Last Update : 08-April-2012, Sunday
 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૮-૦૪-૨૦૧૨, રવિવાર
ચૈત્ર વદ બીજ
માંડવી (કચ્છ) સ્વામિનારાયણ મંદિર પાટોત્સવ
ખ્રિસ્તી ઇસ્ટર સન્ડે

 

દિવસના ચોઘડિયા ઃ ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ
રાત્રિના ચોઘડિયા ઃ શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ

 

અમદાવાદ સૂર્યોદય ઃ ૬ ક. ૨૮ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૫૬ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૬ ક. ૨૭ મિ. સૂર્યાસ્ત ૧૮ ક. ૫૪ મિ.
મુંબઈ સૂર્યોદય ઃ ૬ ક. ૨૮ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૫૨ મિ.
નવકારસી સમય (અ) ૭ ક. ૧૬ મિ. (સૂ) ૭ ક. ૧૫ મિ. (મું) ૭ ક. ૧૬ મિ.
જન્મ રાશિ ઃ આજે જન્મેલ બાળકની તુલા (ર. ત.) રાશિ આવશે.
નક્ષત્ર ઃ સ્વાતિ સાંજના ૭ ક. ૦૪ મિ. સુધી પછી વિશાખા.
ગોચર ગ્રહ ઃ સૂર્ય- મીન, મંગળ- સંિહ (વ.) બુધ- મીન, ગુરૂ- મેષ, શુક્ર- વૃષભ, શનિ- તુલા (વ.), રાહુ- વૃશ્ચિક, કેતુ- વૃષભ, હર્ષલ (યુરેનસ)- મીન, નેપ્ચ્યુન- કુંભ, પુલ્ટો- ધન, ચંદ્ર- તુલા.
વિક્રમ સંવત ઃ ૨૦૬૮, શોભન સં. શાકે ૧૯૩૪, નંદન સંવત્સર જૈનવીર સંવતઃ ૨૫૩૮ ઉત્તરાયણ
ચૈત્ર સુદ બીજને રવિવાર, ખ્રિસ્તી ઇસ્ટર સન્ડે માંડવી (કચ્છ) સ્વામિનારાયણ મંદિરનો પાટોત્સવ.
મુસલમાની હિજરી સન ૧૪૩૩ જમાદીઉલ અવ્વલ માસનો ૧૫મો રોજ
પારસી શહેનશાહી વર્ષ ૧૩૮૧ આવાં માસનો ૨૪ રોજ દીન
ફસલી ફરવરદીયાનના પરભનું જશન

[Top]
 

આજ નું ભવિષ્ય

 

મેષ ઃ સગા- સંબંધી મિત્રવર્ગના કારણે માનસિક પરિતાપ રહે તમારા અંગત કામમાં રૂકાવટ, ચંિતા રહે, પત્ની સાથે વિવાદ થઈ જાય.

 

વૃષભ ઃ આજે આપ હળવાશ- રાહત અનુભવો, ખરીદી માટે વ્યવહારિક, સામાજિક કામ અંગે ખર્ચ થાય બહાર જવાનું થાય.

 

મિથુન ઃ પુત્ર- પૌત્રાદિકના વિદ્યાભણતર વિવાહલગ્નના પ્રશ્નમાં ઘ્યાન આપવું પડે. સીઝનલ નોકરી-ધંધામાં વધારાની આવક થાય.

 

કર્ક ઃ આડોશ પાડોશ, મિત્રવર્ગનું કામ હોય તેમાં ઇચ્છા- અનિચ્છાએ સામેલ થવું પડે ચર્ચા વિચારણા કરવી પડે, ચંિતા રહે.

 

સંિહ ઃ આપના નોકરીના વધારાના કામમાં ઘ્યાન આપી શકો. આવક થાય ધંધામાં સાનુકૂળતા રહે. ઉઘરાણીના નાણાં છૂટા થાય.

 

કન્યા ઃ આપના વ્યવહારિક, સામાજિક કૌટુંબિક કામમાં વ્યસ્તતા રહે, બહાર જવાનું થાય, ધંધામાં આવક થાય આકસ્મિક આનંદ જણાય.

 

તુલા ઃ આપની જીદ્દ- મમત- અહમમાં પીછેહઠ થાય, વઘુ પડતા આત્મવિશ્વાસમાં તમારી ભૂલ તમને પસ્તાવો કરાવે, સંતાનની ચંિતા રહે.

 

વૃશ્ચિક ઃ બહારના કે બહારગામના પરદેશમાં રહેતા સગા- સંબંધી મિત્રવર્ગના કામ અંગે ચંિતા ખર્ચ અનુભવાય, વાહન ધીમેથી ચલાવવું.

 

ધન ઃ વડીલ વર્ગના સંયુક્ત પરિવાર કે કુટુંબના ધંધાના પ્રશ્ને ચર્ચા વિચારણા થાય, પુત્ર- પૌત્રાદિકના કામમાં મદદરૂપ થઈ શકો.

 

મકર ઃ આપના પિતૃપક્ષના, પત્ની પક્ષના પ્રશ્નમાં ચંિતા રહે. નિકટના સ્વજન- સ્નેહી- મિત્રવર્ગના કારણે તમારા અંગત કામમાં વિલંબ થાય.

 

કુંભ ઃ મહત્ત્વની મુલાકાત, ચર્ચા વિચારણામાં નોકરી- ધંધા અંગેનું કામકાજ, ઘર, પરિવાર, કુટુંબનું કામ સાનુકૂળ થતું જાય.

 

મીન ઃ શારીરિક- માનસિક અસ્વસ્થતા, ઉશ્કેરાટ- ગુસ્સો- વિવાદથી તમારા હૃદય-મનને શાંતિ જણાય નહીં પૈસા, પાકીટ સાચવવું.

 

જન્મ તારીખ વર્ષ સંકેત તા. ૮-૦૪-૨૦૧૨, રવિવાર

 

આજથી શરુ થતું આપનું જન્મ વર્ષ, તન, મન, ધનથી સંભાળવું રહેશે એક ચંિતા ઉપાધિ હોય એટલામાં અન્ય ચંિતા- ઉપાધિ આવી જાય. જેમને દેવું થઈ ગયું હોય તેમને ચંિતા- ભય- દબાણ, કાનૂની પ્રશ્નોનો સામનો કરવો પડે વિશેષમાં - * આજથી શરુ થતા જન્મવર્ષમાં એક પછી એક દિવસ જેમ જેમ પસાર થાય તેમ તેમ આપની ચંિતામાં વધારો થાય અને તેના કારણે અવારનવાર શારીરિક, માનસિક અસ્વસ્થતા અનુભવો. * આ વર્ષમાં નોકરી- ધંધાના કાર્યક્ષેત્રમાં જોખમી નિર્ણયો, ફેરફારો, જોખમો કરવા નહીં. * નાણાંકીય આયોજનમાં ખેંચ- ચંિતા- મુંઝવણ અનુભવાય નહીં નાણાં ફસાય કે વિશ્વાસઘાત દગામાં નુકસાન સહન કરવું પડે * સ્ત્રી વર્ગને પતિના આરોગ્ય કે સ્વભાવના કારણે ચંિતા- મુશ્કેલી અનુભવાય સંતાના ઘડતર, ભણતરમાં પૂરતું ઘ્યાન આપી શકાય નહીં. * વિદ્યાર્થી વર્ગે વઘુ પડતા આત્મવિશ્વાસમાં રહેવું નહીં. પરીક્ષા સમયે આરોગ્યની કાળજી રાખવી પડે તેમજ વાહનથી, પડવા વાગવાથી સંભાળવું પડે.

 

સુપ્રભાતમ્

- બોલાવવો પડે તે પહેલાં આવી પહોંચે, હંમેશાં દરવાજે હાજર રહે અને કંઈ પૂછવામાં આવે ત્યારે સાચી વાત ટૂંકાણમાં કહે તેવો માણસ રાજાના સેવક તરીકે યોગ્ય છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

રાજા લોકોનું કલ્યાણ કરતો હોય તો પણ સેવકો વગર શોભતો નથી. જેમ સૂર્ય જાતે તેજસ્વી હોવા છતાં કિરણો વગર શોભતો નથી.

- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

 

- રાજા માર મારે, કઠોર વાત કહે, દંડ પણ દે, તો પણ જે સેવક રાજાનું બુરૂં ઈચ્છતો નથી તે જ રાજાઓ માટે સાચો સેવક છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

કવિ સંમેલનમાં કવિ છગને કવિતા લલકારી...
‘રામચન્દ્ર કહ ગયે સિયા સે,
ઐસા કલજુગ આયેગા...
હંસ ચુગેગા દાના ઔર
કૌઆ મોતી ખાયેગા...’
કવિ છગન પછી કવિ મગનનો વારો હતો. એણે પણ તુલસીદાસની ચોપાઈ લલકારી...
‘રામચન્દ્ર કહ ગયે સિયાસે,
ઐસા કલયુગ આયેગા
અણ્ણા રહેગા ભૂખા પ્યાસા,
કસાબ બિરીયાની ખાયેગા...’

[Top]
 

આજ ની રેસીપી

 

પાઈનેપલ આઈસ્ક્રીમ
સામગ્રીઃ ૧ લિટર દૂધ, ૪૦૦ ગ્રામ ક્રીમ, ૧/૨ બેગ જીલેટીન, ૧ ચમચી પાયનેપલ, એસેંસ, ૧૩ ચમચા સાકર, ૧ ટિન નાનું પાયનેપલ, સ્લાઈસ, ૧ કપ પાયનેપલ સિરપ, ૧ ચમચો કસ્ટર્ડ પાવડર.
રીતઃ એક કપ દૂધમાં કસ્ટર્ડ પાવડર ઓગાળવો. બાકીનું દૂધ ગરમ કરવા મૂકવું. સાકર નાંખી હલાવવું. ગરમ દૂધમાં કસ્ટર્ડવાળું દૂધ નાંખી, હલાવી, ઊભરો આવે પછી નીચે ઉતારી ઠંડુ કરવું. જિલેટીન સિરપમાં ઓગાળી, ગરમ કરી, ઠંડુ પાડી દૂધમાં નાંખવું. ક્રીમ નાંખવું. એસેંસ નાંખી, ઢાંકીને ડબ્બામાં સેટ કરવા મૂકવું. પાયનેપલના ટુકડા બારીક કરી બાજુ પર ફ્રીજમાં રાખવા. સેટ થયેલા આઈસ્ક્રીમના ટુકડા કરી લિક્વિડાઈઝ કરવું. બઘું મળીને લગભગ ૧૨ કલાક લાગશે.
પાયનેપલના ટુકડા બારીક અને પાતળા સમારવા. વધારે પાયનેપલ પસંદ હોય તો મોટું ટિન વાપરી શકાય.

[Top]

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved