Last Update : 07-April-2012, Saturday
 
પેટની ગરમીને શાંત કરે એક વાટકી દહીં

- દૂધ કરતાં દહીંમાં વધારે કેલ્શ્યિમ અને પ્રોટીન હોય છે. તે દૂધથી પણ વધારે ફાયદાકારક હોય છે. દહીં શરીરની રોગપ્રતિકારક ક્ષમતા વધારવાનું કામ કરે છે.

ગરમીની સીઝનમાં ઠંડક મેળવવા માટે જ્યારે અનેક ઉપાયો કરવામાં આવે છે ત્યારે ગરમીના પ્રકોપથી બચાવતું અને તમારા સૌંદર્યમાં નિખાર લાવવા માટે દહીં એક અસરકારક ભૂમિકા ભજવી જાય છે. દૂધ કરતાં દહીંમાં વધારે કેલ્શ્યિમ અને પ્રોટીન હોય છે. તે દૂધથી પણ વધારે ફાયદાકારક હોય છે. દહીં શરીરની રોગપ્રતિકારક ક્ષમતા વધારવાનું કામ કરે છે. આ જ કારણ છે કે આર્યુવેદના આચાર્યો રોજ એક વાટકી દહીંના સેવનની સલાહ આપે છે.
જો તમારી રોગપ્રતિકારક શક્તિ સારી હશે તો તમે નિરોગી રહેવામાં ઘણે અંશે સફળ થઈ શકશો. જો તમને ગરમીની સીઝનમાં વારંવાર પેટને લગતી તકલીફ રહેતી હોય તો તમે દહીં અને અજમાનો પ્રયોગ કરી શકોછો. દહીંની બનાવેલી છાશ ેકે લસ્સી પીવાથી પેટની ગરમી શાંત થાય છે. જ્યારે તમે એક ગ્લાસ દહીંની છાશ પીને બહાર નીકળો છો ત્યારે તમને લૂ લાગવાની શક્યતા નહીંવત રહે છે.
બાળકોની ભૂખ વધારવા માટે તેમને દહીંમાં શેકેલું જીરૃ, ફૂદીનો વાટીને મિક્સ કરીને આપવાથી તેમની ભૂખ ઊઘડે છે. ગરમીમાં જ્યારે બાળકો ઘરમાં રહેતા હોય ત્યારે તેમની ભૂખ વધારી તેમને પસંદ હોય તેવી ચીજો બનાવીને ખવડાવવાનો આ ઉત્તમ રસ્તો છે. અનેક સંશોધનો કહે છે કે અલ્સર જેવી અનેક મોટી બીમારીઓમાં પણ દહીં ફાયદાકારક છે.
તો હવે શરૃ કરી દો રોજ એક વાટકી દહીંનો પ્રયોગ અથવા તો પીવો રોજ એક ગ્લાસ દહીંની બનાવેલી છાશ. તે તમારા શરીરને રોગોથી બચાવીને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તો કેટલાંક લોકો ઉનાળા દરમિયાન બપોરે અને સાંજે ભોજનની સાથે એક ગ્લાસ ઠંડી છાશ કે એક વાટકી દહીં ચોક્કસ લેતા હોય છે. કારણકે દહી અને છાશ બંને ગુણકારી છે. કારણકે જો રોગપ્રતિકારક શક્તિ સારી હશે તો દહી અને છાશ તમને નિરોગી રહેવાામં પણ સહકાર આપી શકશે. ખાસ કરીને પેટના દુઃખાવામાં દહી સાથે અજમો પણ ગુણકારી છે.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પુણે વોરિયર્સે મુંબઇ ઇન્ડિયન્સ સામે ૨૮ રનથી વિજય મેળવ્યો
ધ્યાનચંદ, રૃપસિંઘ અને લેસ્લીનું ઇંગ્લેન્ડે ગૌરવ વધાર્યું
આજે બેંગ્લોરમાં ડેરડેવિલ્સ અને રોયલ ચેલેન્જર્સ વચ્ચે ટક્કર

આખરી ટેસ્ટમાં ઇંગ્લેન્ડ સામે શ્રીલંકા પર પરાજયનું સંકટ

દિલ્હીએ કોલકાતાને ૮ વિકેટથી પરાજય આપ્યો

પ્રાકૃતિક વિપદાઓને પરિણામે ૨૦૧૧માં વિક્રમજનક ૩૮૦ બિલિયન ડોલરનું નુકસાન
ડેબ્ટની એનએવીના નિયમનો ગેરલાભ ઉઠાવનારી સંસ્થાઓ પ્રત્યે સેબી ખફા
મહુધા ડાકોર રોડ પર
લક્ઝરી- ડમ્પર અથડાતાં નવનાં મોત
ખેડબ્રહ્મામાં ચૈત્રિ પૂનમે ભક્તિનો સાગર

સ્ટોક મર્યાદાને ફાડીને ફેંકી દેતા તેલ મિલરો ઃ ભાવ યથાવત

સટ્ટાબેટિંગનું આંતરરાજ્ય નેટવર્ક ઝડપાયું ઃત્રણ પકડાયા
પાલિતાણામાં નવ દિવસથી ચાલતા જૈન મુનીરાજના અનશનનો સુખદ અંત
દેશના ઝવેરીઓએ હડતાળ પાછી ખેંચી ઃ સોના-ચાંદીમાં ચમકારો
સોનાની આયાત ૭૩ ટકા ઘટી ઃ રૃા. ૨૦,૦૦૦ કરોડનું નુકસાન
પીઈ ઇન્વેસ્ટમેન્ટ ક્ષેત્રે પ્રતિકૂળ પરિસ્થિતિ
 
 

Gujarat Samachar Plus

સેઈલીંગ બોટનું અધૂરું સ્વપ્ન મધ દરિયે સાચું પડયું
દેશી તડબૂચને દેશવટો
કોલેજ કેમ્પસને ગ્રીન કવચ
 

Gujarat Samachar Plus

ફળ અને શાકભાજીના ગુણકારી અથાણાં
એપ્રિલમાં બજેટમાં કેરી ન મળતાં ધીરજ ખૂટી
સ્વિમિંગ કરતી વખતે હાઇજીનની તકેદારી
પેટની ગરમીને શાંત કરે એક વાટકી દહીં
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved