Last Update : 09-April-2012, Monday
 

વન મિનિટ પ્લીઝ

આંતરરાષ્ટ્રીય
વન મિનિટ પ્લીઝ
૧. ઈરાનના વિવાદાસ્પદ પરમાણુ કાર્યક્રમ અંગે તેહરાન અને વિશ્વની ૬ મહાસત્તાઓ વચ્ચે વાટાઘાટો માટે ઈસ્તાંબુલની પસંદગી.
૨. ત્રીજાં અંડરગ્રાઉન્ડ પરમાણુ પરિક્ષણની તૈયારી કરતું ઉતર કોરિયા. આ પરીક્ષણ ઉતર હેમક્વોંગ પ્રાંતના પુંગ્ગીયેમાં કરાય તેવી શક્યતા. અગાઉ આ જ સ્થળે ૨૦૦૬ અને ૨૦૦૯માં પણ પરીક્ષણ થયા હતાં.
૩. નાઈજીરિયાના કદૌના શહેરમાં ઈસ્ટર સન્ડેની ઉજવણી દરમિયાન ચર્ચ પાસે થયેલા બે કાર બોમ્બ વિસ્ફોટમાં ઓછામાં ઓછા ૨૦ લોકોના મૃત્યુ, અનેકને ઈજા.
૪. ઈજીપ્તના ગુપ્તચર વિભાગના ભૂતપૂર્વ વડા ઓમર સુલેમાને પ્રમુખપદની ચૂંટણીમાં ઝંપલાવ્યું. હોસ્ની મુબારકના શાસનકાળમાં ફરજ બજાવી ચુકેલા ઓમરના આ પગલાંથી ઈજીપ્તના રાજકારણમાં ખળભળાટ.
૫. શ્રીલંકાના બટ્ટિકલોસામાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પ્રતિમા સાથે તોડફોડનો મુદ્દો શ્રીલંકન સરકાર સમક્ષ ઉઠાવતું ભારત.
૬. હેઈતી પાસેના ધોરીમાર્ગ પર થયેલા ગમખ્વાર અકસ્માતમાં ઓછામાં ઓછા ૨૭ લોકોના મૃત્યુ અને ૪૦ને ઈજા. મૃતકોમાં મોટાભાગની મહિલાઓ.
૭. જમાત-ઉદ-દાવાના વડા અને મુંબઈ હુમલાના માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદ પરના ઈનામને પાકિસ્તાનની આંતરિક બાબતોમાં હસ્તક્ષેપરૃપ ગણાવતા પાકિસ્તાની નેતાઓ.
૮. અફઘાનિસ્તાનમાં રાત્રી દરમિયાન પડાતા સૈન્ય દરોડા અંગે અમેરિકી કમાંડર અને અફઘાનિસ્તાનના સંરક્ષણ પ્રધાન વચ્ચે થયેલી સંધી. હવે રાત્રી દરમિયાનની કાર્યવાહીમાં અમેરિકી દળોની ભૂમિકા માત્ર મદદ કરવા પૂરતી સિમિત રહેશે.
૯. સીરિયાની શેરીઓમાંથી સલામતી દળોને પાછા ખેંચવાની કામગીરી શરૃ થઈ ગઈ હોવાની સંયુક્ત રાષ્ટ્રોના દૂત કોફિ અન્નાને ખાતરી આપ્યા બાદ દેશના વિરોધ પક્ષ પાસેથી લેખિતમાં બાંયેધરી માગતા સીરિયાના પ્રમુખ બશર અલ અસાદ.
૧૦. જર્મન લેખક ગુન્ટર ગ્રાસને જેરૃસલેમમાં પ્રવેશતા અટકાવતું ઈઝરાયેલ. વિશ્વ શાંતિ સામે ઈઝરાયેલ કાવતરું ઘડતું હોવાનું દર્શાવતી ગ્રાસની કવિતાથી ઈઝરાયેલી તંત્ર નારાજ.

 

રાષ્ટ્રીય
વન મિનિટ પ્લીઝ
૧. આંધ્રપ્રદેશમાં હૈદરાબાદના કેટલાક ભાગોમાં ફાટી નિકળેલા કોમી હુલ્લડોના પગલે પોલીસે કરફ્યુ લાદયો. મદનાપેટ અને સઈદાબાદમાં સ્થિતિ તંગ.
૨. મધ્યપ્રદેશમાં વિરોધ પક્ષના નેતા અજયસિંહ પર આદિવાસીઓની જમીન પચાવી પાડવાનો આરોપ મુકતો ભાજપ. સિંહ સામે લોકાયુક્ત અને રાજ્ય એસટી પંચની કાર્યવાહી કરવા ભાજપ સક્રિય.
૩. મહારાષ્ટ્રમાં કથિત જમીન કૌભાંડો અંગે 'લીક' થયેલા કેગના અહેવાલ વિશે ટિપ્પણી કરવાનું ટાળતા કેન્દ્રીય વિજ્ઞાાન અને પ્રદ્યોગિકિ પ્રધાન વિલાસરાવ દેશમુખે કહ્યું પહેલા કેગનો અહેવાલ રજૂ થવા દો.
૪. સૈન્યના વડા જનરલ વી.કે. સિંહને લાંચ આપવાનો પ્રયત્ન કરાયો હોવાના મુદ્દે કેન્દ્રીય કૃષિ પ્રધાન શરદ પવારે કહ્યું, ''આ ઘટના દોઢ વર્ષ પહેલા બની હતી તો તેની જાણ સરકારને હવે કેમ કરવામાં આવી?''
૫. ૧૨મી પંચવર્ષીય યોજના અંતર્ગત ગ્રામીણ વિકાસ માટે દેશવ્યાપી કાર્યક્રમો રજૂ કરવાની સરકારની યોજના. ગ્રામીણ યોજનાઓના અમલીકરણ માટે રાજ્યોને વધુ સ્વાયત્તતા પર ભાર મુકતા ગ્રામીણ વિકાસ પ્રધાન જયરામ રમેશ.
૬. પાકિસ્તાને ૨૬/૧૧ના શકમંદ અને લશ્કર-એ-તોઈબાના સ્થાપક હાફિઝ સઈદ સામે પગલાં ભરવા જોઈએઃ વડાપ્રધાન મનમોહન સિંહ
૭. રાજસ્થાનના અજમેરમાં આવેલી ખ્વાઝા મુઈનુદ્દિન ચીસ્તીની દરગાહ પર ચાદર ચડાવતાં પાક. પ્રમુખ આસીફ અલી ઝરદારી. સાત વર્ષ બાદ દરગાહની મુલાકાત લીધી. દરગાઝ ખાતે સલામતીનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો.
૮. રેલવે ભાડા વધારાની સત્તા રેલવે રેટ ટ્રીબ્યુનલને સોંપવાની ભલામણ કરતું આયોજન પંચનું જૂથ. પ્રવાસ ભાડું વધારવાની રેલવેની સત્તા પર કાપ આવે તેવી શકયતા.
૯. દિલ્હી મ્યુનિસિપલ ચૂંટણીઓ માટેના ભાજપના ચૂંટણી ઢંઢેરાને 'જુઠ્ઠાણાનું પોટલું' અને 'ખોટા વચનો'ની યાદી ગણાવતો કોંગ્રેસ પક્ષ.
૧૦. ઉતરાખંડ વિધાનસભા ચૂંટણીમાં બહુમતી મેળવવામાં નિષ્ફળ જવાના કારણો શોધવા સંરક્ષણ પ્રધાન એ.કે. એન્ટોનીના વડપણ હેઠળના કોંગ્રેસી નેતાઓએ ઉત્તરાખંડના મુખ્યપ્રધાન વિજય બહુગુણા સાથે ચર્ચા વિચારણા કરી.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ભારત સાથે શાંતિ જળવાઇ રહે બિલાવલ ભુટ્ટોએ કરેલું ટ્વિટ
સોનિયા અસ્વસ્થ હોઈ ભોજન સમારંભમાં ગેરહાજર
કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર ઝરદારી પાસે એક રૃપિયો માગે છે
જાહેર હિસાબ સમિતિમાં ફરી ચૂંટાતા મુરલી મનોહર જોશી
સાત માઓવાદી કેદીઓને મુક્ત કરવાની માગણી પર અપહરણકારો અડગ
ઉમરગામમાં સ્ટુડિયો બનાવવાની અભિનેત્રી પ્રીતિ ઝિન્ટાની યોજના
સી.જી.રોડ, લૉ ગાર્ડન, કાંકરિયા 'ફરવા' વાહન લઇને નહીં જવાય
રાજસ્થાન રોયલ્સનો સતત બીજો વિજય ઃકોલકાતા ૨૨ રનથી હાર્યુ
આજે મુંબઇ ઇન્ડિયન્સ ડેક્કનને હરાવવાના નિર્ધાર સાથે રમશે
યુવરાજ કેન્સરની સારવાર પુરી કરીને આજે સ્વદેશ પરત ફરશે
ફ્રાન્સને હરાવીને અમેરિકા સેમિ ફાઇનલમા

ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટેસ્ટમાં વેસ્ટ ઇન્ડિઝના ત્રણ વિકેટે ૧૭૯

નાગરિકોના મોતના પગલે હવે અફઘાન દળો જ રાત્રિ હુમલા કરશે

ઉત્તર નાઈજીરિયામાં ચર્ચ પાસે બે વિસ્ફોટમાં ૫૦નાં મોતની ભીતિ

બ્રિટીશ ડોકટર વીર્યદાન કરીને ૬૦૦ બાળકોનો પિતા બન્યો
 
 

Gujarat Samachar Plus

સેઈલીંગ બોટનું અધૂરું સ્વપ્ન મધ દરિયે સાચું પડયું
દેશી તડબૂચને દેશવટો
ભંગારના ભાવે એન્ટિકને અલવિદા
 

Gujarat Samachar Plus

મામાનું ઘર કેટલે આયખુ વિતી જાય એટલે
ચિંતાને ચિંતનમાં પરિવર્તિત કરવાની આદત કેળવો
ગુજરાતમાં ટુરિસ્ટ પ્લેસીસ કરતા ધાર્મિક સ્થાનો વધુ
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved