Last Update : 08-April-2012, Sunday
 

અજમેર શરીફ દરગાહની ધાર્મિક મુલાકાતે ભારત આવી રહેલા પાક. પ્રમુખ

પાક. પ્રમુખના પુત્ર બિલાવલ ભુટ્ટો પણ સાથે આવશે મનમોહન સાથે મુલાકાત ઃ અજમેરમાં ચુસ્ત સુરક્ષા

ઝરદારી હાફીઝ સઇદનો મુદ્દો નહીં ચર્ચે

(પીટીઆઇ) લાહોર/ઈસ્લામાબાદ, તા. ૭
ભારતની મુલાકાતની પૂર્વ સંધ્યાએ પાકિસ્તાનના પ્રમુખ આસીફ અલી ઝરદારીએ આજે જણાવ્યું હતું કે, ભારતના વડાપ્રધાન મનમોહન સિંહ સાથેની મીટીંગમાં હાફિઝ સઈદનો મુદ્દો ઉખેળવામાં આવશે તેમ તેઓ માનતા નથી. લશ્કર-એ-તૈય્યબાના સ્થાપક સઈદ ઉપર, ૨૬/૧૧ના મુંબઇ હુમલાની તેની સંડોવણી અંગે, કાનૂની કાર્યવાહી કરવા માટે પાકિસ્તાન ઉપર ભારે દબાણ થઇ રહ્યું છે. છેલ્લા ચાર દિવસથી લાહોર રહેલા ઝરદારીએ પત્રકારો સાથે હળવાશથી વાતચીત કરતાં જણાવ્યું હતું કે, ''મારી ભારતની મુલાકાત ધાર્મિક છે. આથી હું નથી માનતો કે, મનમોહન સિંહ આ મુદ્દે મારી સાથે ચર્ચા કરે. સઈદ સંબંધે મારું વલણ મારી સરકારથી જુદા પ્રકારનું નથી.''
જોકે, હાફિઝ સઈદ સંબંધે બંને દેશો વચ્ચે ભારે ખટરાગ ચાલી રહ્યો છે તે સર્વવિદિત છે.
અમેરિકાએ, સઈદ વિષે માહિતી આપનારને ૧ કરોડ ડૉલરનું ઈનામ જાહેર કર્યાની પાશ્ચાદ્ભૂમિકામાં, સિંહ સાથેની તેમની મિટીંગ વિષે પૂછેલા પ્રશ્નોના ઉત્તરમાં ઝરદારીએ વધુમાં કહ્યું હતું કે, ''સઈદનો કેસ તે પાકિસ્તાનની આંતરિક બાબત છે. તેમ વડાપ્રધાન યુસુફ રાઝા ગિલાનીએ જણાવી જ દીધું છે અને કહ્યું છે કે, સઈદ વિરૃધ્ધ કોઇ પણ પુરાવા હોય તો, પાકિસ્તાનને આપવા જોઇએ જેથી, તે તેનાં સ્વતંત્ર ન્યાયતંત્ર દ્વારા તેની ઉપર કાર્યવાહી કરી શકે.''
જ્યારે ઈસ્લામાબાદમાં પાકિસ્તાનનાં વિદેશ મંત્રાલયના પ્રવકતા અબ્દુલ બશીતે કહ્યું હતું કે, પ્રમુખ ઝરદારી, મનમોહન સિંહને આ વર્ષના અંતે પાકિસ્તાનની મુલાકાત લેવા આમંત્રણ આપશે.
નવી દિલ્હીથી મળતા અહેવાલો જણાવે છે કે આવતી કાલે, અહીં આવી પહોંચાનાર પાકિસ્તાનના પ્રમુખ ઝરદારી દિલ્હીમાં ત્રણ કલાક રોકાવાના છે. જે દરમિયાન તેઓ મનમોહન સિંહનાં નિવાસસ્થાને બપોરનું ભોજન લેશે. જે સમયે બંને નેતાઓ વચ્ચે, કોઇ પણ સહાયક સિવાય એક-થી-એક તે રીતે મંત્રણાઓ યોજાશે. આ પછી ભોજન સમારંભમાં બંને દેશોની માત્ર પસંદગીકૃત વ્યક્તિઓ જ ઉપસ્થિત હશે, જેમાં અત્યારે બેનઝીર ભૂટ્ટોના પક્ષ પીપીપીના પ્રમુખપદે રહેલા, તેમના પુત્ર ૨૩ વર્ષના બિલાવલ ભુટ્ટો ઝરદારી, પાકિસ્તાનના આંતરિક બાબતોના પ્રધાન રહેમાન મલિક, પાકિસ્તાનના વિદેશ સચિવ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ તથા માધ્યમોના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. જેમાં અન્ય દ્વિપક્ષીય સંબંધોની ચર્ચા થશે. તેમ ભારતના વિદેશપ્રધાન એસ.એમ. ક્રિશ્નાએ જણાવ્યું હતું.
ઝરદારી અને બિલાવલ તથા રહેમાન મલિક વગેરે, નવી દિલ્હીથી ઉપડી, ખાસ વિમાન દ્વારા આવતીકાલે બપોરે જયપુર પહોંચશે. જ્યાંથી ૪ હેલકોપ્ટરો દ્વારા અજમેરના ઘૂઘરા હેલિપેડ પર બપોરે ૪.૧૦ વાગે પહોંચી, ત્યાંથી સીધા મોટર માર્ગે દરગાહ સુધી જશે.
આ સમગ્ર ૧૨ કી.મી.ના માર્ગ ઉપર તેમજ, દરગાહ અને તેની આસપાસના વિસ્તારોમાં તે સર્વે માટે ભારે સલામતી વ્યવસ્થા રખાશે. મોટર માર્ગ ઉપર પણ પોલીસ ગોઠવાઇ ગઇ હશે.

 

ઝરદારી ભારતમાં કબાબ, બિરયાનીનો સ્વાદ માણશે
(પી.ટી.આઇ.) નવી દિલ્હી, તા. ૭
આવતીકાલે પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસીફઅલી ઝરદારી ભારતની અવિધિસરની મુલાકાતે આવી રહ્યા છે તેઓ વડાપ્રધાન સાથેની તેમની મુલાકાત દરમ્યાન ભોજનમાં કબાબ અને બિરયાની લેશે.

 

દિલ્હીમાં ઝરદારીની સુરક્ષા માટે ૨ હજાર જવાનો
(પી.ટી.આઈ.) નવી દિલ્હી, તા. ૮
પાકિસ્તાની પ્રમુખ આસીફ અલી ઝરદારી આવતીકાલે રાજધાની નવી દિલ્હીની મુલાકાત લેવાના છે. જેના પગલે એનએસજીના શાર્પ શૂટર સહિત ૨ હજાર જેટલા જવાનોનો ચાંપતો બંદબોસ્ત ગોઠવાયો છે.
ઝરદારી આવતીકાલે સવારે દિલ્હીમાં ઉતરાણ કરશે. વડાપ્રધાન મનમોહન સિંહના સત્તાવાર નિવાસસ્થાને બંને નેતાઓની બેઠક યોજાશે અને ત્યારબાદ ઝરદારી રાજસ્થાનના અજમેરમાં આવેલી ખ્વાજા મોઇનુદ્દીન ચીસ્તીની દરગાહના દર્શન માટે રવાના થશે.
વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે એરપોર્ટથી વડાપ્રધાનના નિવાસસ્થાનના માર્ગ પર સલામતી કર્મીઓનો કાફલો તૈનાત કરી દેવાયો છે. આ ઉપરાંત માર્ગમાં આવતી ઊંચી ઇમારતો પર શાર્પ શૂટર પણ ગોઠવી દેવામાં આવશે.

તેમને દેશના દરેક વિસ્તારની મુખ્ય વાનગી પીરસવામાં આવશે જેના દક્ષિણ વિસ્તાર તરફથી મસાલા ઢોસા પૂર્વ તરફથી સંદેશ જ્યારે ઉત્તર તરફથી કબાબ પીરસવામાં આવશે. ભોજનની શરુઆત ઠંડા તરબુચ અને મીન્ટ સૂપથી થશે તે પછી શાકાહારી ભોજનની શરુઆતમાં સરસોના ફૂલ અને શમ્મી કબાબ પીરસાશે.
જ્યારે બીનશાકાહારી ભોજનમાં જૈથોની મર્ગસીખ અને ગોશ્તબારા કબાબ પીરસવામાં આવશે તે પછી તેમને કરેલી દાલ, ગોસ્ત (મટન), મર્ગકોફતા, મખની (ચીકન), સીકંદરી કુસ્કરાન (લીમ્બ) અને વિવિધ રોટીઓ પીરસવામાં આવશે તેમને દક્ષિણી વાનગીમાં મુંગદાલ તડકા તેમજ કચ્ચી ગોસ્ત બિરીયાની (મટન) પણ પીરસવામાં આવશે.
જ્યારે વેજીટેરીયન ટેબલ પર તોરી ભજીયા, પનીર જલફ્રેઝી અને મકાઈ પાલક તેમજ રોટી પીરસવામાં આવશે તે પછી મુંગદાલ તડકા અને સબ્ઝ બીરીયાની પીરસવામાં આવશે.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
બેંગ્લોરે દિલ્હી ડેરડેવિલ્સ સામે ૨૦ રનથી આસાન વિજય મેળવ્યો
ઈંગ્લેન્ડે આખરી ટેસ્ટમાં શ્રીલંકાને હરાવીને નંબર વનનો તાજ જાળવ્યો
ડેવિસ કપઃભારતનો ૦-૩થી ઉઝબેકિસ્તાન સામે પરાજય

રહાનેની બેટિંગમા વધુ પરિપક્વતા જોવા મળી

આજે જીતના જુસ્સા સાથે જ પંજાબ સામે રમવા ઉતરીશું

શેરબજારની સુધારાની ચાલમાં સ્મોલ-મીડકેપ શેરોનો મોટો ફાળો
સિનિયર સિટિઝનોને એટીએમ દરોમાં માફી આપવા આરબીઆઈનો અનુરોધ
સુરેન્દ્રનગરમાં પાંચ દિવસે ૨૦થી ૨૫ મિનિટ મળતું પાણી
બારડોલીના વૈદ્યે સોપારી આપી બંને લેણદારોની હત્યા કરાવી

માંજલપુરમાં હનુમાનજીની પ્રતિમા સાથેનું મંદિર જમીનમાં ઉતરી ગયું

સિંહોના ઘરમાં ફરી લાગ્યો દવઃ બે સિંહબાળ ભુંજાયાની ભીતિ
માટલામાં ઝેરી દવા નાખી પરિવારનું કાસળ કાઢવાનો પ્રયાસ
ગુરુવારે ફેબુ્રઆરીના આઇઆઇજી આંક, શુક્રવારે ઇન્ફોસીસના પરિણામ,
ઝવેરીબજારો ફરી ધમધમી ઊઠયાઃ લગ્નસરા વચ્ચે બજારોમાં ખરીદીની રોનક પાછી
ગત સપ્તાહે વિશ્વના ટોચના ૨૦ ધનિકોએ ગુમાવેલા ૯ બિલિયન ડોલર
 
 

Gujarat Samachar Plus

સેઈલીંગ બોટનું અધૂરું સ્વપ્ન મધ દરિયે સાચું પડયું
દેશી તડબૂચને દેશવટો
ભંગારના ભાવે એન્ટિકને અલવિદા
 

Gujarat Samachar Plus

મામાનું ઘર કેટલે આયખુ વિતી જાય એટલે
ચિંતાને ચિંતનમાં પરિવર્તિત કરવાની આદત કેળવો
ગુજરાતમાં ટુરિસ્ટ પ્લેસીસ કરતા ધાર્મિક સ્થાનો વધુ
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved