Last Update : 09-April-2012, Monday
 

ભારત આવેલા પાક. પ્રમુખ ઝરદારી સાથે મનમોહનની ૪૦ મિનિટ મંત્રણા
સંબંધ સુધારવા સઈદ સામે પગલાં લો ઃ મનમોહન

મંત્રણા ફળદાયીનો બંને દેશોનો દાવો ઃ ઝરદારી - બિલાવલના આમંત્રણ પર વડા પ્રધાન - રાહુલ ગાંધી પાકિસ્તાન જશે

(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૮
વડાપ્રધાન મનમોહન સિંહે આજે પાકિસ્તાનના પ્રમુખ આસીફ અલી ઝરદારીને બહુ સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું હતું કે, ૨૬/૧૧ના મુંબઇ હુમલા સાથે સંકળાયેલા હાફીઝ સઈદ અને અન્યો સામે પાકિસ્તાન કેવાં પગલાં લે છે તેની ઉપર, બંને દેશોના દ્વિ-પક્ષીય સંબંધોની પ્રગતિનો આધાર રહેલો છે. પ્રમુખ ઝરદારીએ મનમોહન સિંહને પાકિસ્તાન આવવા આમંત્રણ આપ્યું હતું જ્યારે ઝરદારીના પુત્ર બિલાવલે રાહુલ ગાંધીને આમંત્રણ આપ્યું હતું.
અજમેરની દરગાહ શરીફમાં દર્શનાર્થે ભારત આવી પહોંચેલા પાકિસ્તાનના પ્રમુખ આસીફ અલી ઝરદારીએ, આજે વડાપ્રધાન મનમોહન સિંહ સાથે, ૪૦ મિનિટ સુધી એકથી એક તે રીતે દ્વિપક્ષી પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર મંત્રણા કરી હતી. તેમાં વિઝાના નિયમો હળવા કરવા તથા બંને દેશો વચ્ચેના વેપારનો મુદ્દો પણ સમાવેશ થયો હતો. વાતચીત દરમિયાન ભારતના વડાપ્રધાને, તેમને તેમ કહ્યું હોવાનું જાણવા મળ્યું છે કે, ભારત પાકિસ્તાન સાથે સંબંધો તો સુધારવા આતુર જ છે. પરંતુ તે સાથે તેઓએ પાકિસ્તાનના પ્રમુખને જણાવી દીધું હતું કે ત્રાસવાદ સામે તેમનો દેશ કેવાં પગલાં લે છે, તેની ઉપર જ સંબંધોની સુધારણા આધારિત છે. સંબંધો સુધારવા અંગે ભારતની આ મહત્વની ઈચ્છા છે તેમ પણ તેઓએ ઝરદારીને સ્પષ્ટતઃ કહ્યું હતું.
જોકે, પાકિસ્તાનના પ્રમુખે, દિલ્હી જવા રવાના થવાને આગલે દિવસે જ લાહોરમાં પત્રકારોને જણાવ્યું હતું કે, તેઓની ભારતની એ ટૂંકી મુલાકાત દરમિયાન મનમોહન સિંહ હાફીઝ સઈદનો મુદ્દો ઉખેળે તેવી હું આશા રાખતો નથી.
પ્રમુખ ઝરદારી અને વડાપ્રધાન મનમોહન સિંહ વચ્ચે આ મંત્રણા અંગે પત્રકારોને માહિતી આપતાં ભારતના વિદેશ સચિવ રંજન મથાઈએ આ માહિતી આપતાં પત્રકારોને કહ્યું હતું કે, આ મંત્રણા દરમિયાન ત્રાસવાદ મુખ્ય મુદ્દો હતો. આ ઉપરાંત, કાશ્મીર, સિયાચીન અને સર-ક્રિક જેવા મુદ્દાઓ પણ બંને નેતાઓએ એક પછી એક તે રીતે હલ કરવા સહમત થયા હતા.
આ ૪૦ મિનિટની મંત્રણા પછી, બંને નેતાઓએ પત્રકારોને કહ્યું હતું કે, મંત્રણાઓ ઘણી જ ફળદાઇ રહી હતી.
આ પછી મનમોહન સિંહે તેઓનાં નિવાસસ્થાને પ્રમુખ ઝરદારી અને તેમની સાથે આવેલાં ૪૦ સભ્યોના પ્રતિનિધિમંડળ પૈકી કેટલાકને, ભોજન સમારંભ માટે આમંત્ર્યા હતા. આ ભોજન સમારંભ ઘણો રસદાર બની રહ્યો હતો. જેમાં, વિદેશ પ્રધાન એસ.એમ. ક્રિશ્ના, ગૃહપ્રધાન પી. ચિદમ્બરમ, રાહુલ ગાંધી અને ભાજપના નેતાઓ એલ.કે. અડવાણી તથા સુષમા સ્વરાજ ઉપસ્થિત હતા. પાકિસ્તાનના ૨૦ પ્રતિનિધિઓમાં પાકિસ્તાનના પ્રમુખના પુત્ર બિલાવલ અને આંતરિક બાબતોના પ્રધાન રહેમાન મલિક પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ પૂર્વે બંને નેતાઓ- મનમોહનસિંહ અને ઝરદારી વચ્ચેની મંત્રણા દરમિયાન દ્વિપક્ષીય વ્યાપાર વધારવા માટે, પ્રમુખ ઝરદારીએ કરેલાં સૂચનો, વડાપ્રધાને આવકાર્યાં હતાં.
પ્રમુખ ઝરદારીએ પત્રકારોને જણાવ્યું હતું કે, ''અમારી વચ્ચે ઘણી જ ફળદાયી મંત્રણાઓ થઇ હતી. અમો ભારત સાથે વધુ સારા સંબંધો ઈચ્છીએ છીએ.''
ભારતના વિદેશ સચિવ મથાઇએ પત્રકારોને જણાવ્યું હતું કે, પ્રમુખ ઝરદારીએ વડાપ્રધાનને પાકિસ્તાન આવવા આમંત્રણ આપ્યું હતું જે તેઓએ સ્વીકાર્યું છે. સંભવતઃ તેઓ આ વર્ષના અંત ભાગમાં પાકિસ્તાન જવા સંભવ છે.
બીજી તરફ ઝરદારીના પુત્ર બિલાવલે રાહુલ ગાંધીને પાકિસ્તાન આવવા આપેલાં આમંત્રણનો તેમણે સ્વીકાર કર્યો છે. સાથે બિલાવલે ફરી ભારતની મુલાકાતે આવવા પણ જણાવ્યું છે.

 

ક્યા ક્યા મુદ્દાઓ પર ચર્ચા થઈ
* ૨૬/૧૧ના મુંબઈ હુમલાઓ સાથે સંકળાયેલા હાફીઝ સઈદ સહિત ત્રાસવાદીઓ ઉપર પગલાં લેવાં તે સંબંધ સુધારવા માટે અનિવાર્ય.
* ત્રાસવાદ ડામવા માટે પાકિસ્તાન દ્વારા લેવાતાં પગલાં ઉપરથી બંને દેશો વચ્ચના સંબંધોની તુલના થઈ શકે, તેમ ભારતની જનતાનું પણ સ્પષ્ટ મંતવ્ય રહ્યું છે.
* ૪૦ મિનિટ સુધી ચાલેલી આ ચર્ચામાં બંને નેતાઓએ, દ્વિપક્ષીય સંબંધો, પ્રાદેશિક અને વૈશ્વિક પરિસ્થિતિની પણ ચર્ચા કરી હતી.
* બંને દેશો વચ્ચેના વ્યાપાર વધારવા મનમોહનસિંહ અને ઝરદારી સહમત.
* બંને દેશોના નાગરિકો વચ્ચે સંપર્ખ વધે તે માટે વિસા કાનૂનો હળવા કરવા ૨૦૧૧માં સહમતી સધાઈ હતી. જેનેથોડા સમય પછી, બંને દેશોના ગૃહ અને આંતરિક બાબતોનાં પ્રદાનો કરારોનું સ્વરૃપ આપશે.
* અત્યારે રાજસ્થાનમાં કારાવાસ ભોગવતા પાકિસ્તાનના માઈક્રોબાયોલોજિસ્ટ ખલીલ ચીશ્તીની તબિયતલથડી ગઈ છે. તેઓ અંગે ચિદમ્બરમે કહ્યું હતું કે, તેમની ઉપરનો કેસ અત્યારે કોર્ટમાં ચાલી રહ્યો છે.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ભારત સાથે શાંતિ જળવાઇ રહે બિલાવલ ભુટ્ટોએ કરેલું ટ્વિટ
સોનિયા અસ્વસ્થ હોઈ ભોજન સમારંભમાં ગેરહાજર
કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર ઝરદારી પાસે એક રૃપિયો માગે છે
જાહેર હિસાબ સમિતિમાં ફરી ચૂંટાતા મુરલી મનોહર જોશી
સાત માઓવાદી કેદીઓને મુક્ત કરવાની માગણી પર અપહરણકારો અડગ
ઉમરગામમાં સ્ટુડિયો બનાવવાની અભિનેત્રી પ્રીતિ ઝિન્ટાની યોજના
સી.જી.રોડ, લૉ ગાર્ડન, કાંકરિયા 'ફરવા' વાહન લઇને નહીં જવાય
રાજસ્થાન રોયલ્સનો સતત બીજો વિજય ઃકોલકાતા ૨૨ રનથી હાર્યુ
આજે મુંબઇ ઇન્ડિયન્સ ડેક્કનને હરાવવાના નિર્ધાર સાથે રમશે
યુવરાજ કેન્સરની સારવાર પુરી કરીને આજે સ્વદેશ પરત ફરશે
ફ્રાન્સને હરાવીને અમેરિકા સેમિ ફાઇનલમા

ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટેસ્ટમાં વેસ્ટ ઇન્ડિઝના ત્રણ વિકેટે ૧૭૯

નાગરિકોના મોતના પગલે હવે અફઘાન દળો જ રાત્રિ હુમલા કરશે

ઉત્તર નાઈજીરિયામાં ચર્ચ પાસે બે વિસ્ફોટમાં ૫૦નાં મોતની ભીતિ

બ્રિટીશ ડોકટર વીર્યદાન કરીને ૬૦૦ બાળકોનો પિતા બન્યો
 
 

Gujarat Samachar Plus

સેઈલીંગ બોટનું અધૂરું સ્વપ્ન મધ દરિયે સાચું પડયું
દેશી તડબૂચને દેશવટો
ભંગારના ભાવે એન્ટિકને અલવિદા
 

Gujarat Samachar Plus

મામાનું ઘર કેટલે આયખુ વિતી જાય એટલે
ચિંતાને ચિંતનમાં પરિવર્તિત કરવાની આદત કેળવો
ગુજરાતમાં ટુરિસ્ટ પ્લેસીસ કરતા ધાર્મિક સ્થાનો વધુ
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved