Last Update : 08-April-2012, Sunday
 

બૃહદ ગીરમાં એક સપ્તાહમાં બીજી વખત આગ
સિંહોના ઘરમાં ફરી લાગ્યો દવઃ બે સિંહબાળ ભુંજાયાની ભીતિ

૨૮ સિંહોના વિસ્તારમાં બપોરે લાગેલો દવ સાંજ સુધીમાં ૨૫૦૦ વીઘામાં પ્રસરી ગયો

અમરેલી, તા. ૭
બૃહદ ગીર તરીકે જાણીતા લીલીયાના કતપર વિસ્તારમાં ગયા રવિવારે સાંજે દવ લાગ્યાની ઘટના બન્યા બાદ આજે બપોરે ફરી અહીંના ક્રાંકચ, બેલા, તળી, નાળીયેરી વિસ્તારમાં વસવાટ કરતા સાવજોના પરિવારના રહેણાંક સમા આશરે ૨૫૦૦ વિઘામાં દવ ફાટી નીકળતાં સિંહોને ફરી પરિવાર સાથે ભાગવાનો વખત આવ્યો છે. સી આકારમાં લાગેલી આગમાં બે સિંહ બાળ ભુંજાયાની શકયતા હોવાની સ્થાનિક રહીશો શંકા સેવી રહ્યા છે.
લીલીયાના બૃહદગીર વિસ્તારમા છેલ્લા છ દિવસમાં દવ લાગ્યાની આજે બીજી ઘટના બનતા પ્રકૃતિપ્રેમીઓમાં નારાજગી ફેલાઇ છે. સ્થાનિક રહીશોના જણાવ્યા પ્રમાણે લીલીયાના ક્રાંકચની સીમમાં આજે બપોરે ફરી દવ લાગ્યો હતો. શરૃઆતમાં ધીમે ધીમે સળગેલી આગ ક્રાંકચના બેલા, તળી, નાળીયેરી વિસ્તારમાં સાંજના સાત વાગ્યા સુધીમાં આશરે ૨૫૦૦ વીઘામાં પ્રસરી જતાં આકાશમાં આગના લબકારા ઉઠયા હતાં. કલાકો બાદ પણ વન તંત્રના કોઇ સ્ટાફ આગ ઓલવવા નહીં આવતાં સ્થાનિક લોકોએ લીલા વૃક્ષો, સાધનો વડે આગ ઓલવવાનો પ્રયાસ કરેલ પરંતુ આગ વિકરાળ હોય તેમના પ્રયાસો નિષ્ફળ નીવડયા હતાં.
સ્થાનિક લોકોએ જણાવ્યું કે સી આકારમાં લાગેલી આગથી અહીં વસવાટ કરતી બે બચ્ચાવાળી સિંહણ આગ વચ્ચે ફસાઇ હોવી જોઇએ પરંતુ સાંજે સિંહણની ડણક તેઓએ સાંભળતા સિંહનો બચાવ થયાનું માનવામાં આવે છે પરંતુ બે સિંહબાળ ભુંજાયાની શકયતાની શંકા સેવાઇ રહી છે. સિંહણ સાથે બે સિંહબાળ પણ સલામત હોય તેવી પ્રકૃતિપ્રેમીઓ પ્રાર્થના કરી રહ્યા છે.
આ વિસ્તારમાં છ નાના બચ્ચા સાથે ૨૮ સિંહોનો વસવાટ છે. આજે લાગેલી આગ શેત્રુંજી અને ગાંગડીયા નદીના વચ્ચેના વિસ્તારમાં લાગી હોવાનું કહેવાય છે. બે બચ્ચાની શોધ કરવી જરૃરી છે. આજે લાગેલી આગની ઘટનાથી ફરી સિંહો બેઘર બન્યા છે અને તેને નવા રહેણાંકો શોધવા પડશે.
લીલીયાના ક્રાંકચ વિસ્તારમાં લાગેલા દવની આસપાસ ફસાયેલા કેટલાક સિંહોએ જાણે પોતાને બચાવવા લોકોની મદદ માંગતા હોય તેમ મોડે સુધી બુમબરાડા પાડયા હતાં. લોકોએ જણાવ્યું કે અંદરથી સિંહોની ડણકો મોટે-મોટેથી સંભળાઇ રહી હતી તો બીજી તરફ આગથી બચીને બહાર ભાગી આવેલા ત્રણ નર સિંહ અને એક કોલર આઇડીવાળી સિંહને સલામત સ્થળે પ્રકૃતિ પ્રેમીઓએ નિહાળી હતી.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
બેંગ્લોરે દિલ્હી ડેરડેવિલ્સ સામે ૨૦ રનથી આસાન વિજય મેળવ્યો
ઈંગ્લેન્ડે આખરી ટેસ્ટમાં શ્રીલંકાને હરાવીને નંબર વનનો તાજ જાળવ્યો
ડેવિસ કપઃભારતનો ૦-૩થી ઉઝબેકિસ્તાન સામે પરાજય

રહાનેની બેટિંગમા વધુ પરિપક્વતા જોવા મળી

આજે જીતના જુસ્સા સાથે જ પંજાબ સામે રમવા ઉતરીશું

શેરબજારની સુધારાની ચાલમાં સ્મોલ-મીડકેપ શેરોનો મોટો ફાળો
સિનિયર સિટિઝનોને એટીએમ દરોમાં માફી આપવા આરબીઆઈનો અનુરોધ
સુરેન્દ્રનગરમાં પાંચ દિવસે ૨૦થી ૨૫ મિનિટ મળતું પાણી
બારડોલીના વૈદ્યે સોપારી આપી બંને લેણદારોની હત્યા કરાવી

માંજલપુરમાં હનુમાનજીની પ્રતિમા સાથેનું મંદિર જમીનમાં ઉતરી ગયું

સિંહોના ઘરમાં ફરી લાગ્યો દવઃ બે સિંહબાળ ભુંજાયાની ભીતિ
માટલામાં ઝેરી દવા નાખી પરિવારનું કાસળ કાઢવાનો પ્રયાસ
ગુરુવારે ફેબુ્રઆરીના આઇઆઇજી આંક, શુક્રવારે ઇન્ફોસીસના પરિણામ,
ઝવેરીબજારો ફરી ધમધમી ઊઠયાઃ લગ્નસરા વચ્ચે બજારોમાં ખરીદીની રોનક પાછી
ગત સપ્તાહે વિશ્વના ટોચના ૨૦ ધનિકોએ ગુમાવેલા ૯ બિલિયન ડોલર
 
 

Gujarat Samachar Plus

સેઈલીંગ બોટનું અધૂરું સ્વપ્ન મધ દરિયે સાચું પડયું
દેશી તડબૂચને દેશવટો
ભંગારના ભાવે એન્ટિકને અલવિદા
 

Gujarat Samachar Plus

મામાનું ઘર કેટલે આયખુ વિતી જાય એટલે
ચિંતાને ચિંતનમાં પરિવર્તિત કરવાની આદત કેળવો
ગુજરાતમાં ટુરિસ્ટ પ્લેસીસ કરતા ધાર્મિક સ્થાનો વધુ
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved