Last Update : 09-April-2012, Monday
 

કુદરતી સૌંદર્યથી ભરપૂર દરિયાકિનારો ધરાવતા
ઉમરગામમાં સ્ટુડિયો બનાવવાની અભિનેત્રી પ્રીતિ ઝિન્ટાની યોજના

૫૦૦ એકર જમીનની જરૃરિયાત ઃ મામલતદાર સાથે ચર્ચા કરી પ્રીતિ ઝિન્ટાએ ખારાપાટની ૧૨૦૦ એકર જમીનનું જાત નિરીક્ષણ કર્યું

વાપી, રવિવાર
ઉમરગામના દરિયાકિનારા વિસ્તારમાં ૫૦૦ એકર જમીનમાં ફિલ્મ સ્ટુડિયો બનાવવાની યોજના સંદર્ભે બોલીવુડની અભિનેત્રી પ્રિતી ઝિન્ટાએ ઉમરગામની મુલાકાત લીધી હતી. ઉમરગામ મામલતદારે પ્રિતી ઝિન્ટાને ખતલવાડા ગામે સરકાર હસ્તકની ૧૨૦૦ એકર ખારપટવાળી જમીન હોવાનું કહેતા પ્રિતી ઝીન્ટાએ જમીનનું જાત નિરીક્ષણ પણ કર્યું હતું. જોકે અભિનેત્રી દરિયાકિનારે સ્ટુડિયો ઊભો કરવા માટે જમીન મેળવશે કે કેમ ? તે અંગે હજુ સુધી કોઈ ચોક્કસ પ્રતિભાવ મળ્યો નથી.
કુદરતી સૌંદર્યથી ભરપુર અને રમણીય એવા ઉમરગામના દરિયાકિનારે આવેલા ડહેલી ગામે વર્ષો અગાઉ ૬૦ એકર જમીનમાં વૃંદાવન સ્ટુડિયો ઊભો કરાયો હતો. આ સ્ટુડિુયોમાં અત્યાર સુધીમાં હિંદી, ગુજરાતી, મરાઠી, ભોજપુરી, અંગ્રેજી ફિલ્મ સહિત અનેક ટીવી સીરીયલોનું પણ શુટીંગ થઈ ચુક્યું છે. ત્યારે બોલીવુડની અભિનેત્રી પ્રિતી ઝિન્ટાએ ઉમરગામ દરિયાકિનારા વિસ્તારમાં ફિલ્મ સ્ટુડિયો બનાવવાની યોજના અંતર્ગત ૫૦૦ એકર જમીન મેળવવા માટે કવાયત હાથ ધરી છે. જે સંદર્ભે પ્રિટી ઝિન્ટા તેના ભાઈ અને બિઝનેસ મેનેજર સાથે મુંબઈથી ગત ગુરૃવારે ઉમરગામ આવી હતી. એત્રે ઉલ્લેખનિય છે કે પ્રીતિ ઝિન્ટાએ થોડા સમય પહેલા ગાંધીનગરમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને મળીને સ્ટૂડિયો સ્થાપવાની યોજનાની વાત કરી હતી.
ઉમરગામના મામલતદાર ડી.એન.સોલંકી સાથે પ્રિતી ઝિન્ટા અને બિઝનેસ મેનેજરે ૫૦૦ એકર જમીન મેળવવા અંગે વાર્તાલાપ કર્યો હતો. પ્રિટી ઝિન્ટાને ખાસ કરીને દરિયાકિનારે સ્ટુડિયો ઊભો કરવા જમીનની જરૃરિયાત હોવાનું મામલતદારને જણાવ્યું હતું. મામલતદાર સોલંકીએ સ્ટુડિયો બનાવવા માટે ઉમરગામના ખતલવાડા ગામે સરકાર હસ્તકની ૧૨૦૦ એકર ખારપટની જમીન હોવાનું કહ્યું હતું. બાદમાં પ્રિતી ઝિન્ટાએ જમીનનું જાત નિરીક્ષણ પણ કર્યું હતું. આ સાથે પ્રિતી ઝિન્ટાએ નજીકના પડગામમાં પણ જમીન જોઇ હતી. જોકે, આ જમીન અભિનેત્રી પ્રિતી ઝિન્ટાને પસંદ પડી છે કે નહીં ? તે અંગે સુધી હજુ સુધી કોઈ પ્રતિભાવ મળ્યો નથી.
જોકે, સ્ટુડિયો માટે જમીનની પસંદગી થાય તો તે અંગે રાજ્ય સરકારને પ્રસ્તાવ મોકલી આપ્યા બાદ જમીન સંપાદનની કાર્યવાહી હાથ ધરવાની હોય છે. પ્રિટી ઝિન્ટાની અદ્યતન સ્ટુડિયો ઊભો કરવાની યોજના જો સાકાર થશે તો ઉમરગામમાં રોજગારી વિપુલ તકો ઊભી થશે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ભારત સાથે શાંતિ જળવાઇ રહે બિલાવલ ભુટ્ટોએ કરેલું ટ્વિટ
સોનિયા અસ્વસ્થ હોઈ ભોજન સમારંભમાં ગેરહાજર
કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર ઝરદારી પાસે એક રૃપિયો માગે છે
જાહેર હિસાબ સમિતિમાં ફરી ચૂંટાતા મુરલી મનોહર જોશી
સાત માઓવાદી કેદીઓને મુક્ત કરવાની માગણી પર અપહરણકારો અડગ
ઉમરગામમાં સ્ટુડિયો બનાવવાની અભિનેત્રી પ્રીતિ ઝિન્ટાની યોજના
સી.જી.રોડ, લૉ ગાર્ડન, કાંકરિયા 'ફરવા' વાહન લઇને નહીં જવાય
રાજસ્થાન રોયલ્સનો સતત બીજો વિજય ઃકોલકાતા ૨૨ રનથી હાર્યુ
આજે મુંબઇ ઇન્ડિયન્સ ડેક્કનને હરાવવાના નિર્ધાર સાથે રમશે
યુવરાજ કેન્સરની સારવાર પુરી કરીને આજે સ્વદેશ પરત ફરશે
ફ્રાન્સને હરાવીને અમેરિકા સેમિ ફાઇનલમા

ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટેસ્ટમાં વેસ્ટ ઇન્ડિઝના ત્રણ વિકેટે ૧૭૯

નાગરિકોના મોતના પગલે હવે અફઘાન દળો જ રાત્રિ હુમલા કરશે

ઉત્તર નાઈજીરિયામાં ચર્ચ પાસે બે વિસ્ફોટમાં ૫૦નાં મોતની ભીતિ

બ્રિટીશ ડોકટર વીર્યદાન કરીને ૬૦૦ બાળકોનો પિતા બન્યો
 
 

Gujarat Samachar Plus

સેઈલીંગ બોટનું અધૂરું સ્વપ્ન મધ દરિયે સાચું પડયું
દેશી તડબૂચને દેશવટો
ભંગારના ભાવે એન્ટિકને અલવિદા
 

Gujarat Samachar Plus

મામાનું ઘર કેટલે આયખુ વિતી જાય એટલે
ચિંતાને ચિંતનમાં પરિવર્તિત કરવાની આદત કેળવો
ગુજરાતમાં ટુરિસ્ટ પ્લેસીસ કરતા ધાર્મિક સ્થાનો વધુ
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved