Last Update : 09-April-2012, Monday
 

બેનઝિરે પણ ઝરદારીની જેલમાંથી મુક્તિ માટે 'મન્નત' રાખી હતી
ખ્વાજાના દરબારમાં માથુ ટેકવીને ઝરદારીએ કઇ 'મન્નત' માની હશે?

પાક.માં સુફિવાદ ઝાંખો પડી રહ્યો છે અને ભુટ્ટો પરિવાર સુફિવાદમાં ઊંડી શ્રદ્ધા ધરાવે છે
નવી દિલ્હી, તા. ૮
પાકિસ્તાની પ્રમુખ આસીફ અલી ઝરદારીના ભારત પ્રવાસ અને તેમાં પણ અજમેરની ખ્વાજા મોઇનુદ્દિન ચિશ્તીની દરગાહની મુલાકાતે ભારતમાં કેટલાક જુથની ટીકાનો સામનો કરવો પડયો છે. જોકે ભારત સરકારે ઝરદારીની આ મુલાકાતને અંગત તીર્થયાત્રા ગણાવીને તમામ વિવાદને રદીયો આપી દીધો છે ત્યારે ઝરદારીની આ 'તીર્થયાત્રા' અને પાકિસ્તાનમાં ઘટતા જતા સુફિવાદના મહત્વએ જુદી જ ચર્ચા જગાવી છે.
ઝરદારીની ભારત મુલાકાતને ટેકો આપતા પાકિસ્તાની વડાપ્રધાન યુસુફ રઝા ગિલાનીએ પાક. સંસદને જણાવ્યું હતું કે જેલવાસ દરમિયાન માનેલી મન્નત અથવા માનતા પૂરી કરવા માટે ઝરદારીએ ઘણા સમયથી અજમેર જવાનું વિચારી રાખ્યું હતું. 'મન્નત' સુફિવાદમાં ઘણી પ્રચલિત પ્રથા છે જેને માનતા 'તરીકે' પણ ઓળખવામાં આવે છે. જોકે ભ્રષ્ટાચારના કેસો ફરીથી શરૃ કરવાને મુદ્દે પાકિસ્તાની સર્વોચ્ચ અદાલત અને ગિલાની વચ્ચેના ઘટનાક્રમને પગલે ઝરદારીની ચિંતા વધી હોય તે સ્વાભાવિક છે. આવા સમયે તેમણે લીધેલી દરગાહ શરિફની મુલાકાતે ઘણી અટકળોને હવા આપી છે.
ભુટ્ટો પરિવાર ૧૯૯૧, ૨૦૦૧, ૨૦૦૩ અને ૨૦૦૫માં આ દરગાહમાં ચાદર ચડાવી ચૂક્યો છે. ઝરદારીની જેલમાંથી મુક્તિ થાય તે માટે તેમની પત્ની બેનઝિર ભુટ્ટોએ ૨૦૦૩માં ખ્વાજાના દરબારમાં મન્નત માની હતી અને ત્યારબાદ ૨૦૦૫માં 'મુક્ત' ઝરદારી સાથે તેઓ દરગાહના દર્શને આવ્યા હતાં. ભુટ્ટો પરિવાર સુફિવાદ અને દરગાહમાં શ્રધ્ધા ધરાવે છે અને વર્ષોથી આ પરિવાર દરગાહમાં ચાદર ચડાવતો આવ્યો છે.
પાકિસ્તાનમાં ધીરે ધીરે સુફિવાદની પરંપરા ઝાંખી થવા માંડી છે. પહેલા તબક્કે તબલીધી જમાત (દેવબંદી)ની સુફિવાદ પર અસર પડી. ત્યારબાદ ૧૯૮૦માં વહાબિવાદ અને સલાફિવાદનો ઉદય થયો. 'દેવબંદી'નું લેબલ ધરાવતા હોવા છતાં પાકિસ્તાનના શરિફભાઇઓ તેમની 'મન્નત' પૂરી કરવા માટે દેવસ્થાનોની મુલાકાત લેતા આવ્યા છે. ૨૦૦૭માં શરિફભાઇઓ દેશવટામાંથી પરત ફર્યા કે તરત જ લાહોરમાં દાતા ગંજ બખ્શના દર્શને ગયા હતા. બેનઝિર ભુટ્ટો પણ દાતા ગંજ બખ્શમાં શ્રધ્ધા ધરાવતા હતાં.
પાકિસ્તાન સુફિવાદના સંદર્ભે ઈતિહાસના પાનામાં ઘણું મહત્વનું સ્થાન ધરાવે છે. આરબ પ્રસ્તુ 'વહાબિ'ઓએ તેમના વિચારોનો પ્રસાર- પ્રચાર કરવા મસ્જિદો અને મદ્રેસાઓ બનાવવા અબજો ડોલરના રોકાણ કર્યા હતાં. તેઓ આ મદ્રેસાઓ મારફતે પાકિસ્તાની યુવાનોને જિહાદના રંગે રંગતા અને સાથે સુફિવાદ વિરૃધ્ધનું માનસ ઘડતા. તેઓ સુફિ સંગીતને પણ અનૈતિક ગણે છે.
સમય વિતતો ગયો તેમ પાકિસ્તાનમાં સુફિવાદની અસર ઘટી અને તેની છબિ પણ ખરડાઇ. જેમાં તબલીધી જમાત, તાલિબાન, વહાબિવાદ અને સલાફિવાદ અને નકલી પિરબાબાઓનો ફાળો ઘણો મોટો હોવાનું માનવામાં આવે છે.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ભારત સાથે શાંતિ જળવાઇ રહે બિલાવલ ભુટ્ટોએ કરેલું ટ્વિટ
સોનિયા અસ્વસ્થ હોઈ ભોજન સમારંભમાં ગેરહાજર
કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર ઝરદારી પાસે એક રૃપિયો માગે છે
જાહેર હિસાબ સમિતિમાં ફરી ચૂંટાતા મુરલી મનોહર જોશી
સાત માઓવાદી કેદીઓને મુક્ત કરવાની માગણી પર અપહરણકારો અડગ
ઉમરગામમાં સ્ટુડિયો બનાવવાની અભિનેત્રી પ્રીતિ ઝિન્ટાની યોજના
સી.જી.રોડ, લૉ ગાર્ડન, કાંકરિયા 'ફરવા' વાહન લઇને નહીં જવાય
રાજસ્થાન રોયલ્સનો સતત બીજો વિજય ઃકોલકાતા ૨૨ રનથી હાર્યુ
આજે મુંબઇ ઇન્ડિયન્સ ડેક્કનને હરાવવાના નિર્ધાર સાથે રમશે
યુવરાજ કેન્સરની સારવાર પુરી કરીને આજે સ્વદેશ પરત ફરશે
ફ્રાન્સને હરાવીને અમેરિકા સેમિ ફાઇનલમા

ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટેસ્ટમાં વેસ્ટ ઇન્ડિઝના ત્રણ વિકેટે ૧૭૯

નાગરિકોના મોતના પગલે હવે અફઘાન દળો જ રાત્રિ હુમલા કરશે

ઉત્તર નાઈજીરિયામાં ચર્ચ પાસે બે વિસ્ફોટમાં ૫૦નાં મોતની ભીતિ

બ્રિટીશ ડોકટર વીર્યદાન કરીને ૬૦૦ બાળકોનો પિતા બન્યો
 
 

Gujarat Samachar Plus

સેઈલીંગ બોટનું અધૂરું સ્વપ્ન મધ દરિયે સાચું પડયું
દેશી તડબૂચને દેશવટો
ભંગારના ભાવે એન્ટિકને અલવિદા
 

Gujarat Samachar Plus

મામાનું ઘર કેટલે આયખુ વિતી જાય એટલે
ચિંતાને ચિંતનમાં પરિવર્તિત કરવાની આદત કેળવો
ગુજરાતમાં ટુરિસ્ટ પ્લેસીસ કરતા ધાર્મિક સ્થાનો વધુ
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved