Last Update : 08-April-2012, Sunday
 

શનિવારે શ્રધ્ધાળુઓની હાજરીમાં જ ઘટના થતા અચરજ
માંજલપુરમાં હનુમાનજીની પ્રતિમા સાથેનું મંદિર જમીનમાં ઉતરી ગયું

હનુમાન જયંતિના દિવસે ભંડારો, સુંદરકાંડ, સત્યનારાયણની કથા બાદ શનિવારે સવારે મંદિર નમી જતા શ્રધ્ધાનું ઘોડાપુર ઉમટયું

ફાયર બ્રિગેડ અને પોલીસે દોડી આવવું પડયું ઃ કલાકો સુધી દુર દુરથી લોકો દર્શન માટે ઉમટી પડયા
(પ્રતિનિધિદ્વારા) વડોદરા,શનિવાર
શહેરના માંજલપુર વિસ્તારમાં સરસ્વતી કોમ્પ્લેક્સ સામેના પેટ્રોલપંપની બહાર ઓમ પીપળીયા હનુમાનજી મંદિરમાં આજે શનિવારે દર્શન માટે ભક્તો મંદિરમાં હતા દરમિયાન પોણા અગિયાર વાગે હનુમાનજીની પ્રતિમા સાથેનો મંદિરનો પાછળનો ભાગ સાતથી આઠ ફુટ જેટલો જમીનમાં ઉતરી જતા શ્રધ્ધાનું ઘોડાપુર ઉમટયું હતું.
ગઈકાલે હનુમાન જયંતિએ ભંડારો તેમજ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનાં મોડી રાત સુધી આયોજન બાદ આજે શનિવારે સવારે મંદિર ઉત્તર દિશામાં નમી ગયું હતું. ફાયર બ્રિગેડ તેમજ પોલીસે પણ ઘટના સ્થળે દોડી આવવું પડયું હતું. આ મંદિરની પાછળ જ વરસાદી ગટરની મોટી લાઈન છે અને તેનાં કારણથી પણ મંદિરનો પ્રતિમા સાથેનો ભાગ નમી ગયો હોવાનું મનાય છે જો કે ભક્તોએ બજરંગબલીની પ્રતિમાને ખુબ જ સાવચેતીપૂર્વક બહાર કાઢી પીપળાના ઝાડ નીચે મુકવામાં આવી હતી. મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉમટી પડતાં કલાકો સુધી ટ્રાફિક જામની પરિસ્થિતિ પણ સર્જાઈ હતી.
પ્રાપ્ત માહિતી મુજબ માંજલપુર - જીઆઈડીસી રોડ પર આવેલા સરસ્વતી કોમ્પ્લેક્સ પેટ્રોલપંપની બહાર ઓમ પીપળીયા હનુમાનજીનું મંદિર આવેલું છે. ગઈકાલે હનુમાન જયંતિ હોવાથી મંદિરમાં સુંદરકાંડ તેમજ સત્યનારાયણ કથાનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ સાથે જ મંદિર નજીકનાં અતિથિગૃહમાં ભંડારાનું આયોજન થયું હતું જેમાં ૧૫ હજારથી વધુ શ્રધ્ધાળુઓએ પ્રસાદીનો લાભ લીધો હતો. મોડીરાત સુધી આ મંદિરમાં વિવિધ કાર્યક્રમો ચાલ્યા હતા અને આજે શનિવાર હોવાથી મંદિરમાં સવારથી જ દર્શન માટે હનુમાનભક્તો ઉમટયા હતા. લગભગ પોણા અગિયાર વાગે મંદિરમાં ૨૫ થી ૩૦ વ્યક્તિઓ અંદર હાજર હતી અને હનુમાનજીના દર્શનની સાથે હનુમાન ચાલીસા પાઠનું પઠણ કરતા હતા. ત્યારે અચાનક પ્રતિમા સાથેનો મંદિરનો ભાગ ધીમે ધીમે જમીનમાં સરકવા માંડા કોઇ ચમત્કાર સર્જાતો હોય તેમ લાગતા શ્રધ્ધાળુઓ તુરંત બહાર નિકળી આવ્યા હતા. અને જોતજોતામાં મંદિર સાતથી આઠ ફુટ જેટલુ જમીનમાં નમી ગયું હતુ.
મુખ્ય રોડ પર મંદિરનો નમેલો ભાગ જોતા જ અનેક રાહદારીઓ તેમજ શ્રધ્ધાળુઓ હનુમાનજીના દર્શન માટે ભેગા થવા માંડયા હતા. જોત જોતામાં આ વાત સમગ્ર વિસ્તારમાં ફેલાઇ જતા દુર દુરથી શ્રધ્ધાળુઓ દર્શન માટે ઉમટી પડયા હતા. અને ચમત્કારની સાથે સાથે તરેહ તરેહની વાતો કરવા માંડયા હતા. જો કે મંદિરને પ્રથમ દોરડા અને ત્યારબાદ લોખંડની સાંકળથી કોર્ડન કરી કોઇપણ વ્યક્તિને સલામતીના કારણોસર અંદર પ્રવેશવાનું બંધ કરી દેવાયુ હતુ.
બીજી બાજુ બનાવની જાણ થતાં જ ફાયરબ્રિગેડના ચીફ ફાયર ઓફિસર, સ્ટાફ સાતે તેમજ પોલીસ જવાનો પણ મંદિર નજીક પહોંચી ગયા હતા. અને બનાવ કેવી રીતે બન્યો તેની તપાસ શરૃ કરી હતી. જ્યારે કેટલાક ભક્તો દ્વારા જમીનમા ઉંડી જતી રહેલી હનુમાનજીની પ્રતિમાને સહી સલામત રીતે બહાર કાઢ્યા બાદ નજીકમાંજ પીપળાના ઝાડ નીચે સ્થાપિત કરવામાં આવી હતી.
મંદિરના હિરાભાઇ ભરવાડે આ ્અંગે જણાવ્યું હતું કે છેલ્લા ૨૫ વર્ષથી અહી ડેલી જેવું હતુ. આઠ વર્ષ પહેલા ૧૫ ફુટનું મંદિર બનાવવામાં આવ્યું હતુ. અને ત્યારબાદ ૧૩ એપ્રિલ ૨૦૦૬ના રોજ હનુમાન જંયતિના દવસે જ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવીહતી. બાદમાં મંદિરની પાછળના ભાગે કોર્પોરેશનની ગટર લાઇન આવી હતી. મંદિરનું પુરાણ થયુ કે ના થયુ પરંતુ ગટર સાતે મંદિર બેસી ગયુ છે. જો કે મંદિરની પાછળ કોઇ નહી હોવાથી કોઇ જાનહાની થઇ નથી. તેમણે આ સ્થળે હવે નવેસરથી મંદિર બનાવવાનો પણ નિર્ધાર વ્યકત કર્યો હતો.
ુઉલ્લેખનીય છે કે હનુમાનજીની પ્રતિમા સાથેનું મંદિર જમીનમાં ઉતરી જતાં કેટલાક નેતાઓ પણ રાજકીય લાભ લેવા માટે ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

શનિવારે મારૃતિનંદન કોપાયમાન થયા કે શું?
મંદિર તોડવાનું ષડયંત્ર દાદાને ગમ્યું ન હોઇ ભૂગર્ભમાં ગયા
તરસાલી જેવી ઘટના ન બને તે માટે દાદા ખસ્યા ઃ ભકતોના મંતવ્યો

(પ્રતિનિધિદ્વારા) વડોદરા,શનિવાર
માંજલપુર વિસ્તારમાં શનિવારે જ હનુમાનજીની પ્રતિમા સાથેનું મંદિર જમીનમાં ઉતરી જવાની ઘટનાએ લોકોમાં અનેક પ્રકારની ચર્ચાઓએ આકાર લીધો હતો.
પેટ્રોલ પંપ પાસેઉમટી પડેલા એક ભક્તે આક્રોશ ઠાલવ્યો હતો કે આ મંદિર તોડવાનું પહેલા થી જ ષડયંત્ર હતુ. જે દાદાને ના ગમ્યું અને તેઓ આપોઆપ જ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. જે ઘણી જ દુઃખદ બાબત છે. જ્યારે અન્ય એક શ્રધ્ધાળુએ ગઇકાલે હનુમાન જયંતિ બાદ અચાનક બનેલી આ ઘટના એક ચમત્કાર જ કહેવાય તેમ જણાવ્યું હતુ.
મંદિર જમીનમાં ઉતરી જવાની ઘટના સાથે મોટી સંખ્યમાં શ્રધ્ધાળુઓ ઉમટી પડયા હતા. એક શ્રધ્ધાળુએ મંદિરનીપાછળ વરસાદી ગટર છે. અને જમીન પોલી થવાથી મંદિરનો પાછળનો ભાગ કદાચ બેસી ગયો હશે તેમ જણાવ્યું હતુ.

 

સ્થાનિક કાઉન્સીલરોના વિરોધાભાસી મંતવ્ય
વરસાદી ગટરને કારણે મંદિર બેસી ગયુ, ફરી બનાવો ઃ કોંગ્રેસ
ડ્રેનેજની પ્રેશર લાઈન છે, ખોટી જગ્યાએ મંદિર ન બને ઃ ભાજપ

(પ્રતિનિધિદ્વારા) વડોદરા,શનિવાર
માંજલપુરમાં સરસ્વતી કોમ્પ્લેક્ષ નજીક હનુમાનજીનું મંદિર જમીનમાં બેસી જવાના બનાવ અંગે ભાજપા અને કોંગ્રેસના સ્થાનિક કાઉન્સીલરોએ પ્રતિક્રિયા આપતા વરસાદી ગટરને કારણભૂત ગણાવી હતી.
કોંગ્રેસના કોર્પોરેટર ચિરાગ ઝવેરીએ જણાવ્યું હતું કે વરસાદી ગટરના કારણે મંદિર ધસી પડયું છે. ગઈકાલે ૨૦ હજાર લોકોએ પ્રસાદી લીધી હતી. લોકોની ધાર્મિક લાગણીને ઠેસ પહોંચી છે અને હવે નક્કી કર્યું છે કે અહીં ફરી મંદિર બનાવવામાં આવશે. કયા કારણથી જમીન ધસી પડી છે તેનો પત્ર કોર્પોરેશનને લખી જવાબ માંગવામાં આવશે.
જ્યારે, ભાજપના કોર્પોરેટર પ્રફુલગીરીએ કહ્યું હતું કે, જમીન ધસી પડવાથી મંદિર અંદર જતું રહ્યું છે. પ્રથમ નજરે પોલાણનાં કારણે બન્યું હોય તેમ લાગે છે. ડ્રેનેજની પ્રેસર લાઈન છે જેથી તેની અસર થઈ હતી. આ મંદિર રોડ લાઈન પર જ છે. મંદિર બનાવતા પહેલાં કાયદેસરતા ચકાસવી જોઈએ. આ મંદિર ગેરકાયદેસર છે તે ચોક્કસ છે. હિંદુ તરીકે ધ્યાન રાખવું જોઈએ કે ખોટી જગ્યા પર મંદિર ના બને. આ એક વિજ્ઞાાન છે પરંતુ જેની જેવી નજર.
એક ભક્તે એવી ટકોર કરીહતી કે, તરસાલીમાં તાજેતરમાં હનુમાન મંદિર તોડી પડાયુ તે રીતે કોર્પોરેશન મંદિર તોડે નહી તે માટે હનુમાનજી કોપાયમાન થઇને ખસી જવાનું પસંદ કર્યું હશે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
બેંગ્લોરે દિલ્હી ડેરડેવિલ્સ સામે ૨૦ રનથી આસાન વિજય મેળવ્યો
ઈંગ્લેન્ડે આખરી ટેસ્ટમાં શ્રીલંકાને હરાવીને નંબર વનનો તાજ જાળવ્યો
ડેવિસ કપઃભારતનો ૦-૩થી ઉઝબેકિસ્તાન સામે પરાજય

રહાનેની બેટિંગમા વધુ પરિપક્વતા જોવા મળી

આજે જીતના જુસ્સા સાથે જ પંજાબ સામે રમવા ઉતરીશું

શેરબજારની સુધારાની ચાલમાં સ્મોલ-મીડકેપ શેરોનો મોટો ફાળો
સિનિયર સિટિઝનોને એટીએમ દરોમાં માફી આપવા આરબીઆઈનો અનુરોધ
સુરેન્દ્રનગરમાં પાંચ દિવસે ૨૦થી ૨૫ મિનિટ મળતું પાણી
બારડોલીના વૈદ્યે સોપારી આપી બંને લેણદારોની હત્યા કરાવી

માંજલપુરમાં હનુમાનજીની પ્રતિમા સાથેનું મંદિર જમીનમાં ઉતરી ગયું

સિંહોના ઘરમાં ફરી લાગ્યો દવઃ બે સિંહબાળ ભુંજાયાની ભીતિ
માટલામાં ઝેરી દવા નાખી પરિવારનું કાસળ કાઢવાનો પ્રયાસ
ગુરુવારે ફેબુ્રઆરીના આઇઆઇજી આંક, શુક્રવારે ઇન્ફોસીસના પરિણામ,
ઝવેરીબજારો ફરી ધમધમી ઊઠયાઃ લગ્નસરા વચ્ચે બજારોમાં ખરીદીની રોનક પાછી
ગત સપ્તાહે વિશ્વના ટોચના ૨૦ ધનિકોએ ગુમાવેલા ૯ બિલિયન ડોલર
 
 

Gujarat Samachar Plus

સેઈલીંગ બોટનું અધૂરું સ્વપ્ન મધ દરિયે સાચું પડયું
દેશી તડબૂચને દેશવટો
ભંગારના ભાવે એન્ટિકને અલવિદા
 

Gujarat Samachar Plus

મામાનું ઘર કેટલે આયખુ વિતી જાય એટલે
ચિંતાને ચિંતનમાં પરિવર્તિત કરવાની આદત કેળવો
ગુજરાતમાં ટુરિસ્ટ પ્લેસીસ કરતા ધાર્મિક સ્થાનો વધુ
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved