Last Update : 09-April-2012, Monday
 
 

હોજના ૨૯ બોલમાં ૩ ચોગ્ગા, ૨ છગ્ગા સાથે ૪૪ રન
રાજસ્થાન રોયલ્સનો સતત બીજો વિજય ઃકોલકાતા ૨૨ રનથી હાર્યુ

ગુજરાતના અમિત સિંઘ અને સિધ્ધાર્થ ત્રિવેદીની ૨-૨ વિકેટ

જીતવા માટેના ૧૬૫ના પડકાર સામે કોલકાતના ૧૪૨ ઃ કોલકાતાએ ત્રણ બોલમાં કાલીસ, ગંભીર અને મેકુલમની વિકેટ ગુમાવી

 

જયપુર,તા.૮
રાજસ્થાન રોયલ્સે દ્રવિડની કેપ્ટન્સીમાં ઓલરાઉન્ડ દેખાવ કરતાં સતત બીજો વિજય મેળવતા કોલકાતા નાઇટ રાઇડર્સને ૨૨ રનથી પરાજય આપ્યો હતો. જીતવા માટેના ૧૬૫ રનના પડકારનો પીછો કરવા ઉતરેલા કોલકાતાએ શરૃઆતમાં જ સતત ત્રણ બોલમાં કાલીસ, ગંભીર અને મેકુલમ જેવા દિગ્ગજોની વિકેટ ગુમાવી હતી અને આખરે તેઓ ૧૪૨ રનમાં ઓલઆઉટ થઇ ગયા હતા.આ સાથે કોલકાતાને સતત બીજા પરાજયનો સામનો કરવો પડયો હતો.
જયપુરમાં જીતવા માટેના ૧૬૫ રનના પડકારનો પીછો કરવા ઉતરેલા કોલકાતાની શરૃઆત અત્યંત કંગાળ રહી હતી. ગુજરાતના ફાસ્ટ બોલર અમિત સિંઘે તેની પ્રથમ ઓવરમાં જ પાંચમા બોલે કાલીસને (૫) અને છઠ્ઠા બોલે ગંભીરને (૦) આઉટ કરીને રાજસ્થાનને જીત તરફ અગ્રેસર કર્યુ હતુ. જે પછીની ઓવરના પહેલા બોલે ચવાને બ્રેન્ડન મેકુલમને એલબીડબલ્યુ આઉટ કરતા કોલકાતાએ ૮ રનમાં ૩ વિકેટ ગુમાવી હતી.
મનોજ તિવારીએ વળતી લડત આપવાનો પ્રયાસ કરતા ૪૯ બોલમાં સાત ચોગ્ગા સાથે ૫૯ રન ફટકાર્યા હતા પણ સામેના છેડેથી તેને કોઇનો સાથ મળ્યો નહતો. કૂપરે દાસને (૧૨) આઉટ કર્યો હતો. જ્યારે ગુજરાતના ફાસ્ટ બોલર સિધ્ધાર્થ ત્રિવેદીએ યુસુફ પઠાણ (૧૫) અને રજત ભાટિયાને (૮) પેવેલિયન ભેગા કરતાં રાજસ્થાનનો વિજય નિશ્ચિત બની ગયો હતો.લો ઓર્ડરમાં લીએ ૧૧ બોલમાં ૨ ચોગ્ગા અને ૨ છગ્ગા સાથે ૨૫ રન ફટકાર્યા હતા પણ તે ટીમને વિજય અપાવી શક્યો નહતો. કૂપરે ત્રણ વિકેટ ઝડપી હતી.
અગાઉ ટોસ જીતીને કોલકાતાના કેપ્ટન ગંભીરે રાજસ્થાનને બેટિંગમાં ઉતાર્યું હતુ. પ્રથમ મેચમાં ૯૮ રનની ક્લાસિક ઇનિગં રમનારો રહાને પ્રથમ ઓવરમાં જ ૦ રને રનઆઉટ થયો હતો. દ્રવિડે ૨૪ બોલમાં ૨ ચોગ્ગા અને ૨ છગ્ગા સાથે ૨૬ રન કર્યા હતા. તે પણ રનઆઉટ થયો હતો અને ત્યાર બાદ ગોસ્વામી ૧૮ બોલમાં ૨૩ રન કરીને ભાટિયાનો શિકાર બનતા રાજસ્થાને ૬૧ રનમાં ત્રણ વિકેટ ગુમાવી હતી.
મેનારિયા સાથે જોડાયેલા હોજે તોફાની બેટિંગ કરીને મેચનો તખ્તો પલ્ટી નાંખ્યો હતો. હોજે માત્ર ૨૯ બોલમાં ૩ ચોગ્ગા અને ૨ છગ્ગા સાથે ૪૪ રન ફટકાર્યા હતા. જ્યારે મેનારિયાએ ૩૦ બોલમાં ૪ ચોગ્ગા અને ૧ છગ્ગા સાથે ૪૦ રન નોંધાવ્યા હતા. આ બંનેની જોડીએ ૬૪ રન ઝુડયા હતા. ઓવેશ શાહે ૨ ચોગ્ગા અને ૧ છગ્ગા સાથે ૧૧ બોલમાં અણનમ ૨૩ રન ફટકારીને ટીમના સ્કોરને ૧૫૨ સુધી પહોંચાડયો હતો.
કોલકાતા તરફથી બ્રેટ લીએ બે અને રજત ભાટીયાએ એક વિકેટ ઝડપી હતી.
રાજસ્થાન

દ્રવિડ રનઆઉટ

૨૬

૨૪

રહાને રનઆઉટ

૦૦

૦૪

ગોસ્વામી બો.ભાટિયા

૨૩

૧૮

મેનારિયા બો.લી

૪૦

૩૦

હોજ કો.મેકુલમ બો.લી

૪૪

૨૯

ઓ.શાહ અણનમ

૨૩

૧૧

કૂપર અણનમ

૦૫

૦૫

વધારાના (વાઇડ ૨, નોબોલ ૧)

૦૩

 

 

 

કુલ ૨૦ ઓવરમાં ૫ વિકેટે

૧૬૪

 

 

 

વિકેટનો ક્રમ ઃ ૧-૧ (રહાને ૧.૩), ૨-૪૪ (દ્રવિડ ૬.૪), ૩-૬૧ (ગોસ્વામી ૮.૪), ૪-૧૨૫ (હોજ ૧૬.૧), ૫-૧૫૨ (મેનારિયા ૧૮.૪).બોલિંગ ઃ લી ૪-૦-૨૯-૨, કાલીસ ૪-૦-૩૫-૦, નારિન ૪-૦-૨૯-૦, અબ્દુલ્લા ૨-૦-૧૬-૦, ભાટિયા ૪-૦-૨૭-૧, વાય.પઠાણ ૨-૦-૨૮-૦.
કોલકાતા

કાલીસ કો.દ્રવિડ બો.એ.સિંઘ

૦૫

૦૮

બી.મેકુલમ એલબી બો.એ.ચવાન

૦૨

૦૪

ગંભીર કો.ગોસ્વામી બો.એ.સિંઘ

૦૦

૦૧

એમ.તિવારી બો.બોથા

૫૯

૪૯

ડી.દાસ બો.કૂપર

૧૨

૧૪

વાય.પઠાણ કો.હોજ બો.ત્રિવેદી

૧૫

૧૪

ભાટિયા કો.એન્ડ બો.ત્રિવેદી

૦૮

૦૮

શુક્લા કો.શાહ બો.ચવાન

૦૮

૦૮

લી બો.કૂપર

૨૫

૧૧

નારિન બો.કૂપર

૦૦

૦૧

અબ્દુલ્લા અણનમ

૦૧

૦૨

વધારાના (લેગબાય ૧,વાઇડ ૫, બાય ૧)

૦૭

 

 

 

કુલ ૨૦ ઓવરમાં ઓલઆઉટ

૧૪૨

 

 

 


વિકેટનો ક્રમ ઃ ૧-૮ (કાલીસ ૧.૫), ૨-૮ (ગંભીર ૧.૬), ૩-૮ (મેકુલમ ૨.૧), ૪-૨૫ (દાસ ૫.૪), ૫-૬૬ (વાય.પઠાણ ૧૦.૨), ૬-૭૭ (ભાટિયા ૧૨.૨), ૭-૯૪ (શુક્લા ૧૪.૪), ૮-૧૩૨ (લી ૧૮.૨), ૯-૧૩૨ (નારિન ૧૮.૩), ૧૦-૧૪૨ (એમ.તિવારી ૧૯.૬)બોલિંગ ઃ ચવાન ૪-૦-૨૩-૨, અમિત સિંઘ ૪-૦-૩૦-૨, કૂપર ૪-૦-૨૮-૩, સિધ્ધાર્થ ત્રિવેદી ૪-૧-૨૫-૨, બોથા ૪-૦-૩૪-૧.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ભારત સાથે શાંતિ જળવાઇ રહે બિલાવલ ભુટ્ટોએ કરેલું ટ્વિટ
સોનિયા અસ્વસ્થ હોઈ ભોજન સમારંભમાં ગેરહાજર
કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર ઝરદારી પાસે એક રૃપિયો માગે છે
જાહેર હિસાબ સમિતિમાં ફરી ચૂંટાતા મુરલી મનોહર જોશી
સાત માઓવાદી કેદીઓને મુક્ત કરવાની માગણી પર અપહરણકારો અડગ
ઉમરગામમાં સ્ટુડિયો બનાવવાની અભિનેત્રી પ્રીતિ ઝિન્ટાની યોજના
સી.જી.રોડ, લૉ ગાર્ડન, કાંકરિયા 'ફરવા' વાહન લઇને નહીં જવાય
રાજસ્થાન રોયલ્સનો સતત બીજો વિજય ઃકોલકાતા ૨૨ રનથી હાર્યુ
આજે મુંબઇ ઇન્ડિયન્સ ડેક્કનને હરાવવાના નિર્ધાર સાથે રમશે
યુવરાજ કેન્સરની સારવાર પુરી કરીને આજે સ્વદેશ પરત ફરશે
ફ્રાન્સને હરાવીને અમેરિકા સેમિ ફાઇનલમા

ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટેસ્ટમાં વેસ્ટ ઇન્ડિઝના ત્રણ વિકેટે ૧૭૯

નાગરિકોના મોતના પગલે હવે અફઘાન દળો જ રાત્રિ હુમલા કરશે

ઉત્તર નાઈજીરિયામાં ચર્ચ પાસે બે વિસ્ફોટમાં ૫૦નાં મોતની ભીતિ

બ્રિટીશ ડોકટર વીર્યદાન કરીને ૬૦૦ બાળકોનો પિતા બન્યો
 
 

Gujarat Samachar Plus

સેઈલીંગ બોટનું અધૂરું સ્વપ્ન મધ દરિયે સાચું પડયું
દેશી તડબૂચને દેશવટો
ભંગારના ભાવે એન્ટિકને અલવિદા
 

Gujarat Samachar Plus

મામાનું ઘર કેટલે આયખુ વિતી જાય એટલે
ચિંતાને ચિંતનમાં પરિવર્તિત કરવાની આદત કેળવો
ગુજરાતમાં ટુરિસ્ટ પ્લેસીસ કરતા ધાર્મિક સ્થાનો વધુ
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved