Last Update : 08-April-2012, Sunday
 
અફવાઓથી દૂર રહેવા સૈનિકોને અનુરોધ
ચીનમાં લશ્કરી બળવાના ભણકારા ઃ નેતૃત્વ પરિવર્તન અંગે સામ્યવાદી પક્ષમાં તરખાટ

બૉ ઝીલાઇને સત્તા પરથી દૂર કરાયા પછી ડાબેરી વેબ સાઇટો બંધ કરાઈ

બૈજિંગ, તા. ૭
ચીનનાં ટોચનાં મિલિટરી ન્યૂઝ પેપરે શુક્રવારે સેનાઓને ઓન લાઇન માહિતીઓને અફવા સમાન જ ગણવા જણાવી દીધું છે અને ચીનમાં પ્રીતિ પાત્ર બની ગયેલા અધિકારી બૉ ઝીલાઈને સત્તા પરથી દૂર કરવાનો વિરોધ કરતી ડાબેરી વેબ સાઇટને બંધ કરી દેવા પણ સત્તાધીશોએ નિર્ણય લીધો છે. તો બીજી તરફ ચીનમાં થનારાં નેતૃત્વ પરિવર્તન અંગે પણ ચીનના સામ્યવાદી પક્ષમાં તરખાટ મચી રહ્યો છે.
ચીનની સેનાનાં મુખ્ય પત્ર 'લિબરેશન આર્મી ડેઈલ' છેલ્લાં કેટલાક સપ્તાહોથી ચીનમાં ઇન્ટરનેટ પર ચાલતી બહારથી આવેલી અફવાઓ પ્રમાણે બૈજિંગમાં લશ્કરી બળવાની અફવાઓ ઉપર ધ્યાન નહીં આપવા માટે પણ સૈનિકોને અનુરોધ કર્યો છે. આ અફવાઓએ બો ઝીલાઈને પદભ્રષ્ટ કરાયા પછી ઘણું જ જોર પકડયું છે.
બૉ આ વર્ષનાં અંતે મળનારી કોમ્યુનિસ્ટ પાર્ટીની કોંગ્રેસ (પરિષદ)માં કેન્દ્રીય નેતાગીરીમાં પ્રવેશવા પ્રયત્નો કરી રહ્યા હતા તે સર્વવિદિત છે.
ચીનની સેનાં આ મુખપત્રે બળવાની અફવાઓથી ચીનનાં લશ્કરને દૂર રહેવા તથા રાજકીય વિભાજનથી પણ દૂર રહેવા ભારપૂર્વક અનુરોધ કર્યો છે. કારણ કે પ્રમુખ હુ જીનતાઓની પક્ષના વડા તરીકેની તથા પીએલએ (પીપલ્સ લિબરેશન આર્મી) જેના અંકૂશ નીચે છે. તેવાં સેન્ટ્રલ મિલિટરી કમીશનના ચેરમેન તરીકેની સત્તા ઉપર પણ તરાપ પડવા સંભવ છે.
આવા દરેક ભૂલભરેલા વિચારોથી દૂર રહેવા સૈનિકોને અનુરોધ કરતાં પીએલઓનાં મુખપત્રે સૈનિકોને, ખોટા અવાજોથી વિચલિત નહીં થવા, અફવાઓથી દોરવાઈ નહીં જવા તેમજ આંતરપ્રવાહોમાં તણાઈ નહીં જવા જણાવતાં કહ્યું છે કે, લશ્કર પક્ષની મધ્યસ્થ નેતાગીરી, મધ્યસ્થ સેના પંચ (સેન્ટ્રલ મિલીટરી કમિશન) અને ચેરમેન હુના આદેશોને પૂરેપૂરા અનુસરે જ છે.
ચીનમાં લશ્કરી બળવાની અફવાઓ પાયા વિહીન ગણવામાં આવે છે પરંતુ, તે અફવાઓનો વ્યાપ અને સરકારે ઇન્ટરનેટ પર મુકેલા અંકુશો તથા બળવાની અફવાઓની ઉપેક્ષા કરવા માટે વારંવાર લશ્કરને અપાતી શીખામણ, બૉને પદભ્રષ્ટ કરાયા પછીની ચીનની સરકારની સ્થિરતા અંગે પ્રશ્નો ઉભા કરે છે.
ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટી હંમેશાં સરકાર ઉપરની તેની પકડ ઉપર મુસ્તાક છે. તે સત્તા માટેનું અંતિમ સંરક્ષ હોવાનું માને છે. તેથી ચીનનાં લશ્કરમાં થતી કોઇ પણ અસંવાદિતા પ્રત્યે તે અત્યંત સંવેદનશીલ છે.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
બેંગ્લોરે દિલ્હી ડેરડેવિલ્સ સામે ૨૦ રનથી આસાન વિજય મેળવ્યો
ઈંગ્લેન્ડે આખરી ટેસ્ટમાં શ્રીલંકાને હરાવીને નંબર વનનો તાજ જાળવ્યો
ડેવિસ કપઃભારતનો ૦-૩થી ઉઝબેકિસ્તાન સામે પરાજય

રહાનેની બેટિંગમા વધુ પરિપક્વતા જોવા મળી

આજે જીતના જુસ્સા સાથે જ પંજાબ સામે રમવા ઉતરીશું

શેરબજારની સુધારાની ચાલમાં સ્મોલ-મીડકેપ શેરોનો મોટો ફાળો
સિનિયર સિટિઝનોને એટીએમ દરોમાં માફી આપવા આરબીઆઈનો અનુરોધ
સુરેન્દ્રનગરમાં પાંચ દિવસે ૨૦થી ૨૫ મિનિટ મળતું પાણી
બારડોલીના વૈદ્યે સોપારી આપી બંને લેણદારોની હત્યા કરાવી

માંજલપુરમાં હનુમાનજીની પ્રતિમા સાથેનું મંદિર જમીનમાં ઉતરી ગયું

સિંહોના ઘરમાં ફરી લાગ્યો દવઃ બે સિંહબાળ ભુંજાયાની ભીતિ
માટલામાં ઝેરી દવા નાખી પરિવારનું કાસળ કાઢવાનો પ્રયાસ
ગુરુવારે ફેબુ્રઆરીના આઇઆઇજી આંક, શુક્રવારે ઇન્ફોસીસના પરિણામ,
ઝવેરીબજારો ફરી ધમધમી ઊઠયાઃ લગ્નસરા વચ્ચે બજારોમાં ખરીદીની રોનક પાછી
ગત સપ્તાહે વિશ્વના ટોચના ૨૦ ધનિકોએ ગુમાવેલા ૯ બિલિયન ડોલર
 
 

Gujarat Samachar Plus

સેઈલીંગ બોટનું અધૂરું સ્વપ્ન મધ દરિયે સાચું પડયું
દેશી તડબૂચને દેશવટો
ભંગારના ભાવે એન્ટિકને અલવિદા
 

Gujarat Samachar Plus

મામાનું ઘર કેટલે આયખુ વિતી જાય એટલે
ચિંતાને ચિંતનમાં પરિવર્તિત કરવાની આદત કેળવો
ગુજરાતમાં ટુરિસ્ટ પ્લેસીસ કરતા ધાર્મિક સ્થાનો વધુ
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved