Last Update : 08-April-2012, Sunday
 

ગુરુવારે ફેબુ્રઆરીના આઇઆઇજી આંક, શુક્રવારે ઇન્ફોસીસના પરિણામ, માર્ચના ફુગાવા પર નજર

કોર્પોરેટ પરિણામોના પ્રથમ સપ્તાહમાં સેન્સેક્ષ ૧૭૮૮૮થી ૧૭૩૩૩, નિફ્ટી ૫૪૪૪થી ૫૨૮૮ વચ્ચે રમશે
(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઇ, શનિવાર
નાણા પ્રધાન પ્રણવ મુખર્જીએ બજેટમાં જનરલ એન્ટિ અવોઇડન્સ રૃલ્સ (જીએએઆર) દાખલ કરીને ફરી પાર્ટિસિપેટરી નોટસ-પી નોટસની ડમરી ઉડાવી એફઆઇઆઇ- વિદેશી સંસ્થાકીય રોકાણકારોને છંછેડતા બજારનું સેન્ટીમેન્ટ ડહોળાયું હતું, બજેટને સમજતા વખત લાગે એ તો જાણ્યું હતું, પરંતુ કોઇ એક જોગવાઇ મામલે આટલો લાંબો સમય ગૂંચવાડો સર્જાય ત્યારે સ્વાભાવિક છે કે સ્પષ્ટતા- અસ્પષ્ટતાના દોરમાં ગૂંચ પૂર્ણપણે ન ઉકેલાયા ત્યાં સુધી કોઇપણ મોટા ફંડ- રોકાણકારોએ રોકાણ નિર્ણયને બ્રેક લગાવી દેવી પડે. જે છેલ્લા બે સપ્તાહથી જોવાઇ રહ્યું છે. નાણા પ્રધાને રહી રહીને સપ્તાહ પૂર્વે સ્પષ્ટતા કરી કે પી-નોટસધારકોને ટેક્ષ લાગુ થશે નહીં, અને પછી તુરત બીજા દિવસે નાણા મંત્રાલયના અધિકારીઓ આ જનરલ એન્ટિ-અવોઇડન્સ રૃલ્સ હેઠળ જે એફઆઇઆઇ મોરિશીયસમાં ખાસ મોટું કામકાજ નથી ધરાવતી એમને ટેક્ષ લાગુ થશે. આમ ગૂંચ ઉકેલવા કે વંટોળને શાંત કરવાને બદલે ગત અઠવાડિયે ફરી વિદેશી ફંડો- એફઆઇઆઇને અસમંજસમાં લાવી મૂકી નવી મોટી પોઝિશન લેવાથી દૂર રાખવામાં આવ્યા છે. ગત સપ્તાહ બે દિવસની રજાએ મીનિ વેકેશનનું માત્ર ત્રણ ટ્રેડીંગ દિવસનું બની રહી ઇન્ડેક્ષ બેઝડ ઝમક વિહોણું રહીને સ્ટોક સ્પેસિફિક સ્મોલ-મિડ કેપ-બી ગુ્રપના શેરોની અપેક્ષીત તેજીનું રહ્યું. કોર્પોરેટ પરિણામોનો આરંભ ભેલ- કેપિટલ ગુડઝ, પાવર કંપનીના પ્રોવિઝનલ- ફ્લેશ પરિણામે એકંદર સારો થયો, અને ઓટો કંપનીઓએ પણ બજેટ પૂર્વેના માર્ચ મહિનાના પ્રથમ પખવાડિયામાં એક્સાઇઝ ડયુટી વધારાના નામે માર્ચ એન્ડિંગ યેનકેન પ્રકારે એકંદર સારા વેચાણનો મેળવ્યો, અલબત મેન્યુફેક્ચરીંગ - સ ર્વિસિઝ ક્ષેત્રે ભારતની વૃદ્ધિ માર્ચમાં નબળી પડયાના એચએસબીસી મેન્યુફેક્ચરીંગ પરચેઝીંગ મેનેજર્સ ઇન્ડેક્ષના (પીએમઆઇ) આંકે ચિંતા કરાવી તેજીને અવરોધી છે.
રિઝર્વ બેંકને હવે પ્રમુખ દરોમાં ઘટાડો કરવાની ફરજ પડશે? ગુરુવારે ફેબુ્રઆરીના આઇઆઇપી આંક પર નજર
એચએસબીસી પીએમઆઇના આંકડા ફેબુ્રઆરીના ૫૬.૬નું તુલનાએ ઘટીને માર્ચમાં ૫૪.૭ અને સર્વિસિઝ ક્ષેત્રે વૃદ્ધિ ૫૬.૫થી ઘટીને ૫૨.૩ પાંચ મહિનાના તળીયે આવ્યા તથા ફેબુ્રઆરીમાં નિકાસો નજીવી ૪.૩ ટકા વધીને ૨૪.૬ અબજ ડોલર સામે આયાત ૨૦.૭ ટકા વધીને ૩૯.૮ અબજ ડોલર આવ્યાના આંકડાએ ઔદ્યોગિક મોરચે પરિસ્થિતિ કથળી રહ્યાનો સંકેત આપ્યો છે જેથી કોર્પોરેટ ઇન્ડિયાના માર્ચ, ૨૦૧૨ અંતના ચોથા ત્રિમાસિક અને સંપૂર્ણ નાણાકીય વર્ષ ૨૦૧૧-૧૨ના પરિણામો ખાસ ઉજળા નહીં રજૂ થવાનો અંદાજ છે. ઘરઆંગણે ઔદ્યોગિક વૃદ્ધિ ગ્રાહક માંગ નબળી પડયા સાથે વૈશ્વિક મોરચે પણ હજુ યુ.એસ.યુરોપમાં પરિસ્થિતિમાં આવશ્યક સુધારો થયો નથી. ઔદ્યોગિક ઉત્પાદન વૃદ્ધિના ફેબુ્રઆરી ૨૦૧૨ મહિનાના આંકડા ૧૨, એપ્રિલ, ૨૦૧૨ના ગુરુવારે જાહેર થનાર છે, જે જાન્યુઆરીના ૨૦૧૨ના ૬.૮ ટકાની તુલનાએ ઘટીને ૪.૭થી ૫.૨ ટકા અપેક્ષીત છે, ત્યારે શક્ય છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને ૧૭, એપ્રિલ ૨૦૧૨ના વર્ષ ૨૦૧૨-૧૩ માટેની ધિરાણ નીતિની સમીક્ષા વખતે અથવા એ પૂર્વે પ્રમુખ ધિરાણ દરોમાં ઘટાડો કરવાની ફરજ પડશે.
શુક્રવારે ઇન્ફોસીસના પરિણામ છતાં બજારની આતુરતા ઓછી ઃ પરિણામ કરતા અંદાજો મહત્વના
કોર્પોરેટ ઇન્ડિયાએ ૧૫, માર્ચના એડવાન્સ ટેક્ષની ચૂકવણી એકંદર સાધારણ વૃદ્ધિના જાહેર થયા બાદ હવે ૩૧, માર્ચ, ૨૦૧૨ અંતના ચોથા ત્રિમાસિકના પરિણામોની સીઝન નવા સપ્તાહમાં શુક્રવારે ૧૩, એપ્રિલના ઇન્ફોસીસ ટેક્નોલોજીસના પરિણામથી શરૃ થઇ રહી છે. બજારને દિશા આપવામાં છેલ્લા ઘણા વર્ષોથી ઇન્ફોસીસ ટેક્નોલોજીસના પરિણામ મહત્વના નીવડતા હતા, પરંતુ ઇન્ફોસીસમાં બદલાયેલા મેનેજમેન્ટ- ડિરેક્ટર્સ બોર્ડ સાથે પરિણામોની આતુરતા હવે છેલ્લા કેટલાક વર્ષોથી ઓછી થવા લાગી છે, અને ઇન્ફોસીસના ગાઇડન્સ- અને વાસ્તવિક પરિણામ વચ્ચેનો તફાવત વધવા લાગ્યો છે, ત્યારે બજારે પણ ઓછી આતુરતા બતાવી પરિણામોને ગંભીરતાથી લેવાનું ટાળવા લાગ્યા છે. અલબત કંપનીના ચોથા ત્રિમાસિકના પરિણામ કરતાં નવા નાણાકીય વર્ષ ૨૦૧૨-૧૩ માટે કંપની (યુ.એસ.ની આર્થિક રીકવરીના આંકડા સામે એચ-૧ બી વીસા ફીમાં કરાયેલા વધારાની બિઝનેસ પર કેવી અસર રહેશે એને ધ્યાનમાં લઇ આવક અંદાજો કેવા રજૂ કરે છે એ મહત્વનું રહેશે.
માર્ચ મહિનાનો ફુગાવાનો આંક શુક્રવારે જાહેર થશે ઃ ૭.૫ ટકાથી વધશે તો રિઝર્વ બેંક ફરી પાછીપાની કરશે
કંપની પરિણામોની સીઝન સપ્તાહના અંતિમ દિવસે શુક્રવારે શરૃ થવા સાથે ૧૩, એપ્રિલના જ સરકાર હોલસેલ ભાવાંક આધારીત ફુગાવો- મોંઘવારીનો માર્ચ ૨૦૧૨ મહિનાનો આંક જાહેર કરનાર છે, એના પર નજર રહેશે. ફેબુ્રઆરી ૨૦૧૨માં માસિક ફુગાવાનો દર ૬.૯૫ ટકા પ્રોવિઝનલ હતો, જે જાન્યુઆરી ૨૦૧૨માં ૬.૫૫ ટકા અને ફેબુ્રઆરી ૨૦૧૧માં ૯.૫૪ ટકા હતો. ફુગાવાનો આંક ફરી માર્ચમાં વધીને આવવાની એક શક્યતાને ધ્યાનમાં લેતા રિઝર્વ બેંક ફુગાવાના જોખમે માર્ચ મહિનાનો આંક ૭.૫ ટકાથી વધુ આવવાના સંજોગોમાં રિઝર્વ બેંક પ્રમુખ દરોમાં આગોતરો ઘટાડો કરવાનું ટાળશે.
એફઆઇઆઇ શેરોમાં એક્યુમીલેશનનો વ્યુહ અપનાવશે! સેન્સેક્ષ ૧૭૮૮૮થી ૧૭૩૩૩ વચ્ચે રમશે
એફઆઇઆઇ પણ પ્રવર્તમાન સ્થાનિક આર્થિક પરિબળો પોતાના માટે પી. નોટસની ગૂંચતા ઉકેલાય નહીં અને ઉદ્યોગો- કોર્પોરેટ ઇન્ડિયા માટે ઉંચા દરોનો ઋણ બોજ રિઝર્વ બેંક હળવો ન કરે ત્યાં સુધી શક્ય ચે, સાવચેતીનો અભિગમ અપનાવી મોટી ખરીદીથી દૂર રહી આકર્ષક વેલ્યુએશને મળતા શેરોમાં ધીમી રાહે એક્યુમીલેશન કરવાનો વ્યુહ અપનાવશે. આ એક્યુમીલેશન- શેરો ભેગા કરવાનો દોર એપ્રિલના અંતિમ અઠવાડિયા પૂર્વે પૂરો કરી મે મહિના માટે તેજીનો તખ્તો ગોઠવશે. આગામી સપ્તાહમાં સેન્સેક્ષ ૧૭૮૮૮થી ૧૭૩૩૩ અને નિફ્ટી ૫૪૪૪થી ૫૨૮૮ વચ્ચે રમતા જોવાશે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
બેંગ્લોરે દિલ્હી ડેરડેવિલ્સ સામે ૨૦ રનથી આસાન વિજય મેળવ્યો
ઈંગ્લેન્ડે આખરી ટેસ્ટમાં શ્રીલંકાને હરાવીને નંબર વનનો તાજ જાળવ્યો
ડેવિસ કપઃભારતનો ૦-૩થી ઉઝબેકિસ્તાન સામે પરાજય

રહાનેની બેટિંગમા વધુ પરિપક્વતા જોવા મળી

આજે જીતના જુસ્સા સાથે જ પંજાબ સામે રમવા ઉતરીશું

શેરબજારની સુધારાની ચાલમાં સ્મોલ-મીડકેપ શેરોનો મોટો ફાળો
સિનિયર સિટિઝનોને એટીએમ દરોમાં માફી આપવા આરબીઆઈનો અનુરોધ
સુરેન્દ્રનગરમાં પાંચ દિવસે ૨૦થી ૨૫ મિનિટ મળતું પાણી
બારડોલીના વૈદ્યે સોપારી આપી બંને લેણદારોની હત્યા કરાવી

માંજલપુરમાં હનુમાનજીની પ્રતિમા સાથેનું મંદિર જમીનમાં ઉતરી ગયું

સિંહોના ઘરમાં ફરી લાગ્યો દવઃ બે સિંહબાળ ભુંજાયાની ભીતિ
માટલામાં ઝેરી દવા નાખી પરિવારનું કાસળ કાઢવાનો પ્રયાસ
ગુરુવારે ફેબુ્રઆરીના આઇઆઇજી આંક, શુક્રવારે ઇન્ફોસીસના પરિણામ,
ઝવેરીબજારો ફરી ધમધમી ઊઠયાઃ લગ્નસરા વચ્ચે બજારોમાં ખરીદીની રોનક પાછી
ગત સપ્તાહે વિશ્વના ટોચના ૨૦ ધનિકોએ ગુમાવેલા ૯ બિલિયન ડોલર
 
 

Gujarat Samachar Plus

સેઈલીંગ બોટનું અધૂરું સ્વપ્ન મધ દરિયે સાચું પડયું
દેશી તડબૂચને દેશવટો
ભંગારના ભાવે એન્ટિકને અલવિદા
 

Gujarat Samachar Plus

મામાનું ઘર કેટલે આયખુ વિતી જાય એટલે
ચિંતાને ચિંતનમાં પરિવર્તિત કરવાની આદત કેળવો
ગુજરાતમાં ટુરિસ્ટ પ્લેસીસ કરતા ધાર્મિક સ્થાનો વધુ
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved