Last Update : 08-April-2012, Sunday
 
 

ડી'વિલિયર્સના ૬ ચોગ્ગા, ૨ છગ્ગા સાથે ૪૨ બોલમાં ૬૪*
બેંગ્લોરે દિલ્હી ડેરડેવિલ્સ સામે ૨૦ રનથી આસાન વિજય મેળવ્યો

૧૫૮ના પડકાર સામે દિલ્હીના ૭ વિકેટે ૧૩૭ ઃ મુરલીધરનની ૨૫ રનમાં ત્રણ વિકેટ

બેંગ્લોર,તા.૭
ડી'વિલિયર્સની ૬ ચોગ્ગા અને ૨ છગ્ગા સાથેની ૪૨ બોલમાં અણનમ ૬૪ રનની ઇનિંગ બાદ મુરલીધરને ત્રણ વિકેટ ઝડપતાં બેંગ્લોરે દિલ્હી ડેરડેવિલ્સ સામે ૨૦ રનથી આસાન વિજય મેળવ્યો હતો. જીતવા માટેના ૧૫૮ રનના પડકારનો પીછો કરતાં દિલ્હી નિર્ધારિત ૨૦ ઓવરમાં ૭ વિકેેેટે ૧૩૭ રન જ કરી શક્યું હતુ. આ સાથે બેંગ્લોરે વિજય સાથે નવી સિઝનનો પ્રારંભ કર્યો હતો.
બેંગ્લોરના એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી ટ્વેન્ટી-૨૦માં દિલ્હીના કેપ્ટન સેહવાગે ટોસ જીતીને બેંગ્લોરને બેટિંગમાં ઉતાર્યું હતુ. મેકડોનાલ્ડે ૧૯ બોલમાં ૪ ચોગ્ગા અને ૨ છગ્ગા સાથે આક્રમક ૩૦ રન ફટકાર્યા હતા. જો કે ચેતેશ્વર પુજારા ૧૧ રને અને કોહલી ૮ રને પેવેલિયન ભેગા થતાં ટીમની શરૃઆત ધીમી રહી હતી. એક છેડેથી વિકેટ પડવાનો સિલસિલો જારી રહ્યો હતો ત્યારે ડી'વિલિયર્સે આક્રમક બેટિંગ જારી રાખી હતી.
એસ.તિવારી ૩, એમ.અગ્રવાલ ૧૬, વેટોરી ૩ રને આઉટ થયાં હતા. ડી.વિલિયર્સે વિનય કુમારની મદદથી લડત આપવાની જારી રાખી હતી. સાતમી વિકેટની ભાગીદારીમાં આ જોડીએ ૫૪ રન જોડયા હતા. જે આખરે નિર્ણાયક પૂરવાર થયાં હતા. વિનયે ૧૬ બોલમાં ૧ ચોગ્ગા સાથે ૧૮ રન ફટકાર્યા હતા. દિલ્હી તરફથી બ્રેસવેલે ત્રણ અને મોર્ની મોર્કલે બે વિકેટ ઝડપી હતી.જવાબમાં દિલ્હીની શરૃઆત કંગાળ રહી હતી. ઝહીરે પહેલી ઓવરના પાંચમાં બોલે સેહવાગને ખાતુ ખોલાવે તે પહેલા પેવેલિયન ભેગો કર્યો હતો. ત્યાર બાદ ફિન્ચ અને નમન ઓઝાએ ટીમને સંભાળવાનો પ્રયાસ કર્યો હતો. ઓઝાએ ૨૬ બોલમાં ૪ ચોગ્ગા અને ૧ છગ્ગા સાથે ૩૩ રન ફટકાર્યા હતા. જ્યારે ફિન્ચે ૨૪ બોલમાં ૩ ચોગ્ગા સાથે ૨૫ રન કર્યા હતા. જો કે પછીથી બેટ્સમેનોએ નિયમિત અંતરે વિકેટ ગુમાવી હતી.
ઇરફાન પઠાણે લડત આપવાનો પ્રયાસ કરતાં ૧૫ બોલમાં ૨ ચોગ્ગા અને ૧ છગ્ગા સાથે ૨૪ રન ફટકાર્યા હતા પણ તે મેચ વિનિંગ ઇનિંગ રમી શક્યો નહતો. બેંગ્લોર તરફથી મુરલીધરને ૨૫ રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી.
બેંગ્લોર

-

રન

બોલ

મેક્ડોનાલ્ડ કો.બ્રાસવેલ બો.મોર્કલ

૩૦

૧૯

પુજારા કો.આઇ.પઠાણ બો.મોર્કલ

૧૧

૧૨

કોહલી કો.નાગર બો.બ્રેસવેલ

૦૮

૦૮

ડી'વિલિયર્સ અણનમ

૬૪

૪૨

એસ.તિવારી એલબી બો.મેક્સવેલ

૦૧

૦૩

અગ્રવાલ કો.નાગર બો.નદીમ

૧૬

૧૫

વેટોરી રનઆઉટ

૦૩

૦૪

વિનય કો.મોર્કલ બો.બ્રાસવેલ

૧૮

૧૬

હર્ષલ પટેલ બો.બ્રાસવેલ

૦૦

૦૧

વધારાના (લેગબાય ૪, વાઇડ ૨)

૦૬

 

 

 

કુલ ૨૦ ઓવરમાં ૮ વિકેટે

૧૫૭

 

 

 


વિકેટનો ક્રમ ઃ ૧-૩૭ (પુજારા ૩.૬), ૨-૪૬ (મેક્ડોનાલ્ડ ૫.૬), ૩-૫૬ (કોહલી ૭.૨), ૪-૫૯ (તિવારી ૮.૧), ૫-૮૫ (અગ્રવાલ ૧૨.૨), ૬-૧૦૩ (વેટોરી ૧૪.૨), ૭-૧૫૭ (વિનય ૧૯.૫), ૮-૧૫૭ (હર્ષલ પટેલ ૧૯.૬).બોલિંગ ઃ આઇ.પઠાણ ૪-૦-૪૭-૦, બ્રાસવેલ ૪-૦-૩૨-૩, મોર્કલ ૪-૦-૩૦-૨, યુ.યાદવ ૨-૦-૮-૦, નદીમ ૪-૦-૨૬-૧, મેક્સવેલ ૨-૦-૧૦-૧.
દિલ્હી ડેરડેવિલ્સ

-

રન

બોલ

ફિન્ચ એલબી બો.મુરલીધરન

૨૫

૨૪

સેહવાગ કો.પુજારા બો.ઝહીર

૦૦

૦૧

એન.ઓઝા કો.કોહલી બો.મુરલીધરન

૩૩

૨૬

વેણુગોપાલ કો.અગ્રવાલ બો.મેક્ડોનાલ્ડ

૧૮

૨૩

મેક્સવેલ કો.ઝહીર બો.મુરલીધરન

૦૩

૦૪

નાગર કો.પટેલ બો.વેટોરી

૧૬

૧૫

આઇ.પઠાણ રનઆઉટ

૨૪

૧૫

બ્રાસવેલ અણનમ

૧૨

૦૯

એમ.મોર્કલ અણનમ

૦૨

૦૩

વધારાના (લેગબાય ૨, વાઇડ ૨)

૦૪

 

 

 

કુલ ૨૦ ઓવરમાં ૭ વિકેટે

૧૩૭

 

 

 


વિકેટનો ક્રમ ઃ ૧-૧૩ (સેહવાગ ૦.૫), ૨-૫૫ (ઓઝા ૭.૩), ૩-૬૮ (ફિન્ચ ૯.૫), ૪-૭૬ (મેક્સવેલ ૧૧.૪), ૫-૮૩ (વેણુગોપાલ ૧૩.૪), ૬-૧૧૫ (નાગર ૧૬.૬), ૭-૧૩૧ (આઇ.પઠાણ ૧૮.૬).બોલિંગ ઃ ઝહીર ૪-૦-૩૬-૧, વિનય ૪-૦-૨૫-૦, મેક્ડોનાલ્ડ ૨-૦-૧૧-૧, વેટોરી ૪-૦-૨૮-૧, મુરલીધરન ૪-૦-૨૫-૩, એચ.પટેલ ૨-૦-૧૦-૦.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
બેંગ્લોરે દિલ્હી ડેરડેવિલ્સ સામે ૨૦ રનથી આસાન વિજય મેળવ્યો
ઈંગ્લેન્ડે આખરી ટેસ્ટમાં શ્રીલંકાને હરાવીને નંબર વનનો તાજ જાળવ્યો
ડેવિસ કપઃભારતનો ૦-૩થી ઉઝબેકિસ્તાન સામે પરાજય

રહાનેની બેટિંગમા વધુ પરિપક્વતા જોવા મળી

આજે જીતના જુસ્સા સાથે જ પંજાબ સામે રમવા ઉતરીશું

શેરબજારની સુધારાની ચાલમાં સ્મોલ-મીડકેપ શેરોનો મોટો ફાળો
સિનિયર સિટિઝનોને એટીએમ દરોમાં માફી આપવા આરબીઆઈનો અનુરોધ
સુરેન્દ્રનગરમાં પાંચ દિવસે ૨૦થી ૨૫ મિનિટ મળતું પાણી
બારડોલીના વૈદ્યે સોપારી આપી બંને લેણદારોની હત્યા કરાવી

માંજલપુરમાં હનુમાનજીની પ્રતિમા સાથેનું મંદિર જમીનમાં ઉતરી ગયું

સિંહોના ઘરમાં ફરી લાગ્યો દવઃ બે સિંહબાળ ભુંજાયાની ભીતિ
માટલામાં ઝેરી દવા નાખી પરિવારનું કાસળ કાઢવાનો પ્રયાસ
ગુરુવારે ફેબુ્રઆરીના આઇઆઇજી આંક, શુક્રવારે ઇન્ફોસીસના પરિણામ,
ઝવેરીબજારો ફરી ધમધમી ઊઠયાઃ લગ્નસરા વચ્ચે બજારોમાં ખરીદીની રોનક પાછી
ગત સપ્તાહે વિશ્વના ટોચના ૨૦ ધનિકોએ ગુમાવેલા ૯ બિલિયન ડોલર
 
 

Gujarat Samachar Plus

સેઈલીંગ બોટનું અધૂરું સ્વપ્ન મધ દરિયે સાચું પડયું
દેશી તડબૂચને દેશવટો
ભંગારના ભાવે એન્ટિકને અલવિદા
 

Gujarat Samachar Plus

મામાનું ઘર કેટલે આયખુ વિતી જાય એટલે
ચિંતાને ચિંતનમાં પરિવર્તિત કરવાની આદત કેળવો
ગુજરાતમાં ટુરિસ્ટ પ્લેસીસ કરતા ધાર્મિક સ્થાનો વધુ
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved