Last Update : 08-April-2012, Sunday
 

દેશવ્યાપી ઐતિહાસિક હડતાલ સમાપ્ત થતાં
ઝવેરીબજારો ફરી ધમધમી ઊઠયાઃ લગ્નસરા વચ્ચે બજારોમાં ખરીદીની રોનક પાછી ફરી

મુંબઈમાં જંગી રેલી કાઢી ઝવેરીઓએ હડતાલ સમાપ્તિનું એલાન ઔકર્યું ઃ ખુલતીબજારે સોના તથા ચાંદીના ભાવોમાં તેજીનો ચમકારો દેખાયો

(ગુજરાત સમાચાર કાર્યાલય) મુંબઈ, શનિવાર
મુંબઈ સોના-ચાંદી બજાર આજે ફરી શરુ થઈ હતી. તાજેતરમાં એકસાઈઝના વિરોધમાં ૨૦ દિવસની ઐતિહાસિક દેશવ્યાપી હડતાળનું સમાધાન થતાં આજે બજારમાં કામકાજો ફરી શરૃ થયા હતા અને જવેલર્સોની દુકાનો તથા શો-રૃમો ખુલી ગયા હતા. દરમિયાન, બજારમાં હાજર ભાવો ચાંદીના ૯૯૯ના જે શુક્રવારે રૃ.૫૫૯૫૦થી ૫૬૦૦૦ રહ્યા હતા તે આજે વધીને રૃ.૫૬૨૭૫ બંધ રહ્યા હતા. આમ આજે ખુલતી બજારે ચાંદીમાં તેજીના માહોલ વચ્ચે ભાવો રૃ.૫૬૦૦૦ને પાર કરી ગયા હતા. વિશ્વબજારમાં ચાંદીના ભાવો ૩૧.૭૯થી ૩૧.૮૦ ડોલર રહ્યાના સમાચારો હતા. મુંબઈમાં સોનાના ભાવો ૧૦ ગ્રામના ૯૯.૫૦ના રૃ.૨૭૮૦૦થી ૨૭૮૫૦ વાળા આજે રૃ.૨૭૮૯૫ રહ્યા હતા જ્યારે ૯૯.૯૦ના ભાવો રૃ.૨૭૯૩૦થી ૨૭૯૮૦ વાળા રૃ.૨૮૦૨૦ બંધ રહ્યા હતા. વિશ્વબજારમાં સોનાના ભાવો ૧૬૩૪ થઈ છેલ્લે ૧૬૩૧.૮૦થી ૧૬૩૨ ડોલર રહ્યાના સમાચારો હતા. હડતાળ પૂરી થતાં હવે લગ્નસરાની મોસમ વચ્ચે મુંબઈ બજારમાં સોમવારથી ખરીદી વધવાની શક્યતા જાણકારો બતાવતા હતા. મુંબઈમાં આજે મોડી સાંજે સોનાના ભાવો ૯૯.૫૦ના રૃ.૨૭૯૦૦ તથા ૯૯.૯૦ના રૃ.૨૮૦૫૦ બોલાઈ રહ્યા હતા જ્યારે સોનાના ૧૦ તોલાના બિસ્કીટના ભાવો વધી છેલ્લે રૃ.૩૨૭૭૦૦ રહ્યા હતા. ચાંદીના ભાવો છેલ્લે રૃ.૫૬૩૫૦થી ૫૬૪૦૦ રહ્યા હતા. દરમિયાન, મહારાષ્ટ્રના વિવિધ શહેરોના ઝવેરીબજારોના વેપારીઓ આજે મુંબઈમાં એકઠા થયા હતા અને આજે સવારે પરેલના રેલવે ગ્રાઉન્ડથી જંગી રેલી નિકળી હતી જે સાયન- ચુનાભઠ્ઠી નજીક આવેલા સોમૈયા ગ્રાઉન્ડ ખાતે સભામાં ફેરવાઈ ગઈ હતી જ્યો ઝવેરીઓના વિવિધ સંગઠનોના પ્રતિનિધિઓએ પ્રસંગોચીત વકતવ્યો રજૂ કરીને જવેલર્સોની એકતા અને સંગઠન શક્તિને બીરદાવી હતી. હવે પછી પાર્લામેન્ટમાં નાણાપ્રધાન દ્વારા ઝવેરીઓના વિવિધ પ્રશ્નો અંગે શું જાહેર થાય છે તેના પર બજારની નજર રહી છે, એવું બજારના એક પ્રતિનિધિએ જણાવ્યું હતું. હવે પછી જોકે કોઈપણ જવેલર્સની દુકાનમાં એકસાઈઝ અધિકારીઓ આવીને હેરાનગતિ કરશે તો બધા ફરી આંદોલન કરશે એવું આજની સભામાં નક્કી થયું હતું. પાર્લામેન્ટમાં નાણાંપ્રધાન સંતોષકારક જાહેરાત નહિં કરે તો ૧૧મી મે પછી દેશભરના ઝવેરીઓ ફરી હડતાલ પર ઉતરી જશે એવી ચેતવણી પણ આ સભામાં સરકારને આપવામાં આવી હતી. દરમિયાન, ભારતમાં તાજેતરમાં હડતાળ રહેતાં વિશ્વબજારમાં સોના- ચાંદીના ભાવો નરમ રહ્યા હતા પરંતુ હવે હડતાળ ખુલી જતાં વિશ્વબજારમાં પણ ભાવો ફરી ઉંચા જવાની શક્યતા જાણકારો બતાવતા હતા. દેશના વિવિધ રાજ્યો અને શહેરોમાં આજે ઝવેરીઓએ હડતાલ પૂરી કરી ફરી કામકાજો શરુ કર્યાના સમાચારો હતા. ઓલઈન્ડિયા સરાફા એસોસીએશનના જણાવ્યા મુજબ દેશભરના આશરે ૧૫૦થી વધુ વેપારી સંગઠનો અને ફેડરેશનો (ઝવેરીબજાર સાથે સંકળાયેલા) દ્વારા હડતાલ સમાપ્ત કરવાનો નિર્ણય કર્યો છે. ૨૦૧૨-૧૩ના નવા નાણાંકિય વર્ષનો આરંભ ઝવેરીબજારમાં હડતાલના કારણે હવે આજે શરુ થયો હતો. દિલ્હીબજારમાં આજે સોનાના ભાવો વધી રૃ.૨૮૪૧૦ રહ્યા હતા.
દરમિયાન, ૨૦૧૧માં ભારતમાં ૯૬૭ ટન સોનાની આયાત થઈ હતી પરંતુ ચાલુ ૨૦૧૨ના વર્ષમાં કસ્ટમ ડયુટી વધતાં તથા એકસાઈઝ પ્રશ્ને હડતાલ પડતાં જાન્યુઆરીથી માર્ચના ગાળામાં સોનાની આયાત ઘટી છે. જોકે હવે હડતાલ પૂરી થઈ છે પરંતુ બજારમાં ૫થી ૧૦ ટન સોનાનો જથ્થો સિલ્લક હોતાં હાલ તુરત તાત્કાલિક આયાત વધવાની શક્યતા ન હોવાનું બોમ્બે બુલિયન એસોસીએશનના અધ્યક્ષે જણાવ્યું હતું. હડતાલના કારણે તાજેતરમાં જવેરાત બનાવતા કારીગરો મુશ્કેલીમાં મૂકાયા હતા. પરંતુ હવે કામકાજો ફરી શરુ થતાં કારીગરોમાં પણ રાહતની લાગણી ફેલાયાના નિર્દેશો હતા. જાન્યુઆરીથી માર્ચ દરમિયાન દેશમાં સોનાની આયાત આશરે ૫૬ ટકા ઘટીને ૧૨૫ ટન થઈ હોવાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
બેંગ્લોરે દિલ્હી ડેરડેવિલ્સ સામે ૨૦ રનથી આસાન વિજય મેળવ્યો
ઈંગ્લેન્ડે આખરી ટેસ્ટમાં શ્રીલંકાને હરાવીને નંબર વનનો તાજ જાળવ્યો
ડેવિસ કપઃભારતનો ૦-૩થી ઉઝબેકિસ્તાન સામે પરાજય

રહાનેની બેટિંગમા વધુ પરિપક્વતા જોવા મળી

આજે જીતના જુસ્સા સાથે જ પંજાબ સામે રમવા ઉતરીશું

શેરબજારની સુધારાની ચાલમાં સ્મોલ-મીડકેપ શેરોનો મોટો ફાળો
સિનિયર સિટિઝનોને એટીએમ દરોમાં માફી આપવા આરબીઆઈનો અનુરોધ
સુરેન્દ્રનગરમાં પાંચ દિવસે ૨૦થી ૨૫ મિનિટ મળતું પાણી
બારડોલીના વૈદ્યે સોપારી આપી બંને લેણદારોની હત્યા કરાવી

માંજલપુરમાં હનુમાનજીની પ્રતિમા સાથેનું મંદિર જમીનમાં ઉતરી ગયું

સિંહોના ઘરમાં ફરી લાગ્યો દવઃ બે સિંહબાળ ભુંજાયાની ભીતિ
માટલામાં ઝેરી દવા નાખી પરિવારનું કાસળ કાઢવાનો પ્રયાસ
ગુરુવારે ફેબુ્રઆરીના આઇઆઇજી આંક, શુક્રવારે ઇન્ફોસીસના પરિણામ,
ઝવેરીબજારો ફરી ધમધમી ઊઠયાઃ લગ્નસરા વચ્ચે બજારોમાં ખરીદીની રોનક પાછી
ગત સપ્તાહે વિશ્વના ટોચના ૨૦ ધનિકોએ ગુમાવેલા ૯ બિલિયન ડોલર
 
 

Gujarat Samachar Plus

સેઈલીંગ બોટનું અધૂરું સ્વપ્ન મધ દરિયે સાચું પડયું
દેશી તડબૂચને દેશવટો
ભંગારના ભાવે એન્ટિકને અલવિદા
 

Gujarat Samachar Plus

મામાનું ઘર કેટલે આયખુ વિતી જાય એટલે
ચિંતાને ચિંતનમાં પરિવર્તિત કરવાની આદત કેળવો
ગુજરાતમાં ટુરિસ્ટ પ્લેસીસ કરતા ધાર્મિક સ્થાનો વધુ
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved