Last Update : 07-April-2012, Saturday
 

૧૦ વરસ પછીની 'પેટ્રોલ કથા' !

 

એક બહુ મોટા બિઝનેસમેનને એકવાર કાર ચલાવતાં ચલાવતાં એક્સીડન્ટ થઇ ગયો. બિચારા 'કોમા'માં જતા રહ્યા.
એક વરસ, બે વરસ, ત્રણ વરસ એમ કરતાં કરતાં એ તો દસ વરસ સુધી 'કોમા'માં રહ્યા...
અચાનક એક દિવસ રવિવારે સવારે એમની આંખ ખૂલી ગઇ ! જોયું તો પોતે કોઈ મોંઘી હોસ્પિટલના આઇસીયુમાં છે...
એમણે આજુબાજુ નજર કરી. પણ કોઈ દેખાયું નહિ...
સગાવ્હાલા તો ક્યાંથી હોય ? દસ દસ વરસમાં તો બધા કંટાળી ગયા હોય એટલે કંઈ રોજ રાત્રે સૂવા થોડા આવતા હોય ?
પણ રવિવારની સવાર હોવાને કારણે કોઈ ડૉક્ટર કે નર્સ પણ દેખાયા નહિ.
બિઝનેસમેન તો પલંગમાંથી ઉતરીને બહાર ચાલવા માંડયા !
નજીકમાં જ એમણે એક મેઈન રોડની બાજુમાં આવેલા ખુલ્લા પ્લોટમાં 'કાર-મેળો' ચાલી રહ્યો હતો. એમણે ત્યાં જઈને એક કારનો ભાવ પૂછ્યો ''ભાઈ, આ 'ઓલ્ટો' કેટલામાં આપવાની છે ?''
પેલાએ મોં બગાડતાં કહ્યું, ''પંદર હજાર. પણ અહીંથી લઈ જવાની જવાબદારી તમારી.''
બિઝનેસમેને જોયું કે ઓલ્ટોની હાલત ભંગાર કરતાંય ખરાબ હતી. એમણે બીજી એક ગાડી બતાડીને પૂછ્યું ''આ જરા નવી જેવી લાગે છે એ ફોર્ડ આઇકોન કેટલાંની છે ?''
સેલ્સમેને ફરી મોં બગાડયું. ''ખાલી ટાઇમપાસ ના કરો. લેવાના હો તો જ વાત કરો.''
''હા હા ભઇ લેવાની છે.''
''તો...'' પેલાએ બગાસું ખાતાં કહ્યું, ''ચાલો, સત્તાવીસ હજારમાં આપી.''
''સત્તાવીસ હજાર !'' બિઝનેસમેનને ખરેખર નવાઈ લાગી. અચ્છી ભલી ફોર્ડ આઇકોન સત્તાવીસમાં ?
છતાં એમણે રૃઆબ ઝાડતાં બીજી બે ત્રણ ગાડીઓનો ભાવ પૂછ્યો ''આ હોન્ડા એકોર્ડ કેટલાની છે ?''
''ત્રીસ હજાર.''
''અને આ ઓડી ?''
''એમાં ખરચો છે, છતાં ચલો બત્રીસ હજાર.''
''અને આ...'' એક ચકાચક બ્રાન્ડ ન્યુ જેવી લાગતી બ્લેક મર્સિડીઝ જોઈને એમની નજર ચોંટી ગઈ ''આ મર્સિડીઝ કેટલામાં આપવાનો વિચાર છે ?''
''એ ?'' પેલો ઊભો થયો ''એના ચાલીસ હજાર થશે. કેશ આપો તો આડત્રીસ હજાર.''
''કેશ નથી. હું ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરીશ.'' વેપારીએ ભાવતાલ કરવા માંડયા અને તોય છત્રીસમાં આપવી હો તો ઇન્ટ્રેસ્ટ છે. બાકી....''
''ચલો બૉસ, છત્રીસમાં ડન ! લાવો ક્રેડિટ કાર્ડ.''
બિઝનેસમેન તો દંગ થઈ ગયા. પેલાએ કાર્ડ સ્વાઇપ કરીને બિલ બનાવીને ગાડીની ચાવી પકડાવી દીધી. ''લો બોસ, પેટ્રોલ પંપ સામે જ છે.''
આ ભાઈ તો ફટાફટ પેટ્રોલ પંપ પહોંચીને બોલ્યા. ''ચલો, ટાંકી ફૂલ કરી દો.''
મર્સિડીસની ટાંકી ભરાઈ ગઈ એટલે પૂછ્યું, ''કેટલા થયા ?''
જવાબ મળ્યો ''એક લાખ પાંસઠ હજાર ! બોલો, કેશ આપો છો કે લોન લીધેલી છે ?''

Share |
 

Gujarat Samachar Plus

સેઈલીંગ બોટનું અધૂરું સ્વપ્ન મધ દરિયે સાચું પડયું
દેશી તડબૂચને દેશવટો
કોલેજ કેમ્પસને ગ્રીન કવચ
 

Gujarat Samachar Plus

ફળ અને શાકભાજીના ગુણકારી અથાણાં
એપ્રિલમાં બજેટમાં કેરી ન મળતાં ધીરજ ખૂટી
સ્વિમિંગ કરતી વખતે હાઇજીનની તકેદારી
પેટની ગરમીને શાંત કરે એક વાટકી દહીં
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved