Last Update : 10-April-2012, Tuesday
 

યુ.એસ.ના રોજગારી વૃધ્ધિના અપેક્ષાથી નબળા આંકડાઃ ક્રુડ ઓઈલ તૂટયું
મીનિ વેકેશન બાદ નબળો આરંભઃ સેન્સેક્ષ ૨૬૪ તૂટયોઃ મેટલ, પાવર- કેપિટલ ગુડઝ, બેંકિંગ શેરોમાં ગાબડાં

આઈઆઈપી, માર્ચ ફુગાવા, ઈન્ફોસીસના પરિણામ, ધિરાણ નીતિ પર નજર
(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઈ, સોમવાર
અમેરિકા- યુ.એસ.ના રોજગારી વૃધ્ધિના માર્ચ મહિનાના આંકડા અંદાજીત બે લાખની તુલનાએ નબળા ૧.૨૦ લાખ રોજગારીના જ આવતા અને યુરોઝોનમાં ઋણ કટોકટીના વાદળો ફરી ઘેરાતા આંતરરાષ્ટ્રીય આર્થિક માહોલ ફરી ડહોળાયાના તેમજ ઘરઆંગણે કોર્પોરેટ પરિણામોની ચોથા ત્રિમાસિકની સીઝન શુક્રવારે ઈન્ફોસીસ ટેકનોલોજીસના પરિણામથી શરૃ થઈ રહી હોઈ નબળી અપેક્ષા અને ગુરુવારે, ૧૨ એપ્રિલ ઔદ્યોગિક ઉત્પાદન વૃધ્ધિના (આઈઆઈપી) આંકડા અને ૧૪, એપ્રિલના માસિક ફુગાવા- મોંઘવારીના આંક અને તેમજ ૧૭, એપ્રિલના જ ઈન્ફોસીસના પરિણામ સાથે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ધિરાણ નીતિ રજૂ થનારી હોઈ ઘટનાસભર સપ્તાહનો આરંભ મુંબઈ શેરબજારોમાં સાવચેતી સાથે નબળો થયો હતો. ચાર દિવસના મીનિ વેકેશનમાં બદલાયેલા આંતરરાષ્ટ્રીય સંયોગો યુ.એસ.ના નબળા નીવડતા આજે નવા સપ્તાહની શરૃઆત નબળી થઈ સેન્સેક્ષ આગલા બંધ ૧૭૪૮૬.૦૨ સામે ૧૭૪૦૭.૬૬ ખુલી આરંભથી જ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસી સાથે મેટલ શેરો હિન્દાલ્કો, સ્ટરલાઈટ, જિન્દાલ સ્ટીલ, ટાટા સ્ટીલ સહિતમાં ફંડોએ મોટાપાયે વેચવાલ બનતા તેમજ ભેલ, એનટીપીસી, લાર્સન એન્ડ ટુબ્રોમાં નફારૃપી વેચવાલી વધતા અને ઈન્ફોસીસ, ટીસીએસ, વિપ્રોમાં શરૃઆતથી જ નરમાઈએ સેન્સેક્ષ ૧૮૦થી ૨૦૦ પોઈન્ટનો ઘટાડો બતાવતો રહ્યા બાદ યુરોપના બજારો નરમાઈએ ખુલતા અને ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવમાં ગાબડાં સાથે ઓઈલ- ગેસ શેરો અને મેટલ શેરોમાં ધોવાણ વધતાં સેન્સેક્ષમાં ઘટાડાની તીવ્રતા વધી હતી. પરંતુ હિન્દુસ્તાન યુનીલીવર, બજાજ ઓટો, ડીએલએફ, સિપ્લા, ભારતી એરટેલમાં આર્કષણ સાથે ફાર્મા શેરોમાં સુરક્ષીત રોકાણ વિકલ્પે ફંડો લેવાલ બનતા સેન્સેક્ષનો ઘટાડો એક સમયે મર્યાદિત બની ૧૮૫થી ૧૯૦ પોઈન્ટ રહી ગયો ગતો. જે ફરી મેટલ, પાવર, કેપિટલ ગુડઝ, બેંકિંગ ફ્રન્ટલાઈન શેરોમાં હેમરીંગ વધતા એક તબક્કે ૨૮૬.૩૯ પોઈન્ટ તૂટીને નીચામાં ૧૭૧૯૯.૬૩ સુધી ખાબકી જઈ અંતે ૨૬૩.૮૮ પોઈન્ટના ઘટાડે ૧૭૨૨૨.૧૪ બંધ રહ્યો હતો.
નિફટી ૫૩૦૦ની સપાટી ગુમાવી ૫૨૨૮ના તળીયેઃ નિફટી, બેંક નિફટીમાં કોણ વેચવાલ?
એનએસઈનો નિફટી સ્પોટ ઈન્ડેક્ષ આગલા બંધ ૫૩૨૨.૯૦ સામે ૫૨૮૨.૫૦ મથાળે ખુલીને ૫૨૮૭.૯૦ થઈ ગબડતો જઈ હિન્દાલ્કો, કેઈર્ન ઈન્ડિયા, આઈડીએફસી, સ્ટરલાઈટ ઈન્ડસ્ટ્રીઝ, ભેલ, સેસાગોવા, ટાટા સ્ટીલ, જેપી એસોસીયેટસ, રિલાયન્સ ઈન્ફ્રા., સ્ટેટ બેંક, લાર્સન, જિન્દાલ સ્ટીલ, બીપીસીએલ, આરકોમ, કોટક મહિન્દ્રા બેંક, રિલાયન્સ પાવર, એનટીપીસી, એસીસી, આઈસીઆઈસીઆઈ બેંક, મારૃતી સુઝુકી, એકસીસ બેંક સહિતમાં વેચવાલીએ ૬૫થી ૭૦ પોઈન્ટ તૂટી આવ્યા બાદ રેનબેક્સી લેબ. ડો. રેડ્ડીઝ લેબ., સિપ્લામાં આર્કષણ સાથે હિન્દુસ્તાન યુનીલીવર, ડીએલએફમાં આરંભથી જ મજબૂતીએ આ ઘટાડો ૫૦થી ૫૫ પોઈન્ટ મર્યાદિત બન્યો હતો. પરંતુ ફરી મેટલ, પાવર, બેંકિંગ, ઓઈલ- ગેસ શેરોમાં હેમરીંગ વધતા નિફટીએ ૫૨૫૦ની સપાટી ગુમાવી દઈ નીચામાં ૫૨૨૮ સુધી તૂટી જઈ અંતે ૮૮.૫૦ પોઈન્ટ ગબડીને ૫૨૩૪.૪૦ બંધ રહ્યો હતો. નિફટી- બેંક નિફટીમાં એક સમયનો 'વન-મેન આર્મી' નિફટીનો રાજા વેચવાલ બન્યાની ચર્ચા હતી.
નિફટી એપ્રિલ ફયુચર ૫૩૪૪થી તૂટી ૫૨૪૫ બોલાયોઃ ૫૨૦૦નો પુટ ૪૯.૮૫થી ઉછળીને ૭૪.૪૦
ડેરીવેટીવ્ઝમાં નિફટી એપ્રિલ ફયુચર નિફટીના એક સમયના રાજાની વેચવાલીની ચર્ચા વચ્ચે ૨,૫૮,૦૪૩ કોન્ટ્રેક્ટસમાં રૃ.૬૮૦૧.૭૪ કરોડના ટર્નઓવરે ૫૩૪૪.૫૫ સામે ૫૨૯૪ ખુલી ઉપરમાં ૫૩૦૧.૯૦ થઈ નીચામાં ૫૨૪૫.૦૫ સુધી ગબડી અંતે ૫૨૫૨.૨૫ હતો. નિફટી ૫૩૦૦નો કોલ ૨,૫૩,૦૩૧ કોન્ટ્રેક્ટસમાં રૃ.૬૮૦૮.૪૩ કરોડના ટર્નઓવરે ૧૨૨.૬૦ સામે ૯૬.૬૦ ખુલી ૯૭.૬૦થી નીચામાં ૬૯.૭૦ સુધી ગબડી જઈને અંતે ૭૨.૪૦ હતો. નિફટી ૫૪૦૦નો કોલ ૭૦.૮૦ સામે ૪૪.૬૫ ખુલી ઉપરમાં ૫૩.૧૦થી નીચામાં ૩૪.૯૫ સુધી ખાબકી જઈ છેલ્લે ૩૬.૫૦ હતો. જ્યારે નિફટી ૫૨૦૦નો પુટ ૨,૩૯,૩૬૬ કોન્ટ્રેક્ટસમાં રૃ.૬,૩૦૫ કરોડના ટર્નઓવરે ૪૯.૮૫ સામે ૬૧.૦૫ ખુલી ૫૭.૪૫થી ઉપરમાં ૭૮.૨૦ સુધી ઉછળી જઈ અંતે ૭૪.૪૦ હતો.
બેંક નિફટી ફયુચર ૧૦૩૬૪થી ગબડીને ૧૦૧૫૬ઃ ૫૪૦૦નો નિફટી પુટ ૧૨૬થી ઉછળી ૧૮૨
બેંક નિફટી ફયુચરમાં પણ ગત અઠવાડિયે નિફટીના રાજાએ વેચીને વેપાર કર્યાની ચર્ચા વચ્ચે બેંક નિફટી એપ્રિલ ફયુચર ૫૨૫૭૧ કોન્ટ્રેક્ટસમાં રૃ.૧૩૩૯.૮૯ કરોડના ટર્નઓવરે ૧૦૩૬૪.૨૫ સામે ૧૦૨૯૬ ખુલી ઉપરમાં ૧૦૩૪૧.૯૫થી નીચામાં ૧૦૧૪૧.૧૦ સુધી જઈ અંતે ૧૦૧૫૬ હતો. નિફટી ૫૪૦૦નો પુટ ૧૨૬.૧૦ સામે ૧૩૭ ખુલી ઉપરમાં ૧૮૭.૮૦ સુધી જઈ છેલ્લે ૧૮૨.૭૦ હતો.
યુ.એસ, યુરોપના નબળા સમાચારે લંડન મેટલ પાછળ મેટલ શેરોમાં ગાબડાં ઃ મેટલ ઈન્ડેક્ષ ૩૯૦ તૂટયો
યુ.એસ.માં અપેક્ષાથી ઓછી રોજગાર વૃધ્ધિ અને યુરોપમાં ફરી યુરો ઝોનના દેશો ઋણ કટોકટીમાં ઘેરાઈ રહ્યાના અહેવાલે ક્રુડ ઓઈલના ભાવો પણ તૂટતા લંડન મેટલ એક્ષચેન્જ (એલએમઈ)માં હેજ ફંડો નોન-ફેરસ મેટલના ભાવો ગબડ્યા હતા. જેની અસરે મેટલ શેરોમાં ફંડોની વેચવાલી વધી હતી. હિન્દાલ્કો રૃ.૬.૯૦ તૂટીને રૃ.૧૨૬.૨૦, જેએસડબલ્યુ સ્ટીલ રૃ.૩૧.૫૫ તૂટીને રૃ.૬૮૭.૧૦, સ્ટરલાઈટ ઈન્ડસ્ટ્રીઝ રૃ.૪.૮૦ ઘટીને રૃ.૧૦૫.૮૦, સેસાગોવા રૃ.૭.૮૦ તૂટીને રૃ.૧૮૬.૮૫, સેઈલ રૃ.૩.૮૦ ઘટીને રૃ.૯૪.૧૫, ભૂષણ સ્ટીલ રૃ.૧૪.૩૫ ઘટીને રૃ.૩૯૭.૫૦, જિન્દાલ સ્ટીલ રૃ.૧૮.૨૦ ઘટીને રૃ.૫૦૭.૭૦, ટાટા સ્ટીલ રૃ.૧૫.૨૫ ઘટીને રૃ.૪૫૯.૪૫, હિન્દુસ્તાન ઝિંક રૃ.૩ ઘટીને રૃ.૧૨૫.૫૦, એનએમડીસી રૃ.૩.૯૦ ઘટીને રૃ.૧૬૪, કોલ ઈન્ડિયા રૃ.૫ ઘટીને રૃ.૩૩૬.૬૦ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્ષ ૩૯૦.૧૫ પોઈન્ટ તૂટીને ૧૦૯૬૫.૧૨ રહ્યો હતો.
ભેલ સહિત કેપિટલ ગુડઝ શેરોમાં પ્રોફીટ બુકીંગઃ ક્રોમ્પ્ટન રૃ.૭, અલ્સ્ટોમ રૃ.૧૫, લાર્સન રૃ.૪૭ ગબડયા
પાવર- કેપિટલ ગુડઝ શેરોમાં પણ નફારૃપી વેચવાલીના દબાણે બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્ષ ૩૨૭.૩૯ પોઈન્ટ તૂટીને ૧૦૦૩૧.૪૪ રહ્યો હતો. ભેલ ગત સપ્તાહમાં વાર્ષિક- ત્રિમાસિક પ્રોવિઝનલ પરિણામે શેરમાં લેવાલી બાદ નફારૃપી વેચવાલીએ આજે રૃ.૧૦.૧૫ ઘટીને રૃ.૨૬૩.૪૦, ક્રોમ્પ્ટન ગ્રીવ્ઝ રૃ.૬.૮૦ ઘટીને રૃ.૧૩૮.૪૦, અલ્સ્ટોમ પ્રોજેક્ટસ રૃ.૧૫.૧૫ ઘટીને રૃ.૩૪૯.૩૦, પ્રાજ ઈન્ડસ્ટ્રીઝ રૃ.૩.૦૫ ઘટીને રૃ.૭૭.૫૦, પુંજલોઈડ રૃ.૨.૧૦ ઘટીને રૃ.૫૫.૮૫, લાર્સન રૃ.૪૭.૦૫ ઘટીને રૃ.૧૨૯૮.૩૦, એબીબી રૃ.૨૨.૨૫ ઘટીને રૃ.૮૧૮.૭૫, સિમેન્સ રૃ.૧૬.૧૦ ઘટીને રૃ.૭૭૧.૭૫, થર્મેક્સ રૃ.૯.૭૫ ઘટીને રૃ.૪૬૯.૩૫, બીઈએમએલમાં કૌભાંડ તપાસના અહેવાલે રૃ.૧૦ ઘટીને રૃ.૬૦૮.૨૫, એસકેએફ ઈન્ડિયા રૃ.૧૧.૬૫ ઘટીને રૃ.૭૦૬.૯૫, હવેલ્સ ઈન્ડિયા રૃ.૬.૦૫ ઘટીને રૃ.૫૭૫ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્ષ ૩૨૭.૩૯ પોઈન્ટ તૂટીને ૧૦૦૩૧.૪૪ રહ્યો હતો.
એડીએજી- અનિલ અંબાણી ગુ્રપ શેરોમાં નફારૃપી વેચવાલીઃ આરકોમ, પાવર, ઈન્ફ્રા. ઘટયા
એડીએજી- અનિલ અંબાણી ગુ્રપ કંપનીઓના શેરોમાં પણ નફારૃપી વેચવાલીએ રિલાયન્સ ઈન્ફ્રા. રૃ.૧૯.૦૫ ઘટીને રૃ.૫૮૧.૬૫, આરકોમ રૃ.૨.૨૫ ઘટીને રૃ.૮૨.૯૦, રિલાયન્સ કેપિટલ રૃ.૭.૪૦ ઘટીને રૃ.૩૮૭.૩૦, રિલાયન્સ પાવર રૃ.૩.૪૫ ઘટીને રૃ.૧૧૭.૮૦ રહ્યા હતા. જ્યારે રિલાયન્સ મીડિયા રૃ.૧.૪૦ વધીને રૃ.૮૩.૯૫ રહ્યો હતો.
૧૭મીએ ધિરાણ નીતિ- ફુગાવાના આંકઃ વ્યાજ દરમાં ઘટાડાની અનિશ્ચિતતાએ બેંક શેરોમાં વેચવાલી
મોંઘવારી- ફુગાવાના જોખમ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા ધિરાણ સસ્તુ બનાવવાનું ટાળી રહી છે, અને હવે માર્ચ મહિનાનો માસિક ફુગાવાનો દર શુક્રવારે ૧૭, એપ્રિલના જાહેર થનાર છે અને આજ દિવસે ધિરાણ નીતિ રજૂ થનાર હોઈ વ્યાજ દરોમાં ઘટાડાની અનિશ્ચિતતા અને ઉદ્યોગોની કફોડી બનતી જતી હાલતે બેંકોની એનપીએ વધવાના જોખમે બેંકિંગ શેરોમાં વેચવાલી વધી હતી.
બેંકેક્ષ ૨૧૬ પોઈન્ટ તૂટયોઃ સ્ટેટ બેંક રૃ.૬૩, આઈસીઆઈસીઆઈ રૃ.૨૦, કેનરા રૃ.૧૫ ગબડયા
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૃ.૬૩ ઘટીને રૃ.૨૧૦૧.૩૦, આઈસીઆઈસીઆઈ બેંક રૃ.૨૦.૪૦ ઘટીને રૃ.૮૭૦.૦૫, એચડીએફસી રૃ.૧૧.૨૦ ઘટીને રૃ.૬૬૮.૫૫, સિન્ડિકેટ બેંક રૃ.૪.૪૦ ઘટીને રૃ.૧૦૮.૧૦, કેનરા બેંક રૃ.૨૭.૧૫ ઘટીને રૃ.૨૫૨, સેન્ટ્રલ બેંક રૃ.૨.૬૫ ઘટીને રૃ.૯૮.૫૫, કેનરા બેંક રૃ.૧૫.૪૦ ઘટીને રૃ.૪૫૬.૯૫, એકસીસ બેંક રૃ.૨૩.૧૫ ઘટીને રૃ.૧૧૪૪.૧૦, આઈડીબીઆઈ બેંક રૃ.૨.૫૦ ઘટીને રૃ.૧૦૪.૧૫ રહ્યા હતા. બીએસઈ બેંકેક્ષ ઈન્ડેક્ષ ૨૧૫.૭૪ પોઈન્ટ તૂટીને ૧૧૭૦૯.૩૪ રહ્યો હતો.
રીયાલ્ટી ક્ષેત્રે મોટી મંદીના ભણકારાં! અધૂરા અનેક પ્રોજેક્ટો ફાઈનાન્સ અભાવે અટવાયા? ભાવોમાં કૃત્રિમ મજબૂતી
રીયલ એસ્ટેટ ક્ષેત્રે બિલ્ડરો, ડેવલપરોની હાલત કફોડી બનવા લાગી હોવાના અને બેંકોએ હાઉસીંગ લોનના દરોમાં ઘટાડો કર્યા છતાં પ્રોપર્ટીના ભાવો કૃત્રિમ રીતે ઊંચા પકડી રાખવામાં આવ્યા હોઈ એક તરફ તૈયાર રીયાલ્ટી પ્રોજેક્ટોમાં પ્રોપર્ટીના ખરીદદારો શોધ્યા નહીં જડતા હોવાના અને બીજી તરફ ઘણા બિલ્ડરો- ડેવલપરોના અધૂરા પ્રોજેક્ટો ફાઈનાન્સના અભાવે અટવાઈ પડયાના અહેવાલ વચ્ચે આગામી દિવસોમાં રીયાલ્ટી ક્ષેત્રે મોટી સંખ્યામાં ડીફોલ્ટરો સામે આવવાની અને બેંકો- નાણાં સંસ્થાઓની એનપીએમાં જંગી વધારો થવાની શક્યતા જાણકાર વર્ગ મૂકી રહ્યો છે. ઈન્ડિયાબુલ્સ રીયલ એસ્ટેટ રૃ.૬૬.૪૦, ડીએલએફ રૃ.૧.૩૦ વધીને રૃ.૨૦૫.૫૦, ઓબેરોય રીયાલ્ટી રૃ.૨૭૯.૫૫ રહ્યા હતા.
ગેમન ઈન્ફ્રા. રૃ.૮૭૧ કરોડના ઓર્ડરે ૨૦ ટકા ઉછળ્યોઃ એચએમટી નવરચનાના રૃ.૯૫૦ કરોડના પેકેજ ઉછળ્યો
વધનાર પ્રમુખ અન્ય શેરોમાં ગેમન ઈન્ફ્રા.ને મધ્ય પ્રદેશ રોડ ડેવલપમેન્ટ ઓથોરિટીનો સિધ્ધી- સિંગૃલી ૧૦૭.૬ કિલોમીટરના ચાર લાઈન રોડ વિકસાવવાનો રૃ.૮૭૧.૧૫ કરોડનો ઓર્ડર મળતા શેર રૃ.૨.૯૨ ઉછળીનેરૃ.૧૭.૮૪, એચએમટીમાં બોર્ડ ફોરી રીકન્સ્ટ્રકશન પીએસયુ દ્વારા માંદી કંપનીને પુનઃ રૃત્થાન માટે રૃ.૯૫૦ કરોડના પેકેજના અહેવાલે રૃ.૪.૯૦ ઉછળીને રૃ.૪૬.૭૦ રહ્યા હતા.
રબરના ઘટતા ભાવે ટાયર શેરોમાં સતત લેવાલીઃ મોદી રબર, અપોલો ટાયર, એમઆરએફ ઊંચકાયા
રબરના આંતરરાષ્ટ્રીય ભાવોમાં ઘટાડાની પોઝિટીવ અસરે ટાયર કંપનીઓનો કાચામાલનો ખર્ચ ઘટવાના અને નફાશક્તિ વધવાના અંદાજે ટાયર શેરોમાં સતત લેવાલી હતી. મોદી રબર રૃ.૩.૫૫ ઉછળીને રૃ.૩૯.૩૦, એમઆરએફ રૃ.૨૮૯.૬૫ વધીને રૃ.૧૦૯૪૬.૬૫, અપોલો ટાયર રૃ.૮૪.૨૦, સીએટ રૃ.૧.૭૫ વધીને રૃ.૧૦૨.૨૫ રહ્યા હતા.
ક્રુડ ઓઈલ બ્રેન્ડ ૧ ડોલર તૂટીને ૧૨૨.૧૩, નાયમેક્ષ ૧૦૧.૭૦ ડોલરઃ ઓઈલ અક્સ્પ્લોરેશન શેરો તૂટયા
ક્રુડ ઓઈલના આતરરાષ્ટ્રીય ભાવ યુ.એસ.માં વધતા સ્ટોક સાથે રોજગારીમાં અપેક્ષાથી ઓછી વૃધ્ધિ અને યુરોપમાં મેન્યુફેકચરીંગના નબળા આંકડા સાથે ઋણ કટોકટીના વાદળો ફરી ઘેરાતા ઝડપી તૂટયા હતા. નાયમેક્ષ ક્રુડ ઓઈલ બેરલ દીઠ ૧.૫૨ ડોલર તૂટીને ૧૦૧.૭૦, બ્રેન્ટ ૧.૦૧ ડોલર તૂટીને ૧૨૨.૧૩ રહ્યા હતા. કેઈર્ન ઈન્ડિયા રૃ.૧૭.૫૫ તૂટીને રૃ.૩૪૧, ઓએનજીસી રૃ.૪.૯૫ ઘટીને રૃ.૨૬૮.૪૫, હિન્દુસ્તાન ઓઈલ એકસ્પ્લોરેશન રૃ.૫.૪૦ ઘટીને રૃ.૧૧૯.૧૫ રહ્યા હતા. ઓઈલ માર્કેટીંગ પીએસયુ શેરોમાં પણ વેચવાલીએ એચપીસીએલ રૃ.૧૦.૬૫ ઘટીને રૃ.૨૮૬.૬૦, ઓઈલ ઈન્ડિયા રૃ.૧૨.૧૫ ઘટીને રૃ.૪૮૧.૯૦, બીપીસીએલ રૃ.૧૬.૦૫ ઘટીને રૃ.૬૮૧, ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન રૃ.૫.૫૦ ઘટીને રૃ.૨૫૬.૮૫ રહ્યા હતા.
સ્મોલ- મિડ કેપ શેરોમાં મર્યાદિત વેચવાલીઃ ૨૪૯ શેરોમાં તેજીની સર્કિટઃ ૧૧૭૯ શેરો વધ્યા
સેન્સેક્ષ- નિફટી બેઝડ તીવ્ર ઘટાડાની તુલનાએ સ્મોલ- મિડ કેપ 'બી' ગુ્રપના શેરોમાં આજે વેચવાલી મર્યાદિત હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૨૯૩૨ સ્ક્રીપમાંથી વધનારની સંખ્યા ૧૧૭૯ અને ઘટનારની ૧૬૪૦ હતી. ૨૪૯ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ સામે ૧૬૦ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ હતી.
એફઆઈઆઈની રૃ.૨૬૯ કરોડ, ડીઆઈઆઈની રૃ.૧૦૬ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી
એફઆઈઆઈ- વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ આજે- સોમવારે કેશ સેગ્મેન્ટમાં રૃ.૨૬૯.૪૩ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી કરી હતી. કુલ રૃ.૧૦૭૫.૫૦ કરોડના શેરોની ખરીદી સામે કુલ રૃ.૧૩૪૪.૯૩ કરોડના શેરોનું વેચાણ કર્યું હતું. ડીઆઈઆઈ- સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ પણ રૃ.૧૦૫.૮૨ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી કરી હતી. કુલ રૃ.૫૮૬.૬૯ કરોડના શેરોની ખરીદી સામે કુલ રૃ.૬૯૨.૫૧ કરોડના શેરોનું વેચાણ કર્યું હતું.
નિક્કી ૧૪૨, તાઈવાન ૧૦૫, સાંઘાઈ ૨૦ તૂટયાઃ ડાઉ ફયુચર ૧૧૮ પોઈન્ટ ગબડયો
એશીયાના અન્ય દેશોના બજારોમાં જાપાનનો નિક્કી ઈન્ડેક્ષ ૧૪૨.૧૯ પોઈન્ટ ગબડીને ૯૫૪૬.૨૬, તાઈવાન વેઈટેજ ૧૦૫.૩૯ પોઈન્ટ ગબડીને ૭૬૦૦.૮૭, ચીનનો સાંઘાઈ કોમ્પોઝિટ ૨૦.૭૮ પોઈન્ટ તૂટયા હતા. ડાઉ ફયુચર ૧૧૮ પોઈન્ટ ઘટયો હતો.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સેન્સેક્ષ ૨૬૪ તૂટયોઃ મેટલ, પાવર- કેપિટલ ગુડઝ, બેંકિંગ શેરોમાં ગાબડાં
કર્ણાટકમાં પોલાદ ઉદ્યોગ બંધ થવાને આરે
ઊંચા વ્યાજદર હોવા છતાં બેંક ડિપોઝીટ એકત્રીકરણમાં ગાબડું
સેબી દ્વારા પાંચ શહેરમાં ઓફિસ ખોલવામાં આવશે
એનબીએફસીને બેડ લોન્સ માટે મજબૂત રિકવરી સિસ્ટમ પૂરી પાડવા અનુરોધ
રાજકોટમાં ચારિત્ર્યની શંકા પરથી પતિના હાથે પત્નીની હત્યા
ડ્રાયવરને હાર્ટએટેક આવતા દોડતી બસ ખાડામાં ગબડી
ભારતે ભાવતાં ભોજન પીરસ્યા પછી હળવો ધોંકો માર્યો ઃ ધી ડોન

નાઇજિરિયામાં વિસ્ફોટ બાદ ચર્ચની ઇમારત ધસી પડતા ૨૨નાં મોત

કામોત્તેજના માટે વાયગ્રાના વિકલ્પ તરીકે શોધાયેલુ નવું કડલ ડ્રગ
ચીને ૬૫૦ મે.વો.ના પરમાણુ વીજળી રિએક્ટરને ચાલુ કર્યું
ઇરાનના અખાતમાં અમેરિકાએ વધુ એક વિમાનવાહક જહાજ ગોઠવ્યું
ઓડના સામુહિક હત્યાકાંડ કેસમાં ૨૮ દોષિત
હિજરત કરી ગયેલા ૪૬ માણસોની કફોડી સ્થિતિ

મનપાની જાદુઈ તિજોરીમાં ૧૨ હાથનું ચિભડું ને ૧૩ હાથનું બીજ

 
 

Gujarat Samachar Plus

આ બેહાલ રસ્તા ફૂવારે ફૂવારે
બાંઘી મુઠ્ઠી લાખની
યંગ આઈકોનને આવકાર
 

Gujarat Samachar Plus

મોબાઈલ તો અમારું બીજું સંતાન છે
ફેસબુક પર મળ્યા... ચાની કીટલીએ હળ્યા...
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved