Last Update : 07-April-2012, Saturday
 
અમદાવાદીઓ રોજનું ૧૦૦૦ કિલો તાંબુ પિત્તળ વેચે છે
ભંગારના ભાવે એન્ટિકને અલવિદા

- શહેરના કંસારા બજારમાં અનેક પરિવારો પોતાની જરૃરીયાતને લઈને ઘરના અન્ટિક વાસણો વેચે છે. અમદાવાદીઓ રોજના ચાર લાખના એન્ટિક વાસણો વેચે છે.

 

એન્ટિકની વાતો તો ભણેલા ગણેલા લોકો કરે પણ અમને તો પૈસા જોઈએ... આ શબ્દો છે કંસારા બજારમાં સાતસો રૃપિયામાં એક સુંદર જૂની પિત્તળની જારી વેચનારા સવિતાબેન દલાલના. અમદાવાદમાં રોજ ૧૦૦૦ કિલોના એન્ટિક વાસણો વેચાય છે જેની આશરે કિંમત ચાર લાખ જેટલી થાય છે. જો કે ઘરમાં પૈસાની જરૃરથી લઈને અનેક કારણોસર લોકો પોતાના એન્ટિક પીસ વેચવા માટે અહીં આવે છે જે મોંઘા ભાવે વેચાતા જોવા મળે છે.
આ અંગે ઘીસુલાલ શાહ કહે છે કે, આખા ગુજરાતમાં માણેકચોકનું બજાર મુખ્ય મથક ગણાય છે. જ્યા વાસણ બજાર, સોની બજાર વગેરે પ્રખ્યાત છે. અહીની દુકાનો સો વર્ષ જેટલી જૂની છે. પણ કંસારા બજારની ખાસિયત એ છે કે, અહીં દરેક પ્રકારના જૂના વાસણો વેપારીઓ લોકો પાસેથી ખરીદે છે. નવા વાસણોનું વેચાણ કરતી અંદાજે ૧૫૦૦ જેટલી દુકાનો છે. જ્યારે જૂના વાસણો ખરીદનાર વેપારીઓની અંદાજે ૧૦૦ જેટલી દુકાનો છે. ઉપરાંત નવા વાસણો બનાવતા નાના મોટા ભઠ્ઠીઓના કારખાનાનો પણ સમાવેશ થાય છે. જૂના વાસણો વેપારીઓ ખરીદતા હોવાથી રોજે રોજ ઓછામાં ઓછા ૧૦૦૦ કિ.ગ્રા. જેટલા જૂના વાસણો વેચવા લોકો આવે છે. ક્યારેક એનાથી પણ વધી જાય અને ક્યારેક થોડો ઘટાડો પણ જોવા મળે છે.
તાબું, પિત્તળ, એલ્યુમિનીયમ, જર્મન સિલ્વર, સ્ટીલ વગેરેના વાસણો ભંગારમાં ખરીદવામાં આવે છે. આ જૂના વાસણોને ભંગાર તરીકે ખરીદીને તેને નવા બનાવવાની પ્રોસેસ હાથ ધરાય છે. આ ભંગાર વાસણોને ગરમ ભઠ્ઠીમાં ઉકાળીને નવા પતરામાં ઢાળવામાં આવે છે. તો કેટલાંક વાસણનો નવું રૃપરંગ પણ આપવામાં આવે છે. જે પાછા બજારમાં વેચાણ માટે મૂકવામાં આવે છે. જ્યારે કેટલીક ઇન્ડસ્ટ્રીઝમાં આ ભંગારમાંથી સ્પેરપાર્ટ્સ બનાવવાના ઉપયોગમાં પણ લેવાય છે. જો કોઇ જૂના વાસણોની ચમક ઓછી થઇ ગઇ હોય તો પણ તેના પર પ્રોસેસ કરી એકદમ નવું બનાવી આપવામાં આવે છે. નવું બનાવ્યા પછી એ પણ ખબર ના પડે કે આ જૂનુ વાસણ હશે. જો કે, અહીંના કારીગરો મૂળ કંસારા જ્ઞાાતિના છે. જેઓ હાથથી વાસણો બનાવવામાં માહીર છે.
પણ નવાઇની વાત તો એ છે કે પહેલાના સમયમાં તાંબાના બેડા પાંચ કિ.ગ્રા.થી ઓછા વજનના બનતા નહતા. કારણકે એ સમયના લોકોનો ખોરાક પણ સારો એવો હતો અને માણસો પણ મજબૂત હતા. જ્યારે આજના તાંબાના બેડા ફક્ત ત્રણ કિ.ગ્રા.ના હોય છે. કારણકે આજની જનરેશન જંક ફૂડ ખાઇ ખાઇને નબળી બની ગઇ છે. જેથી પાંચ કિ.ગ્રા.નું તાંબા પિત્તળનું બેડુ પણ ઉંચકી શકતી નથી.

વાસણ ભાવ/કિ.ગ્રા
તાંબુ રૃ.૪૧૦
પિત્તળ રૃ.૩૧૦
જર્મન સિલ્વર રૃ.૩૫૦થી ૪૦૦

 

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પુણે વોરિયર્સે મુંબઇ ઇન્ડિયન્સ સામે ૨૮ રનથી વિજય મેળવ્યો
ધ્યાનચંદ, રૃપસિંઘ અને લેસ્લીનું ઇંગ્લેન્ડે ગૌરવ વધાર્યું
આજે બેંગ્લોરમાં ડેરડેવિલ્સ અને રોયલ ચેલેન્જર્સ વચ્ચે ટક્કર

આખરી ટેસ્ટમાં ઇંગ્લેન્ડ સામે શ્રીલંકા પર પરાજયનું સંકટ

દિલ્હીએ કોલકાતાને ૮ વિકેટથી પરાજય આપ્યો

પ્રાકૃતિક વિપદાઓને પરિણામે ૨૦૧૧માં વિક્રમજનક ૩૮૦ બિલિયન ડોલરનું નુકસાન
ડેબ્ટની એનએવીના નિયમનો ગેરલાભ ઉઠાવનારી સંસ્થાઓ પ્રત્યે સેબી ખફા
મહુધા ડાકોર રોડ પર
લક્ઝરી- ડમ્પર અથડાતાં નવનાં મોત
ખેડબ્રહ્મામાં ચૈત્રિ પૂનમે ભક્તિનો સાગર

સ્ટોક મર્યાદાને ફાડીને ફેંકી દેતા તેલ મિલરો ઃ ભાવ યથાવત

સટ્ટાબેટિંગનું આંતરરાજ્ય નેટવર્ક ઝડપાયું ઃત્રણ પકડાયા
પાલિતાણામાં નવ દિવસથી ચાલતા જૈન મુનીરાજના અનશનનો સુખદ અંત
દેશના ઝવેરીઓએ હડતાળ પાછી ખેંચી ઃ સોના-ચાંદીમાં ચમકારો
સોનાની આયાત ૭૩ ટકા ઘટી ઃ રૃા. ૨૦,૦૦૦ કરોડનું નુકસાન
પીઈ ઇન્વેસ્ટમેન્ટ ક્ષેત્રે પ્રતિકૂળ પરિસ્થિતિ
 
 

Gujarat Samachar Plus

સેઈલીંગ બોટનું અધૂરું સ્વપ્ન મધ દરિયે સાચું પડયું
દેશી તડબૂચને દેશવટો
કોલેજ કેમ્પસને ગ્રીન કવચ
 

Gujarat Samachar Plus

ફળ અને શાકભાજીના ગુણકારી અથાણાં
એપ્રિલમાં બજેટમાં કેરી ન મળતાં ધીરજ ખૂટી
સ્વિમિંગ કરતી વખતે હાઇજીનની તકેદારી
પેટની ગરમીને શાંત કરે એક વાટકી દહીં
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved