Last Update : 08-April-2012, Sunday
 
દિલ્હીની વાત
 

ભારત-પાક વચ્ચે શાબ્દિક ટપાટપી
લશ્કર એ તોઈબાના હફીઝ સઈદ અંગે બે પાડોશી દેશો વચ્ચે શાબ્દિક યુદ્ધ ચાલી રહ્યું છે. આવતીકાલે રવિવારે પાકિસ્તાનના વડા આસીફ ઝરદારી જ્યારે ભારતની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે આ શાબ્દિક ટપાટપી પર સૌની નજર જાય છે. ઝરદારી, અજમેર શરીફ આવી રહ્યા છે. પાકિસ્તાનના વડાપ્રધાન યુસુફ રઝા ગીલાનીએ કહ્યું છે કે સઈદનો મામલો એ પાકિસ્તાનની આંતરિક બાબત છે. કોઈની પાસે સઈદ અંગેની કોઈ સાબિતી હોય તો તે પાકિસ્તાનને આપે. ભારત વિરોધી ત્રાસવાદી પ્રવૃત્તિને સઈદ સહાય ટેકો આપે છે એમ કહી વિદેશ પ્રધાન એસ.એમ. ક્રિષ્નાએ પોતાની વાત દોહરાવી છે. ક્રિષ્નાએ તો એમ પણ કહ્યું છે કે વડાપ્રધાન અને ઝરદારી વચ્ચેની મંત્રણામાં સઈદનો મુદ્દો પણ ચર્ચાશે...
બિલાલ ભુટ્ટો પણ ભારત આવશે
પાકિસ્તાનના વડા ઝરદારી ભારત આવશે ત્યારે તેમની સાથે તેમનો ઓસ્કફોર્ડમાં ભણેલો પુત્ર બિલાલ ઝરદારી ભુટ્ટો પણ આવશે. દિલ્હીમાં વડાપ્રધાન મનમોહનસિંહ સાથે યોજાયેલા ભોજન સમારંભમાં બંધ બારણે ચાલનાર ૪૫ મિનિટની બેઠકમાં બિલાલ પણ જોડાશે. આ બેઠક અંગે કોઈ એજન્ડા તૈયાર થયો નથી, પણ ભોજનમાં વડાપ્રધાનના પ્રધાન મંડળના સાથીઓ, એનએસએ અને વિદેશ સચિવ પણ જોડાશે.
મહત્વના મુદ્દે સમાધાન જરૃરી
આ બંને દેશો વચ્ચેના સંબંધોના ભૂતકાળ પર નજર કરીએ તો સંબંધો તંગ રહ્યા છે, બંને દેશના રાજદૂતો મોટી અપેક્ષાઓ રાખી રહ્યા છે. બંને દેશના અધિકારીઓ ''થોભો અને રાહ જુઓ'' તેમજ સૌ સારા વાના થશે એવી આશા રાખે છે. જોકે ઝરદારીની આ મુલાકાતથી ભારતને કોઈ લાભ થાય એમ નથી. આ દરમ્યાન ભારતના વડાપ્રધાનની લાંબા સમયથી પાકિસ્તાનની પેન્ડીંગ મુલાકાતને ઓપ અપાય એમ છે. પાકિસ્તાનના આમંત્રણને ભૂતકાળમાં તેમણે નહોતું સ્વીકાર્યું. જોકે કેટલાક મહત્ત્વના મુદ્દે સમાધાન થાય તો જ મનમોહનસિંહની પાકિસ્તાનની મુલાકાત ઉપયોગી બની શકે એમ છે.
૭૦ ટકા બાળકો એનીમીક
આજે વિશ્વ આરોગ્ય દિવસ છે. આરોગ્ય સંબંધી અનેક નિષ્ણાતોએ તેમના મત આપ્યા છે. ખરાબ સમાચાર એ છે કે ૭૦ ટકા જેટલા બાળકો અને ગર્ભવતી મહિલાઓ એનિમીયાથી પીડાય છે. અન્ય એક સર્વે પરથી માલુમ પડયું છે કે પુરુષો વધુ આપઘાત કરે છે અને મહિલાઓ કરતાં છ વર્ષ ઓછું જીવે છે જેના કારણે વિધવાઓની સંખ્યા વધી છે. મોટા ભાગના પુરૃષોને પ્રોસ્ટેટ કેન્સર થાય છે, પ્રોસ્ટેટ કેન્સર પરનો આંતરરાષ્ટ્રીય સેમિનાર દિલ્હીમાં યોજાઈ રહ્યો છે જે મોટી ઉંમરના પુરુષો પર ધ્યાન કેન્દ્રીત કરશે.
૧૦૦ વર્ષ ઉપરના ૧૬૭૫ પેન્સનર્સ
વધુ એક સારા સમાચાર. પેન્સન ડિપાર્ટમેન્ટના જણાવ્યા પ્રમાણે ૨૦૧૧માં ૧૦૦ વર્ષની ઉપરના પેન્સન મેળવતા લોકોની સંખ્યા ૧૬૭૫ હતી. જ્યારે ૨૦૧૦માં તે ૧૨૯૧ હતી. ૯૫ વર્ષ ઉપરના ૭૩૮, ૯૦ વર્ષ ઉપરના ૨૧૭૪ અને ૮૦થી વધુ ઉંમરના ૩૪૯૧ પેન્સનર્સ છે.
- ઈન્દર સાહની

Share |
 

Gujarat Samachar Plus

સેઈલીંગ બોટનું અધૂરું સ્વપ્ન મધ દરિયે સાચું પડયું
દેશી તડબૂચને દેશવટો
ભંગારના ભાવે એન્ટિકને અલવિદા
 

Gujarat Samachar Plus

મામાનું ઘર કેટલે આયખુ વિતી જાય એટલે
ચિંતાને ચિંતનમાં પરિવર્તિત કરવાની આદત કેળવો
ગુજરાતમાં ટુરિસ્ટ પ્લેસીસ કરતા ધાર્મિક સ્થાનો વધુ
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved