૩૦૨, ૩૦૭, ૨૦૧, ૨૯૫, ૪૩૫, ૪૩૬, ૩૩૨, ૩૨૪, ૩૨૫, ૫૦૬(૨), ૨૯૭, ૩૦૨ સાથે ૩૪નો ગુનો નોંધ્યો હતો. આ કેસ આણંદની સ્પેશ્યલ કોર્ટમાં શ્રીમતી પી.બી.સિંગ સમક્ષ ચાલી જતાં આ કેસમાં કુલ ૧૧૭ જેટલા સાહેદો, ૧૫ પંચો, ૨ સરકારી સાહેદો, ૧૩ પોલીસ કર્મચારીઓ, ૯ ડોક્ટરો અને એફએસએલ અધિકારીઓની જુબાનીઓ નોંધવામાં આવી હતી. જ્યારે ૧૭૪ જેટલા દસ્તાવેજો ચકાસવામાં આવ્યા હતા. આ કેસમાં ૨૦૦૨ના ગુનાની તપાસ કરતા તત્કાલીન પીએસઆઈ આર.જી.પટેલ, પીઆઈ કે.આર.ભુવા, એસઆઈટીના તપાસ અધિકારી જી.એચ.પટેલની પણ જુબાની નોંધવામાં આવી હતી અને સુનાવણીના અંતે સરકારી વકીલ પી.એન.પરમારની દલીલો ગ્રાહ્ય રાખી ૨૩ આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા. જેમાં ૧૮ આરોપીઓને હત્યાના ગુનામાં કસુરવાર ઠેરવ્યા હતા. જ્યારે ૪ આરોપીઓને હત્યાના પ્રયાસના ગુનામાં કસુરવાર ઠેરવ્યા હતા. જ્યારે ૧ આરોપીને ઈપીકો રાયોટીંગના ગુનામાં તકસીરવાર ઠેરવ્યો હતો. જ્યારે આ ગુનામાં ૨૩ આરોપીઓને નિર્દોષ જાહેર કરાયા હતા.
સરકારી વકીલ પી.એન.પરમારે દોષિત જાહેર કરાયેલા આરોપીઓને ફાંસીની સજા કરવા અપીલ કરી હતી. સજા અંગે સુનાવણી પૂર્ણ થયા બાદ નામદાર કોર્ટે દોષિત આરોપીઓને સજા સંભળાવવા માટે આગામી તા.૧૨મી એપ્રિલ, ૨૦૧૨ મુકરર કરી હતી. હવે નામદાર કોર્ટ આરોપીઓને શું સજા સંભળાવશે તેના પર સૌની નજર મંડાઈ છે.

 

કસૂરવાર ઠરેલા આરોપીઓ
આણંદ,તા.૯
હત્યા (કલમ ૩૦૨) તેમજ ૩૦૭, ૪૩૫, ૪૩૬, ૪૨૦, ૪૨૭, ૧૫૩(ક), ૧૨૦(બી), ૧૪૩, ૧૪૮, ૧૪૯ના ગુનામાં કસુરવાર આરોપી (૧) વિનુભાઈ ભીખાભાઈ પટેલ (૨) વિજયભાઈ રાવજીભાઈ પટેલ (૩) દિલીપભાઈ વલ્લભભાઈ પટેલ (૪) હરીશભાઈ વલ્લભભાઈ પટેલ (૫) જયેન્દ્રભાઈ સતાભાઈ પટેલ (૬) સુરેશભાઈ ભાઈલાલભાઈ પટેલ (૭) દિલીપભાઈ વિનુભાઈ પટેલ (૮) પરેશભાઈ રણછોડભાઈ પટેલ (૯) અરવિંદ ઉર્ફે મેડી રાવજીભાઈ પટેલ (૧૦) હેમંતભાઈ સતાભાઈ ઉર્ફે ગોકળભાઈ પટેલ (૧૧) સનતકુમાર રણછોડભાઈ પટેલ (૧૨) મનુભાઈ જેઠાભાઈ પટેલ (૧૩) દિલીપભાઈ રણછોડભાઈ પટેલ (૧૪) પુનમભાઈ લાલજીભાઈ પટેલ (૧૫) ધર્મેશકુમાર નટુભાઈ પટેલ (૧૬) વિનુભાઈ શનાભાઈ પટેલ (૧૭) નટુભાઈ મંગળભાઈ પટેલ (૧૮) પ્રવિણભાઈ મંગળભાઈ પટેલ

હત્યાના પ્રયાસના ગુનામાં કસુરવાર
આણંદ,તા.૯
(૧) દેવાંગ હર્ષદભાઈ પટેલ
(૨) ગિરીશ સોમાભાઈ પટેલ
(૩) પ્રકાશ જશભાઈ પટેલ
(૪) દિલીપ શનાભાઈ પટેલ

અન્ય ગુનામાં સજા પામેલા આરોપી
આણંદ,તા.૯
(૧) અતુલભાઈ ડાહ્યાભાઈ પટેલ
(૨) પરેશભાઈ રણછોડભાઈ પટેલ
(૩) અરવિંદભાઈ રાવજીભાઈ પટેલ
(૪) સનતકુમાર રણછોડભાઈ પટેલ

એક આરોપીનું ચાલુ ટ્રાયલે મૃત્યુ થયું હતું
આણંદ,તા.૯
ઓડ ગામમાં ૧લી માર્ચ, ૨૦૦૨ના રોજ પીરાવાળી ભાગોળ ઝાંપલીવાળા મકાનમાં ૨૩ લોકોની હત્યા થઈ હતી. આ ગુનામાં સંડોવાયેલ ૪૭ ઈસમો પૈકી ૧ ભુરાભાઈ રાવજીભાઈ ચાલુ ટ્રાયલે માંદગીના કારણે મૃત્યુ પામેલ છે. જ્યારે આરોપી હીરૃભાઈ રાવજીભાઈ ચાર્જશીટ થતા પહેલા વિદેશ ભાગી ગયેલ છે. જેની સામે હાલમાં એકસ્ટ્રાડીશનની કાર્યવાહી ચાલુ છે.

 

ઓડ હત્યાકાંડમાં મૃત્યુ પામેલી વ્યક્તિઓ
મરનાર પુરુષો
(૧) યાસીનખાન ઉર્ફે ફકીર અકબરખાન પઠાણ (૨) ઈમ્તીયાઝખાન યાસીનખાન પઠાણ (સગીર) (૩) મુરાદમીંયા ભાલુમીંયા મલેક (૪) અબ્દુલસતાર હાસમમીંયા મલેક (અપંગ) (૫) સિકંદરમીંયા ઉસ્માનમીંયા મલેક
મરનાર સગીર બાળકી
(૧) અફસાનાબાનું મુરાદમીંયા (૨) અફસાનાબાનું શફીમીંયા (૩) કરીશ્માબાનું (૪) ગુડ્ડી (૫) અનીશાબાનું (૬) શમીમ ઉર્ફે સુકલી (૭) નફીસાબાનું (૮) રઝીયાબાનું (૯) શબાનાબાનું
મરનાર સ્ત્રીઓ
(૧) શકીનાબીબી અકબરખાન ભીખનખાન પઠાણ (૨) રૃકસાનાબાનું અકબરખાન ભીખનખાન પઠાણ (૩) મુમતાઝબીબી યાસીનખાન અકબરખાન પઠાણ (૪) સુગરાબીબી મુરાદમીંયા મલેક (૫) જેતુનબીબી ઉસ્માનમીંયા (૬) રસીદાબીબી સિકંદરમીંયા (૭) મદીનાબીબી મહંમદમીંયા (૮) મકસુદાબીબી શફીમીંયા (૯) સૈદનબીબી અબ્દુલસત્તાર મલેક(અપંગ)

 

૧ માર્ચ ૨૦૦૨ના રોજ ઓડમાં સર્જાયેલો ચકચારી હત્યાકાંડ
- તા.૨૭મી ફ્રેબુઆરી, ૨૦૦૨ના રોજ ગોધરા હત્યાકાંડ સર્જાયો.
- તા.૧-૩-૨૦૦૨ના રોજ ભારત તથા ગુજરાત બંધનું એલાન.
- તા.૧-૩-૨૦૦૨ના રોજ બપોરે આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકામાં આવેલ ઓડ ગામના સૌથી વધુ મુસ્લીમ વસ્તી ધરાવતા સુરીવાળી ભાગોળે હિન્દુ કોમના ટોળાએ મુસલમાનોને નુકસાન કરવાનું ચાલુ કરેલ. ફરિયાદી રફીકમહંમદ ખલીફાના ઘરને બહારથી બંધ કરી સળગાવી દેવાનો પ્રયત્ન કરતાં પોલીસે ગોળીબાર કર્યો. ટોળાને ભગાડી મુકેલ. પોલીસ ગોળીબારમાં નિશિત પટેલ નામના હિન્દુ યુવકનું મોત.
- તા.૧-૩-૨૦૦૨ના રોજ સાંજના ૪ઃ૦૦ કલાકે ઓડ ગામે ઝાંપલીવાળા બિલ્ડીંગમાં ૨૩ માણસોને સળગાવી દેવાની ઘટના બનેલ.
- ફરિયાદી રફીકમહંમદ ખલીફાએ આ ગુનાની ફરિયાદ ખંભોળજ પોલીસ સ્ટેશનમાં ગુના રજીસ્ટર નં.-૨૩/૨૦૦૨ તા.૧-૩-૨૦૦૨ના રોજ સાંજે ૪ઃ૦૦ વાગે નોંધાવેલ.
- તા.૧-૩-૨૦૦૨ના રોજ ઓડ ગામના મુસ્લીમોએ રાત્રિના સુમારે ગામ છોડી અડોશ-પડોશના ગામમાં સહારો લીધો.
- પ્રથમ ચાર્જશીટ તા.૧-૬-૨૦૦૨ના રોજ ૩૩ આરોપીઓ વિરૃધ્ધ
- બીજુ ચાર્જશીટ તા.૭-૯-૨૦૦૨ના રોજ કુલ ૧૧ આરોપીઓ વિરૃધ્ધ
- ત્રીજુ ચાર્જશીટ તા.૯-૭-૨૦૦૩ના રોજ કુલ ૭ આરોપીઓ વિરૃધ્ધ
- કુલ ૪૭ આરોપીઓ સામે આંક ૧૮થી ઈપીકો કલમ ૧૪૪, ૧૪૮, ૧૪૯, ૨૦૧, ૨૯૫, ૩૦૨, ૩૦૭, ૩૨૩, ૩૨૪, ૩૨૫, ૩૩૨, ૪૩૫, ૪૩૬, ૨૯૭, ૫૦૬(૨) તથા ૧૨૦(બી) મુજબનો ચાર્જ ફ્રેમ થયો.
- પ્રોસીક્યુશન તરફે કુલ્લે ૧૫૮ સાક્ષીઓને તપાસવામાં આવેલ.
- દસ્તાવેજી પુરાવા કુલ્લે ૧૭૪ તથા અન્ય ચાલુ કામે રજુ કરવામાં આવેલ.
- કુલ ૧૨૨ સાહેદો તેમની મિલ્કતોના નુકસાન માટે તપાસવામાં આવ્યા. અંદાજિત ૨૭૬ મિલ્કતો જેમાં મકાનો, દુકાનો, ધાર્મિક સ્થળનો સમાવેશ થાય છે. જે સળગી ગયેલા.
- સરકાર તરફથી કુલ્લે રૃા.૯૮,૦૦,૦૦૦/- સહાય ચુકવવામાં આવેલ છે.
-સીટની રચના ૨૦૦૮માં તા.૨૬-૩-૨૦૦૮ના રોજ નામદાર સુપ્રીમ કોર્ટના હુકમથી કરવામાં આવી.
- તા.૧૧-૪-૨૦૦૮ના રોજથી કેસની કાર્યવાહી/તપાસ ચાલુ કરી હતી.
- ઓડ હત્યાકાંડના બનાવમાં કુલ ૨૭૬ જેટલા મકાનો, દુકાનો અને ધાર્મિક સ્થળોને આગ લગાડવામાં આવેલ. તેમજ ઘરવખરી લૂંટી લેવામાં આવેલ.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સેન્સેક્ષ ૨૬૪ તૂટયોઃ મેટલ, પાવર- કેપિટલ ગુડઝ, બેંકિંગ શેરોમાં ગાબડાં
કર્ણાટકમાં પોલાદ ઉદ્યોગ બંધ થવાને આરે
ઊંચા વ્યાજદર હોવા છતાં બેંક ડિપોઝીટ એકત્રીકરણમાં ગાબડું
સેબી દ્વારા પાંચ શહેરમાં ઓફિસ ખોલવામાં આવશે
એનબીએફસીને બેડ લોન્સ માટે મજબૂત રિકવરી સિસ્ટમ પૂરી પાડવા અનુરોધ
રાજકોટમાં ચારિત્ર્યની શંકા પરથી પતિના હાથે પત્નીની હત્યા
ડ્રાયવરને હાર્ટએટેક આવતા દોડતી બસ ખાડામાં ગબડી
ભારતે ભાવતાં ભોજન પીરસ્યા પછી હળવો ધોંકો માર્યો ઃ ધી ડોન

નાઇજિરિયામાં વિસ્ફોટ બાદ ચર્ચની ઇમારત ધસી પડતા ૨૨નાં મોત

કામોત્તેજના માટે વાયગ્રાના વિકલ્પ તરીકે શોધાયેલુ નવું કડલ ડ્રગ
ચીને ૬૫૦ મે.વો.ના પરમાણુ વીજળી રિએક્ટરને ચાલુ કર્યું
ઇરાનના અખાતમાં અમેરિકાએ વધુ એક વિમાનવાહક જહાજ ગોઠવ્યું
ઓડના સામુહિક હત્યાકાંડ કેસમાં ૨૮ દોષિત
હિજરત કરી ગયેલા ૪૬ માણસોની કફોડી સ્થિતિ

મનપાની જાદુઈ તિજોરીમાં ૧૨ હાથનું ચિભડું ને ૧૩ હાથનું બીજ

 
 

Gujarat Samachar Plus

આ બેહાલ રસ્તા ફૂવારે ફૂવારે
બાંઘી મુઠ્ઠી લાખની
યંગ આઈકોનને આવકાર
 

Gujarat Samachar Plus

મોબાઈલ તો અમારું બીજું સંતાન છે
ફેસબુક પર મળ્યા... ચાની કીટલીએ હળ્યા...
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved