Last Update : 10-April-2012, Tuesday
 

એપ્રિલના અંત સુધીમાં કાચા માલનો પુરવઠો ખોરવાઈ જવાની દહેશત
કર્ણાટકમાં પોલાદ ઉદ્યોગ બંધ થવાને આરે

રાબેતા મુજબનો પુરવઠો પૂરો પાડવા માટે સેન્ટ્રલ એમ્પાવરમેન્ટ કમિટિને આશા

નવી દિલ્હી, સોમવાર
અત્યાર સુધી સ્ટીલના મુખ્ય મથક ગણાતાં દક્ષિણના રાજ્યોમાં બેફામ ગેરકાયદે ખાણકામને રોકવા માટે સુપ્રીમ કોર્ટે જાહેર કરેલાં સુધારાત્મક પ્લાનના સાત મહિના પછી કર્ણાટકનાં રૃા. ૪૫,૦૦૦ કરોડના પોલાદ ઉદ્યોગ ઉપર બંધ થવાનો ભય તોળાઈ રહ્યો છે. આ ઉદ્યોગને કાચા માલની સમસ્યા નડી રહી છે. એક અંદાજ પ્રમાણે એપ્રિલ મહિનાના અંત સુધીમાં કાચા લોખંડનો પુરવઠો બંધ થઈ જશે. અલબત્ત, તેના પહેલાં કોઈ ઉકેલ આવશે અને રાબેતા મુજબનો પુરવઠો ફરીથી ચાલુ થઈ જશે એવી આશા સેન્ટ્રલ એમ્પાવરમેન્ટ કમિટિને છે.
જુલાઈ મહિના સુધી સ્ટીલની મિલો તેમના કામકાજોને ચાલુ રાખી શકે એટલો પુરવઠો તેમને મળતો રહેશે એવી સામાન્ય માન્યતાથી વિપરિત વાસ્તવિકતા એમ છે કે, આ મહિનાના અંત સુધીમાં જ આયર્ન ઓરનો પુરવઠો અટકી પડશે તેમ ઉદ્યોગ વર્તુળોને લાગે છે. ઉદ્યોગ જગતની ગણતરી જો સાચી પડશે તો દેશની પોલાદ ઉત્પાદન ક્ષમતા ૨૩ ટકા ઘટી જશે. દક્ષિણના સ્ટીલ પ્લાન્ટ્સ બંધ થઈ જશે.
ઓગસ્ટ મહિનામાં સુપ્રીમ કોર્ટે કર્ણાટકમાં તમામ પ્રકારના ખાણકામ ઉપર પ્રતિબંધ લાદ્યો હતો. જો કે વચગાળાના સમયમાં સ્ટીલ ઈન્ડસ્ટ્રીને સહાય કરવાના આશયથી દરેક મહિને દસ લાખ ટન આયર્ન ઓર પૂરી પાડવા માટે એનએમડીસીને તેની બે ખાણો ચાલુ રાખવાની પરવાનગી ટોચની અદાલતે આપી હતી અને આયર્ન ઓરના હયાત સ્ટોકની દરરોજ હરાજી કરવા માટે આદેશ આપ્યો હતો.
આમ છતાં, ક્વોલિટી અને કિંમતના પ્રશ્ને માગને સંતોષી શકાય એટલો પુરવઠો થઈ શક્યો નથી. નક્કી થયા પ્રમાણેનો દસ લાખ ટનનો પુરવઠો એનએમડીસી પૂરો પાડી શકી નથી. આથી, રૃા. ૨૫,૦૦૦ કરોડનું કરજ અને રૃા. ૫૬,૦૦૦ કરોડના નવા રોકાણોનું ભાવિ અદ્ધરતાલ બન્યુ છે. તેની સાથે હજારો લોકોની રોજગારી તેમ જ સરકારની રૃા. ૭,૦૦૦ કરોડની કરવેરાની આવક પણ જોખમમાં મૂકાઈ છે.
ભારતમાં દર વર્ષે ૨૨૦ મિલિયન ટન (મિ.ટન) આયર્ન ઓરનું ઉત્પાદન થાય છે, જેમાં એક પંચમાંશ અથવા તો ૪૫ મિ.ટનનો હિસ્સો તો કર્ણાટકનો જ હોય છેે. કર્ણાટકમાં મોટાભાગનું ઉત્પાદન બેલ્લારી જિલ્લામાં થાય છે ત્યારે બાકીનું ઉત્પાદન ચિત્રદુર્ગ અને તુમકુર જિલ્લામાં થાય છે. જેએસડબ્લ્યુ સ્ટીલ, મુકુન્દ લિ, સનફ્લેગ સ્ટીલ, ટાટા મેટાલિક્સ, કલ્યાણી સ્ટીલ અને કિર્લોસ્કર ફેરસ જેવી કંપનીઓ કર્ણાટકમાં આવેલી છે. આ કંપનીઓ દર વર્ષે ૧૫ મિ.ટન સ્ટીલ પેદા કરે છે. કમનસીબી એમ છે કે આવી ડઝનેક કંપનીઓ પાસે તેમના પ્રોજેક્ટ જોડે સંકળાયેલી હોય એવી એકેય કેપ્ટિવ માઈન નથી. આથી, તેમણે તેમના કાચામાલની જરૃરિયાતને ખાણ કંપનીઓ પાસેથી સંતોષવી પડે છે.
સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત સેન્ટ્રલ એમ્પાવર્ડ કમિટિ (સીઈસી)ના આખરી અહેવાલ અનુસાર ૨૫ મિ.ટનના ઉપલબ્ધ આયર્ન ઓરના સ્ટોકમાંથી ૧૪ મિ.ટનનું વેચાણ હરાજી મારફતે ૨૬મી ફેબુ્રઆરી સુધીમાં થઈ ગયુ હતું. આ સ્ટોકમાં ૬.૫ મિ.ટન આયર્ન ઓર સબગ્રેડ અથવા તો ઉતરતી ગુણવત્તા ધરાવે છે અને તેથી તેને હરાજીમાંથી બહાર રખાઈ હોવાનું પણ રિપોર્ટમાં નોંધાવામાં આવ્યું છે. આમ, દર મહિને ૨.૫ મિ.ટનની જરૃરિયાત સામે હવે ફકત ૪.૪ મિ.ટનનો જથ્થો બચે છે.
ત્રીજી ફેબુ્રઆરીએ સુપરત કરવામાં આવેલા સીઈસીના અહેવાલમાં એવી ભલામણ કરવામાં આવી છે કે,જ્યાં કોઈ ગેરકાયદે ઉત્ખનન જણાયું નથી એવી ૪૫ ખાણોમાં ફરીથી કામકાજ ચાલુ કરવા જોઈએ. આવા કામકાજોને ચાલુ કરતાં પહેલાં પુનઃવસન અને નવીનીકરણની ભલામણ કરતો બીજો એક રિપોર્ટ સીઈસીએ ૧૩મી માર્ચે આપ્યો હતો.
સીઈસીની ભલાણમોનો અમલ કરવામાં આવે તો પણ આવી માઈન્સ-ખાણોમાં કામકાજોને ફરીથી ચાલુ કરવામાં કમસે કમ ત્રણથી ચાર મહિનાનો સમય લાગશે. સરવાળે, ઉપલબ્ધ પુરવઠો થોડા સપ્તાહ સુધી ચાલે એટલો જ રહ્યો હોવાનું સ્ટીલ કંપનીઓ કહે છે.
તેમના કહેવા પ્રમાણે આ સ્થિતિનો તાકીદે નીવેડો લાવવો જોઈએ. જો ઉકેલ નહીં આવે તો મે મહિનાથી સ્ટીલના પ્રોડક્શનમાં ભારે ઘટાડો થશે. બહુ મોટી ઉત્પાદન ક્ષમતા ધરાવતી કંપનીઓ પણ કાચા માલની તંગી અનુભવે છે અને તેમની ક્ષમતા ઘટીને હાલ ૬૫-૭૦ ટકા થઈ ગઈ છે.
પુરવઠાની ચિંતાઓને કંપનીઓએ રજૂ કરી હોવા છતાં રાબેતા મુજબનો પુરવઠો જળવાઈ રહેશે એવી અપેક્ષા સીઈસીને છે. ફેબુ્રઆરીના તેના આખરી અહેવાલ પ્રમાણે મે-જૂન ૨૦૧૩ સુધીની જરૃરિયાતોને સંતોષવા માટે આયર્ન ઓરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સેન્સેક્ષ ૨૬૪ તૂટયોઃ મેટલ, પાવર- કેપિટલ ગુડઝ, બેંકિંગ શેરોમાં ગાબડાં
કર્ણાટકમાં પોલાદ ઉદ્યોગ બંધ થવાને આરે
ઊંચા વ્યાજદર હોવા છતાં બેંક ડિપોઝીટ એકત્રીકરણમાં ગાબડું
સેબી દ્વારા પાંચ શહેરમાં ઓફિસ ખોલવામાં આવશે
એનબીએફસીને બેડ લોન્સ માટે મજબૂત રિકવરી સિસ્ટમ પૂરી પાડવા અનુરોધ
રાજકોટમાં ચારિત્ર્યની શંકા પરથી પતિના હાથે પત્નીની હત્યા
ડ્રાયવરને હાર્ટએટેક આવતા દોડતી બસ ખાડામાં ગબડી
ભારતે ભાવતાં ભોજન પીરસ્યા પછી હળવો ધોંકો માર્યો ઃ ધી ડોન

નાઇજિરિયામાં વિસ્ફોટ બાદ ચર્ચની ઇમારત ધસી પડતા ૨૨નાં મોત

કામોત્તેજના માટે વાયગ્રાના વિકલ્પ તરીકે શોધાયેલુ નવું કડલ ડ્રગ
ચીને ૬૫૦ મે.વો.ના પરમાણુ વીજળી રિએક્ટરને ચાલુ કર્યું
ઇરાનના અખાતમાં અમેરિકાએ વધુ એક વિમાનવાહક જહાજ ગોઠવ્યું
ઓડના સામુહિક હત્યાકાંડ કેસમાં ૨૮ દોષિત
હિજરત કરી ગયેલા ૪૬ માણસોની કફોડી સ્થિતિ

મનપાની જાદુઈ તિજોરીમાં ૧૨ હાથનું ચિભડું ને ૧૩ હાથનું બીજ

 
 

Gujarat Samachar Plus

આ બેહાલ રસ્તા ફૂવારે ફૂવારે
બાંઘી મુઠ્ઠી લાખની
યંગ આઈકોનને આવકાર
 

Gujarat Samachar Plus

મોબાઈલ તો અમારું બીજું સંતાન છે
ફેસબુક પર મળ્યા... ચાની કીટલીએ હળ્યા...
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved