Last Update : 08-April-2012, Sunday
 

દારા સિંહ બનાવટી એન્કાઉન્ટર કેસ
સીબીઆઈને બંધ કરવાનો સમય પાકી ગયો છે ઃ રાજસ્થાન હાઇકોર્ટ

આરોપી ધારાસભ્ય માટે જ્યુડિ. કસ્ટડી અને અન્ય આરોપી માટે રિમાન્ડ મગાતા ટિપ્પણી

(પીટીઆઇ) જયપુર, તા. ૭
સી.બી.આઈ.ની તટસ્થતા પર સવાલો ઉઠતા રહે છે. પણ આ વખતે સી.બી.આઇ.ની ટીકા રાજસ્થાન હાઇકોર્ટે કરી છે. શુક્રવારે દારા સિંહ એન્કાઉન્ટર કેસમાં હાઇકોર્ટે સી.બી.આઇ.ની બહુ આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી છે. કોર્ટે કહ્યું હતું કે સી.બી.આઇ. નેતાઓને સલામો અને ચાનાસ્તા કરાવે છે. તેમને માન- સન્માન સાથે છોડવા જાય છે. જ્યારે સામાન્ય માનવી સાથે તેમનો વ્યવહાર અમાનવીય હોય છે. અદાલતે સ્પષ્ટતા કરી હતી કે સી.બી.આઇ.એ પોતાના સિધ્ધાંતો સાથે સમજુતી કરી લીધી છે તે સંજોગોમાં તેને બંધ કરવાનો સમય આવી ગયો હોય તેવું જણાઇ રહ્યું છે.
ન્યાયમૂર્તિ મહેશચંદ્ર શર્માએ ત્યારના હેડ કોન્સ્ટેબલ જગરામની અરજીની સુનાવણી દરમ્યાન કહ્યું હતું કે એક કેસમાં સી.બી.આઇ. એક આરોપીને જ્યુડીશીયલ કસ્ટડીમાં મોકલવા કહે છે.
જ્યારે બીજા આરોપીને લાંબા પોલીસ રીમાન્ડ પર સોંપવા માંગણી કરે છે. આ બાબત દુર્ભાગ્યપૂર્ણ છે.
દારા સિંહ નકલી એન્કાઉન્ટર કેસમાં એક ડી.આઇ.ડી. અને ભાજપના એક ધારાસભ્ય પણ આરોપી છે. ન્યાયમૂર્તિએ જણાવ્યું હતું કે એવું લાગે છે કે આ મામલામાં આરોપીઓ સાથે સી.બી.આઈ. અલગ અલગ વ્યવહાર કરી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ કેસમાં સી.બી.આઇ.એ પૂર્વ મંત્રી રાજેન્દ્ર રાઠોડની ધરપકડ કરીને તેમની વિરૃદ્ધ અદાલતમાં આરોપનામું રજુ કરીને તેમને જ્યુડીશીયલ કસ્ટડીમાં મોકલવા માંગણી કરી હતી.

દારાસિંહ નકલી એન્કાઉન્ટર કેસ ખરેખર શું છે ?
દારાસિંહ નકલી એન્કાઉન્ટર કેસમાં રાજસ્થાનના ચુરૃ જીલ્લામાં આવેલા મુંડીતાલ ગામના દારાસિંહને એસ.ઓ.જી. દ્વારા નકલી એન્કાઉન્ટર કરીને ઠાર કરાયો હતો. ૨૩ ઓક્ટોબર ૨૦૦૬માં જયપુરના બાહ્ય વિસ્તારમાં પૂર્ળ આયોજીત કાવતરા અનુસાર તેમને વીંધી નાંખવામાં આવ્યો હતો. દારાસિંહની પત્નીએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરતા સુપ્રીમે સી.બી.આઈ.ને તપાસ સોંપી હતી. આ સંદર્ભે પ્રવક્તાએ માહિતી આપતા જણાવ્યું હતું કે તપાસમાં એ બાબત સ્પષ્ટ થઈ છે કે ગુનાઈત કાવતરું રચીને દારાસિંહને ઠાર કરાયો હતો. તપાસ દરમિયાન, આરોપીઓને તેમનો યોગ્ય બચાવ કરવા અને પુરાવા રજુ કરવા પુરતો સમય અપાયો હતો. ૧૬ વ્યક્તિ સામે આરોપનામું રજુ કરાયું છે. જેમાં જૈનનો પણ સમાવેશ થાય છે. ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો હેઠળ તેમની સામે કેસ દાખલ કરાયા છે. ૧૫ પૈકી ૧૨ જણા અત્યારે જેલમાં છે જ્યારે ત્રણ પોલીસવાળા નાસતા ફરે છે.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
બેંગ્લોરે દિલ્હી ડેરડેવિલ્સ સામે ૨૦ રનથી આસાન વિજય મેળવ્યો
ઈંગ્લેન્ડે આખરી ટેસ્ટમાં શ્રીલંકાને હરાવીને નંબર વનનો તાજ જાળવ્યો
ડેવિસ કપઃભારતનો ૦-૩થી ઉઝબેકિસ્તાન સામે પરાજય

રહાનેની બેટિંગમા વધુ પરિપક્વતા જોવા મળી

આજે જીતના જુસ્સા સાથે જ પંજાબ સામે રમવા ઉતરીશું

શેરબજારની સુધારાની ચાલમાં સ્મોલ-મીડકેપ શેરોનો મોટો ફાળો
સિનિયર સિટિઝનોને એટીએમ દરોમાં માફી આપવા આરબીઆઈનો અનુરોધ
સુરેન્દ્રનગરમાં પાંચ દિવસે ૨૦થી ૨૫ મિનિટ મળતું પાણી
બારડોલીના વૈદ્યે સોપારી આપી બંને લેણદારોની હત્યા કરાવી

માંજલપુરમાં હનુમાનજીની પ્રતિમા સાથેનું મંદિર જમીનમાં ઉતરી ગયું

સિંહોના ઘરમાં ફરી લાગ્યો દવઃ બે સિંહબાળ ભુંજાયાની ભીતિ
માટલામાં ઝેરી દવા નાખી પરિવારનું કાસળ કાઢવાનો પ્રયાસ
ગુરુવારે ફેબુ્રઆરીના આઇઆઇજી આંક, શુક્રવારે ઇન્ફોસીસના પરિણામ,
ઝવેરીબજારો ફરી ધમધમી ઊઠયાઃ લગ્નસરા વચ્ચે બજારોમાં ખરીદીની રોનક પાછી
ગત સપ્તાહે વિશ્વના ટોચના ૨૦ ધનિકોએ ગુમાવેલા ૯ બિલિયન ડોલર
 
 

Gujarat Samachar Plus

સેઈલીંગ બોટનું અધૂરું સ્વપ્ન મધ દરિયે સાચું પડયું
દેશી તડબૂચને દેશવટો
ભંગારના ભાવે એન્ટિકને અલવિદા
 

Gujarat Samachar Plus

મામાનું ઘર કેટલે આયખુ વિતી જાય એટલે
ચિંતાને ચિંતનમાં પરિવર્તિત કરવાની આદત કેળવો
ગુજરાતમાં ટુરિસ્ટ પ્લેસીસ કરતા ધાર્મિક સ્થાનો વધુ
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved