Last Update : 09-April-2012, Monday
 

આશંકા, અવિશ્વાસ, અકળામણ

આઝાદ ભારતના ઇતિહાસમાં સૈન્ય અને લોકશાહી ઢબે ચૂંટાયેલી સરકાર વચ્ચેના સંબંધ સ્પષ્ટ-સુરેખ રહ્યા છે. સરકાર હંમેશાં સર્વોપરી છે. ઘણી વાર સરકાર અને સરકારી બાબુઓના તરંગતુક્કા અને ઉદ્ધત વર્તણૂંક સૈન્યના કેટલાક અફસરોને અકળાવતી રહી છે. છતાં બન્ને વચ્ચે સીધા ઘર્ષણના પ્રસંગો ખાસ આવ્યા નથી.
એટલા માટે જ, ‘ઇન્ડિયન એક્સપ્રેસ’માં પ્રગટ થયેલો સૈન્યની બે ટુકડીઓની વિચિત્ર હિલચાલ વિશેનો અહેવાલ ચર્ચા અને ચંિતાનો વિષય બન્યો છે. અખબારના તંત્રી શેખર ગુપ્તા સહિત કુલ ચાર જણે મહિનાઓની મહેનત પછી જાન્યુઆરી ૧૬,૨૦૧૨ની રાતે પાયદળની એક ટુકડી અને હવાઇદળના પેરાટ્રુપર્સની એક ટુકડી જુદી જુદી દિશામાંથી દિલ્હી તરફ આગળ વધી હોવાનું આધારભૂત રીતે જણાવ્યું છે. આ હિલચાલનો ઇન્કાર લશ્કરી તંત્ર સહિત કોઇએ કર્યો નથી, પરંતુ સૌથી મોટો અને ગંભીર મતભેદ એ વાતે ઊભો થયો છે કે લશ્કરની બે ટુકડીઓની દિલ્હી તરફની ગતિનું અસલી કારણ શું હતું?
લશ્કર અને સરકાર ખોંખારીને કહે છે કે આ રાબેતા મુજબની લશ્કરી કવાયત હતી અને તેમાં ચંિતા તો ઠીક, ચર્ચા કરવા જેવું પણ કંઇ નથી. અત્યંત સાવચેતીપૂર્વક અને વિગતોને વફાદાર રહીને, સનસનાટીની બાદબાકી સાથેના અખબારી અહેવાલમાં ક્યાંય એવો સીધો નિર્દેશ નથી કે આ ટુકડીઓ સૈન્યવડાની સંભવિત બરતરફીની શક્યતાને ઘ્યાનમાં રાખીને એ નિવારવા માટે અને એ માટે સરકાર પર ભીંસ ઊભી કરવા માટે દિલ્હી તરફ આગળ વધી હતી. અહેવાલમાં લશ્કરી તંત્રે આપેલા ખુલાસા જરાય તોડમરોડ વિના રજૂ કરવામાં આવ્યા છે. પરંતુ અહેવાલનો આશય કેટલાક વિશિષ્ટ સંયોગો અને કેટલાક અણીયાળા સવાલો પ્રત્યે ઘ્યાન દોરવાનો છે.
જેમ કે, લશ્કરી વડા જનરલ સંિઘે જે દિવસે પોતાની જન્મતારીખના વિવાદ અંગેનો કેસ સર્વોચ્ચ અદાલતમાં મૂક્યો, એ જ રાત્રે આ બન્યું. તેની જાણ થતાં સંરક્ષણ સચિવ શશિકાંત શર્માને તેમની મલેશિયા મુલાકાત ટૂંકાવવાનું જણાવીને રાત્રે જ પાછા બોલાવી લેવાયા. શર્માએ રાત્રેને રાત્રે મિલિટરી ઓપરેશન્સના ડાયરેક્ટર જનરલ લેફ્‌ટ.જનરલ એ.કે.ચૌધરીને બોલાવ્યા અને તેમની પાસેથી શું ચાલી રહ્યું છે તેનો અહેવાલ માગ્યો. એ મળ્યા પછી બન્ને ટુકડીઓને પાછી ફરી જવાનો હુકમ આપવામાં આવ્યો.
ઉપર જણાવેલા ઘટનાક્રમનો ઇન્કાર થઇ શકે એમ નથી. શશિકાંત શર્માએ એવી સ્પષ્ટતા કરી છે કે જનરલ સંિઘના સર્વોચ્ચ અદાલતના કેસના સિલસિલામાં બીજા દિવસે હાજર થઇ શકાય એ માટે તે રાત્રે મલેશિયાથી દિલ્હી પાછા આવી ગયા. પરંતુ તેમને રાત્રે જ લેફ્‌ટ. જનરલ એ.કે.ચૌધરી સાથે શા માટે મિટંિગ કરવી પડી અને એ મિટંિગ પછી બન્ને ટુકડીઓ શા માટે પાછી જતી રહી, તેનો ખુલાસો એમના જવાબમાંથી મળતો નથી. આખી કવાયતમાં સૌથી પાયાના કેટલાક સવાલોમાંનો એક છેઃ નેશનલ કેપિટલ રિજીયન- પાટનગર વિસ્તાર-માં લશ્કરી હિલચાલ પહેલાં સંરક્ષણ મંત્રાલયને આગોતરી જાણ કરવી જરૂરી છે. તેનું પાલન કેમ કરવામાં ન આવ્યું? એ ભૂલ હતી કે ઇરાદાપૂર્વકનું પગલું હતું? એવી જ રીતે, આ ટુકડીઓની કવાયત રાબેતા મુજબની હોય તો તેમને દિલ્હી ભણી આવવાની જરૂર શા માટે પડી, તેનો પણ સંતોષકારક ખુલાસો મળતો નથી. આ ઘટનાક્રમ પછી ગૃહ મંત્રાલયે લેફ્‌ટ. જનરલ એ.કે.ચૌધરીની આસામ રાયફલ્સના ડીજી તરીકેની નિમણૂંક માટેની સૈન્યના વડામથકની ભલામણ ફગાવી દીધી છે. તેને ઉપર જણાવેલી ઘટનાઓ સાથે કશો સંબંધ છે?
આટલી સંવેદનશીલ બાબતોનાં રહસ્યો એમ ઉકલી જતાં નથી. તેને વઘુ ગૂંચવવા માટે શસ્ત્રસોદાગરો સાથે સંબંધ ધરાવતા કોઇ સિનિયર મંત્રીએ સૈન્યવડાને બદનામ કરવાના આશયથી ઇન્ડિયન એક્સપ્રેસને આ સ્ટોરી આપી હોય એવો આરોપ થયો છે. સૈન્યની ટુકડીઓની કવાયતનો અહેવાલ જાન્યુઆરીમાં રીડિફ.કોમ પર પ્રગટ થયો હતો. એટલે તેમાં કશું નવું નથી એવું પણ કહેવાય છે. સૈન્યવડાએ ગયા મહિને ‘ધ વીક’ને આપેલી મુલાકાતમાં, બિલકુલ આ જ પ્રકારની - એટલે કે ટુકડીઓની હિલચાલના આધારે કાવતરાની સ્ટોરી ઘડી કાઢવામાં આવે એવી- આશંકા વ્યક્ત કરી હતી. આ બઘું સાચું હોય તો પણ, અખબારી અહેવાલમાં ઊભા થયેલા સવાલનો જવાબ તેમાંથી મળતો નથી એ હકીકત છે. ન્યાય ખાતર એટલું પણ કહેવું જોઇએ કે અહેવાલમાં સૈન્યવડાની બેદાગ કારકિર્દીની પ્રશંસા જ કરવામાં આવી છે અને તેમણે સૈન્યમાં બળવાનો પ્રયાસ કર્યો એવું ક્યાંય સૂચવાયું નથી. દરમિયાન, લેફ્‌ટ.જનરલ પનાગે એવી બળવાની સંભાવના સદંતર ફગાવ્યા પછી એટલું કહ્યું છે કે આ (વિદ્રોહ કે તખ્તાપલટનો પ્રયાસ નહીં પણ)સરકારની સંભવિત કાર્યવાહીને આગળથી જ ખાળવા માટેનું (શક્તિ)પ્રદર્શન હોઇ શકે છે.
આ બાબતમાં અખબારી અહેવાલ પર આશયોનાં આરોપણ કરવાને બદલે તેમાંથી ઊભા થતા સવાલના સંતોષકારક જવાબ મળે તે દેશની અને સૈન્યની પ્રતિષ્ઠાના હિતમાં છે. માથું વાઢ્‌યા પછી જનરલ સંિઘને પાઘડી બંધાવતી સરકારે પોતાની વર્તણૂંક વિશે પણ વિચારવાની જરૂર છે.
 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ભારત સાથે શાંતિ જળવાઇ રહે બિલાવલ ભુટ્ટોએ કરેલું ટ્વિટ
સોનિયા અસ્વસ્થ હોઈ ભોજન સમારંભમાં ગેરહાજર
કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર ઝરદારી પાસે એક રૃપિયો માગે છે
જાહેર હિસાબ સમિતિમાં ફરી ચૂંટાતા મુરલી મનોહર જોશી
સાત માઓવાદી કેદીઓને મુક્ત કરવાની માગણી પર અપહરણકારો અડગ
ઉમરગામમાં સ્ટુડિયો બનાવવાની અભિનેત્રી પ્રીતિ ઝિન્ટાની યોજના
સી.જી.રોડ, લૉ ગાર્ડન, કાંકરિયા 'ફરવા' વાહન લઇને નહીં જવાય
રાજસ્થાન રોયલ્સનો સતત બીજો વિજય ઃકોલકાતા ૨૨ રનથી હાર્યુ
આજે મુંબઇ ઇન્ડિયન્સ ડેક્કનને હરાવવાના નિર્ધાર સાથે રમશે
યુવરાજ કેન્સરની સારવાર પુરી કરીને આજે સ્વદેશ પરત ફરશે
ફ્રાન્સને હરાવીને અમેરિકા સેમિ ફાઇનલમા

ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટેસ્ટમાં વેસ્ટ ઇન્ડિઝના ત્રણ વિકેટે ૧૭૯

નાગરિકોના મોતના પગલે હવે અફઘાન દળો જ રાત્રિ હુમલા કરશે

ઉત્તર નાઈજીરિયામાં ચર્ચ પાસે બે વિસ્ફોટમાં ૫૦નાં મોતની ભીતિ

બ્રિટીશ ડોકટર વીર્યદાન કરીને ૬૦૦ બાળકોનો પિતા બન્યો
 
 

Gujarat Samachar Plus

સેઈલીંગ બોટનું અધૂરું સ્વપ્ન મધ દરિયે સાચું પડયું
દેશી તડબૂચને દેશવટો
ભંગારના ભાવે એન્ટિકને અલવિદા
 

Gujarat Samachar Plus

મામાનું ઘર કેટલે આયખુ વિતી જાય એટલે
ચિંતાને ચિંતનમાં પરિવર્તિત કરવાની આદત કેળવો
ગુજરાતમાં ટુરિસ્ટ પ્લેસીસ કરતા ધાર્મિક સ્થાનો વધુ
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved