Last Update : 10-April-2012, Tuesday
 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૧૦-૦૪-૨૦૧૨, મંગળવાર
ચૈત્ર વદ ચોથ
આજે વિછુંડો છે
વ્યતિપાત સાંજના ૭ ક. ૦૪ મિ. સુધી

 

દિવસના ચોઘડિયા ઃ રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ.
રાત્રિના ચોઘડિયા ઃ કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ.

 

અમદાવાદ સૂર્યોદય ઃ ૬ ક. ૨૬ મિ., સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૫૬ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૬ ક. ૨૪ મિ., સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૫૪ મિ.
મુંબઈ સૂર્યોદય ઃ ૬ ક. ૨૬ મિ., સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૫૩ મિ.
નવકારસી સમય ઃ (અ) ૭ ક. ૧૪ મિ., (સૂ) ૭ ક. ૧૨ મિ., (મું) ૭ ક. ૧૪ મિ.
જન્મરાશિ ઃ આજે જન્મેલ બાળકની વૃશ્વિક (ન.ય.) રાશિ આવશે.
નક્ષત્ર ઃ અનુરાધા બપોરના ૨ ક.૧૧ મિ.સુધી પછી જ્યેષ્ઠા. બપોરના ૨ ક. ૧૧ મિ. પછી જન્મેલ બાળક માટે જ્યેષ્ઠા શાંતિ પૂજા કરાવવી.
ગોચર ગ્રહ ઃ સૂર્ય - મીન, મંગળ - સંિહ (વ.), બુધ - મીન, ગુરૂ - મેષ, શુક્ર - વૃષભ, શનિ - તુલા (વ.), રાહુ - વૃશ્વિક, કેતુ - વૃષભ, હર્ષલ (યુરેનસ) - મીન, નેપચ્યુન - કુંભ, પ્લુટો - ધન, ચંદ્ર - વૃશ્વિક.
વિક્રમ સંવત ઃ ૨૦૬૮, શોભન સં. શાકે ૧૯૩૪, નંદન સંવત્સર, જૈનવીર સંવત ઃ ૨૫૩૮, ઉત્તરાયણ, વસંત ૠતુ, રા.દિ. ચૈ. ૨૧.
માસ-તિથિ-વાર ઃ ચૈત્ર વદ ચોથ ને મંગળવાર.
વ્યતિપાત સાંજના ૭ ક. ૦૪ મિ. સુધી. આજે વંિછુંડો છે. પ્લટો વક્રી.
મુસલમાની હિજરીસન ઃ ૧૪૩૩ જમાદી ઉલ અવ્વલ માસનો ૧૭ રોજ.
પારસી શહેનશાહી વર્ષ ઃ ૧૩૮૧ આવાં માસનો ૨૬ રોજ આસ્તાદ.

[Top]
 

આજ નું ભવિષ્ય

 

મેષ ઃ આજે આપે વાહન ચલાવતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ કરવો નહીં. તેમજ અન્ય સાથેની વાતચીતમાં બેઘ્યાન થઈ જવું નહીં. તબિયત સાચવવી.

 

વૃષભ ઃ સાંસારીક પ્રશ્નમાં વિવાદ ચાલતો હોય તો તેમાં વિવાદ-ઉચાટ-ઉદ્વેગ રહે. નોકરી-ધંધાના કે જાહેર સંસ્થાકીય કામમાં જાગૃતિ રાખવી.

 

મિથુન ઃ નાણાંકીય ભાગીદારીવાળા આયોજનમાં કે કોઈના જામીન બનેલા હોવ તો તેમાં સામી વ્યક્તિથી તમારી ચંિતા, પરેશાની વધે, કાનૂની પ્રશ્ને સંભાળવું.

 

કર્ક ઃ પુત્ર પૌત્રાદિકના પ્રશ્ને ચંિતા, ઉદ્વેગ રહે. વાતવાતમાં મતભેદ- મનદુઃખ થાય. ટ્રાવેલ્સના ધંધામાં, શેરોના કે સોનાચાંદીના ધંધામાં તકલીફ રહે.

 

સંિહ ઃ મકાન-જમીન-ટ્રાવેલ્સનું કામકાજ કરનારને આકસ્મિક ચંિતા-નુકસાની, ઉપાધિ, પોલીસ, ઈન્કમટેક્ષ કે અન્ય ખાતાની તકલીફથી પરેશાન થવું પડે.

 

કન્યા ઃ કામના ઉકેલથી હળવાશ રાહત અનુભવો. બહાર કે બહારગામ જવાના આયોજનમાં સાનુકૂળતા રહે. નોકરી-ધંધાનાંકામ થાય, આવક થાય.

 

તુલા ઃ આંખ, પેટ, કમરમાં દર્દપીડા, નાણાંકીય વધારાનો ખર્ચ, કૌટુંબીક પ્રશ્ન, નોકરી-ધંધાના સંબંધો, વ્યવહારનો પ્રશ્ન તમને ચંિતા-બેચેની રખાવે.

 

વૃશ્વિક ઃ પત્ની-સંતાનના આરોગ્ય કે સ્વભાવના કારણે, બહાર કે બહારગામ જવાના પ્રશ્ને તમે તકલીફ-ચંિતામાં રહો. ઉશ્કેરાટ, ગુસ્સો કરવો નહીં.

 

ધન ઃ ઈન્કમટેક્ષના, સેલ્સટેક્ષના, બેંકના, કોર્ટ કચેરીના કામમાં સમય-શ્રમ-નાણાંનો વ્યય થાય, પીછેહઠ થાય. પડવાવાગવાથી, ધક્કામુક્કીથી સંભાળવું.

 

મકર ઃ મિત્રથી ખર્ચ-ચંિતા, વાતવાતમાં વિવાદથી બેચેની અનુભવો. મકાન-જમીન-ટ્રાવેલ્સના, રંગરસાયણના, પ્રિન્ટીંગના ધંધામાં નાણાંકીય ચંિતા રહે.

 

કુંભ ઃ બી.પી.ની વધઘટ, છાતીમાં, પીઠમાં દર્દપીડાથી તમારા રોજીંદા કામમાં શિથીલતા જણાય. સગાસંબંધી-મિત્રવર્ગના કામમાં તમારું કામ વિલંબમાં પડે.

 

મીન ઃ યાત્રાપ્રવાસ-મુલાકાતના આયોજનમાં, પુત્રપૌત્રાદિકના આયોજનમાં, નોકરી-ધંધાના યાત્રાપ્રવાસમાં રૂકાવટ જણાય, વિલંબ થાય.

 

જન્મ તારીખ વર્ષ સંકેત તા. ૧૦-૦૪-૨૦૧૨, મંગળવાર

 

આપના આજથી શરૂ થતા જન્મવર્ષમાં અવારનવાર કામની સફળતા, પ્રગતિથી યશ પ્રતિષ્ઠામાં વધારો થાય પરંતુ નાણાંકીય ફાયદો-લાભ ઓછો જણાય. ભાઈભાંડુ, માતા, સાસુ, મિત્રવર્ગ માટે વર્ષ નબળું રહે. રોકડ કે સ્થાવર-જંગમના આયોજનમાં ચંિતા રહે. * મકાન-જમીન-લોખંડ કે અન્ય ધાતુનો વેપાર-ધંધો હોય તેમને વર્ષ પ્રતિકૂળતાવાળું રહે. * નોકરીમાં માનસિક પરિતાપ રહે પરંતુ નાણાંકીય જવાબદારીવાળા કામમાં, સરકારી કામમાં સંભાળવું પડે. ઉઘરાણીના નાણાં મેળવવામાં તકલીફ પડે. ઉપરી અધિકારી, સહકાર્યકરવર્ગથી માનસિક તનાવ રહે. * વર્ષનો ઉત્તરાર્ધ વ્યવહારિક, સામાજિક, ધાર્મિક કામમાં, નોકરી-ધંધામાં સાનુકૂળતાવાળો રહે. * સ્ત્રી વર્ગને વર્ષ આરોહ-અવરોહનું રહેશે. અવિવાહિતને વિવાહ-લગ્નનનો યોગ આવે પરંતુ પસંદગીમાં હા, ના થયા કરે. * વિદ્યાર્થીવર્ગને ભણવામાં મહેનત વધારે કરવી પડે.

 

સુપ્રભાતમ્

- બોલાવવો પડે તે પહેલાં આવી પહોંચે, હંમેશાં દરવાજે હાજર રહે અને કંઈ પૂછવામાં આવે ત્યારે સાચી વાત ટૂંકાણમાં કહે તેવો માણસ રાજાના સેવક તરીકે યોગ્ય છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

રાજા લોકોનું કલ્યાણ કરતો હોય તો પણ સેવકો વગર શોભતો નથી. જેમ સૂર્ય જાતે તેજસ્વી હોવા છતાં કિરણો વગર શોભતો નથી.

- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

 

- રાજા માર મારે, કઠોર વાત કહે, દંડ પણ દે, તો પણ જે સેવક રાજાનું બુરૂં ઈચ્છતો નથી તે જ રાજાઓ માટે સાચો સેવક છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

પોલિસ ઈન્સ્પેકટર છગને સિપાહી લલ્લુને બોલાવીને પૂછ્‌યું, ‘‘તું ચોરની પાછળ દોડ્યો તો ચોરને પકડી શક્યો નહીં?’’
‘‘ના, સાહેબ,’’ લલ્લુ બોલ્યો, ‘‘પણ ચોરના આંગળાની છાપ મળી ગઇ છે...’’
‘‘ચાલો, સારું કર્યું,’’ છગન ઈન્સ્પેકટરે કહ્યું, ‘‘ક્યાં છે એના આંગળના નિશાન?’’
‘‘સાહેબ, મારા ગાલ ઉપર...’’ લલ્લુ બોલ્યો.

[Top]
 

આજ ની રેસીપી

 

પાઈનેપલ આઈસ્ક્રીમ
સામગ્રીઃ ૧ લિટર દૂધ, ૪૦૦ ગ્રામ ક્રીમ, ૧/૨ બેગ જીલેટીન, ૧ ચમચી પાયનેપલ, એસેંસ, ૧૩ ચમચા સાકર, ૧ ટિન નાનું પાયનેપલ, સ્લાઈસ, ૧ કપ પાયનેપલ સિરપ, ૧ ચમચો કસ્ટર્ડ પાવડર.
રીતઃ એક કપ દૂધમાં કસ્ટર્ડ પાવડર ઓગાળવો. બાકીનું દૂધ ગરમ કરવા મૂકવું. સાકર નાંખી હલાવવું. ગરમ દૂધમાં કસ્ટર્ડવાળું દૂધ નાંખી, હલાવી, ઊભરો આવે પછી નીચે ઉતારી ઠંડુ કરવું. જિલેટીન સિરપમાં ઓગાળી, ગરમ કરી, ઠંડુ પાડી દૂધમાં નાંખવું. ક્રીમ નાંખવું. એસેંસ નાંખી, ઢાંકીને ડબ્બામાં સેટ કરવા મૂકવું. પાયનેપલના ટુકડા બારીક કરી બાજુ પર ફ્રીજમાં રાખવા. સેટ થયેલા આઈસ્ક્રીમના ટુકડા કરી લિક્વિડાઈઝ કરવું. બઘું મળીને લગભગ ૧૨ કલાક લાગશે.
પાયનેપલના ટુકડા બારીક અને પાતળા સમારવા. વધારે પાયનેપલ પસંદ હોય તો મોટું ટિન વાપરી શકાય.

[Top]

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved