Last Update : 08-April-2012, Sunday
 
બડીબડી વાતો કરનાર અખિલેશ પણ ગુનાખોરો સામે નમી પડ્યો !

- ‘દાદા’ઓના હાથમાં ઉત્તર પ્રદેશની સરકાર !
- અખિલેશના પ્રધાનમંડળમાં ૨૮ પ્રધાનો ગુનાખોર !
- પક્ષમાં નહીં હોવા છતાં મુલાયમે જેને પ્રધાન બનાવ્યા એ રાજાભૈયા કોણ છે ?
- અણ્ણા હઝારે કે કેજરીવાલ કે સિસોદીયા વગેરે કેમ ચૂપ છે ? તેઓ કોઈ ત્યાં કેમ નથી જતા ?

 

‘નેટવર્ક’ પહેલાંથી જ કહે છે કે... હજાર અણ્ણા હજારે આવે કે લાખો લોકપાલ હોય કે સેંકડો કેજરીવાલ આવે તો પણ આપણા દેશમાંથી ભ્રષ્ટાચાર દૂર થવાનો નથી કે ગુનાખોરી દૂર થવાની નથી. (કારણ કે કેજરીવાલ જ ભ્રષ્ટાચાર કરીને ટી.વી.માં ઇન્ટરવ્યુ લેવરાવે છે અને સમાચારો પ્રસારિત કરાવે છે જ્યારે અણ્ણા ‘રિમોટ કન્ટ્રોલ’થી જવાબો આપે છે અને લોકશાહી તથા સંસદ અને લોકસભાના સભ્યોને ચૂંટનાર કરોડો મતદારોનું અપમાન કરનારા શબ્દો કેજરીવાલ બોલાવે એમ બોલે છે. એની ટીમના બધા જ સભ્યો વિદેશથી આવતા કાળા નાણાના જોર એનજીઓ પર જીવી રહ્યા છે. એટલે કે પોલીસના સ્વાંગમાં ચોર લૂંટારા જ કામ કરી રહ્યા છે.
દા.ત. દેશના સૌથી મોટા રાજ્યનો નાની ઉંમરમાં મુખ્યપ્રધાન બનીને તથા પાંચ વર્ષ સુધી મુખ્યપ્રધાનપદે રહેનાર માયાવતી જેવી દલિત નેતાને તેમજ ત્રણ ત્રણ વર્ષથી ઘૂળ અને કાદવ ખુંદનાર રાહુલ ગાંધી જેવા યુવાન નેતાને પછાડીને જંગી બહુમતિથી સત્તામાં આવેલા અને ગુનાખોર રાજકારણીઓને જરા પણ કોઠું આપવાથી દૂર રહેવાની વાતો કરનાર અખિલેશ યાદવને મુખ્યપ્રધાન બન્યા પછી એવી તે શી મજબૂરી આવી ગઈ કે એણે પોતાના પ્રધાન મંડળમાં ૪૭ પ્રધાનો લીધા એમાં ૨૮ તો ગુનાખોર છે !
અખિલેશે સ્વચ્છ અને શુદ્ધ રાજકારણની વાતો કરીને જનતાને એટલે કે મતદારોને છેતર્યા... એવો આનો અર્થ થયો ને ?
આ ઉપરાંત સૌને નવાઈ તો એ લાગે છે કે... જે માણસ એમના સમાજવાદી પક્ષનો સભ્ય નથી, જે માણસ ઉપર ૪૦-૫૦ ક્રિમીનલ કેસ થયેલા છે, જે માણસ જામીન ઉપર છૂટીને જેલની બહાર છે... એ માણસને કેબીનેટ કક્ષાનો પ્રધાન બનાવવાની અખિલેશને શું ગરજ પડી ? એનું નામ રધુરાજ પ્રતાપસંિહ યાને રાજાભૈયા છે અને એની ઉપર એક-બે કે દસ બાર નહીં પણ પિસ્તાલીસ પિસ્તાલીસ ક્રિમીનલ કેસ થયેલા છે અને એમને પોટા પણ લાગુ પડેલો છે અને પોટા નીચે એ જેલમાં પણ હતા.
એવા ગુનેગારને અખિલેશે ઉ.પ્રદેશમાં જેલ ખાતાના પ્રધાન બનાવ્યો છે !
આનો પડદા પાછળનો, કાનમાં કહું તો, અર્થ એ થયો કે... અખિલેશસંિહ અને એના પિતા મુલાયમસંિહ... ‘સંિહ’ નથી પણ શિયાળ છે ! આટલું બઘું ડરવાનું ? રાજા ભૈયાને પ્રધાન ન બનાવે તો ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પક્ષની સત્તામાં કશો જ ફરક પડવાનો નહોતો. ઉત્તર પ્રદેશની વિધાનસભામાં ૪૦૩ સભ્યોમાં ૨૨૪ વિધાનસભ્યો સમાજવાદી પક્ષના છે... એટલે એમાં રાજા ભૈયા ન હોય તો ક્યાં ફેર પડે તેમ હતું ?
રાજા ભૈયાને... ચાલો... પ્રધાન બનાવે એનો વાંધો નતી... પણ એને કેબીનેટ કક્ષાનો પ્રધાન બનાવવો પડે એવી મજબૂરી અખિલેશને કેમ સહેવી પડે ? દેશભરમાં જનતા સ્વચ્છ અને શુદ્ધ રાજકારણ અને નેતાઓને ઇચ્છે છે... એ માટેની જનતાની જાગૃતિ વધી ગઈ છે તથા અખિલેશને એના એક આદર્શ નાયક તરીકે જોવામાં આવતો હોય ત્યારે અખિલેશ આ રીતે નામર્દપણું બતાવે તો જનતા ક્યાં આશા રાખે ?
રાજા ભૈયા વિષેની ટીકાના જવાબમાં મુલાયમસંિહ યાદવ કહે છે કે.... ‘રાજા ભૈયા ઉપર ૪૦-૫૦ કેસો થયેલા છે પણ એક પણ કોર્ટમાં રાજા ભૈયા ગુનેગાર પુરવાર નથી થયા..’ (આપણી કોર્ટો એવી છે કે ગુનેગાર છૂટી જાય છે અને નિર્દોષ ફાંસીએ લટકે છે ! કસાબને જૂઓને ! પુરતા પુરાવા છે અને એને ફાંસીની સજા થઈ છે છતાં ત્રણ ત્રણ વર્ષથી આપણા જનતાના કરોડો રૂપિયાના ખર્ચે હજી એને જીવતો રાખવામાં આવે છે !)
મુલાયમસંિહના કહેવાનો એવો અર્થ થઈ શકે કે... કેન્દ્રમાં મુલાયમસંિહનું ચાલે તો એ રાજા ભૈયાને વડાપ્રધાન પણ બનાવે !
રાજા ભૈયા ઉત્તરપ્રદેશમાં ૪૩ કી.મી. વિસ્તારવાળા અદરી રાજ્યના રાજા છે. એમની સ્થાવર મિલકત ૩.૮૯ કરોડ રૂપિયા અને જંગમ મિલકત ૩.૨૨ કરોડ ગણાય છે. એ લખનૌ યુનિવર્સિટીમાંથી મિલીટરી સાયન્સ અને મઘ્યકાલીન ભારતીય ઇતિહાસમાં સ્નાતક થયેલા છે. એમને કૂતરા પાળવાથી માંડી ઘોડેસવારી તથા વોલીબોલ અને બંદૂકબાજીનો શોખ છે. એમની પાસે પ્રતાપગઢમાં ૪૫,૫૦૦ હેક્ટર જમીન છે તથા ગાઝીયાબાદમાં ૧૮૦ ચો.મીટર જમીન, નૈનીતાલમાં ૦.૫૫૩ હેક્ટર જમીન, પ્રતાપગઢમાં ૩ વીઘા જમીનમાં ફેલાયેલો મહેલ, નઈ દિલ્લી ગ્રીનપાર્કમાં ૩૭૪ ચો.મીટરમાં ફેલાયેલું મકાન વગેરે મિલકત છે.
ઉ.પ્ર. વિધાનસભામાં તેઓ પાંચમી વખત ચૂંટાયા છે. તેઓ મુલાયમસંિહ સાથે વર્ષોથી જોડાયેલા છે. આ અગાઉ મુલાયમસંિહની સરકારમાં પણ તેઓ પ્રધાન હતા છતાં પણ મુલાયમસંિહના સમાજવાદી પક્ષના સભ્ય નથી અને સ્વતંત્ર રીતે ચૂંટણી લડે છે. સમાજવાદી પક્ષ એટલે મુલાયમસંિહ યાદવ એમની સામે ઉમેદવાર ઊભો નથી રાખતા. રાજા ભૈયા એમને પોતાનું હેલિકોપ્ટર વાપરવા આપે છે. સમાજવાદી પક્ષમાં જ કહેવાય છે કે રાજા ભૈયાને મુલાયમસંિહ યાદવ કદી કોઈ બાબતની ના કહી શકતા નથી. મુલાયમસંિહ હંમેશા એમને જીહજુર કરનારા છે.
૨૦૦૭ પહેલાં મુલાયમની સરકારમાં રાજાભૈયા અનાજ અને પુરવઠા ખાતાના પ્રધાન હતા. એ વખતે એમણે કેન્દ્ર સરકારે ગરીબો માટે આપેલા અનાજના પુરવઠાને કાળા બજારીયાઓને બારોબાર આપી દીધેલું એની તપાસ સીબીઆઈ કરી રહી છે.
આવા રાજા ભૈયાથી મુલાયમ અને અખિલેશ જ ડરે છે એવું નથી પણ ભાજપના વિનય કટિયાર અને રાજનાથ સંિહ જેવા ય ડરે છે. ભાજપ ૧૯૯૮માં ઉ.પ્ર.માં સત્તામાં હતો ત્યારે ભાજપે પણ એમને પ્રધાન બનાવેલા. ભાજપે એમને કાર્યક્રમના અમલીકરણના પ્રધાન પહેલા બનાવેલા અને પછી રમતગમત અને યુવાન કલ્યાણ ખાતાના પ્રધાન બનાવેલા. ૨૦૦૦માં ભાજપના રાજનાથસંિહ મુખ્યપ્રધાન બન્યા ત્યારે પણ ભાજપે એમને પ્રધાન બનાવેલા.
રાજાભૈયાથી જો કોઈ ડરતું ન હોય તો એ છે માયાવતી. ૨૦૦૨માં માયાવતી સત્તામાં આવ્યા એટલે માયાવતીએ એમને અને એમના વયોવૃદ્ધ પિતા ઉદયપ્રતાપસંિહને તથા એમના પિતરાઈભાઈ અક્ષયપ્રતાપસંિહને પોટા નીચે જેલમાં પુરેલા.
૨૦૦૩માં મુલાયમસંિહ ફરી સત્તામાં આવ્યા એટલે રાજાભૈયાનું પાંદડું ફરી ફર્યું. એમની સામેના પોટા નીચેના આરોપો મુલાયમસંિહે સત્તા પર બેસતા જ ૩૦ જ મિનિટમાં દૂર કર્યા ! એ સાથે મુલાયમે એમને ઝેડ કેટેગરીથી સિક્યોરિટી પણ આપી.
અપહરણ, લૂંટફાટ અને ખૂનના એમની ઉપર ૪૫ કેસો છે. જોકે એ કેસો માયાવતીના રાજ દરમિયાન કરાયેલા છે એટલે એનું વજુદ કેટલું એ એક મોટો સવાલ છે.
તેમ છતાં આ રાજા ભૈયાની દાદાગીરી પણ જુઓ ! લગભગ દસ વર્ષ પહેલાં રાજા ભૈયાને ત્યાં દરોડો પાડનાર પોલિસ ઓફિસર આર.એસ.પાંડેનું એ પછી થોડાંક જ દિવસોમાં એક માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયેલું. એની તપાસ હજી ચાલુ છે.
કેટલાક વર્ષો પહેલાં રાજા ભૈયાના રાજ્યની હદ પહેલાં ત્રણ કી.મી. દૂર એક બોર્ડ લગાવેલું હતું જેમાં લખેલું હતું કે... ‘રાજ્ય સરકારની હદ અહીં સમાપ્ત થાય છે.’
રાજા ભૈયા અને એનું કુટુંબ કાયદાને તોડતા કે મરોડતા નથી પણ પોતાના જ હુકમોને કાયદો ગણાવે છે. એની ઉપર કે એના કુટુંબ ઉપર ગમે તે આરોપ ભલે હોય પણ પોલિસ કદી એની હદમાં ધુસવાની હંિમત કરતી નથી.
રાજા ભૈયાના ટેકેદારોએ ‘રાજા ભૈયા યુથ બ્રિગેડ’ બનાવી છે જેનો હેતુ જનતાના સુખદુઃખનું ઘ્યાન રાખવું, ગરીબોને આર્થિક મદદ કરવી, કોઈપણ જાતિની કન્યાના લગ્ન કરાવવા જેવા કામો કરે છે.
અખિલેશ સંિહ યાદવે આ રાજા ભૈયા ઉપરાંત જે ગુનાખોરોને પ્રધાન બનાવ્યા છે એમાં એક અરવંિદસંિહ ગોપ છે. એમની સામે જ કેસ ચાલે છે અને ગ્રામ વિકાસ ખાતાના પ્રધાન એમને બનાવ્યા છે.
બીજા મનોજકુમાર પારસ છે. એમને નાગરિક સલામતી, કોર્ટ ફી, રજીસ્ટ્રેશન જેવા ખાતાના પ્રધાન બનાવ્યા છે. એમની સામે ૨ કેસ છે.
ત્રીજો છે મહેબૂબ અલી. તેઓ રેશમ ઉદ્યોગ અને વસ્ત્ર ઉદ્યોગના પ્રધાન છે. એમની સામે ૨૨ કેસો છે.
ઓમ પ્રકાશસંિહ ચોથા પ્રધાન છે. જમીન વિકાસ અને જળ સાધન ખાતાના તેઓ પ્રધાન છે. એમની સામે ૬ કેસ છે.
જગદીશ સોનકર પાંચમા પ્રધાન છે જેમની સામે ૨ જ કેસ છે.
છઠ્ઠા છે રામકરન આર્ય. તેઓ યુવા કલ્યાણ ખાતાના પ્રધાન છે અને એમની સામે બે જ કેસ થયેલા છે.

- ગુણવંત છો. શાહ

 

કોના બાપની...?

ભાજપ સરકાર અટલના ફોટાઓ ચોંટાડવા રૂપિયા ૨૪,૦૦,૦૦,૦૦૦ ખર્ચશે (કોના...?) (કામ ભાજપનું, નામ મુખ્યપ્રધાનનું અને રૂપિયા જનતાના આપણા !)
સંઘ અને ભાજપ બન્નેએ એમના જન્મદાતાઓ ડૉ. હેડગેવાર કે ગુરૂજી કે શ્યામાપ્રસાદ મુકરજીને તડકે મૂકીને ગાંધીજી, આંબેડકર અને અટલજીને પૂજવા માંડ્યા છે !
અટલજી હજી જીવે છે પણ સ્મૃતિ ભ્રંશના રોગ સાથે જીવે છે. પણ એમની લોકપ્રિયતાની છબિને રોકડી કરી લેવાની યુક્તિ સંઘ અને ભાજપ અજમાવી રહ્યા છે. ઉત્તર પ્રદેશની ચૂંટણીનું સંચાલન છ વર્ષથી સંઘે પોતાના હાથમાં લઈ લીધેલું અને ઉમેદવારોના નામો નક્કી કરવાથી માંડી સંજય જોષી અને ઉમા ભારતી જેવા બદનામ નામોને ચૂંટણીનું સંચાલન સોંપવા સુધીની જવાબદારી સંઘે પોતાના હાથમાં રાખેલી છતાં ઉ.પ્રદેશમાં ભાજપે માર ખાધા પછી સંઘને અક્કલ આવી છે ! હવે સંઘ કહે છે કે ઉ.પ્રદેશમાં અટલબિહારી બાજપેયીના નામનો ઉપોગ કર્યો હોત તો સારું હતું !
મઘ્યપ્રદેશમાં બીજીવાર સત્તામાં આવેલી ભાજપ હવે ત્રીજીવાર (હેકટ્રીક) આપવાની વેતરણ અત્યારથી કરી રહી છે અને એ માટે એણે એક ઉપાય તરીકે અટલબિહારીના નામ છબિને વટાવી ખાવાની યોજના બનાવી છે.
બાજપેયીના જન્મદિનને મઘ્યપ્રદેશની સરકારે ‘સુવહીવટ દિન’ તરીકે ઉજવેલો. હવે બાજપેયીના ફોટા સરકારના રાજ્યભરની દરેક નાની મોટી ઓફિસો, સરકારી સ્કુલો વગેરેમાં લગાવવામાં આવી રહ્યા છે. એ માટે બે મહિનાનો સમય આપવામાં આવ્યો છે.
બાજપેયીના લગભગ ૩,૦૦,૦૦૦ ફોટા રૂપિયા ૨૪,૦૦,૦૦,૦૦૦ના ખર્ચે (કોના...?) મઘ્યપ્રદેશની સરકારી ઓફિસોમાં લગાવવામાં આવી રહ્યા છે. (એ માટેનો કોન્ટ્રાક્ટ મેળવનાર માલામાલ થઈ ગયો છે... એની માહિતી આઈટી દ્વારા મેળવવી જોઈએ).
મઘ્યપ્રદેશમાં પણ કર્ણાટકની જેમ ૨૦૧૩માં ચૂંટણીઓ છે જેની તૈયારી સંઘે ક્યારનીય પોતાના હાથમાં લઈ લીધી છે.
રાજ્યમાં લગભગ ૩,૦૦,૦૦૦ સરકારી ઓફિસો છે જેમાં સૌથી વઘુ સ્કુલો છે જેની સંખ્યા ૧,૩૭,૦૦૦ છે. જ્યારે આંગણવાડી કેન્દ્રો ૬૯,૨૩૮ છે. એ બન્નેમાં ફોટા લગાવ્યા પછી નંબર આવે છે. આરોગ્ય મથકોનો. રાજ્યના ૮૮૬૦ આરોગ્ય કેન્દ્રો છે, મોટી હોસ્પિટલો ૧,૬૨૦ છે, પ્રાથમિક સારવાર કેન્દ્રો ૧,૧૫૫, પોલીસ થાણા ૯૪૩, પોલીસ ચોકીઓ ૪૮૦, બાલવિકાસ કેન્દ્રો ૩૬૭, તાલુકા મથકો ૩૧૮, પંચાયતો ૩૧૩, નગર પંચાયતો ૨૩૬, આદિવાસી વિકાસ કેન્દ્રો ૮૯, નગરપાલિકાઓ ૮૮, કલેક્ટર જિલ્લા પંચાયતો ૫૦-૫૦, કન્ટ્રોલ રૂમ ૧૮, ડીઆઈજી પોલિસ ૧૫, આઈજી પોલીસ ૧૧ વગેરે બધે જ અટલજીના ફોટો લગાવાશે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
બેંગ્લોરે દિલ્હી ડેરડેવિલ્સ સામે ૨૦ રનથી આસાન વિજય મેળવ્યો
ઈંગ્લેન્ડે આખરી ટેસ્ટમાં શ્રીલંકાને હરાવીને નંબર વનનો તાજ જાળવ્યો
ડેવિસ કપઃભારતનો ૦-૩થી ઉઝબેકિસ્તાન સામે પરાજય

રહાનેની બેટિંગમા વધુ પરિપક્વતા જોવા મળી

આજે જીતના જુસ્સા સાથે જ પંજાબ સામે રમવા ઉતરીશું

શેરબજારની સુધારાની ચાલમાં સ્મોલ-મીડકેપ શેરોનો મોટો ફાળો
સિનિયર સિટિઝનોને એટીએમ દરોમાં માફી આપવા આરબીઆઈનો અનુરોધ
સુરેન્દ્રનગરમાં પાંચ દિવસે ૨૦થી ૨૫ મિનિટ મળતું પાણી
બારડોલીના વૈદ્યે સોપારી આપી બંને લેણદારોની હત્યા કરાવી

માંજલપુરમાં હનુમાનજીની પ્રતિમા સાથેનું મંદિર જમીનમાં ઉતરી ગયું

સિંહોના ઘરમાં ફરી લાગ્યો દવઃ બે સિંહબાળ ભુંજાયાની ભીતિ
માટલામાં ઝેરી દવા નાખી પરિવારનું કાસળ કાઢવાનો પ્રયાસ
ગુરુવારે ફેબુ્રઆરીના આઇઆઇજી આંક, શુક્રવારે ઇન્ફોસીસના પરિણામ,
ઝવેરીબજારો ફરી ધમધમી ઊઠયાઃ લગ્નસરા વચ્ચે બજારોમાં ખરીદીની રોનક પાછી
ગત સપ્તાહે વિશ્વના ટોચના ૨૦ ધનિકોએ ગુમાવેલા ૯ બિલિયન ડોલર
 
 

Gujarat Samachar Plus

સેઈલીંગ બોટનું અધૂરું સ્વપ્ન મધ દરિયે સાચું પડયું
દેશી તડબૂચને દેશવટો
ભંગારના ભાવે એન્ટિકને અલવિદા
 

Gujarat Samachar Plus

મામાનું ઘર કેટલે આયખુ વિતી જાય એટલે
ચિંતાને ચિંતનમાં પરિવર્તિત કરવાની આદત કેળવો
ગુજરાતમાં ટુરિસ્ટ પ્લેસીસ કરતા ધાર્મિક સ્થાનો વધુ
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved