Last Update : 09-April-2012, Monday
 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૯-૪-૨૦૧૨ સોમવાર
ચૈત્ર વદ ત્રીજ - સંકષ્ટ ચતુર્થી
વિંછુંડો સવારના ૧૧ ક. ૦૪ મિ.થી શરૃ
કાલુપુર (સ્વા.મં.) ભૂ.પૂ.આ. તેજેન્દ્રપ્રસાદજીનો જન્મોત્સવ

દિવસના ચોઘડિયા ઃ અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત
રાત્રિના ચોઘડિયા ઃ ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ.

અમદાવાદ સૂર્યોદય ઃ ૬ ક. ૨૭ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૫૬ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૬ ક. ૨૬ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૫૪ મિ.
મુંબઈ સૂર્યોદય ઃ ૬ ક. ૨૭ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૫૨ મિ.

નવકારસી સમય (અ) ૭ ક. ૧૫ મિ. (સૂ) ૭ ક. ૧૪ મિ. (મું) ૭ ક. ૧૫ મિ.

જન્મરાશિ ઃ આજે સવારના ૧૧ ક. ૦૪ મિ. સુધીમાં જન્મેલ બાળકની તુલા (ર.ત.) રાશિ આવે. ત્યાર પછી જન્મેલ બાળકની વૃશ્ચિક (ન.ય.) રાશિ આવશે.

નક્ષત્ર ઃ વિશાખા સાંજના ૪ ક. ૨૭ મિ. સુધી પછી અનુરાધા.
ગોચર ગ્રહ ઃ સૂર્ય-મીન, મંગળ-સિંહ (વ.), બુધ-મીન, ગુરુ-મેષ, શુક્ર-વૃષભ, શનિ-તુલા (વ.), રાહુ-વૃશ્ચિક, કેતુ-વૃષભ, હર્ષલ(યુરેનસ)-મીન, નેપચ્યુન-કુંભ, પ્લુટો-ધન, ચંદ્ર-સવારના ૧૧ ક. ૦૪ મિ. સુધી તુલા પછી વૃશ્ચિક.
વિક્રમ સંવત ઃ ૨૦૬૮ શોભન સં. શાકે ઃ ૧૯૩૪, નંદન સંવત્સર, જૈનવીર સંવત ઃ ૨૫૩૮ ઉત્તરાયણ વસંતઋતુ રા.દિ. ચૈ./૨૦
માસ-તિથિ-વાર ઃ ચૈત્ર વદ ત્રીજને સોમવાર.
સંકષ્ટ ચતુર્થી. વિષ્ટી ૧૪-૦૪ સુધી. વ્યતિપાત રાત્રે ૧૦ ક. ૩૫ મિ.થી. વિંછુડો સવારના ૧૧ ક. ૦૪ મિ.થી શરૃ. યમઘંટયોગ સાંજના ૪ ક. ૨૭ મિ. સુધી
ભૂ.પૂ. આચાર્યશ્રી (કાલુપુર સ્વામિનારાયણ મંદીર) તેજેન્દ્ર પ્રસાદજીનો જન્મદિવસ. (અ.) રાત્રે ૯ ક. ૫૮ મિ.
મુસલમાની હિજરીસન ચંદ્રોદય ઃ જમાદી ઉલ અવ્વલ માસનો ૧૬ રોજ
પારસી શહેનશાહી ૧૩૮૧ આવાં માસનો ૨૫ રોજ આશીશવંધ
- અમદાવાદના અંજુમનના દખમાને ૧૭૫ વર્ષ.

[Top]
 

આજ નું ભવિષ્ય

 

મેષ ઃ જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ નોકરી ધંધાના કામમાં ચિંતા-તકલીફ-રૃકાવટ જણાય. જમવાની અભિલાશા થઈ જાય.
વૃષભ ઃ જાહેર સંસ્થાકીય કામમાં, નોકરીમાં સહકાર્યકર, કારીગરવર્ગ, ઉપરી અધિકારીથી માનસિક પરિતાપ રહે. તમે ચિંતામાં રહો. પેટમાં ગરબડ રહે.
મિથુન ઃ નાણાંની લેવડ-દેવડના વ્યવહારમાં, બેંકના કામકાજમાં, કૌટુંબીક બિમારી-ચિંતામાં આપને ચિંતા-વ્યગ્રતા પછી કામ ઉકેલાય.
કર્ક ઃ શેરોની લે-વેચમાં લોખંડના, ધાતુના ધંધામાં, લાકડાના પ્લાસ્ટીકના ધંધામાં જોખમ કરવું નહીં. માલનો ભરાવો કરવો નહીં.
સિંહ ઃ સંકષ્ટ ચતુર્થીએ નોકરી-ધંધાના, ઘર પરિવારના કામ અંગે ચિંતા રહે. સ્થાવર મીલ્કત કે વ્યક્તિગત મીલ્કતથી ખર્ચ થાય ચિંતા રહે.
કન્યા ઃ નોકરી-ધંધાના કામની ચિંતા હળવી થાય. વધારાના કામમાં ધ્યાન આપી શકો. બહારનું કામ થાય. બેંકનું કામ થઈ શકે.
તુલા ઃ આપને આકસ્મિક કાર્યસફળતા-પ્રગતિથી આનંદ રહે. નોકરી-ધંધામાં આવક થાય. રાજકીય-સરકારી-ખાતાકીય કામ ઉકેલાય.
વૃશ્ચિક ઃ મહત્વની મુલાકાત-ચર્ચા વિચારણામાં, યાત્રા પ્રવાસમાં વિચારોની એકાગ્રતા સ્થિરતા રાખવી. પત્ની-સંતાનની ચિંતા રહે.
ધન ઃ આંખમાં દર્દપીડાથી સંભાળવું. સરકારી-કાનૂની કામમાં, ખાતાકીય કામમાં કંટાળો આવે. ચિંતા-ખર્ચ-ભય રહે પરંતુ બંધનમાં રહો.
મકર ઃ પત્ની-સંતાનના વાણી-વ્યવહાર-નિર્ણયથી તમે બેચેની અનુભવો. જાહેર સંસ્થાકીય કામમાં, નોકરી ધંધાના કામમાં પ્રગતિ જણાય.
કુંભ ઃ કપચી-પત્થર-કાચ-સોના-ચાંદીના-અનાજ કરીયાણાના ધંધામાં, લોખંડના ધંધામાં ધંધો-આવક થાય. પરંતુ પિતૃપક્ષે બિમારી-ચિંતા જણાય.
મીન ઃ આજનો દિવસ આપે શાંતિથી પસાર કરવો. તન-મન-ધનથી વાહનથી સંભાળવું. ધર્મકાર્યમાં એકાગ્રતા જળવાય નહીં.

જન્મ તારીષ વર્ષ સંકેત
તા. ૯ એપ્રીલ
આજથી શરૃ થઈ રહેલું આપનું જન્મવર્ષ આરોહ-અવરોહનું રહે. કૌટુંબીક પ્રશ્નો તકલીફ કરાવે. તે સિવાય નાણાંકીય સંબંધ-વ્યવહારમાં કે જામીનગીરીમાં તમને મુશ્કેલી થાય. વિશેષમાં-
- અવાર નવાર આપને માનસિક પરિતાપ રહે પરંતુ ચિંતા-રૃકાવટ છતાં તમારું કામ ઉકેલાય. ક્ષણિક ફાયદો-લાભ થઈ શકે.
- સાંસારીક પ્રશ્નમાં ચિંતા-વિવાદ-બિમારીના કારણે તમારા રોજીંદા કામમાં શાંતિ જણાય નહીં.
- નોકરી-ધંધામાં પ્રગતિ જણાય પરંતુ મહેનતના પ્રમાણમાં જે ફળ મળવું જોઈએ તે મળે નહીં. શારીરિક-માનસિક અસ્વસ્થતા, કૌટુંબીક પ્રશ્નોથી નવા કામમાં, ફેરફારીમાં રૃકાવટ અનુભવાય.
- સ્ત્રીવર્ગને મસ્તક, કમર, ખભાની દર્દપીડા રહેવાથી રોજીંદા કામમાં, સાંસારીક જીવનમાં તકલીફ પડે.
- વિદ્યાર્થીવર્ગને ભણવામાં એકાગ્રતા જળવાય નહીં. મિત્રવર્ગના વિચારોમાં, મિત્રતામાં પરીક્ષાના પરિણામને અસર પહોંચે.

 

 

સુપ્રભાતમ્

- બોલાવવો પડે તે પહેલાં આવી પહોંચે, હંમેશાં દરવાજે હાજર રહે અને કંઈ પૂછવામાં આવે ત્યારે સાચી વાત ટૂંકાણમાં કહે તેવો માણસ રાજાના સેવક તરીકે યોગ્ય છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

રાજા લોકોનું કલ્યાણ કરતો હોય તો પણ સેવકો વગર શોભતો નથી. જેમ સૂર્ય જાતે તેજસ્વી હોવા છતાં કિરણો વગર શોભતો નથી.

- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

 

- રાજા માર મારે, કઠોર વાત કહે, દંડ પણ દે, તો પણ જે સેવક રાજાનું બુરૂં ઈચ્છતો નથી તે જ રાજાઓ માટે સાચો સેવક છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

કવિ સંમેલનમાં કવિ છગને કવિતા લલકારી...
‘રામચન્દ્ર કહ ગયે સિયા સે,
ઐસા કલજુગ આયેગા...
હંસ ચુગેગા દાના ઔર
કૌઆ મોતી ખાયેગા...’
કવિ છગન પછી કવિ મગનનો વારો હતો. એણે પણ તુલસીદાસની ચોપાઈ લલકારી...
‘રામચન્દ્ર કહ ગયે સિયાસે,
ઐસા કલયુગ આયેગા
અણ્ણા રહેગા ભૂખા પ્યાસા,
કસાબ બિરીયાની ખાયેગા...’

[Top]
 

આજ ની રેસીપી

 

પાઈનેપલ આઈસ્ક્રીમ
સામગ્રીઃ ૧ લિટર દૂધ, ૪૦૦ ગ્રામ ક્રીમ, ૧/૨ બેગ જીલેટીન, ૧ ચમચી પાયનેપલ, એસેંસ, ૧૩ ચમચા સાકર, ૧ ટિન નાનું પાયનેપલ, સ્લાઈસ, ૧ કપ પાયનેપલ સિરપ, ૧ ચમચો કસ્ટર્ડ પાવડર.
રીતઃ એક કપ દૂધમાં કસ્ટર્ડ પાવડર ઓગાળવો. બાકીનું દૂધ ગરમ કરવા મૂકવું. સાકર નાંખી હલાવવું. ગરમ દૂધમાં કસ્ટર્ડવાળું દૂધ નાંખી, હલાવી, ઊભરો આવે પછી નીચે ઉતારી ઠંડુ કરવું. જિલેટીન સિરપમાં ઓગાળી, ગરમ કરી, ઠંડુ પાડી દૂધમાં નાંખવું. ક્રીમ નાંખવું. એસેંસ નાંખી, ઢાંકીને ડબ્બામાં સેટ કરવા મૂકવું. પાયનેપલના ટુકડા બારીક કરી બાજુ પર ફ્રીજમાં રાખવા. સેટ થયેલા આઈસ્ક્રીમના ટુકડા કરી લિક્વિડાઈઝ કરવું. બઘું મળીને લગભગ ૧૨ કલાક લાગશે.
પાયનેપલના ટુકડા બારીક અને પાતળા સમારવા. વધારે પાયનેપલ પસંદ હોય તો મોટું ટિન વાપરી શકાય.

[Top]

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved